ગૂગલ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફ્લિપકાર્ટ સહિતની વૈશ્વિક કંપનીઓના મેન્ટર્સ રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને આપ્યું કરિયર માર્ગદર્શન

Spread the love

સુરત ખાતે 10 અને 11 જુલાઈના રોજ યોજાયેલ ‘ફ્યુચર ફોરવર્ડ 2.0–2026’માં સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

 

સુરત : સુરત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા તા. 10 અને 11 જુલાઈ, 2026 દરમિયાન સુરતના જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે બે દિવસીય વિશિષ્ટ કરિયર માર્ગદર્શન, ટેક્નોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ “ફ્યુચર ફોરવર્ડ 2.0 – 2026″નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આગામી રોજગાર, કરિયર અને આધુનિક ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો માટે તૈયાર કરવાનો હતો. બે દિવસ દરમિયાન દેશ-વિદેશની અગ્રણી કંપનીઓમાં કાર્યરત અનુભવી ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ વિદ્યાર્થીઓને નવીન ટેક્નોલોજી, કરિયર પ્લાનિંગ, પ્રોફેશનલ સ્કિલ્સ, ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ અને કોર્પોરેટ વિશ્વની વાસ્તવિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં ગૂગલ, ફ્લિપકાર્ટ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફિલિપ્સ, સુઝુકી, મેકિન્સી એન્ડ કંપની સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કાર્યરત નિષ્ણાતો પોતાના અનુભવ વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા. જેમાં શ્રી અંકિત દુબે (સિનિયર યુએક્સ ડિઝાઇનર), શ્રી અભિજીત બેન્ડીગીરી (ડિરેક્ટર – પ્રોડક્ટ મેનેજમેન્ટ), શ્રી અભિજિથ ગિરિન (આર એન્ડ ડી એન્જિનિયર), શ્રી ઋષભ અગ્રવાલ (સિનિયર લીડ ડેટા એન્જિનિયર) તથા ફિલ્મ ડિરેક્ટર શ્રી જય પરીખ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પેનલ ડિસ્કશન પણ યોજાયું હતું. જેમાં પેનલિસ્ટ તરીકે મોહિત સાવલિયા, પીયુષ નાકરાણી અને ચક્ષુ અદાણી ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓના માર્ગદર્શન ઉપરાંત આ કાર્યક્રમમાં રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના ફેકલ્ટી સભ્યો માટે પણ વિશેષ ટ્રેનિંગ સત્રો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના મેન્ટર્સે ફેકલ્ટીને નવીન ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિસ, ટેક્નોલોજી અને શિક્ષણ પદ્ધતિઓ અંગે તાલીમ આપી હતી, જેથી તેઓ વધુ અસરકારક રીતે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી-રેડી બનાવી શકે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેઝોન સોલારના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિરાગ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા.

આયોજકોના જણાવ્યા મુજબ “ફ્યુચર ફોરવર્ડ 2.0 – 2026” માત્ર એક કરિયર ગાઇડન્સ કાર્યક્રમ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક દુનિયા માટે આત્મવિશ્વાસ, યોગ્ય માર્ગદર્શન અને જરૂરી કુશળતાઓ સાથે સજ્જ બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો.