શિક્ષણ અને ટેકનોલજી
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે સીબીએસઈ ધોરણ 12ના ઉત્કૃષ્ટ પરિણામોનું ગૌરવપૂર્ણ ઉજવણી કરી
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2025-26માં ધોરણ 12ના વિદ્યાર્થીઓના શાનદાર પરિણામોને લઈને ગર્વ વ્યક્ત કર્યો છે. વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં સ્કૂલનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે, જેના કારણે સમગ્ર કેમ્પસમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, સમર્પણ અને દૃઢ સંકલ્પનું પ્રતિબિંબ છે
વિજ્ઞાન પ્રવાહમાં દ્વિજા મયંક વાશીએ 96.2% ગુણ મેળવી સ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવ્યા અગ્રવાલે 94% ગુણ મેળવ્યા, જ્યારે નીવ ચાવલાએ 93.2% ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું. ખાસ કરીને નીવ ચાવલાએ બાયોલોજી વિષયમાં 99 ગુણ મેળવી પોતાની વિશેષ વિષય કુશળતા દર્શાવી.
વાણિજ્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. જાલક પટેલે 88.8% ગુણ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ ચાર્મી અગ્રવાલે 79% અને લક્ષ્ય કોઠારીએ 78% ગુણ મેળવી સારો દેખાવ કર્યો.
સ્કૂલ મેનેજમેન્ટે તમામ વિદ્યાર્થીઓને તેમની મહેનત, શિસ્ત અને સતત પ્રયત્નો બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ ઉત્કૃષ્ટ પરિણામોનું શ્રેય વિદ્યાર્થીઓની લગન, વાલીઓના સહકાર અને શિક્ષકોના સતત માર્ગદર્શનને અપાયું છે.

સ્કૂલની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે માનીએ છીએ કે સફળતા શિસ્ત, સતત પ્રયત્ન અને સમર્પણથી પ્રાપ્ત થાય છે. અમારા વિદ્યાર્થીઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચી મહેનત હંમેશા ઉત્તમ પરિણામ આપે છે. અમને અમારા વિદ્યાર્થીઓ પર ગર્વ છે અને અમે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે સ્કૂલ હંમેશા ગુણવત્તાસભર શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, જેથી તેઓ આત્મવિશ્વાસપૂર્ણ, જવાબદાર અને સફળ નાગરિક બની શકે.
સ્કૂલ મેનેજમેન્ટે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને આ શાનદાર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. સ્કૂલ પરિવાર દ્વારા આ સફળતાનો ઉત્સાહપૂર્વક ઉત્સવ મનાવવામાં આવ્યો, જે સંસ્થાની શૈક્ષણિક યાત્રામાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે નોંધાયો છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ સતત ગુણવત્તાસભર શિક્ષણ, નવીનતા અને સંસ્કારસભર શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરતું રહેશે અને તેમને ભવિષ્યની પડકારોને આત્મવિશ્વાસ સાથે સામનો કરવા માટે તૈયાર કરતું રહેશે.
શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે યોજાયેલી CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
સુરત : વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન તથા વાલીઓના સહકારથી શાળાએ ફરી એકવાર શ્રેષ્ઠ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે.
આ વર્ષે પરીક્ષામાં 28 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાની સફળતામાં વધારો કર્યો છે.
આર્ટ્સ પ્રવાહમાં ગુપ્તા અંશિકા પ્રમોદે 500 માંથી 492 ગુણ મેળવી 98.4% સાથે સમગ્ર શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કોમર્સ પ્રવાહમાં જયદીપ પારેખે 500 માંથી 481 ગુણ મેળવી 96.2% સાથે ઉત્કૃષ્ટ સફળતા મેળવી હતી. આર્ટ્સ પ્રવાહમાં અંજુકુમારી કશ્યપે 500 માંથી 477 ગુણ મેળવી 95.4% સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
શાળા સંચાલન, પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
શાળા પરિવાર દ્વારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પટેલનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમના સતત પ્રોત્સાહન, માર્ગદર્શન અને સહકારથી સંસ્થા સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા સાથે “માતૃત્વ ઉત્સવ”યોજાયો
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃત્વના પ્રેમ, ત્યાગ, શક્તિ અને સ્નેહને માન આપવા માટે “માતૃત્વ ઉત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે માતાઓ અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર વાતાવરણ ભાવના, આનંદ અને લાગણીથી છલકાઈ ઉઠ્યું હતું.
જ્યારે તમામ માતાઓ અને દાદીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારે શાળાનું પરિસર સ્મિત અને ઉત્સાહથી જીવંત બની ગયું હતું.
આ કાર્યક્રમ ખાસ કરીને માતાઓની એ અમૂલ્ય ભૂમિકાને માન આપવા માટે યોજાયો હતો, જે તેઓ પોતાના બાળકોના જીવન, સંસ્કારો અને સપનાઓને ઘડવામાં નિભાવે છે. કાર્યક્રમ દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું કે માતા માત્ર બાળકની પ્રથમ શિક્ષિકા જ નથી, પરંતુ તે તેની સૌથી મોટી પ્રેરણા, માર્ગદર્શિકા અને શક્તિ પણ છે.
કાર્યક્રમની શરૂઆત સ્વાગત સમારોહથી થઈ હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગીત, નૃત્ય, ભાષણ અને વિશેષ પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની માતાઓ પ્રત્યેનો પ્રેમ, સન્માન અને આભાર વ્યક્ત કર્યો હતો. દરેક પ્રસ્તુતિએ હાજર તમામ લોકોને ભાવુક બનાવી દીધા હતા અને કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. માતા અને બાળકો વચ્ચેનો લાગણીસભર સંબંધ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.
આ અવસરે પરિવારના મૂલ્યો અને લાગણીસભર સંબંધોના મહત્વને પણ ઉજાગર કરવામાં આવ્યું હતું. માતાઓએ શાળાના આ સુંદર પ્રયાસની પ્રશંસા કરી હતી, જેમાં તેમના યોગદાન અને સમર્પણને સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વહેંચાયેલા ભાવુક અને આનંદમય ક્ષણોએ શાળા અને પરિવારો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા હતા.

આ પ્રસંગે શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ માતૃત્વના મહત્વ વિશે પ્રેરણાદાયક વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “માતાનો પ્રેમ એ મજબૂત પાયો છે, જેના પર બાળકનો આત્મવિશ્વાસ, સંસ્કાર અને સપનાઓનું નિર્માણ થાય છે. માતાઓ એ નિસ્વાર્થી યોદ્ધા છે, જે પોતાના બાળકોના પાલનપોષણ, માર્ગદર્શન અને સફળતા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે માનીએ છીએ કે શિક્ષણની શરૂઆત ઘરમાંથી થાય છે અને એક માતા બાળકના ભવિષ્યને ઘડવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમ દ્વારા અમે તમામ માતાઓ અને દાદીઓ પ્રત્યે આપણું સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગીએ છીએ, જે પોતાના પ્રેમ, ધીરજ અને શક્તિથી બાળકોને સતત પ્રેરણા આપે છે.”
તેમણે વધુમાં જણાવ્યું, “આવા કાર્યક્રમો શાળા અને પરિવારો વચ્ચેના લાગણીસભર સંબંધોને વધુ મજબૂત બનાવે છે. માતૃત્વનો સન્માન માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રહે, પરંતુ આપણે દરરોજ તેમના નિસ્વાર્થી સેવા, ત્યાગ અને પ્રેમ માટે આભાર વ્યક્ત કરવો જોઈએ.”
કાર્યક્રમનું સમાપન આનંદ, આશીર્વાદ અને સુંદર યાદો સાથે થયું હતું. આ આયોજન પ્રેમ, સન્માન, કૃતજ્ઞતા, એકતા અને લાગણીસભર જોડાણ જેવા મૂલ્યોનું સુંદર પ્રતિબિંબ બન્યું હતું, જેને વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓ અને પરિવારોમાં વિકસાવવા સતત પ્રયત્નશીલ રહે છે.
“માતૃત્વ ઉત્સવ”એ એક વખત ફરી શાળાની સર્વાંગી વિકાસ, સંસ્કાર આધારિત શિક્ષણ અને પરિવારો સાથે મજબૂત સંબંધો સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાને સફળતાપૂર્વક દર્શાવી હતી.
ડિંડોલીમાં રોઝ બડ્સ સ્કૂલનું ગૌરવ…
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માર્ચ 2026 ની બોર્ડ પરીક્ષાના પરિણામો આજે, 4 મે, 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યા. રોઝ બડ્સ સ્કૂલના કોમર્સ નાં વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી. બે વિદ્યાર્થીઓએ A1 (વર્ષા રામજી ગુપ્તા અને કોમલ મિથિલેશ કુમાર મૌર્ય) અને 12 અન્ય વિદ્યાર્થીઓએ A2 પ્રાપ્ત કરીને શાળા અને તેમના માતાપિતાને ગૌરવ અપાવ્યું.
A1 ગ્રેડ પ્રાપ્ત કરીને તેમના પરિવાર અને શાળાનું ગૌરવ વધારનારા ગુપ્તા વર્ષા અને કોમલ મૌર્ય કહે છે કે તેમની સફળતા તેમના માતાપિતાના સમર્થન અને શાળાના સંચાલક શ્રી રાજેશ સર અને તેમના શિક્ષકોના પ્રોત્સાહનને કારણે છે. તેઓ હંમેશા શાળાના અભ્યાસક્રમનો દરરોજ એક થી બે વાર રિવિઝન કરતા હતા અને પરીક્ષાના એક મહિના પહેલા દરેક વિષયનું 10-10 પેપર સેટ સોલ્વ કરીને તેમનો આત્મવિશ્વાસ વધારતા હતા. ખરેખર, મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવતી આ છોકરીઓ આજે વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ છે. તેમના ભવિષ્યના સપના CA અથવા CS બનવાના છે, અને શાળા પરિવાર તેમને શુભેચ્છા પાઠવે છે.

આ ઉત્તમ પરિણામો દરેક વિદ્યાર્થીની મહેનત, શાળા મેનેજમેન્ટ અને શિક્ષકોના સકારાત્મક પ્રયાસો અને વાલીઓના સહયોગને કારણે છે. શાળા પરિવાર આ તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. અમે એવી પણ ઈચ્છા રાખીએ છીએ કે શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરનારા તમામ વિદ્યાર્થીઓ તેમના જીવનની દરેક કસોટીમાં ઉચ્ચ શિખરો સર કરતા રહે અને દરેક કસોટીઓ પર શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરે તેવી વિદ્યાલય પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા.
રોઝ બર્ડ્સ સ્કૂલના આ શ્રેષ્ઠ પરિણામ માટે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકવૃંદને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે
નવદીપ વિદ્યાલય (ગુ.મા.) અને ડીસન્ટ ચાઇલ્ડ હાઈસ્કૂલ (અં.મા.), પાંડેસરા નું ઝળ હળતું પરિણામ
ધોરણ : 10 નું પરિણામ
હેમંત સંદીપ પાટીલ (ગુ.મા.) PR-87.45 A2 Grade
અંશુ સંદીપ પાંડે (અં.મા.) PR – 98.61 A1 Grade અને
ગણિત માં – ૧૦૦/૧૦૦
વિજ્ઞાન માં – ૧૦૦/૧૦૦
સામાજિક વિજ્ઞાન-૧૦૦/૧૦૦
ગુણ મેળવેલ છે
ધોરણ : 12 સામાન્ય પ્રવાહ
ઈશા હિતેશ પ્રજાપતિ (ગુ.મા.) PR- 98.03 Grade A2
કુમાવત લલિત રોશનલાલ (અં.મા.) PR-96.62 Grade A2

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ A GROUP
લક્ષ્મણ દોલત માળી (અં.મા.) PR-92.84 Grade A2
ધોરણ 12 B GROUP
શિવાની સુદામા મિશ્રા (અં.મા.) PR-88.47 Grade B1
વિદ્યાર્થીઓએ બોર્ડ ની પરીક્ષામાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે.
શાળાના તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ શિક્ષકોની મહેનત, માતા-પિતાનો સહયોગ અને વિદ્યાર્થીઓની સતત મહેનત જવાબદાર છે.
શાળાના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
“આજની મહેનત, આવતીકાલની સફળતા.”
– નિવિધા સાર્વજનિક ટ્રસ્ટ
નવદીપ વિદ્યાલય (ગુ.મા.) અને ડીસેન્ટ ચાઇલ્ડ હાઈસ્કૂલ (અં.મા.), પાંડેસરા, સુરત
GSEB ધોરણ 10 અને 12 ના ઉત્કૃષ્ટ પરિણામ – શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ
અમે આનંદ સાથે જણાવીએ છીએ કે શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ (GSEB શાળા) ના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે.
અમારા વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કઠિન મહેનત, શિસ્ત અને સમર્પણ સાથે અભ્યાસ કરીને ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. A1 અને A2 ગ્રેડ મુજબનું વિગતવાર પરિણામ નીચે મુજબ છે:
*ધોરણ 10મું:*
* A1: 48 વિદ્યાર્થીઓ
* A2: 117 વિદ્યાર્થીઓ
*ધોરણ 12મું:*
* A1: 25 વિદ્યાર્થીઓ
* A2: 95 વિદ્યાર્થીઓ
*કુલ:*
* A1: 73 વિદ્યાર્થીઓ
* A2: 212 વિદ્યાર્થીઓ

કુલ મળીને શાળાના A1 – 73 વિદ્યાર્થીઓ અને A2 – 212 વિદ્યાર્થીઓએ ઉત્તમ શ્રેણીમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ સફળતા અમારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલનના સંયુક્ત પ્રયત્નોનું પરિણામ છે. વિદ્યાર્થીઓએ સતત મહેનત કરીને તેમના માતા-પિતા અને શિક્ષકોને ગૌરવ અપાવ્યું છે. અમે અમારા માનનીય ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પટેલના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, જેમણે સતત પ્રેરણા, માર્ગદર્શન અને મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સફળતા તરફ દોરી ગયા છે.
તેમની પ્રેરણાદાયી વાતો, ગોલ સેટિંગ પ્રવૃત્તિઓ અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને હેતુતા વિકસિત થઈ છે. આ સાથે જ અમે પ્રિન્સિપાલશ્રીના સતત સહકાર અને માર્ગદર્શન માટે પણ આભારી છીએ, જેમના નેતૃત્વ હેઠળ શાળાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતા જાળવી રાખી છે.
આપને વિનંતી છે કે આ સિદ્ધિને આપના પ્રતિષ્ઠિત સમાચારપત્રમાં પ્રકાશિત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશો અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પૂરી પાડશો.
Mount Litera Zee School Surat ના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓએ તા. 1 મે 2026 ના રોજ અદાણી પોર્ટ, હજીરા ખાતે શૈક્ષણિક મુલાકાત લીધી હતી।
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પોર્ટ ઓપરેશન્સ, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક માળખાની વ્યવહારિક સમજ મેળવી। તેમણે કાર્ગો હેન્ડલિંગ, મોટા જહાજોની કામગીરી અને આધુનિક ટેક્નોલોજીનો નજીકથી અનુભવ કર્યો, જે તેમની શૈક્ષણિક સમજણને વધુ મજબૂત બનાવે છે।

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, સુરત (ડાંડી રોડ) માં અમે અનુભવાત્મક શિક્ષણ, શૈક્ષણિક ઉત્તમતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ। આધુનિક સુવિધાઓ, અનુભવી શિક્ષકો અને સુરક્ષિત વાતાવરણ અમારી ખાસિયત છે।
📍 માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, સુરત (ડાંડી રોડ)
પારૂલ યુનિ ના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી
વડોદરા (ગુજરાત) [ભારત], 24 એપ્રિલ: વિશ્વની ટોચની આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે કેમ્પસ રિક્રુટમેન્ટમાં પારૂલ યુનિવર્સિટીની વર્ષ 2026 બેચના 234 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે. આ નોંધપાત્ર સીમાચિહ્ન ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મૂજબના ગ્રેજ્યુએટ્સ તૈયાર કરવાની તથા તેમને પ્રતિષ્ઠિત કંપનીઓમાં રોજગારની તકો પ્રદાન કરવાની યુનિ.ની ક્ષમતા દર્શાવે છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસમાં વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓનું સફળ પ્લેસમેન્ટ શૈક્ષણિક કાર્યક્રમો અને ઇન્ડસ્ટ્રી અપેક્ષાઓ વચ્ચે યોગ્ય તાલમેલ, વિદ્યાર્થીઓની ટેક્નિકલ કુશળતાઓ અને પ્રોબ્લેમ-સોલ્વિંગ ક્ષમતાઓ તથા કોર્પોરેટ માહોલને અનુરૂપ કૌશલ્ય વિકસિત કરવાની તેમની ક્ષમતાઓ દર્શાવે છે. આ કેમ્પસ રિક્રુટમેન્ટમાં એમસીએ અને એમએસસી આઇટી, બીટેક સીએસઇ અને એઆઇ, એઆઇ એન્ડ બિગ ડેટા એનાલિટિક્સ એન્ડ બ્લોક ચેઇન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને બીટેક કમ્પ્યુટર એન્જિનિયરીંગ અને એમસીએ સાયબર સિક્યુરિટી, ફોરેન્સિક સહિતના ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને રૂ. 3.6 લાખથી રૂ. 9 લાખ સુધીના વાર્ષિક પેકેજીસ ઓફર થયાં છે. બીટેક સીએસઇના વિદ્યાર્થી અભિષેક ગુપ્તા, કોય્યા સાઇ શ્રીવાસ્તવ અને શૈલેન્દ્ર સોનીએ સૌથી વધુ વાર્ષિક રૂ. 9 લાખના પેકેજ મેળવ્યાં છે.
યુનિ.ના વિદ્યાર્થીઓની પ્રતિભામાં વિશ્વાસ મૂકતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 108 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે. આ સાથે પારૂલ યુનિ.ની વર્ષ 2026 બેચના 3500થી વધુ વિદ્યાર્થીઓનું અલગ-અલગ કંપનીઓમાં પ્લેસમેન્ટ થયું છે, જેમાં કેપજેમિનીએ 157 વિદ્યાર્થીઓને માસ પ્લેસમેન્ટ ઓફર કર્યાં છે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ, કોગ્નિઝન્ટ, એલટીઆઇ માન્ડટ્રી, હેક્સાવેર સહિતની આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને આકર્ષક સેલેરી પેકેજીસ ઓફર કર્યાં છે.
બીજી તરફ યુનિ.ના 23 વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત મલ્ટીનેશનલ કંપનીઓએ જોબ ઓફર કરી છે, જેમાંથી 4 વિદ્યાર્થીઓને લિંક્ડઇન દ્વારા પ્રોફેશનલ કોચિંગ અને મેન્ટરશીપ ઓફર કરાયું છે. આ કૌશલ્ય વર્ધન, કારકિર્દી માટે સજ્જતા અને પ્રોફેશનલ નેટવર્ક વિકસિત કરવામાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવાના યુનિ.ના પ્રયાસો સૂચવે છે.
ક્વોલિટી એજ્યુકેશન, એક્સેસ, ટ્રેનિંગ ઇકોસિસ્ટમ અને કોર્પોરેટ્સ સાથે જોડાણ સહિતની પહેલોના પરિણામરૂપે પારૂલ યુનિ.ના વિદ્યાર્થીઓ ઉભરતા ઉદ્યોગો અને ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓમાં પસંદગી પામ્યાં છે.
પારૂલ યુનિ.ના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આ સિદ્ધિ માત્ર નંબર જ નહીં, પરંતુ તે 234 વિદ્યાર્થીઓના સપનાને સાકાર થતાં દર્શાવે છે. ટીસીએસમાં પસંદગી પામનાર પ્રત્યે વિદ્યાર્થી વર્ષોની સખત મહેનત અને માર્ગદર્શનનું પરિણામ છે. વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન તકો ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે તેમને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવામાં અમે ગર્વ કરીએ છીએ.
આ પ્લેસમેન્ટ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મૂજબ અભ્યાસક્રમ તૈયાર કરવા અને વિદ્યાર્થીઓને સજ્જ કરવાના યુનિ.ના પ્રયાસોનો મજબૂત પુરાવો છે.
For more information, please visit: https://www.paruluniversity.ac.in/
જ્ઞાનમંજરી વિદ્યાપીઠે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૨ની માર્ચ–૨૦૨૬ની બોર્ડ પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 100% અને અંગ્રેજી માધ્યમમાં 95% પરિણામ મેળવી એક નવો કીર્તિમાન રચ્યો છે.
ડીંડોલી સ્થિત જ્ઞાનમંજરી વિદ્યાપીઠે ફરી એક વખત પોતાની શૈક્ષણિક ઉત્તમતા સાબિત કરતાં શૈક્ષણિક વર્ષ 2025–26 દરમિયાન ગુજારાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ભવ્ય સફળતા શાળાની ગુણવત્તાસભર શિક્ષણ પ્રણાલી, વિદ્યાર્થીઓની અવિરત મહેનત અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
શાળાએ પોતાની શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. પરીક્ષામાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના ઉત્તીર્ણ થવાથી શાળાની મજબૂત શૈક્ષણિક વ્યવસ્થા અને વ્યક્તિગત માર્ગદર્શન પ્રણાલીનો સ્પષ્ટ પુરાવો મળે છે. આ સિદ્ધિ વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓના સહકાર અને શિક્ષકોના સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.

ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં સક્ષમ સિંહે ૯૨% ગુણ મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ આદિત્ય ગુપ્તાએ ૯૧.૫૭% અને નિધિ પ્રજાપતિએ ૯૧.૧૪% ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત આશરે ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને પોતાના શિસ્તબદ્ધ અભ્યાસ, પરિશ્રમ અને સતત પ્રયાસોથી સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.
આ વર્ષની વિશેષ સિદ્ધિ તરીકે સક્ષમ સિંહે સ્ટેટિસ્ટિક્સ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી અનોખું પ્રદર્શન કર્યું છે, જે તેમના વિષય પ્રત્યેના ઊંડા જ્ઞાન અને પ્રતિભાનું પ્રતિબિંબ છે.
જ્ઞાનમંજરી વિદ્યાપીઠના આ શ્રેષ્ઠ પરિણામ માટે શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકવૃંદને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.
વિશ્વના સૌથી ભવ્ય ફેશન શો નું આયોજન, રેડ એન્ડ વ્હાઇટ સ્કીલ એજ્યુકેશન દ્વારા સુરતમાં આયોજિત ફેશન શોમાં વિદ્યાર્થીઓએ દાખવી પ્રતિભા
સુરત: શહેરે શનિવારની સાંજે ફેશન, સર્જનાત્મકતા અને યુવા પ્રતિભાનો અદભૂત મેળાપ નિહાળ્યો. રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા આયોજિત ‘ફેશન શો ૨૦૨૬’એ ભવ્યતા, નવીનતા અને પ્રતિભાના પ્રદર્શનના નવા માપદંડો સ્થાપિત કર્યા. આ ભવ્ય આયોજન માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના સૌથી મોટા ફેશન શોમાં સ્થાન પામ્યું છે.
શહેરના રામાયણ ફાર્મ ખાતે યોજાયેલા આ વિશાળ કાર્યક્રમમાં ૬,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, ફેશન ડિઝાઇનર્સ, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ તેમજ પ્રોફેશનલ મોડેલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.

રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમથી માન્યતા પ્રાપ્ત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના સ્થાપકો હિતેશ દેસાઈ અને હસમુખ રફાળિયાના નેતૃત્વ હેઠળ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરનું મંચ ઉપલબ્ધ કરાવવાનો હતો, જેમાં તેઓ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને કૌશલ્યને પ્રદર્શિત કરી શકે.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા આકર્ષક, અનોખા અને નવીન પરિધાનોનું ભવ્ય પ્રદર્શન રહ્યું. રેમ્પ પર પ્રોફેશનલ મોડેલ્સે વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, મહેનત અને સર્જનાત્મકતા સાથે તૈયાર કરાયેલા પરિધાનોને શાનદાર અંદાજમાં રજૂ કર્યા. દરેક રજૂઆતે ઉપસ્થિત દર્શકોની દિલથી પ્રશંસા મેળવી અને તાળીઓના ગડગડાટ વચ્ચે મોડેલ્સ તથા વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન થયું.

આ પ્રસંગે સેલિબ્રિટી મહેમાનો તરીકે ભરતસિંહ વાલિયા, ટીના રાંકા અને મોહિત રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું અને યુવા ડિઝાઇનર્સને પ્રેરણા પૂરી પાડી. તે ઉપરાંત પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર્સ મનીષ રેશમવાલા, સંગીતા ચોક્સી, નીરજ વૈદ્ય અને પ્રાચી પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવ્યા હતા. પરંપરાગત સૌંદર્ય, આધુનિક શૈલી અને સર્જનાત્મકતાનો અનોખો સમન્વય આ ફેશન શોની વિશેષ ઓળખ બની રહ્યો હતો.
આ આયોજન એ માત્ર વિદ્યાર્થીઓની પ્રતિભાને નવી ઉડાન આપી નથી, પરંતુ સુરતને ફેશન અને ડિઝાઇનિંગના ઉદ્ભવતા કેન્દ્ર તરીકે નવી ઓળખ પણ અપાવી છે. ‘ફેશન શો ૨૦૨૬’એ સાબિત કરી દીધું કે જ્યારે શિક્ષણ, કૌશલ્ય અને સર્જનાત્મકતા એક જ મંચ પર એકત્ર થાય છે, ત્યારે પરિણામ અસાધારણ હોય છે.
યુવા પ્રતિભાઓ માટે આ કાર્યક્રમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને લાંબા સમય સુધી તેમની યાદોમાં જીવંત રહેશે. સુરતના ફેશન જગતમાં આ આયોજન એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થયું છે.