ફિલ્મી ગપસપ
‘ઘર કી રસોઈ’ એપ દ્વારા ગૃહિણીઓને મળશે સ્વરોજગારની નવી તક
સુરત – બિટ્રિક્સ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી ‘ઘર કી રસોઈ (Rasoee chef App)’ ગૃહિણીઓ માટે સ્વરોજગારની નવી તક લઈને આવી છે. આ એપ પર રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી (Free Registration) છે. આ એપ સ્થાનિક હોમ શેફ અને ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર જોડે છે, જેથી લોકોને ઘર જેવું તાજું, સ્વાદિષ્ટ અને સ્વચ્છ ભોજન સરળતાથી મળી શકે.
આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ ગૃહિણીઓની રસોઈ બનાવવાની કળાને આવકના સ્ત્રોતમાં ફેરવવાનો છે. હવે ગૃહિણીઓ પોતાના ઘરેથી જ ભોજન તૈયાર કરીને ઓનલાઈન ઓર્ડર મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.
એપ દ્વારા ગુજરાતી, પંજાબી, મહારાષ્ટ્રીયન, સાઉથ ઇન્ડિયન, ટિફિન સર્વિસ, વેજ તેમજ નોન-વેજ જેવી વિવિધ વાનગીઓ ઉપલબ્ધ રહેશે.

બિટ્રિક્સ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેક્ટર પરેશ ઠુમ્મર અને જયકિશન સાસપરા એ જણાવ્યું હતું કે,
“દરેક ગૃહિણીમાં ઉત્તમ રસોઈ બનાવવાની આવડત હોય છે. અમારો હેતુ તેમની આ કળાને સ્વરોજગાર સાથે જોડવાનો અને લોકોને સાચા ઘરનાં ભોજનનો સ્વાદ પહોંચાડવાનો છે.”
આ પહેલ હજારો ગૃહિણીઓને આર્થિક રીતે સશક્ત બનાવશે અને લોકોને સ્વસ્થ ઘરેલું ભોજન સરળતાથી ઉપલબ્ધ કરાવશે.
ઘરના રસોડાથી વ્યવસાય સુધી: રસોઇ એપ નવી તકો ઉભી કરે છે

· સ્વસ્થ ઘરે બનાવેલા ખોરાક ડિજિટલ નવીનતાને મળે છે
· સુરત સ્ટાર્ટઅપે ઘરના રસોઇયાઓને સશક્ત બનાવવા માટે પ્લેટફોર્મ લોન્ચ કર્યું
અમને જણાવતા આનંદ થાય છે કે અમારી એપ હવે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે! તેને ડાઉનલોડ કરવા માટે ફક્ત “Rasoee – Chef” શોધો અને આજે જ અમારી સાથે જોડાઓ.
‘Bleed With Pride’ : મનોરંજન સાથે સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ
પરિવાર, મિત્રતા, લાગણીઓ, સંબંધોના ઉતાર-ચઢાવ અને એવો એક સામાજિક વિષય, જેના વિશે આજે પણ ખુલ્લેઆમ વાત કરતાં ઘણા લોકો સંકોચ અનુભવે છે. આવા તમામ પાસાઓને એકસાથે રજૂ કરતી સાત એપિસોડની વેબ સિરીઝ ‘Bleed With Pride’ (બ્લીડ વિથ પ્રાઇડ) 11 જુલાઈથી White Tiger Production Houseની સત્તાવાર YouTube ચેનલ પર નિઃશુલ્ક રજૂ થવા જઈ રહી છે. નિર્માતા જયશીલા ચાવડાનો હેતુ માત્ર મનોરંજક વેબ સિરીઝ રજૂ કરવાનો નથી, પરંતુ સમાજમાં એક જરૂરી ચર્ચાની શરૂઆત કરવાનો પણ છે.
આજે પણ દેશના અનેક વિસ્તારોમાં માસિક ધર્મ (પીરિયડ્સ)ને લઈને અનેક ગેરમાન્યતાઓ અને સામાજિક વરજતો જોવા મળે છે. પીરિયડ્સ, સેનિટરી પેડ, અસ્પૃશ્યતા અને મહિલાઓના સ્વાસ્થ્ય જેવા વિષયો પર પરિવારોમાં ખુલ્લી ચર્ચા થતી નથી. આવી જ વાસ્તવિક પરિસ્થિતિઓ, સામાજિક ઘટનાઓ અને વિવિધ અહેવાલોથી પ્રેરાઈને આ વેબ સિરીઝની રચના કરવામાં આવી છે, જેથી મનોરંજનની સાથે સમાજમાં જાગૃતિ પણ ફેલાઈ શકે.
સિરીઝની વાર્તા એક નાના ગામમાં રહેતી આશા નામની કિશોરીના જીવનની આસપાસ ગોઠવાઈ છે. તેની નાની બહેન છાયા સાથે બનેલી એક દુઃખદ ઘટના પછી આશાનું જીવન બદલાઈ જાય છે. ત્યારબાદ હોસ્ટેલનું નવું વાતાવરણ, નવી મિત્રતા અને જીવનના વિવિધ અનુભવો તેને નવી વિચારસરણી અને નવી દિશા આપે છે. આ માત્ર એક પાત્રની વાર્તા નથી, પરંતુ એવી અનેક દીકરીઓની કહાની છે, જે કોઈ ને કોઈ રીતે સમાજમાં ચાલતી જૂની માન્યતાઓનો સામનો કરે છે.

હોસ્ટેલમાં મળેલી ચાર યુવતીઓની મિત્રતા આ વેબ સિરીઝની સૌથી મોટી તાકાત છે. તેમની મસ્તી, લાગણીસભર ક્ષણો, નાના-મોટા મતભેદ, એકબીજાનો સાથ અને મુશ્કેલ સમયમાં એકબીજાને આપેલો સહારો—આ બધું જ વાર્તાને દર્શકો સાથે જોડે છે. તેથી જ દરેક વયના દર્શકોને આ પાત્રોમાં ક્યાંક ને ક્યાંક પોતાનું કે પોતાના આસપાસના લોકોનું પ્રતિબિંબ જોવા મળશે.
‘Bleed With Pride’ માત્ર પીરિયડ્સ પૂરતી મર્યાદિત નથી. તેમાં PCOD, મહિલાઓનું સ્વાસ્થ્ય, સેનિટરી હાઇજીન, સામાજિક ભેદભાવ, અસ્પૃશ્યતા તેમજ નિઃસંતાનતા (Infertility) જેવા સંવેદનશીલ વિષયોને પણ સરળ અને માનવીય અભિગમ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ સિરીઝ પરંતુ તેની વાર્તા અને પાત્રો દ્વારા વિચારવા અને ખુલ્લી ચર્ચા શરૂ કરવા માટે પ્રેરણા આપે છે.
વેબ સિરીઝમાં આકૃતિ શર્મા, શ્રેયલ કલરા, રિયા સચદેવા અને ગ્રુષા માંધ્યાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમના અભિનય દ્વારા વાર્તાનો ભાવનાત્મક પાસો અને સામાજિક સંદેશ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. બાળ કલાકાર આરોહી પટેલ પણ આ વેબ સિરીઝનો ભાગ છે.

White Tiger Production Houseની સમગ્ર ટીમનું માનવું છે કે કોઈપણ સામાજિક વિષયને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવો હોય તો તેની સાથે મનોરંજનનું સંતુલન પણ એટલું જ જરૂરી છે. આ જ વિચાર સાથે વેબ સિરીઝમાં ફેમિલી ડ્રામા, મિત્રતા, લાગણીઓ અને સામાજિક સંદેશને સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે, જેથી દર્શકો વાર્તા સાથે જોડાયેલા રહે અને સાથે સાથે એક મહત્વના વિષય પર વિચારવા માટે પ્રેરાય.
આ માત્ર એક વેબ સિરીઝ નથી, પરંતુ અનુભવી શકાય એવી એક લાગણીસભર સફર છે. આશા છે કે આ વાર્તા મનોરંજનની સાથે માસિક ધર્મ અને મહિલાઓના સ્વાસ્થ્ય જેવા વિષયો પર દરેક પરિવારમાં ખુલ્લી ચર્ચાની નવી શરૂઆત કરશે.
સિરીઝના તમામ સાત એપિસોડ દર અઠવાડિયે એક પછી એક રજૂ કરવામાં આવશે.
મીડિયા પ્રિવ્યૂમાં ‘અઘરું છે યાર’ને મળ્યો જોરદાર પ્રતિસાદ, સંબંધો અને સપનાઓની લાગણીસભર સફરે સૌને કર્યા ભાવુક
૩ જુલાઈએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મમાં યુવાનો, માતા-પિતા અને પરિવાર વચ્ચેના સંબંધોની અનોખી રજૂઆત
માત્ર ૨૩ વર્ષની ઉંમરે તર્પણ પટેલે સંભાળ્યું લેખન અને દિગ્દર્શન, ફિલ્મની ૯૦ ટકા ટીમ ૨૫ વર્ષથી ઓછી ઉંમરની
સુરત: આગામી ૩ જુલાઈએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘અઘરું છે યાર’ના વિશેષ મીડિયા પ્રિવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકારો, આમંત્રિત મહેમાનો અને ફિલ્મપ્રેમીઓએ ફિલ્મ નિહાળ્યા બાદ તેને હૃદયસ્પર્શી, પારિવારિક અને આજના સમયની વાસ્તવિકતાઓને સ્પર્શતી ફિલ્મ તરીકે વખાણી હતી. લગભગ બે કલાક પંદર મિનિટની ફિલ્મ દરમિયાન દર્શકો ઇન્ટરવલ વગર બેઠા રહ્યા હતા, જે ફિલ્મની અસરકારક રજૂઆતનો પુરાવો બની રહી.
પ્રિવ્યૂ બાદ યોજાયેલી મીડિયા મુલાકાતમાં ફિલ્મના લેખક અને દિગ્દર્શક તર્પણ પટેલે જણાવ્યું હતું કે ફિલ્મ આજની યુવા પેઢીના સપનાઓ, કારકિર્દી, પ્રેમ, લગ્ન અને પરિવારની અપેક્ષાઓ વચ્ચે સર્જાતા આંતરિક સંઘર્ષને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, લગભગ દરેક પરિવારમાં જોવા મળતા આવા સંજોગોને ફિલ્મમાં સંવેદનશીલ રીતે રજૂ કરીને સંબંધોમાં સમજણ અને સંવાદ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજનો ગુજરાતી સિનેમા સતત નવા વિષયો તરફ આગળ વધી રહ્યો છે. હોરર, થ્રિલર સહિત વિવિધ પ્રકારની ફિલ્મો બની રહી છે અને દર્શકો થિયેટરમાં આવીને ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપશે તો સમગ્ર ઉદ્યોગ વધુ મજબૂત બનશે.
ફિલ્મના મુખ્ય અભિનેતા જયદીપ ગાંગાણીએ જણાવ્યું કે ફિલ્મની વાર્તા તેમના પોતાના જીવન સાથે ખૂબ નજીકથી જોડાયેલી લાગતી હતી. સ્ક્રિપ્ટ સાંભળતાં જ તેમને એવું લાગ્યું કે આ તો તેમની જ કહાની છે. યુવાનોના સપનાઓ અને માતા-પિતાની અપેક્ષાઓ વચ્ચેનો સંઘર્ષ ફિલ્મનું મુખ્ય કેન્દ્ર છે, જેને અત્યંત સ્વાભાવિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મુખ્ય અભિનેત્રી ઉર્વશી ચૌહાણે જણાવ્યું કે તેઓ ફિલ્મમાં આત્મનિર્ભર, આધુનિક અને પરિવારને મહત્વ આપતી યુવતીની ભૂમિકામાં જોવા મળશે. આજની અનેક યુવતીઓ પોતાના જીવન સાથે આ પાત્રને સરળતાથી જોડી શકશે. તેમણે જણાવ્યું કે ફિલ્મનું સંગીત તેની આત્મા સમાન છે, જેમાં રોમેન્ટિક તેમજ લાગણીસભર ગીતો વાર્તાને વધુ જીવંત બનાવે છે.
ફિલ્મમાં માત્ર યુવાનોના સપનાઓ જ નહીં, પરંતુ માતા-પિતાના ત્યાગ, સંઘર્ષ અને લાગણીઓને પણ ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. સંતાનોને સમજવાની માતા-પિતાની જવાબદારી અને માતા-પિતાની લાગણીઓને સમજવાની સંતાનોની ફરજ બંને પાસાં ફિલ્મમાં સંતુલિત રીતે રજૂ કરવામાં આવ્યા છે. આજની પેઢીઓ વચ્ચે વધતું અંતર દૂર કરીને પ્રેમ, વિશ્વાસ, સન્માન અને સંવાદનું મહત્વ ફિલ્મ ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે.
ફિલ્મની એક વિશેષતા તેમાં દર્શાવવામાં આવેલ મામાના પાત્રની છે. “મામા એટલે બે માં બરાબર” જેવી લાગણીને ફિલ્મમાં જીવંત બનાવવામાં આવી છે. મુશ્કેલ સમયમાં મામાનો પ્રેમ, માર્ગદર્શન અને નિઃસ્વાર્થ સહારો વ્યક્તિને કેવી રીતે નવી દિશા આપે છે તે દર્શકોના દિલને સ્પર્શી જાય છે.
ફિલ્મનું શીર્ષક ‘અઘરું છે યાર’ જીવનના એ અધૂરાપણાને વ્યક્ત કરે છે, જે દરેક વ્યક્તિના સપનાઓ, સંબંધો અથવા ઇચ્છાઓમાં ક્યાંક ને ક્યાંક રહેલું હોય છે. છતાં જીવનને હકારાત્મક રીતે જીવવાનો સંદેશ ફિલ્મ આપે છે.
ફિલ્મનું રેપ સોંગ ‘પૈસો ધંધો’ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાં સમાવાયેલ પંક્તિ “દરિયાને પાણી વેચું એવો મારો ધંધો” તેની સર્જનાત્મકતા માટે ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે આ ગીતને તૈયાર કરવામાં લગભગ બે વર્ષનો સમય લાગ્યો હતો, જે ટીમની ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ફિલ્મની ગુણવત્તા પ્રત્યેના વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ એ છે કે નિર્માતા અને દિગ્દર્શકે રિલીઝના લગભગ પંદર દિવસ પહેલાં જ મીડિયા પ્રિવ્યૂનું આયોજન કર્યું હતું. મળેલા સકારાત્મક પ્રતિસાદે સાબિત કર્યું કે ફિલ્મમાં મનોરંજન સાથે મજબૂત સંદેશ અને લાગણીઓનું સુંદર સંતુલન છે.
ખાસ પ્રેરણાદાયક બાબત એ પણ છે કે માત્ર ૨૩ વર્ષની ઉંમરે તર્પણ પટેલે ફિલ્મનું લેખન અને દિગ્દર્શન બંને સંભાળ્યા છે, જ્યારે ફિલ્મની લગભગ ૯૦ ટકા ટીમ ૨૫ વર્ષથી ઓછી ઉંમરની છે. આ ફિલ્મ યુવા પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
ફિલ્મમાં જયદીપ ગાંગાણી, ઉર્વશી ચૌહાણ, ઓમ ભટ્ટ અને મેહુલ બુચ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મના લેખક અને દિગ્દર્શક તર્પણ પટેલ, નિર્માતા ચૈતાલી પટેલ અને શશિન પટેલ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કૃતિક પટેલ, ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી શશિન પટેલ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કૃષ્ણા લાલ ચંદાણી, સંગીત પ્રિયેશ વકીલ અને નક્ષત્ર, ગીતકાર મૃણાલ શુક્લા અને એલીન, મિક્સિંગ એન્જિનિયર નાગેશ્વર રાવ, પ્રોડક્શન ડિઝાઇનર મીમાંસા ભારદ્વાજ, પોસ્ટ પ્રોડક્શન સિનેતત્વ સ્ટુડિયો, ડીઆઈ કલરિસ્ટ પુષ્પેન્દ્ર સૂર્યવંશી, કાસ્ટિંગ કિન્ડીબોક્સ, ડિજિટલ માર્કેટિંગ અને પીઆર મેજિક સ્લેટ તથા પ્રાઇમેક્સ મીડિયા, પ્રોડક્શન બેનર ઓમ્નિબસ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. દ્વારા સંભાળવામાં આવ્યું છે.
ફિલ્મની સમગ્ર ટીમે ગુજરાતના દર્શકોને અપીલ કરી હતી કે તેઓ આગામી ૩ જુલાઈએ પરિવાર સાથે નજીકના સિનેમાઘરમાં ‘અઘરું છે યાર’ નિહાળી ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપે.
ગુજરાતી સિનેમામાં ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’નો જાદુ, ટ્રેલરને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર રોમેન્ટિક એન્ટરટેનમેન્ટનો નવો દોર શરૂ થવા જઈ રહ્યો છે. જાણીતા દિગ્દર્શક ધ્વનિ ગૌતમની બહુપ્રતિક્ષિત ફિલ્મ **‘વાંકી ચૂકી લવ સ્ટોરી’**નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. પ્રેમ, લાગણીઓ અને સંબંધોના ગૂંચવાડાને દર્શાવતી આ ફિલ્મ 8 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ ફિલ્મની વાર્તા આજના યુવાનોના જીવન અને તેમના પ્રેમ સંબંધો પર આધારિત છે. ફિલ્મ એક એવા યુવકની સફર છે જે પોતાના ભૂતકાળને ભૂલીને નવી શરૂઆત કરવા માંગે છે, પરંતુ અચાનક ભૂતપૂર્વ પ્રેમિકાનું પુનરાગમન જીવનમાં કેવી ‘વાંકી ચૂકી’ પરિસ્થિતિઓ સર્જે છે, તે આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે.
પૂજા જોશી, પરીક્ષિત તમાલિયા, ભાવિન ભાનુશાલી, શેખર શુક્લા,હેમાંગ દવે, ચેતન દૈયા, મિલોની ઝોન્સા અને દિગ્ગજ અભિનેતા ધર્મેશ વ્યાસ જેવા કલાકારોના પાવરફુલ પરફોર્મન્સ.સાથે કચ્છના સુંદર રણ અને મનોહર સ્થળો પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તેમજ
ભવ્ય વેડિંગ સેટઅપ અને કર્ણપ્રિય સંગીત ફિલ્મને વિઝ્યુઅલી રિચ બનાવે છે.
”આ ફિલ્મ માત્ર એક લવ સ્ટોરી નથી, પણ આજના સંબંધોમાં આવતા વળાંકોનું પ્રતિબિંબ છે. અમે આ ફિલ્મને ખૂબ જ સુંદર રીતે કંડારી છે અને ટ્રેલરને મળેલા પ્રેમથી અમે ખૂબ ઉત્સાહિત છીએ.” – ધ્વનિ ગૌતમ (દિગ્દર્શક)
પ્રોડક્શન વિગતો
નિતિન ભાનુશાલી દ્વારા નિર્મિત આ ફિલ્મ આજના યુવા દર્શકોની પસંદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ટ્રેલરમાં જોવા મળતી રોમેન્ટિક કેમિસ્ટ્રી અને ઈમોશનલ કોન્ફ્લિક્ટે અત્યારથી જ લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે.
તૈયાર થઈ જાઓ એક એવી લવ સ્ટોરી માણવા માટે જે સીધી નથી પણ દિલને સ્પર્શી જાય તેવી ‘વાંકી ચૂકી’ છે!
રોમાન્સ, ફેમિલી ડ્રામા અને સસ્પેન્સનું અનોખું મિશ્રણ જોવા મળશે 8 મે 2026
થી તમારા નજીકના સિનેમાઘરોમાં
ફિલ્મ ‘ધરપકડ’ નું ટીઝર રિલીઝ: “તમારા બેંક ખાતાના પૈસા ક્યાં ગયા?” – ડિજિટલ અરેસ્ટના ભયાનક સ્કેમનો પર્દાફાશ
અમદાવાદ (ગુજરાત) [ભારત], ૨૨ એપ્રિલ: ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ નું સત્તાવાર ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટ અને 5 સેકન્ડનું આ ટીઝર દર્શકોના રુંવાડા ઉભા કરી દે તેવું છે અને આજના સમયમાં વધતા સાયબર ક્રાઈમની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. ટીઝરની શરૂઆત એક મધ્યમવર્ગીય પરિવારની લાચારી અને આર્થિક તંગીના દ્રશ્યોથી થાય છે. મલ્હાર ઠાકર એક ભાવુક અને ગંભીર સંવાદમાં કહેતા સંભળાય છે કે, “આખી જિંદગીની નોકરીમાં તમે એટલું જ કમાયા કે એક માણસનો જીવ ના બચાઈ શક્યા.”ટીઝરનો સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવે છે જ્યારે બેંક એકાઉન્ટમાં ‘ઇનસફિશિયન્ટ બેલેન્સ’ બતાવે છે અને સવાલ ઉઠે છે – “પૈસા નથી તો ગયા ક્યાં પપ્પા?” ટીઝરમાં સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે સ્કેમર્સ વેબની દુનિયામાં છુપાયેલા હોય છે અને સામાન્ય માણસને ભરોસો અપાવી દે છે કે જે થઈ રહ્યું છે તે સાચું છે. ટીઝરના અંતમાં આવતો એક અજાણ્યો ફોન કોલ, જેમાં કહેવામાં આવે છે કે “આપકે બેટે કો હમને અરેસ્ટ કિયા હૈ” આખી ફિલ્મની ગંભીરતા અને સસ્પેન્સને વધુ ગાઢ બનાવે છે. અનિશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે જોવા મળશે. તેમની સાથે પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ અને જય ભટ્ટ જેવા મજબૂત કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ઇંદિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના નેજા હેઠળ બનેલી આ ફિલ્મ સાયબર છેતરપિંડીના એવા પાસાને સ્પર્શે છે જેની કોઈએ કલ્પના પણ નથી કરી હોતી. સસ્પેન્સ, ડ્રામા અને સામાજિક સંદેશાથી ભરપૂર આ ફિલ્મ 15 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝર રિલીઝ થયા બાદ હવે દર્શકોમાં મલ્હાર અને શ્રુહદની આ જોડીને આધુનિક ક્રાઈમ થ્રિલરમાં જોવા માટે ભારે આતુરતા જોવા મળી રહી છે. ટીઝર લિંક- https://www.youtube.com/watch?v=kp-8NmNU0uo
સમન્થા રૂથ પ્રભુ ગુડ ગેમના ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઋષભ પંત સાથે જોડાયા
ભારતના પ્રથમ ગ્લોબલ ગેમિંગ સુપરસ્ટારની શોધ રૂ.1 કરોડના ઇનામ પૂલથી શરૂ થાય છે
અમદાવાદ (ગુજરાત), 29 જાન્યુઆરી: ગુડ ગેમ, દુનિયાનો પહેલો લાઈવ ગ્લોબલ ગેમિંગ રિયાલિટી શો, જે ભારતના પહેલા ગ્લોબલ ગેમિંગ સુપરસ્ટારની શોધમાં છે, તેણે આજે ભારતમાં તેની શરૂઆતની જાહેરાત કરી છે. પ્રખ્યાત અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને યુવા આઇકોન સામંથા રૂથ પ્રભુને ભારતના સૌથી ગતિશીલ ક્રિકેટ આઇકોન ઋષભ પંત અને ભારતના સૌથી પ્રભાવશાળી ગેમિંગ નિર્માતાઓમાંના એક ઉજ્જવલ ચૌરસિયા (ટેક્નો ગેમર્ઝ) સાથે ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુડ ગેમે એક કરોડ રૂપિયા (૧,૦૦,૦૦૦ લાખ અમેરિકી ડોલર) ની માતબર ઇનામી રકમની પણ જાહેરાત કરી છે, જે ભારતમાં કોઈપણ રિયાલિટી શોના વિજેતા માટેની સૌથી મોટી રકમોમાંની એક છે, સાથે જ વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક પણ આપવામાં આવી છે.
ગુડ ગેમ આ શોમાં વાર્ષિક રૂ. ૧૦૦ કરોડ સુધીનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે, અને હાલમાં બ્રાન્ડ ભાગીદારો અને પ્રાયોજકોને આ અનોખા સ્પર્ધાત્મક શોમાં જોડાવા માટે આમંત્રણ આપી રહી છે, જે ભારતના યુવા પ્રેક્ષકોમાંથી ઓછામાં ઓછા ૫૦૦ મિલિયનલોકો સુધી પહોંચવાનું વચન આપે છે.
પહેલીવાર આ પ્રકારના સ્પર્ધાત્મક રિયાલિટી ફોર્મેટ તરીકે તૈયાર કરવામાં આવેલ ‘ગુડ ગેમ’, દેશમાં સ્પર્ધાત્મક ગેમિંગની એક નવી શરૂઆત છે, જે ઈ-સ્પોર્ટ્સ, મનોરંજન અને અસલી પ્રદર્શનને એક જ પ્લેટફોર્મ પર લાવે છે.
સ્પર્ધકોની માત્ર તેમની ગેમિંગ સ્કીલ્સ પર જ નહીં, પરંતુ તેમની ક્રિયેટિવિટી, ઓન-સ્ક્રીન પ્રેઝન્સ અને પ્રેશર હેઠળના પ્રદર્શન પર પણ કસોટી કરવામાં આવશે – જે એક વ્યવસાય અને પોપ્યુલર કલ્ચર તરીકે ગેમિંગના બદલાતા પ્રવાહોને પણ દર્શાવે છે. ઓડિશન માટે રજિસ્ટ્રેશન https://www.goodgameshow.tv/india-audition-application પર શરૂ થઈ ચૂક્યા છે, જેમાં એમેચ્યોર અને પ્રોફેશનલ ગેમર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને પર્ફોર્મર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે.
ભારતમાં શોના લોન્ચ પર બોલતા, ગુડ ગેમના ફાઉન્ડર રાય કોકફિલ્ડે કહ્યું, “ભારતમાં વિશ્વના સૌથી મોટા મનોરંજન અને ગેમિંગ કમ્યૂનિટીમાંથી એક છે, અને અમે ભારતમાં પહેલીવાર આ બે ક્ષેત્રો વચ્ચેના અંતરને દૂર કરવા માટે ઉત્સાહિત છીએ. ગુડ ગેમ ભારતભરની પ્રતિભાઓને વૈશ્વિક માન્યતા અને જીવનભરની તકો મેળવવામાં મદદ કરશે, જીવન અને કારકિર્દીમાં પરિવર્તન લાવશે.
અમે એવા બ્રાન્ડ્સ તરફથી પણ જબરદસ્ત પ્રતિસાદ જોયો છે જેઓ આ અનોખી તક સાથે ભાગીદારી કરવા માંગે છે, જે લાંબા સમય સુધી ચાલનારા કન્ટેન્ટ, મજબૂત કમ્યુનિટી અને સર્વાધિક સંભાવનાઓ ધરાવતા બિઝનેસનો સંગમ છે. હું અમારા એમ્બેસેડર્સનો ખૂબ આભારી છું, જેમણે શોને પોતાનું સંપૂર્ણ સમર્થન અને નિષ્ણાત અનુભવ આપ્યો છે, જે ભારતના પ્રથમ ગ્લોબલ ગેમિંગ સુપરસ્ટારને શોધવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
ગુડ ગેમ ઈન્ડિયા સાથેની પોતાની સહભાગિતા વિશે વાત કરતા સામંથા રૂથ પ્રભુએ જણાવ્યું કે, ‘ગુડ ગેમ બતાવે છે કે આજે સપનાઓ કેવી રીતે બદલાઈ રહ્યા છે. પ્રતિભા હવે કોઈ એક ચોક્કસ બીબામાં ફિટ નથી થતી અને મહત્વાકાંક્ષા હવે કોઈ એક જ રસ્તા પર નથી ચાલતી. આ પ્લેટફોર્મ વિશે જે બાબત મને ઉત્સાહિત કરે છે તે એ છે કે, તે સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને દબાણ હેઠળ પ્રદર્શન કરવાના સાહસને ઓળખે છે, સાથે જ યુવા ભારતીયોને વૈશ્વિક મંચ પર ઓળખ મેળવવાની તક આપે છે. આ માત્ર એક શો નથી – આ આગામી પેઢી માટે સફળતા કેવી હોઈ શકે, તેને ફરીથી વ્યાખ્યાયિત કરવાની એક તક છે
ઓડિશન માટે રજિસ્ટ્રેશન હવે શરૂ થઈ ગયા છે
ગુડ ગેમ ઇન્ડિયા ઓડિશન માટે રજિસ્ટ્રેશન હવે ખુલ્લી છે અને 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ ભારતીય નાગરિક તેના માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
પસંદ કરાયેલા સહભાગીઓને ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં અને ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ દિલ્હીમાં રૂબરૂ ઓડિશન માટે સીધા બોલાવવામાં આવશે.
ગુજરાતની ‘મધર ઈન્ડિયા’: ફિલ્મ ‘મલુમાડી’ ૩૦ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે; પ્રમોશન અર્થે સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે
સુરત: ગુજરાતી સિનેમામાં માતૃત્વ, સામાજિક એકતા અને સંઘર્ષની અનોખી ગાથા લઈને આવી રહેલી ફિલ્મ ‘ગુજરાતની મધર ઈન્ડિયા: મલુમાડી’ આગામી 30 જાન્યુઆરી, 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રમોશનના ભાગરૂપે ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ અને મેકર્સ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. પ્રમોશન દરમિયાન ગુરુભાઈ જેઠવા, દિયા ભટ્ટ, વિજય ઝાલા, પ્રિયમ તળાવિયા, કિરણ ખોખાણી વગેરે સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી.
આ ફિલ્મમાં ભારતી ઠક્કર, આકાશ પંડયા, ગુરુભાઈ જેઠવા, દિયા ભટ્ટ, વિજય ઝાલા, પ્રિયમ તળાવિયા, નિહારિકા દવે, અશોક પટેલ, કિરણ ખોખાણી જેવા કલાકારો છે તથા ડિરેક્ટર મિલન જોશી છે તથા સિદ્ધાંત મોશન પિકચર્સના બેનર હેઠળ કિરણ ખોખાણી & વિક્રમ જી. પટોળીયા દ્વારા નિર્મિત છે.
આ ફિલ્મની વાર્તા મુખ્યત્વે શિક્ષણ, નાત-જાત, અંધશ્રદ્ધા, પર્યાવરણ જાળવણી અને કોમેડી જેવા વિષયો પર આધારિત છે. આ ફિલ્મ ગુજરાતની સંસ્કૃતિના અઢાર વરણને એક તાંતણે બાંધવાનું કામ કરશે. મેકર્સના જણાવ્યા મુજબ, “અઢાર મણકાની એક જ ધાગામાં પરોવાયેલી માળા એટલે મલુમાડી.” ફિલ્મની વાર્તા એક માના અજોડ સંઘર્ષ અને પરિવાર પ્રત્યેના સમર્પણની આસપાસ વણાયેલી છે. જોકે આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે, પરંતુ દર્શકોને ચોક્કસ એવું મહેસૂસ થશે કે આ વાર્તા સત્ય ઘટના આધારિત છે અને આપણી આસપાસ જ ઘટેલી છે.

ફિલ્મના શૂટિંગ વિશે વાત કરીએ તો, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામના લોકેશન પર ફિલ્મનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નિહારિકા દવે, વિજય ઝાલા, અશોક પટેલ/વસોયા અને આશુતોષ સોલંકી જેવા અનુભવી કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સંગીતની વાત કરીએ તો, ઐશ્વર્યા મજમુદાર, હરિઓમ ગઢવી, છોટુ ખાન, તૃપ્તિ ગઢવી અને સોહમ નાઈક જેવા નામાંકિત ગાયકોએ ફિલ્મમાં પોતાના સૂર રેલાવ્યા છે. 30 જાન્યુઆરીથી ગુજરાતમાં રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. સુરતના આંગણે પ્રમોશનલ ઇવેન્ટ પૂર્ણ કર્યા બાદ સમગ્ર ટીમ હવે રિલીઝના દિવસે પ્રેક્ષકોના પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈ રહી છે.
સુરતની મુલાકાત દરમિયાન ટીમ દ્વારા ખાસ પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ટીમ વિવિધ સ્કૂલ અને કોલેજોની મુલાકાત લઈને યુવાઓ સાથે સંવાદ કર્યો. આ અભિયાન અંતર્ગત સમાજ ઘડતરમાં મહત્વનો ફાળો આપતા શિક્ષકોને પ્રોત્સાહન આપવાનું વિશેષ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું.
લાલો, કૃષ્ણ સદાય સહાયતે ની ટીમ પહોંચી Primex મીડિયાની ઓફિસે, ગીતા અને કૃષ્ણ ચરિત્ર સાથે કરવામાં આવ્યું સન્માન
ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણભૂમિકાના શ્રૂહદ ગોસ્વામી સાથે ફિલ્મની સફર, લોકપ્રતિસાદ વિશે થઈ ચર્ચા
સુરત. ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેની ટીમ આજે સુરતની મુલાકાતે હતી.આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રૂહદ ગોસ્વામીએ દેશના અગ્રણી 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર એજન્સી Primex મીડિયા પ્રાઈવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી.
Primex મીડિયાના ડાયરેક્ટર રંજના દેસાઈ અને નિતેશ દેસાઈએ બંને કલાકારોનું પરંપરાગત રીતે શ્રીમદ ભગવદ્ ગીતા અને કૃષ્ણ ચરિત્ર પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચારો, તેમની ટીમનું મહેનતભર્યું કાર્ય અને ફિલ્મ રિલીઝ બાદથી મળતો ઉષ્માભર્યો પ્રતિસાદ સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરાઇ હતી.

અંકિત સખીયાએ જણાવ્યું કે, ફિલ્મ સોશિયલ મેસેજ અને આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી હોવાથી દર્શકોનો પ્રેમ સતત વધતો જાય છે. અભિનેતા શ્રૂહદ ગોસ્વામીએ પણ દર્શકોની પ્રશંસા બદલ આભાર વ્યક્ત કર્યો. Primex મીડિયાના સમગ્ર સ્ટાફે ફિલ્મની ટીમને આવનારા સમયમાં વધુ સફળતા અને વિશાળ પહોંચ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે Primex મીડિયાના સુરત સ્થિત હેડકવાર્ટર્સની અત્યાર સુધી સુપરસ્ટાર હિતેન કુમાર સહિત ઢોલીવુડના અનેક જાણીતા કલાકારોએ મુલાકાત લીધી છે. દેશના ઝડપી વિકસતા 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક, પીઆર એજન્સી તરીકે Primex મીડિયા હાલમાં સુરત અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે. અને ટૂંક સમયમાં મુંબઈ તથા દિલ્હીમાં નવી ઓફિસ શરૂ કરવાની તૈયારીમાં છે
ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ
સુરત (ગુજરાત) [ભારત], 24 નવેમ્બર: ગાંગાણી મોશન પિક્ચર્સના બેનર હેઠળ અને જિતેન્દ્ર જાની ફિલ્મ્સ પ્રેઝેન્ટેડ મ્યુઝિકલ યુથ લવ સ્ટોરી ‘આવવા દે’ હાલમાં ગુજરાતી સિનેમા જગતમાં ચર્ચાનું કેન્દ્ર बनी ગઈ છે. રાઈટર-ડિરેક્ટર નિહાર ઠક્કર દ્વારા બનેલી આ અર્બન રોમેન્ટિક ફિલ્મમાં પરિક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ મુખ્ય કલાકારો તરીકે વિશેષ વખાણ મેળવી રહ્યા છે. સુરતમાં ટ્રેલર લોન્ચ થતાની સાથે જ તેના ગીતોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
ટ્રેલર
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેની પહેલી ઝલક જ દર્શકોના દિલ જીતી લેતા હૃદયસ્પર્શી દૃશ્યો સાથે મંત્રમુગ્ધ કરે છે.
ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યા છે:
- જૈમિન પંચમતિયા (પરિક્ષિત) — રંગીન મિજાજનો, સ્વતંત્ર વિચારોવાળો, મ્યુઝિક સાથે જીવે તેવો યુવાન સિંગર.
- જાનવી દેસાઈ (કુંપલ પટેલ) — સાદગી અને આત્મવિશ્વાસથી ભરેલી, ગાંધીનગરથી એમબીએ કરેલી યુવતી.
બંને વચ્ચે બનેલો લાગણીઓનો સૂર અને પ્રેમનો ધીમો સફર ટ્રેલરને વિશેષ બનાવે છે.
ફિલ્મનો સેન્ટ્રલ ડાયલોગ
“When love finds you, you don’t stop it – you say Aavaa De!”
આ ડાયલોગ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ છે.
નિર્માતાઓએ જણાવ્યું છે કે ફિલ્મ દર્શકોને હસાવશે પણ, રડાવશે પણ અને પ્રેમને એક નવી રીતે ઉજવવા પ્રેરિત કરશે.
સંગીત – ફિલ્મની સૌથી મોટી હાઇલાઇટ
- મ્યુઝિક: દર્શન ઝવેરી
- અવાજ: કિર્તીદાન ગઢવી અને જીગરદન ગઢવી
- ગીતો યુટ્યુબ અને રીલ્સ પર સતત ટ્રેન્ડ થઈ રહ્યા છે.
- આમિર મીરનું ફોર્થ સોંગ પણ રિલીઝ થયું છે, જે યુથ સેન્સેશન બનવાની પૂરી સંભાવના છે.
કાસ્ટ
પરિક્ષિત–કુંપલ સિવાય ફિલ્મમાં:
- હેમંત ખેર
- સોનાલી દેસાઈ
- કમલ જોશી
- અર્ચન ત્રિવેદી
- લિનેશ ફણસે
અને અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.
ફિલ્મનું સહ-નિર્માણ જિતેન્દ્ર જાની અને રમા જાની દ્વારા કરવામાં આવ્યું છે.
રિલીઝ
ગુજરાતીની સૌથી મોટી મ્યુઝિકલ લવ સ્ટોરી તરીકે રજૂ થતી
‘આવવા દે’ – 28 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
પ્રેમ, સંગીત અને ઈમોશન્સની આ સફરે દર્શકોને કેટલું જીતી શકશે તેની આતુરતા સતત વધી રહી છે.
‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર
પ્રોડ્યુસર જશવંત ગંગાણીનો નવો પ્રયોગ : દિગ્દર્શક તરીકે યુવા નિહાર ઠક્કરને આપી તક
સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં દર્શકોને મંત્રમુગ્ધ કરવા આવી રહી છે. ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મમેકર જશવંત ગંગાણીએ કર્યું છે, જ્યારે દિગ્દર્શનનું કાર્ય યુવા અને પ્રતિભાશાળી નિહાર ઠક્કર એ સંભાળ્યું છે.
પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે થતો ટકરાવ પ્રેમના માધ્યમથી રજૂ થાય છે. લીડ કાસ્ટમાં પરીક્ષિત તમાલિયા અને કુમ્પલ પટેલની જોડી છે, સાથે હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે ના ઉત્તમ અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવવામાં આવી છે. જ્યારે લુક અને એટિટ્યુડ નો સામનો પ્રેમ સાથે થાય છે, ત્યારે કોણ જીતે?” આ ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે ‘પ્રેમ હંમેશા જીતે છે અને ભય હારે છે.’

ફિલ્મનું મુખ્ય પાત્ર એવા અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ફિલ્મના દિગ્દર્શક અને રાઈટર નિહાર ઠક્કરની સલાહ પર પોતાના પાત્ર માટે ચાર મહિના સુધી ફિઝિક અને હેરસ્ટાઇલ પર મહેનત કરી, જ્યારે કુમ્પલ પટેલએ બોલવાની રીત, બોડી લેંગ્વેજ અને પાત્રની નાનામોટી બાબતો પર દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી. હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે એ પણ પોતાના રોલ્સમાં અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે.
પ્રોડ્યુસર જશવંત ગંગાણીએ વધુમાં કહ્યું હતું કે આ ફિલ્મનું નામ ‘આવવા દે’ રાખવાનું કારણ એ છે કે પ્રેમ અને જીવન બંનેમાં આમંત્રણ જરૂરી છે — આવો, પ્રેમમાં પડો!” સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “મેં પ્રથમ વખત નવા દિગ્દર્શક નિહાર ઠક્કરને તક આપી છે, કારણ કે હું માનું છું કે નવી પેઢીના વિચારો ગુજરાતી સિનેમાને નવી દિશા આપે છે. અત્યાર સુધી મારી દરેક ફિલ્મની સ્ક્રિપ્ટ થી માંડીને ડાયલોગ અને ગીતો પણ હું જાતે જ લખતો હતો પણ યુવા ટેલેન્ટને પણ તક મળે તે માટેનો મારો પહેલો પ્રયાસ છે. જોકે આ ફિલ્મમાં ગીતો મારા જ લખેલા છે જેમને અગાઉની જેમજ લોકોનો પ્રેમ મળશે એવી આશા છે. આ ફિલ્મના પાત્રો જૈમિન પંચમતીયા (પરીક્ષિત) અને જાહ્નવી દેસાઈ (કુમ્પલ) વચ્ચેનો પ્રેમ, તેમની લાગણીઓ અને સંબંધની ઊંડાઈ દર્શકોને જોડશે. ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ નેચરલ અને રિયલ લાગશે, જે દરેક યુવા દિલને સ્પર્શી જશે. જીતેન્દ્ર જાની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ ભવ્ય રીતે રજૂ થશે. જો તમે પ્રેમમાં પાડવા માટે તૈય્યાર છો તો આવવા દો.