નવા ફોજદારી કાયદાઓ પર જાગૃતિ સત્ર: વિદ્યાર્થીઓ અને કેડેટ્સને માહિતીપ્રદ પ્રવચન
વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી, સુરતના NCC અને NSS એકમોએ 13 જૂન, 2025ના રોજ મારફતિયા હોલ ખાતે “નવા ફોજદારી કાયદાઓ” પર જાગૃતિ સત્રનું આયોજન કર્યું હતું. સત્રમાં ડો.સી.એ. ક્રિષ્ના દેસાઈ, (Dr. C.A. Krishna Desai)સહાયક પ્રોફેસર, સંસાધન વ્યક્તિ તરીકે હાજર રહ્યા હતા. સંસાધન વ્યક્તિએ નવા ફોજદારી કાયદાઓ રજૂ કર્યા અને જૂના, બિનજરૂરી સંસ્થાનવાદી યુગના કાયદાઓને બદલવાની જરૂરિયાત સમજાવી જે ભારતીય લોકો પર શાસન કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેમના કલ્યાણ માટે નહીં. તેણીએ વિદ્યાર્થીઓને જાણ કરી કે IPC, ICPrC અને IEA હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શકહ્યા અધિનિયમ સાથે બદલાઈ ગયા છે.
વધુમાં, તેણીએ જૂના કાયદાઓમાં મુખ્ય ફેરફારો અને ફેરફારો વિશે ચર્ચા કરી. તેણીએ નીચેના સ્વાગત પગલાઓને પ્રકાશિત કર્યા –
- નવા કાયદા લિંગ તટસ્થ છે,
- 33 નવા ગુનાઓનો ઉમેરો,
- નવી સજાનો ઉમેરો – સમુદાય સેવા
- એક પ્રકરણમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની પુનઃરચના
- લઘુમતી વયની પુનઃ વ્યાખ્યાયિત, દસ્તાવેજની વ્યાખ્યાના અવકાશમાં ફેરફાર, તૃતીય લિંગનો સમાવેશ – ટ્રાન્સજેન્ડર સમુદાય
- શૂન્ય FIR
- ઈ-પુરાવા, સમન્સ અને જુબાની
- ઓડિયો વિડિયો રેકોર્ડિંગ શોધ અને જપ્તી
- કોર્ટ કેસો અને ચુકાદાઓની ઘોષણા પૂર્ણ કરવાની સમયમર્યાદા.
કાર્યક્રમનું સંકલન ડો.તન્વી તારપરા અને ડો.અવની શાહે કર્યું હતું. સત્રમાં 100 NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. ડૉ. કિષ્ના દેસાઈએ નવા ફોજદારી કાયદાઓની ઊંડાણપૂર્વક ઝાંખી પૂરી પાડી હતી, જેમાં નોંધપાત્ર ફેરફારો અને નાગરિકો પર તેની અસરો પર ભાર મૂક્યો હતો. સત્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઉપસ્થિતોને ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023 વિશે શિક્ષિત કરવાનો હતો, જેથી તેઓ નવીનતમ કાનૂની વિકાસ વિશે સારી રીતે માહિતગાર હોય.
સત્રને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ઉપસ્થિતોએ માહિતીપ્રદ સામગ્રીની પ્રશંસા કરી હતી
મેડિકલ કોલેજની ફી માં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સુરત – આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા
BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.
આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ
ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો
Lajpur News: લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી(hard sanghvi)એ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં ૯૬ કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે દયાળજી બાગ ખાતે તરંગ મેળાને ખુલ્લો મુકાયોઃ
ખેડૂતો દ્વારા સંચાલિત ૪૦ જેટલા એફપીઓ પાસેથી ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાની તકઃ
Surat News: સુરત શહેર ખાતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તેવા હેતુ સાથે નાબાર્ડ , SFAC અને ONDC સાથે મળીને FPO ફેર-કમ- પ્રદર્શન ” તરંગ મેળાને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ ખાતે વાણિજય ભવન, દયાલજી આશ્રમ હોલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મેળો રવિવાર સુધી ખુલ્લો રહેશે.
તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતા ૪૦ FPO દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઓર્ગેનિક અનાજ, મસાલા, શાકભાજી સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરી શકાય છે.
આ અવસરે DRDAના ડાયરેક્ટર એમ. બી. પ્રજાપતિ, ડેપ્યુટી ડીરેકટર એગ્રિકલચર, DGM નાબાર્ડ,DDM નાબાર્ડ અને વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના ધો.૧૦ સુધી ભણેલા ચંદનભાઈ રાજ્ય સરકારની ઓછા વ્યાજ દરની લોન સહાય યોજનાથી બન્યા પગભર: રૂ.૫ લાખની લોન મેળવી ખરીદી ઈકો ગાડી
Surat Umarpada Taluka: યુવાધન આગળ વધી સમજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલી છે. ખાસ કરીને પછાત વર્ગના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
આદિજાતિ બંધુઓને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ લઈ સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના યુવા ચંદનભાઈ વસાવાએ રૂ.૫ લાખની કિંમતની ઈકો ગાડીની ખરીદી લોન સહાય યોજના થકી કરી પગભર બન્યા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૪ ટકા વ્યાજ દરની લોન સહાય યોજના દ્વારા તેઓ પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધારી પરિવારનું ભરણ-પોષણ કરવા સક્ષમ બન્યા છે. આ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, મારી માતા સહિત અમે પરિવારમાં ૪ સભ્યો છીએ. હું અભ્યાસમાં નબળો હોવાથી માત્ર ધોરણ ૯ પાસ કરી શક્યો હતો. ધોરણ ૧૦માં અનુત્તીર્ણ થયા બાદ રોજગારી માટે ખેતીકામ અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે મારા ભાઈએ મને સરકારની ઓછા વ્યાજે મળતી લોન સહાય યોજના વિષે જાણકારી આપી હતી. જેથી તેનો લાભ લેવા મેં ઇકો ગાડી ખરીદી માટેની અરજી કરી હતી. માત્ર ૪ ટકાના વ્યાજ દરે મને લોન મળી અને મારા વાહનનું સપનું પૂર્ણ થયું.
વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલા ખેતીકામ કરતો ત્યારે આવક ઓછી મળતી હતી અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન થતી હતી. આ લોન મળવાથી ગાડી લીધા બાદ હાલ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડામાં હું કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવી સારી એવી આવક મેળવું છું, અને મારા પરિવારનું સરળતાથી ભરણ-પોષણ કરી શકું છું એમ જણાવી તેમણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચંદનભાઈ વસાવાની ધો.૧૦માં અનુત્તીર્ણ થયા છતાં કંઈક કરી છુટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. વેલાવી ગામના યુવા ચંદનભાઈ અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ
Mandvi Taluka: આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ (Minister Shri Kunwarjibhai) હળપતિની અધ્યક્ષતામાં માંડવી Mandvi તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના
અમદાવાદ : ગુજરાતમાં લોકપ્રિય મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે આશરે 25 રિટેઇલ સ્ટોર્સના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં 181 સ્ટોર્સ ધરાવે છે. કંપની ફેબ્રુઆરી 2024માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી અને તેણે રૂ. 20.37 કરોડ એકત્ર કર્યાં હતાં, જેમાંથી રિટેઇલ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 13.50 કરોડનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય છે.
આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર મનિષભાઇ જી. પટેલે કહ્યું હતું કે, અમે આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ વિકસાવવાની અમારી મહાત્વાકાંક્ષાની દિશામાં આગળ વધ્યાં છીએ અને અમારી કંપની માટે આગામી ડેસ્ટિનેશન મહારાષ્ટ્ર છે. અમારા મલ્ટી-બ્રાન્ડ બિઝનેસ મોડલ અને મજબૂત વિતરણ ક્ષમતા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સજ્જ છીએ, જે મજબૂત ભાવિ વૃદ્ધિનો આધાર બની રહેશે.
કંપની મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ આઉટલેટ્સ ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટોર્સને કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ)માં વધુ વિભાજીત કરાયા છે.
ફોનબોક્સ રિટેઇલ પ્રમોટરમાં અનુભવી ઉદ્યોગસાહસિકોનો સમૂહ સામેલ છે, જેમાં મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો તથા તેણે ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.
For more information, please visit: https://www.fonebook.in/
સુરત ના લિંબાયત માં ડુપ્લીકેટ તેલ નો રેકેટનો પર્દાફાશ
1200 રૂપિયા ના ડબ્બા પર બ્રાન્ડેડનાં સ્ટિકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું
લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું
માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા.
આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતાં સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા,
જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો.
લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.
પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.
ઉપરાંત શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા પકડાયા હતા.
ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રીક ૩૦૬૦ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ના પ્રયત્નથી દરજી સમાજ નું પ્રથમ દેહદાન
લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખશ્રી તેમજ સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ર્ડો. પ્રફુલભાઇ શિરોયા સાહેબ ની ચક્ષુદાન મહાદાન ની સાથે મૃત્યુ બાદ દેહદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવા માં ખુબજ અગત્ય નો ફાળો છે આવોજ કિસ્સો સુરત ના પુણાગામ , ૩૫ કલ્યાણનગર માં રહેતા ને હોમગાર્ડઝ માં માનદસેવા આપતાં તુષારભાઈ સોલંકી ના ધર્મપત્ની સ્વ. જ્યોતીબેન તુષારભાઈ સોલંકી ઉ. વર્ષ.52 નુ ટૂંકી માંદગીઃ બાદ અવસાન થતા સ્વર્ગસ્થ જ્યોતિબેને દેહ દાન કરવા નો સંકલ્પ કર્યો હોય જયારે તેમના અવસાન પેલા બે દિવસ અગાવ તેમના શરીર નુ દાન કરવાનું જણાવેલ સ્વર્ગસ્થ ના અવસાન બાદ ઉપરોક્ત દેહદાન સંકલ્પ પૂર્ણ કરવા તેમના પતી દ્વારા ડૉક્ટર પ્રફુલભાઇ શિરોયા સાહેબ ને જણાવતા તેઓ નવસારી મેડિકલ કોલેજ મા દેહદાન અર્પણ કર્યું . દેહદાન જાગૃતિ અંગે ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું હોય સ્વર્ગસ્થ ના પરિવાર માં તેમજ સમસ્ત દરજી સમાજ નુ આ પ્રથમ દેહદાન હોય ઉપરોક્ત દેહદાન સ્વર્ગસ્થ ના પતિ તુષારભાઈ માવજીભાઈ સોલંકી સ્વર્ગસ્થ ના જેઠ નટુભાઈ માવજીભાઈ સોલંકી, તેમના બાળકો ડૉક્ટર દીપાલીબેન સોલંકી, જીગરભાઈ સોલંકી, ભૌતિકભાઈ સોલંકી પુત્રવધુ સોનલબેન જીગરભાઈ સોલંકી એ સ્વર્ગસ્થ ની બોડી નુ દાન આપી આ સમાજ ને ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે
આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ વેચતા વિદેશી દારૂ અંગે મોટો ખુલાસો કર્યો.
ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી Deshi અને વિદેશી Videsi દારૂ પર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.
ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે: ચૈતર વસાવા
એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે: ચૈતર સાવા
આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય: ચૈતર વસાવા
જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે, તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું: ચૈતર વસાવા
અમદાવાદ/ભરૂચ/અંકલેશ્વર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડિયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસ ઓ જી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વિડિયો ફૂટેજ છે.
અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત
રાજકોટ TRP GAME ZONE પ્રકરણમા નવો અધ્યાય:
કન્ઝ્યુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.
ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમા નોંધવામા આવ્યુ છે કે રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા TRP GAME ZONE ના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવભાઈ કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામા આવે છે તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલેકે TRP GAME ZONE ની ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઈમબીંગ, રેસીંગ, બોલીંગ, જમ્પીંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લેવામા આવેલ હતો.
તારીખ 25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમા રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવભાઈ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળા ની લપેટમા આવી અકાળે મૃત્યુ પામ્યા હતા.
ફરિયાદમા સ્પષ્ટ આક્ષેપ કરવામા આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ
પ્રોડક્ટ લાયેબિલિટી અને પ્રોડક્ટ લાયેબિલિટી એક્શન હેઠળ કોમ્પનસેશન અને પ્યુનિટીવ ડેમેજીસની દાદ મંજૂર કરવા આ ફરિયાદમા રજૂઆત કરાઈ છે.
આ તકે ખાસ નોંધનીય બાબત એ છે કે આ ફરિયાદના કાર્યને પોતાનુ સામાજિક ઉત્તરદાયિત્વ ગણી એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામા આવશે નહી તેવુ જાહેર કરવામા આવેલ છે.
અત્રે એ પણ નોંધનીય બાબત બની રહેશે કે અગાઉ કન્ઝ્યુમર બાર તથા રાજકોટ બાર દ્વારા આરોપીઓ તરફે વકીલ તરીકે ન રોકાવા અનુરોધ કરવામા આવ્યો છે તેનુ પાલન થશે કે નહી.
આ ફરિયાદને લગતુ તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામા આવ્યા છે. આ તમામ સક્ષમ સત્તાધિકારી તથા તેમની કચેરી દ્વારા કોઈની શેહ શરમમા આવ્યા વગર પૂર્ણ પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવી રેકર્ડ રજૂ કરવામા આવે છે કે કેમ તેના ઉપર રાજકોટ વાસીઓની મીટ મંડાઈ છે.
એડવોકેટ શ્રી ગજેન્દ્ર જાની દ્વારા જાહેર કરવામા આવેલ છે કે TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ મૃતકો પૈકી ગ્રાહકની વ્યાખ્યામા આવતા કોઈપણ મૃતકના પરિવારજનો સંપર્ક કરશે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામા આવશે નહી. આ કાર્ય બદલ અને સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે આ પ્રકારની નિષ્ણાંત સેવા પુરી પાડવા બદલ રાજકોટ ગોરવ અનુભવે છે.
સુરતના ફેમિન ગજેરાએ સુરત સહીત ગુજરાતનું નામ રોશન કર્યું
UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની (Police Force) પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો
તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ 5 વર્ષ બાદ સફળતા મેળવી
પહેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.
ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા
અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં ફેમિનનો 1999માં જન્મ થયો હતો.
પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા.
હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે.
ફેમીને અભ્યાસ સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.
2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.
ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી
પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું
2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી.
કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી.
ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.
પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:
Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.
આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.
જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:
Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં ૭ નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.
વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.
પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.
આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.
વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.
પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.
આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી અને વિરોધ નોંધાવ્યો.
- અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે.
- અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.
- વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે.
- શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.
- શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે.
વાયરલ વીડિયો આધારે કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ
Surat News: સદર વિડીયોમાં દેખાયેલ ઇસમ નામે-સિકંદર અકીલ સૈયદ ધંધો-બેકાર રહે-મીઠીખાડી પુલ પાસે ફૂટપાથ પર મીઠીખાડી લિંબાયત સુરત નાઓ મીઠીખાડી પુલ પર ચડી સ્ટંટ કરતો હતો અને ત્યાંથી પસાર થતાં લોકો તેને સમજાવવા જતા અપશબ્દો બોલતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે આધારે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે
સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ
Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો
લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરતાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત
Surat Athwaline News: શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ ઉમરા વેસુ અલથાણ ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યુ હતું કે લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ કોર્પોરેટર શ્રી કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
Surat Udhana News: ઉધના વિસ્તારમાં વિષ્ણુ નગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મૃતક કેતન પાટીલ ઓનલાઇન સાડીનો વેપાર કરતો હતો.
જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી
રૂપિયા 3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.
જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો.
વ્યાજખોરો ઉઘરાણી કરી અવાર નવાર ધાકધમકી આપતાં હતાં.
માનિસક ત્રાસ આપતાં હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી હતી
મૃતક કેતનએ તેના પિતાના નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન લીધી હતી.
માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું.
જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઇ બે આરોપીની ધરપકડ કરી છે.
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના છ પુસ્તકોનું વિમોચન
News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે સુરતના યુવા કવિ ગઝલકાર અને વીર નર્મદ યુનિ.ના ગુજરાતી વિષયના અધ્યાપક(Dr. Amit) ડૉ.અમિત ગામીના ગઝલના છ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ.અમિત ગામીના સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ શ્વાસ સંશોધનગ્રંથો ગઝલપ્રવેશ રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ અને રાજેશ વ્યાસનું ગઝલકર્મ પુસ્તકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કુલપતિશ્રીએ સંશોધન પુસ્તકો અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વની શર્માએ સાહિત્ય સંશોધન રાષ્ટ્ર સંસ્કૃતિ સમાજ સંસ્કાર પર્યાવરણ બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથો વિશે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારી, પાયોનિયર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયા સહિત ગઝલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો
ગુજરાત સરકારના ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો તેમજ પોતાના રોજના વ્યવહાર માં રમત ની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડ્ઝ પ્રીમીયર લીગ બોક્સ ક્રિકેટ નું આયોજન જી બી પટેલ સ્પોર્ટ કોમલેક્સ, પ્રિયંકા સર્કલ પાસે, ભેસ્તાન મા સચીન યુનિટ ના હોમગાર્ડ્ઝ ના સહયોગ થી કરવામાં આવેલા.
સુરત ના રાંદેર યુનિટ, સચીન યુનિટ, એ ઝોન, બી ઝોન, સી ઝોન, સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચે ક્રિકેટ મેચ નું આયોજન કરવા મા આવેલ જેમાં ફાઇનલ મેચ મા સચીન યુનિટ અને એ ઝોન વચ્ચે ખારા ખારી નો જંગ હતો. સચિન ની ટીમ દ્વારા ૧૭૨ રન બનાવ્યા હતા. સરુઆત ની અવરોમાં એ ઝોન ના બેસ્ટમેન સારૂ રમ્યા હતા. પરંતુ સચીન ના બોલરો સામે ટકી સ્ક્યા નહતા.
હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલ્લ શિરોયા એ સચિન યુનાટ ની ક્રિકેટ ટીમ ને વિજેતા અને એ ઝોન ની ટીમ ને રનર્સ અપ જાહેર કરી હતી.
ગૃહ મંત્રી શ્રી સંઘવીસાહેબે વિજેતા ટીમ ના અધિકારી થોમસ પઢારે તેમજ કેપ્ટન પ્રવિણ, ટીમ ના સભ્યોને મેડલ અને રનર્સ અપ ટીમ ના અધિકારી દિનેશ પરમાર અને કેપ્ટન ડી પી મિસ્ત્રી તેમજ બેસ્ટ બેસ્ટમેન તરીકે સચિન યુનિટ ના અરમાન અંસારી અને બેસ્ટ બોલર તરીકે સી ઝોન ના ડી પી મિસ્ત્રી ને અભિનદન અને કપ આપીને સન્માન્યા હતા.
સુરત : ભેસ્તાન વિસ્તારની ઘટના
Surat Bhanodra News: સુરતના એકલારા-ભાણોદ્રા રોડ પર ભેસ્તાન વિસ્તારમાં એક ઘટના ઘટી હતી. અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળ્યું હતુ. આ ડ્રમ પર લાશ હોવાની સંભાવનાથી પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. રાત્રે ડ્રમના કટરથી સિમેન્ટ ભરેલું પણ મળ્યું હતુ અને તેમાંથી એક યુવતીની ડેડબોડી મળી આવી હતી. પછી લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી-સિમેન્ટ સાથે ભરી દીધું અને તેને ફેંકી દેવાયું હતુ. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ થાય છે.
સુરત વેસુ વિસ્તારમાં કન્ટ્રક્શન સાઈડ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત
Surat Vesu News: રોહિત હાટીલા, ૨૫ વર્ષનું યુવક, સુરતના વેસુ વિસ્તારમાં વરસાદી પાણી કાઢવા જતા કામદાર હતા. બાકી કામદારો પરાંત પાણીનું નિકાલ કરવા માટે સાફ-સફાઈ કરતા હતા. રોહિતે પણ પાણી નિકાળવાની કોશિશ કરી હતી, પરંતુ પડી જતા વિષેને તેને તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. સારવાર મળી, તેની પહેલા જ રોહિતને મૃત્યુ થઈ હતી.
લગ્નેતર સબંધનો કરુણ અંજામ..
ગુજરાતના રુદરપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ગુનો ઉકેલાયો હતો. અઠવા પોલીસે આ વારંવારની ક્રિમિનલ રાજનીતિને ધ્યાનમાં લેતી હોઈ બે આરોપીઓને ધરપકડ કર્યું.
આડાસબંધ રાખનાર દીપેશ અને તેની પત્ની વિશે જાણ થતાં, દીપેશે તેમણે પત્નીના ભાઈ સાથે મળીને પ્રેમની સંબંધો જાહેર કર્યા હતા. આ કારણે મૂઢ મારી હત્યા થઇ હતી.
અઠવા પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ કરી હતી.
સુરતમાં ભાજપ અને રાહુલ ગાંધીનો વિરોધ
Surat News: ભાજપના મોટા સંખ્યામાં કાર્યકર્તાઓનું સંયુક્ત વિરોધ હવે સુરતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની આગાવટમાં જાહેર થયું છે. રાહુલ ગાંધીને વિરોધમાં લઈને “હાય હાય ના નારા” પણ લાગાવવામાં આવ્યું છે. આ સમયે ભાજપના કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ પ્રકરણને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે.
અર્ચના વિદ્યા નિકેતન શાળામાં ડૉકટર ડે ની ઉજવણી…
Surat Varacha News: વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં બાલભવન વિભાગમાં ડૉકટર ડે ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓ વિવિધ વ્યવસાયકારો જેવા કે ડૉકટર પોલીસ વકીલ સૈનિક લુહાર સુથાર મોચી બાબર કુંભાર કડીઓ વેપારી વગેરે આપણા વ્યવસાયક આરોના પહેરવેશમાં આવી એ વ્યવસાયકરોના કાર્યો,ઓજારો એમની સમાજમાં જરૂરિયાત વિશે માહિતી બાળ કલાકારોએ સુંદર રજૂઆત કરી. વિવિધ વ્યવસાયકારોના પાત્રનો સુંદર અભિનય પણ શાળાના બાળ કલાકારો અને શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ બાલભવનના તમામ શિક્ષિકા બહેનો દ્વારા કાર્યક્રમને ખૂબ સારી રીતે જ્ઞાન સાથે ગમ્મતના અભિગમને ધ્યાનમાં રાખી અને આ પ્રવૃત્તિનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું.
જિલ્લામાં ધોધમાર વરસાદ
સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ
કુંભારીયા ગામમાં ભરાયા પાણી
કુંભારીયા ગામના પાદર ફળિયામાં ભરાયા પાણી
પાદર ફળિયા ના ઘરો પાણીમાં ગરકાવ
પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ
ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
સુરત મહાનગરપાલિકા ની ટીમ સ્થળ પર પહોંચી
જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો
ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો
મહાનગરપાલિકા ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
સુરતના જૂની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો
જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં, વરસાદ ને પગલે જૂની સિવિલ હોસ્પિટલ ના ચોથા માળે થી પાણી ટપકી રહ્યું. જનરલ વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓ ને હાલાકી ભોગવી પડી રહી છે. હાલાકી વચ્ચે પણ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા. તંત્ર દ્વારા માત્ર કોથળીની બેગ મૂકી સંતોષ માનવામાં આવી રહ્યું.
ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદ: પ્રી-મોનસુન કામગીરી ફેલ
સુરત: ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. આ સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદથી સપષ્ટ થાય છે કે, પ્રી-મોનસુન કામગીરી પૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.
સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર: ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
Surat News: સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે એક માર્ગદર્શિકા જાહેર કરાય છે. જે અનુસાર જંતુનાશક દવાઓ બાળકોની પહોંચથી દૂર જ રાખવી જોઈએ. શક્ય હોય તો તેને એક રૂમમાં રાખીને તાળું મારી દેવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ. જંતુનાશક દવાનાં પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતાં પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઈએ. ટપકતા અને તૂટેલા સ્પ્રેયરનો ઉપયોગ કરવો નહીં.
અને જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કપડાં, ચશ્માં તથા ગમબુટ અવશ્ય પહેરવા જોઈએ. વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાનો છંટકાવ કરતી વખતે સમયે શરીર પર જંતુનાશક દવા ન પડે તેની ખાસ કાળજી રાખવી. હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જંતુનાશક દવાને શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહીં. જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, કોઇપણ વસ્તુ ખાતા કે ચાવતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા જોઈએ. જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો.
અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જંતુનાશક દવા વાપરી હોય તેવા ડબ્બાનો સંગ્રહ કરવા કે અન્ય કોઇપણ ઉપયોગ માટે વાપરવા જોઈએ નહીં. દવાના વરાયેલા ખાલી ડબ્બાઓ, બોટલોને તોડીને તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેર્યા હોય તે કપડાંને પાણીથી ખૂબ સારી રીતે ધોવા જોઈએ.
ધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ ઉપયોગ કરવો. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અઘિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામમક(વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે એમ ખેતીવાડી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સુરત: વેસુમાં વરસાદના કારણે રોડ બેસી ગયો
પ્રશ્નચિહ્નવાળા રોડની સ્થિતિ:
- ભારે વરસાદના કારણે: અતિશય વરસાદને કારણે રોડ બેસી ગયો.
- અગાઉના મરામત: અગાઉ પણ પેચ વર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ તે અભાવગ્રસ્ત સાબિત થયું.
ફરી વાર ગાબડા:
- વસ્તુપ્રમાણ: રોડ પર ફરીથી ગાબડા પડ્યા છે, જે વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.
- ભ્રષ્ટાચારની ભીતિ: ભ્રષ્ટાચારના ગાબડાં હોવાનું લોકોમાં મંતવ્ય છે.
પ્રતિસાદ:
- સ્થાનિકોનો રોષ: રોડની આ હાલતને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
- મનપાની કામગીરી: આ ઘટના મનપાની પ્રિ-મોન્સૂનની કાર્યક્ષમતાને પ્રશ્નચિહ્ન લગાડે છે.
વિગતવાર માહિતી:
- સ્થાન: વેસુ
- પરિસ્થિતિ: પ્રથમ મરામત પછી ફરી વાર ગાબડા પડ્યા.
ભ્રષ્ટાચારના ગાબડા
ભારે વરસાદે વેસુમાં રોડ બેસી જવાની ઘટના ફરી પ્રકાશમાં આવી છે, જે પહેલા થયેલા પેચ વર્કની ગુણવત્તાને પ્રશ્નચિહ્ન બનાવે છે.
સુરત : રથયાત્રા પહેલા શહેર SOG ની કાર્યવાહી.
SOG દ્વારા લીંબાયત વિસ્તાર માંથી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસે થી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મુંબઈ માં 1993 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ દરમ્યાન આ વ્યક્તિ રિવોલ્વર લાવ્યો હતો.
મુંબઈ રિવોલ્વર મળતા તે સુરત લાવી ne મૂકી રાખી હતી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર ના પિતા મુંબઈ બૉમ્બ લાસ્ટમાં મોત થયું હતું.
સુરત: શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન
ઉચ્ચ વ્યાજદરમાં પૈસા આપી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી
લોક દરબારની આયોજક:
- જગ્યા: ભાઠેના વિસ્તારનો કોમ્યુનિટી હોલ
- સુવિધા: સુરત શહેર ઝોન બે
લોક દરબારની વિગતો:
- હેતુ: લોકોની વ્યાજખોરીની સમસ્યાઓ સાંભળવી અને ઉકેલ લાવવો
- મુખ્ય વિષય: ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરબી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરાય છે.
પોલીસની કાર્યવાહીઓ:
- વ્યાજખોરો સામે: ઊંચા ભાવે વ્યાજ આપનાર ઈસમો સામે કડક કાર્યવાહી
- સ્થાન: ઉધના, ડિંડોલી, લીંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર
લોકોની હાજરી:
- મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા
- લોકોની સમસ્યાઓ સાંભળી પોલીસ દ્વારા સમાધાનના પ્રયત્નો
લોન માટેની સમજણ:
- માર્ગદર્શન: લોકોને સમજણ આપી સરકારી બેંકોમાંથી લોન મેળવવામાં મદદ માટે પોલીસના પ્રયત્નો
સુનિશ્ચિતતા
શહેર પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે અને મધ્યમ વર્ગીય લોકોના હિત માટે મહેનત કરી રહી છે.
વનિતા વિશ્રામ ખાતે વી.ડી.ટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ…
Surat Athava Geta News: અઠવા ગેટ સ્થિત વનીતા વિશ્રામ કેમ્પસ ખાતે આજરોજ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે થઈ હતી. તિલક લગાવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આવકાર અપાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
તારીખ: 27/06/2024
સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત
Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.
સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર
કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર.
સુરતની VNSGU ની UG પ્રવેશ પ્રક્રિયામા મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ.
MLA કુમારભાઈ કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખી.
GCAS પોર્ટલ પરથી આપવામાં આવેલા કોલેજ પ્રવેશમાં મુશ્કેલી થતાં લખ્યો પત્ર.
છેલ્લા બે દિવસથી વિધાર્થીઓ દ્વારા આ અંગે રાજ્યવ્યાપી કરાઈ રહ્યો છે વિરોધ
ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ સુરતના યુવકોના ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓ પકડાયાં.
Surat Umarpada news: પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી, ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બી.કે. વનાર, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, સુરત વિભાગના સુપરવિઝન હેઠળ એ.ડી. સાંબડ, પો.સ.ઈ, ઉમરપાડા પો.સ્ટે. દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન, હકીકત મળી કે મગદુમ નગર વ્યારા ખાતે રહેતો સલમાન ગફ્ફાર કાકર ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ છે. તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી, સલમાન ગફ્ફાર કાકરને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો.
સલમાને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, પ્રજ્ઞેશભાઈ ગામીતે અફઝલ શેખ સાથે મળીને સુરતથી બે વ્યક્તિઓને લાવવાનું કામ આપ્યું હતું. તેના માટે, પ્રજ્ઞેશભાઈએ પંદર-પંદર હજાર રૂપિયા આપવાની વાત કરી. સલમાન, તેના સંબંધી આસિફ અને મિત્ર વિશાલ રાણા સાથે મળીને ઉમરપાડા પહોચી અને બન્ને વ્યક્તિઓ બિલાલ ચાંદી અને અઝહરૂદિન ઉર્ફે અજ્જુ શેખને બાંધી નાખ્યા.
અફઝલ અને પ્રજ્ઞેશના જણાવ્યા મુજબ, બિલાલ અને અઝહરૂદિનને અફઝલના જુના મકાનમાં બાંધી મૂકીને, આકાજ 90,000 રૂપિયા લીધા.
પકડાયેલા આરોપીઓના નામ અને સરનામાં:
- સલમાન ગફ્ફાર કાકર
- સરનામું: ઘર નંબર 707, મગદુમ નગર, વ્યારા, તા. વ્યારા, જી. તાપી.
- આસિફ સલીમભાઈ કાકર
- ઉંમર: 30, સરનામું: મગદુમ નગર, વ્યારા, જી. સુરત.
- વિશાલભાઈ રાજુભાઈ રાણા
- ઉંમર: 32, સરનામું: ગોલવાડ ગામ, ટાંકી ફળીયુ, તા. વ્યારા, જી. તાપી.
અન્ય વિગતો:
- એફઆઈઆર નંબર: xx/yyyy
- તારીખ: DD-MM-YYYY
- કાયદેસરની કામગીરી: આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ
મુખ્ય અધિકારીઓ:
- પોલીસ મહાનિરીક્ષક: પ્રેમવિર સિંગ
- પોલીસ અધિક્ષક: હિતેશકુમાર જોયસર
- વિભાગીય પોલીસ અધિકારી: બી.કે. વનાર
- પો.સ.ઈ: એ.ડી. સાંબડ
સચિન પોલીસ સ્ટેશનના લોકપમાં વિડીયો વાયરલ મામલો
Surat news: સચિન પોલીસે વિડીયો ના આધારે યુવકની કરી અટકાયત એક વર્ષ પહેલા પકડાયેલ સુબોધ ધર્મેન્દ્રભાઇ રમાણી એ વિડીયો બનાવ્યો હતો.
વિડિયો બનાવેલ જે ભુલ સમજાતા માફી માંગેલ અને ભવિષ્ય માં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપવામાં આવેલ સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી.
જ્યારે જેલની બહાર વિડીયો ઉતારનાર ની પણ બાળ કિશોરની અટકાયત કરી.
ડિંડોલી વિસ્તારની બંધ દુકાન માં આગ લાગી
Surat News: સુરતના ડિંડોલી વિસ્તાર માં આવેલડિંડોલી કરાડવા રોડ પર બંધ દુકાનો નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યાં દુકાન માંવેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડર માંથી લીકેજથી દુકાન માં ગેસ પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે અને ત્યાં વેલ્ડીંગ નું કામ ચાલતું જ હતું .
ત્યાં વેલ્ડીંગ દરમ્યાન તણખાના ના કારણે આગ લાગી હતી જ્યાં 3 બંધ દુકાનના શટર ઉડ્યા હતા જ્યાં ગેસ લાઈનની ચેમ્બરમાં વેલ્ડીંગના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
વેલ્ડીંગની કામગીરી કરતો કારીગર તારીક અતિકને ઝાળ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો.
ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય.
Surat news: સુરતના ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલા.
એક પંચરની ટપરીમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.
પંચરની ટપરીમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું.
પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરએ સાપ રેસ્ક્યુ કર્યું હતું.
ખૂબ જ ઝેરી કોબ્રા સાપને એક થી દોઢ કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી.
સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.
ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સુરતના ખિલાડીઓ ઝળકિયા.
Surat News: યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્દોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ 2.0 . સ્ટેટ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા તેમજ તેનું સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાત અને તેના પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરત ના ખેલાડીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને 14 ગોલ્ડ મેડલ 15 સિલ્વર મેડલ તેમજ 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સફળતા બદલ. સુરત ના કરાટે પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ સુરતી જનરલ સેક્રેટરી જયેશભાઈ ડાલીયા તેમજ ખજાનચી અમલેશભાઈ બાવરીયા. ખિલાડીઓની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને તેમના ઉજ્વળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગની સ્પોર્ટ્સ ડે ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ ઉજવવા બાબત
દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગો માં તારીખ 19 નવેમ્બર, 2025 અને 20 નવેમ્બર, 2025ના રોજ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી. SMC પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેમની રમતગમતની ક્ષમતા અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું.
કાર્યક્મની શુભ શરૂઆત હનુમાન ચાલીસા દ્વારા કરવામાં આવી તથા શાળાના આદરણીય મેનેજમેન્ટ સભ્યો , શાળા ના ટ્રસ્ટી અને શક્ષણિક સલાહકાર તેમજ મુખ્ય મેહમાન તરીકે ડો. બિન્દેશ પટેલ–ડેપ્યુટી રજિસ્ટ્રાર, પી.પી.સવાણી યુનિવર્સિટી, ડૉ.વિજયભાઈ ગોંડલિયા–ડાયરેક્ટર ઉકા તરસાડીયા યુનિવર્સિટી ,શ્રી જય ભંડારી– સ્પોર્ટ્સ એડવાઇઝર, શાળા ના વાલી મિત્રો શ્રી સચિન શર્મા, શ્રી રોહિતભાઈ મેર, શ્રી પ્રદ્યુમનસિંહ આહિર, શ્રી પરેશકુમાર પટેલ જેવા દિગ્ગજ આમંત્રિત મહેમાનોના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ થયો.બાળકો નો ઉત્સાહ વધારવા માટે શાળા ના અનેક વાલીઓ હાજર રહ્યા હતા. બે દિવસિય કાર્યક્રમમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓમાં રમતગમત, ટીમવર્ક અને શારીરિક ક્ષમતાના મૂલ્યોને વધારવામાં આવ્યા. સહભાગીઓએ પ્રશંસનીય ઉર્જા અને કૌશલ્ય દર્શાવ્યું, જેનાથી આ કાર્યક્રમ યાદગાર અને આનંદદાયક બન્યો.
શાળા ના બાળકો દ્વારા પરેડ કાર્યક્રમ, ડાન્સ પરફોર્મન્સ અને મશાલ માર્ચિંગ એ બધા નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને બાળકો એ પોતાના કૌશલ રજૂ કરી બધા ને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેના માટે શાળાગણ તથા વાલીઓ એ એમને ટાળી ઓના ગળગળાટ થી બિરદાવી લીધા હતા.

સ્પોર્ટ્સ ડેની ઉજવણી પુરસ્કાર વિતરણ સમારોહ સાથે સમાપ્ત થઈ, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ઉત્સાહ અને તાળીઓથી સાક્ષર બન્યો, જે શાળાની વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ કાર્યક્રમની સફળતા માટે સહયોગ આપનાર માતા-પિતા, વાલીઓ અને શિક્ષકગણનો શાળા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
દીપ દર્શન વિધાસંકુલ હંમેશની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી પ્રતિભાને પ્રોત્સાહિત કરે તેવું સકારાત્મક અને પ્રેરણાદાયી માહોલનું સર્જન કર્યું હતું.
સ્કોલર ઇંગ્લિશ એકેડમી CBSE સ્કૂલે ઉત્તર ભારતીય શાળાઓમાં બીજું સ્થાન મેળવ્યું
એસડી હરિત સ્કૂલ (ગૂગલ બોય સ્કૂલ), પાણીપત (હરિયાણા) ખાતે આંતરરાજ્ય ભાષણ અને કવિતા પઠન સ્પર્ધાનું મહાન સંગઠન
10 રાજ્યોની 15 થી વધુ ટીમોએ ભાગ લીધો
શનિવારે એસ.ડી.હરિત સ્કૂલ, કોહાંડ, પાણીપત ખાતે સ્વ.સંદીપ શર્માની યાદમાં આંતર રાજ્ય વક્તવ્ય અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિત 10 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમમાં બે વિદ્યાર્થીઓ હતા. જેમાંથી એકે પ્રખ્યાત કવિઓની કવિતાઓનું પઠન કર્યું હતું અને બીજાએ પસંદગીના વિષયો પર વક્તવ્ય આપ્યું હતું.
આ સ્પર્ધામાં શાળાના શિક્ષક રાજ દ્વિવેદીની આગેવાની હેઠળ સ્કોલર ઈંગ્લિશ એકેડમી સીબીએસઈ સ્કૂલ સુરત, શાળાના બે વિદ્યાર્થીઓ કુણાલ અગ્રવાલ અને અરમાન સિંઘે ભાગ લીધો હતો અને વ્યક્તિગત રીતે સ્કોલર ઈંગ્લિશ એકેડમી સુરતે વક્તવ્ય સ્પર્ધા અને કાવ્ય પઠનમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સિદ્ધિ શાળા માટે ગૌરવની વાત છે.
આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતાં શાળાના આચાર્ય મહેન્દ્ર તાયડેએ જણાવ્યું હતું કે, ટીમના સામૂહિક પ્રયાસોને કારણે જ આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે આ ટીમ આવનારી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ તેમની શાળાનું પણ ગૌરવ વધારશે.
પી.જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમુદાયોમાં સતત મફત સ્કિન, વાળ અને નખ ચેક-અપ કેમ્પનું આયોજન
પી.જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટે તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં અનેક મફત સ્કિન, વાળ અને નખ ચેક-અપ કેમ્પ યોજ્યા છે, જે સમુદાયના આરોગ્ય અને જાગૃતિ પ્રત્યેની તેની લાંબા સમયની પ્રતિબદ્ધતાને આગળ વધારે છે. આ કેમ્પો એક વિશાળ ongoing CSR પહેલનો ભાગ છે, જેમાં આવતા મહિનાઓમાં અનેક વધુ કેમ્પો યોજાનાર છે.
અત્યાર સુધીમાં ટ્રસ્ટે 100થી વધુ મફત મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેમાં લાજપોર જેલ (સુરત)ની અંદર, હીરો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (જયપુર) અને અનેક વંચિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ outreach કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કેમ્પોનો હેતુ એવા લોકોને મદદરૂપ થવાનો છે, જે સ્કિન ટ્રીટમેન્ટનો ખર્ચ ઉઠાવી શકતા નથી અથવા તેમની ત્વચા, વાળ અથવા નખ સંબંધિત સમસ્યાઓ અંગે અજાણ છે.
બધા કેમ્પો ભારતમાં નંબર 1 સ્કિન ક્લિનિક ચેઇન—સાખિયા સ્કિન ક્લિનિક—ની નિષ્ણાત મેડિકલ ટીમ દ્વારા યોજાય છે, જેથી ઉત્તમ ગુણવત્તાની તપાસ, કાઉન્સેલિંગ અને સારવાર માર્ગદર્શન પૂરૂં કરવામાં આવે છે. આ કેમ્પોમાં ત્વચાના ચેપ, પિગમેન્ટેશન, ક્રોનિક સ્કિન ડિસીઝ, વાળનું ખરવું, નખના રોગો અને અન્ય સમસ્યાઓની સંપૂર્ણ મફત તપાસ કરવામાં આવે છે.
પી.જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટ—ડૉ. જગદીશ સાખિયાની માતા શ્રીમતી પાર્વતીબેન જાદવભાઈ સાખિયાની પ્રેમસભર સ્મૃતિમાં સ્થાપિત—તેમને સ્કિન હેલ્થકેર પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે, જેઓને તેની સૌથી વધુ જરૂર છે.
ડૉ. જગદીશ સાખિયાએ જણાવ્યું, “જાગૃતિ અને સમયસર નિદાન વર્ષોની પીડા અટકાવી શકે છે. અમારો ટ્રસ્ટ એવા સમુદાયો સુધી પહોંચતો રહેશે, જ્યાં લોકોને યોગ્ય સ્કિન કેર માટે ન પહોંચ છે, ન જ્ઞાન અને ન જ સાધનસામગ્રી.”
100થી વધુ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરીને અને આવતા સમયમાં અનેક વધુ આયોજન સાથે, ટ્રસ્ટ ગુજરાત અને તેની બહાર જાહેર આરોગ્ય અને જાગૃતિ ફેલાવવાના તેના મિશનનો સતતવિસ્તાર કરી રહ્યું છે।
સુરતમાં મેરી હિવાલેએ વિદ્યાર્થીઓને આપ્યો મંત્ર : ઓછા ટકા કે ઓછા બજેટમાં પણ વિશ્વની ટોપ ૧૫૦ યુનિવર્સિટીમાં એડમિશન અને લાખોની સ્કોલરશિપ શક્ય છે
સુરત. ગુજરાતના નંબર-૧ કેરિયર કોચ અને ગ્લોબલ કૉલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલેએ બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં મેરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિદેશમાં અભ્યાસનું સપનું હવે માત્ર IIT-IIM સુધી મર્યાદિત નથી, પરંતુ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, ઑક્સફર્ડ જેવી વિશ્વની ટોપ ૧૫૦ યુનિવર્સિટીમાં પણ પહોંચી શકાય છે, એ પણ ઓછા ટકા કે ઓછા બજેટમાં.
મેરીએ કહ્યું કે આજે બે પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે, એક જેઓ વિના પરીક્ષા સીધું એડમિશન માંગે છે, બીજા એવા કે જેઓ સુપર કન્ફ્યુઝ્ડ હોય. ટકા ઓછા હોય, પૈસા ઓછા હોય, માર્કેટમાં ખોટી-સાચી કોમર્શિયલ વાતો ફરતી હોય એટલે વિદ્યાર્થી મુંઝાઈ જાય. અમે એ જ વિદ્યાર્થીઓના મેન્ટોર છીએ જેમની પાસે પર્ફેક્ટ પ્રોફાઇલ નથી, તો પણ અમે તેમને વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન અને મોટી સ્કોલરશિપ અપાવીએ છીએ.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ, સ્કોલરશિપની સંપૂર્ણ રણનીતિ, એપ્લિકેશન લેખન, ઇન્ટરવ્યૂ તૈયારી અને વ્યક્તિગત મેન્ટોરશિપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સત્ર ગુજરાત ડ્રાઇવનો પ્રથમ તબક્કો હતો. આગામી કાર્યક્રમોનું શેડ્યૂલ
૨૧ નવેમ્બરે વડોદરા, ૨૩ નવેમ્બરે અમદાવાદ,૨૮ નવેમ્બરે રાજકોટ ખાતે છે.
સુરતનો આ કાર્યક્રમ પીપલોદમાં ધ સોલારિસ ધ એડ્રેસ, સુરત-ડુમસ રોડ (બિગ બજારની સામે) ખાતે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું.
દરેક વર્દીના પાછળ એક અનલેખાયેલો નાયક : પદ્મશ્રી પદ્માવતી બંધોપાધ્યાય
પદ્મશ્રી પદ્માવતી બંધોપાધ્યાય, ડેપ્યુટી CM હર્ષ સંઘવી અને C.R. પાટીલની ઉપસ્થિતિમાં A.N.I.S. સંસ્થાએ પોલીસના અસલી હીરોને ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’થી સન્માનિત કર્યા
સુરત.શહેરના પોલીસ કર્મચારીઓની નિષ્ઠા, સેવા અને સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને સલામ આપતો ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’ સમારોહનું આયોજન અપમૃત્યુ નિવારણ સહાય ( A.N.I.S) સંસ્થા દ્વારા રવિવારે પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સમારોહમાં ઉપસ્થિત રહેલા નાગરિકો, અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમમાં દેશભક્તિ અને ગૌરવનું અનોખું વાતાવરણ છવાઈ ગયું હતું.
A.N.I.S. સંસ્થા દ્વારા દર વર્ષે આયોજિત થતો આ એવોર્ડ સમારોહ સતત ત્રીજા વર્ષ આયોજિત કરવામાં આવ્યો. સુરત સિટી પોલીસના અનેક જાંબાઝ અધિકારીઓ અને જવાનોને બાળકો, મહિલાઓ તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સમાજ કલ્યાણ માટે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ સન્માન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વેટરન એર માર્શલ પદ્માવતી બંધોપાધ્યાય (PVSM, AVSM, VSM, પદ્મશ્રી) એ પોલીસ કર્મચારીઓની ફરજદારી અને શૌર્યની પ્રશંસા કરતા કહ્યું કે,
“વર્દી પાછળનો દરેક માનવી એક અનલેખાયેલા નાયક છે. આજે સુરતે તેમની પ્રતિભાને માન આપ્યો છે।

રાજ્યના ઉપમુખ્ય મંત્રી તથા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી શ્રી C. R. પાટીલ, તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત એ પણ ઉપસ્થિત રહી વિજેતાઓને શાબાશી આપી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું કે સુરત પોલીસનું માન વધારતા આવા સન્માન કાર્યક્રમો કર્મચારીઓના મનોબળમાં વધુ ઉર્જા ઉમેરે છે.
કાર્યક્રમના સફળ આયોજન પાછળ A.N.I.S. અધ્યક્ષ શ્રીમતી ગીતા શ્રોફ, કમલેશ જોશી અને નિયતિ વિજની ટીમની મહેનત ઝળહળી ઉઠી. ગીતા શ્રોફે જણાવ્યું હતું કે
“આજે સુરતના નાગરિકોએ સાબિત કર્યું કે તેઓ પોતાના પોલીસ પરિવારને દિલથી માન આપે છે. આ એવોર્ડ માત્ર સન્માન નહીં, પરંતુ કૃતજ્ઞતાનો ઉત્સવ છે.
પ્રેક્ષાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું જ્યારે વર્ષ 2025ના “કર્મ ભૂષણ” વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ માનવીય સેવા, સમર્પણ અને ફરજદારીને સમર્પિત રહ્યો.
શ્રી અમિત શાહ દ્વારા ‘કો-ઓપ કુંભ 2025’ નું ઉદ્દઘાટન
ગાંધીનગર (ગુજરાત) [ભારત], 15 નવેમ્બર: નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (NAFCUB) દ્વારા આયોજિત શહેર સહકારી બેન્કસ અને ક્રેડીટ સોસાયટીઝનું ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય પરિષદ “કો-ઓપ કુંભ 2025” નો ભવ્ય ઉદ્દઘાટન 10 નવેમ્બર 2025 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સફળતાપૂર્વક યોજાયો. ભારત સરકારના સહકાર મંત્રાલયના સહયોગથી આયોજિત આ બે દિવસીય પરિષદમાં નીતિનિર્માતાઓ, નિયામકો, સહકારી નેતાઓ અને દેશ-વિદેશના નાણાકીય નિષ્ણાતો એકત્ર થયા હતા. પરિષદનો મુખ્ય વિષય હતો — “ડિજિટલાઈઝિંગ ડ્રિમ્સ – એમ્પાવરિંગ કમ્યુનિટીઝ” (સપનાઓને ડિજિટલ બનાવીને સમાજને સશક્ત બનાવવું).
આ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો માનનીય હકાર રાજ્ય મંત્રી શ્રી કિષન પાલ, કર્ણાટક સરકારના કાયદા, સંસદીય કાર્ય અને પર્યટન મંત્રી તેમજ NAFCUB ના માનદ અધ્યક્ષ શ્રી એચ. કે. પટીલ, NAFCUB ના અધ્યક્ષ શ્રી લક્ષ્મી દાસ, નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NUCFDC) ના અધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્ર મહેતા, અને NAFCUB ના ઉપાધ્યક્ષ શ્રી મિલિંદ કાલે ઉપસ્થિત રહ્યા હતા.
તેમના સંબોધનમાં શ્રી અમિત શાહે ભારતના સહકારી ક્રેડિટ આંદોલનને મજબૂત બનાવવા માટે NAFCUB ના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે શહેર સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીઝની લાંબા ગાળાની અસ્તિત્વ માટે ડિજિટલ પરિવર્તન, સુશાસન અને સમાવેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે “સહકાર સે સમૃદ્ધિ”ના સિદ્ધાંત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને જણાવ્યું કે સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
NAFCUB ના અધ્યક્ષ શ્રી લક્ષ્મી દાસે તમામ મહાનુભાવો અને પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કર્યું અને જણાવ્યું કે સહકારી ક્રેડિટ માળખું લાખો નાના ઉદ્યોગસાહસિકો, સ્વરોજગારી વ્યક્તિઓ અને શહેરી પરિવારો માટે જીવનરેખા સમાન છે, જે સસ્તી નાણાકીય સેવાઓ પૂરી પાડીને સર્વસમાવેશી વિકાસને પ્રોત્સાહન આપે છે. ઉદ્ઘાટન સત્રનો આભાર વિધિ NAFCUB ના ઉપાધ્યક્ષ શ્રી મિલિંદ કાલે દ્વારા કરવામાં આવ્યો.
પરિષદ દરમિયાન સહકારી ક્રેડિટ સેક્ટરના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓ પર થીમેટિક અને ટેક્નિકલ સત્રો યોજાયા. ચર્ચાઓમાં કોર્પોરેટ ગવર્નન્સ અને પ્રોફેશનલિઝમ, સહકારીઓ વચ્ચે સહકાર, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પરિવર્તન, તેમજ નાણાકીય સમાવેશ અને નિયમનકારી માળખાને ધ્યાનમાં લેવામાં આવ્યા. મહિલા નેતૃત્વ અને યુવા નેતૃત્વ પર વિશેષ સત્રો પણ યોજાયા, જેમાં સહકારી ક્ષેત્રના ભવિષ્ય નિર્માણમાં તેમના વધતા યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું.
ભારત અને વિદેશમાંથી આવેલ પ્રતિષ્ઠિત વક્તાઓ — વર્લ્ડ કાઉન્સિલ ઓફ ક્રેડિટ યુનિયન્સ (WOCCU), ઇન્ટેલેકેપ, માઈક્રોસેવ કન્સલ્ટિંગ અને ગ્રીનસ્ટોન ફાર્મ ક્રેડિટ સર્વિસિસ (યુએસએ) — એ સહકારી નાણાકીય ક્ષેત્રમાં ડિજિટાઈઝેશન, ગવર્નન્સ, નાણાકીય સમાવેશ અને સ્થિરતા વિષે વૈશ્વિક દ્રષ્ટિકોણ રજૂ કર્યા.
11 નવેમ્બર 2025 ના રોજ યોજાયેલા સમાપન સત્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રી શ્રી સુરેશ પ્રભુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે પરિષદને સમયોચિત પહેલ ગણાવી અને જણાવ્યું કે આ પહેલ ભારતની સહકારી ક્રેડિટ સંસ્થાઓને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને ડિજિટલ નવીનતાઓ સાથે જોડશે. સમાપન સત્રનું આભાર વિધિ NAFCUB ના નિર્દેશક શ્રી ઓ. પી. શર્મા દ્વારા કરવામાં આવ્યું.
આ બે દિવસીય કાર્યક્રમનું સમાપન “દિલ્હી ડિક્લેરેશન 2025 – રોડમેપ ટુ 2030”ને સ્વીકારવાથી થયું, જેમાં સહકારી ક્રેડિટ ક્ષેત્રમાં ગવર્નન્સ, ટેક્નોલોજી ઇન્ટિગ્રેશન અને સમાનતા માટેનું વિઝન રજૂ કરવામાં આવ્યું. 1400 થી વધુ પ્રતિનિધિઓ — શહેર સહકારી બેન્કો, ક્રેડિટ સોસાયટીઝ, નિયમનકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠનોમાંથી — આ કાર્યક્રમમાં ભાગ લીધો.“કો-ઓપ કુંભ 2025” એ NAFCUB ની પ્રતિબદ્ધતાને મજબૂત કરી કે તે ભવિષ્ય માટે એક સ્થિતિશીલ, પારદર્શક અને ડિજિટલી સશક્ત સહકારી બેન્કિંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરશે.
ભારતભરમાં લગભગ 1,500 અર્બન કોઓપરેટિવ બેન્ક્સ અને 60,000 ક્રેડિટ સોસાયટીઝ 8 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે, જે ભારતની લોકો-કેન્દ્રિત નાણાકીય વ્યવસ્થાનો આધાર છે. “કો-ઓપ કુંભ 2025” એ આ વિશાળ નેટવર્કને “ડિજિટલ ઈન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના લક્ષ્યો સાથે સુસંગત બનાવવાની દિશામાં એક પરિવર્તનશીલ પગલું છે. પરિષદની ચર્ચાઓ અને ભલામણો આગામી દાયકામાં નીતિગત સુધારાઓ, નિયમનકારી માળખા અને સહકારી સહકારના નવા મોડલ્સને દિશા આપશે.
નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ લિમિટેડ (NAFCUB)દેશભરના અર્બન સહકારી બેન્કિંગ અને ક્રેડિટ ક્ષેત્રનું અગ્રણી રાષ્ટ્રીય સંગઠન છે. તે વ્યાવસાયિકતા, સુશાસન, ટેક્નોલોજીકલ વિકાસ અને સહકારી સંસ્થાઓના હિતોનું સમર્થન કરવા માટે કાર્યરત છે.
ગુજરાતને મળ્યું પ્રથમ 3D CE મેમોગ્રાફી સેન્ટર : વેરિટાસ રેડિયોલોજીનો વેસુમાં ભવ્ય શુભારંભ
સુરત. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન બિઝનેસ પાર્ક ખાતે વેરિટાસ રેડિયોલોજી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર રાજ્યનું પ્રથમ 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ (CE) મેમોગ્રાફી સેન્ટર છે, જે અદ્યતન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સક્ષમ સુવિધાઓથી સજ્જ છે. ઉદ્ઘાટન સમારોહ ડોક્ટરોના માતા-પિતાના શુભ હસ્તે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાયો હતો.
સેન્ટરના સંચાલક ડૉ. ધારા શાહે જણાવ્યું હતું કે આશરે 1600 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર અનુભવી રેડિયોલોજિસ્ટોની ટીમ દ્વારા સંચાલિત છે. હોલોજીક કંપની દ્વારા આ સેન્ટરને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મેમોગ્રાફી’નો દરજ્જો આપ્યો છે. સેન્ટરમાં 3D CE મેમોગ્રાફી, AI સક્ષમ અલ્ટ્રાસાઉન્ડ (USG) અને ટ્રુ ડિજિટલ એક્સ-રે જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અન્ય સેવાઓમાં 3D મેમોગ્રાફી, CE મેમોગ્રાફી, કલર ડોપ્લર, હાઇ-એન્ડ સોનોગ્રાફી, લિવર ઇલાસ્ટોગ્રાફી, ફીટલ મેડિસિન, ફેટ ક્વોન્ટિફિકેશન, 3D-4D સ્નાયુની સોનોગ્રાફી, VABB, ફુલ લેન્થ સ્કેનોગ્રામ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીનો સમાવેશ થાય છે. સેન્ટરમાં ડો. ધારા ડી. શાહ (MD), ડો. ક્રિષ્ના બી. પટેલ (MD, DNB), ડો. નેહા શાહ (MD, FRCR), ડો. ભાવિન આર. પટેલ (MD, FIFM, Pg. Dip. MSK) અને ડૉ પ્રજ્ઞેશ એન. વાઘેલા (MD, DMRE) જેવા અનુભવી ડોક્ટરોની ટીમ કાર્યરત છે. આ નવા સેન્ટરથી અદ્યતન ઇમેજિંગ અને દર્દી સંભાળનો નવો યુગ શરૂ થયો છે. સુરતવાસીઓને આ અદ્યતન સુવિધાનો લાભ મળશે તેવી આશા છે.

ડૉ. ધારા શાહે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં આજકાલ યંગ વુમનમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે, અને તેમાથી મોટેભાગે કેસ બ્રેસ્ટ કેન્સરના હોય છે. વધુ ચિંતાજનક વાત એ છે કે કુલ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાંથી 50 ટકા દર્દીઓ મૃત્યુ પામે છે. આ સ્થિતિને બદલવા માટે વહેલું નિદાન અત્યંત જરૂરી છે.
તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને જ અમે નવું 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ મેમોગ્રાફી મશીન લાવ્યું છે, જે ખાસ કરીને ડેન્સ બ્રેસ્ટ ધરાવતી યંગ વુમનમાં પણ ચોક્કસ નિદાન કરવામાં સક્ષમ છે. ભારતમાં લગભગ 40 ટકા મહિલાઓ ડેન્સ બ્રેસ્ટ ધરાવે છે, અને આવા કેસમાં 3D CE મેમોગ્રાફી મોટા ફાયદા આપે છે.
આ ટેક્નોલોજીથી નાના કેલ્સિફિકેશન કે ઝીણા લીજેન્સ પણ ઝડપી શોધી શકાય છે. સેન્ટરમાં વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ બાયોપ્સી (VABB) સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા સામાન્ય કોર બાયોપ્સીમાં ન મળી શકે તેવી ઝીણી ગાંઠ પણ મળી શકે છે, એટલે કે ઝીણી ગાંઠની પણ બાયોપ્સી થઈ શકે છે. તેમજ યંગ દીકરીઓમાં થતી સાદી ગાંઠ ઓપરેશન વગર માત્ર પિન-હોલ દ્વારા દૂર કરી શકાય છે, જેના કારણે દર્દીની ફિઝિકલ અને ઈમોશનલ સ્ટ્રેસ નહિવત થઈ જાય છે.
ડૉ. ધારા શાહે વધુમાં ઉમેર્યું હતું કે અહીં AI આધારિત સોનોગ્રાફી મશીન, ટ્રુ ડિજિટલ X-ray અને ફુલ સ્કેનોગ્રામ જેવી ટેક્નોલોજી પણ ઉપલબ્ધ છે. મશીનો અદ્યતન છે અને સાથે અનુભવી નિષ્ણાત ડોક્ટરોની ટીમ હોઈ દર્દીઓને સર્વોત્તમ કાળજી મળી રહશે.
સુરતમાં ‘રન ફૉર ગર્લ ચાઇલ્ડ – 2.0’ માટે ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર સામાજિક સેવાના નવનિર્માણ માટે આયોજન સમિતિની રચના
સુરત, તા. ૦૬ નવેમ્બર ૨૦૨૫ —
ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, સુરત દ્વારા આયોજિત “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – સુરત 2026” ના સફળ આયોજન માટે શહેરના ૩૦ શ્રેષ્ઠીઓ એક મંચ પર આવ્યા અને નવી આયોજન સમિતિની રચના કરવામાં આવી.
સમિતિ વર્ષ ૧૯૮૮થી સુરત શહેરમાં વંચિત, શોષિત અને પીડિત સમાજના બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબન માટે સતત કાર્યરત રહી છે. આ સેવાકાર્યનો વ્યાપ વધારવા માટે ટ્રસ્ટ દ્વારા “રન ફૉર ગર્લ ચાઇલ્ડ” જેવી પ્રેરણાદાયી મેરેથોનનું આયોજન થાય છે.
ગત વર્ષે યોજાયેલી દોડમાં ૧૧,૦૦૦ થી વધુ ભાગ લેનારોએ મહિલા શક્તિના સમર્થનમાં સુરતના ઇતિહાસમાં અનોખો પાનું લખ્યું હતું. આ સફળતાના આધારે, ૪ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજાનાર “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – સિઝન 2” માટે નવી આયોજન સમિતિ રચાઈ.

આ બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણછોડભાઈ ઢોળિયા તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી જે. પી. અગ્રવાલ (રચના ગ્રુપ) ઉપસ્થિત રહ્યા.
આયોજન સમિતિમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજસેવકો જેમ કે —
શ્રી ગોવિંદભાઈ ધોળકિયા (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ),
શ્રી લવજીભાઈ બાદશાહ (ગોપીન ગ્રુપ),
શ્રી પરમેશભાઈ ગોયલ (પરમેશ્વર ઇમ્પેક્સ),
શ્રી મનીષભાઈ મહારાજવાલા (વિમલ જરી) વગેરેનો સમાવેશ થાય છે.
કોર ટીમના સભ્યો તરીકે —
સંયોજક: શ્રી ઘનશ્યામભાઈ શંકર (રામકૃષ્ણ એક્સપોર્ટ)
સહ-સંયોજકો: શ્રી અમિતભાઈ ગજ્જર (ધ સુરત પીપલ્સ કો-ઓપરેટિવ),
શ્રી રાકેશજી કંસલ (કંસલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ),
શ્રી રાજેશજી સુરાણા (જૈન સમાજ અગ્રણી),
શ્રી શ્યામજી રાઠી (મહેશ સિલ્ક મિલ્સ)
બેઠક દરમિયાન વિવિધ પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા:
શ્રી યશવંતભાઈ ચૌધરી એ જણાવ્યું કે “આ દોડ માત્ર દોડ નહીં પરંતુ સમાજના છેવાડાના વર્ગ સુધી શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબનના સંદેશ પહોંચાડવાની એક સેવા યાત્રા છે.”
શ્રી અમિતભાઈ ગજ્જર એ સૂચન કર્યું કે “દોડના રૂટ અને મેદાન પર ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓનું લાઇવ પ્રદર્શન કરવાથી જનજાગૃતિ વધુ પ્રભાવશાળી બને.”
શ્રી રાજેશજી સુરાણા એ આ કાર્યક્રમને “શહેરના ગૌરવ અને રાષ્ટ્રીય નવનિર્માણ સાથે જોડાયેલું સામૂહિક અભિયાન” ગણાવ્યું.
શ્રી શ્યામજી રાઠી એ ઉમેર્યું કે “ડૉ. હેડગેવાર ટ્રસ્ટના સાનિધ્યમાં નબળા વર્ગ માટે કામ કરવું એ સેવા અને સૌભાગ્યનું કાર્ય છે — ‘જરૂર છે તો માત્ર તેમને સમજાવીને જોડવાની.’”
સમિતિએ સંકલ્પ કર્યો કે આ વર્ષે પણ “हर कदम सेवा की ओर”ના સૂત્ર સાથે વધુ વ્યાપક આયોજન કરવામાં આવશે, જેથી દરેક સમાજના, દરેક ઉંમરના લોકો આ સેવા યાત્રામાં જોડાય.
બેઠકના અંતે વિશ્વાસ વ્યક્ત થયો કે “રન ફૉર ગર્લ ચાઇલ્ડ – 2.0 સુરત 2026” સમાજમાં વધુ સેવા, સંવેદના અને શિક્ષણની દિશામાં પ્રેરણાનું નવું પાનું લખશે.
વધુ માહિતી માટે:
🌐 www.runforgirlchild.org
‘3 C’s & Company – લક્ઝરી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી’ અને ‘એલિટ જ્વેલ્સ’નું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન, બોલીવુડ અભિનેત્રી ઇશિતા રાજની હાજરીમાં યોજાયો કાર્યક્રમ
સુરત. જ્વેલરી ઉદ્યોગના બે નવા નામ 3 C’s & Company – લક્ઝરી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી અને Elite Jewels – નેચરલ ડાયમંડ એન્ડ પોલ્કી જ્વેલરીનું સુરત શહેરમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંને શોરૂમનું ઉદ્ઘાટન ન્યુ સિટી લાઈટ રોડ પર રૂંગટા એસ્ટેલા (G-27, G-28) ખાતે બોલીવુડ અભિનેત્રી અને 3 C’s & Co. ની બ્રાન્ડ એમ્બેસેડર ઇશિતા રાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ પ્રસંગે 800થી વધુ વિશિષ્ટ મહેમાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સુરતના અગ્રણી જ્વેલર્સ અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરતની પરંપરાગત કારીગરી અને આધુનિક લક્ઝરી જ્વેલરી ડિઝાઇનનો અદભૂત સંગમ જોવા મળ્યો.
બંને શોરૂમમાં નેચરલ ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ અને પોલ્કી જ્વેલરીનો આકર્ષક તથા અનોખું કલેકશન રજૂ કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર અહીં ઉપલબ્ધ લેબ ગ્રોન ડાયમંડ કલેકશન ઉચ્ચ ગુણવત્તાવાળું છે, જે ભારત ખાસ કરીને સુરતમાં નિર્મિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ વિઝનને સાકાર કરે છે. 400થી વધુ ડિઝાઇનર પીસ ધરાવતું આ કલેકશન પરંપરાગત અને આધુનિક શૈલીનું સુંદર સંમિશ્રણ રજૂ કરે છે.
કંપની ડિરેક્ટર પ્રિયંક ગુરનાની એ જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 વર્ષથી જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ. અમને ગર્વ છે કે સુરત જેવા વૈશ્વિક ડાયમંડ હબમાંથી એવી બ્રાન્ડની શરૂઆત કરી રહ્યા છીએ જે ભારતીય કારીગરી, નવીનતા અને આંતરરાષ્ટ્રીય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. ભવિષ્યમાં અમારું લક્ષ્ય ગુજરાત, ભારતના વિવિધ શહેરો અને વિદેશોમાં પણ 3 C’s & Co. Luxury Jewelleryના લક્ઝરી શોરૂમ ખોલવાનું છે.”
કંપની ડિરેક્ટર રચિત પોદ્દારે જણાવ્યું હતું કે અમારું ઉદ્દેશ ગ્રાહકોને માત્ર જ્વેલરી નહીં પરંતુ એક લક્ઝરી અનુભવ આપવાનું છે. દરેક ડિઝાઇન એક વાર્તા કહે છે અને દરેક કલેકશન એક ભાવના વ્યક્ત કરે છે. લેબ ગ્રોન ડાયમંડ પર્યાવરણમિત્ર, ટકાઉ અને આવનારી પેઢી માટે વધુ ઉત્તમ વિકલ્પ છે. અમે ભારતને આ દિશામાં નવી ઓળખ અપાવવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ.
આ પ્રસંગે અભિનેત્રી ઇશિતા રાજે જણાવ્યું હતું કે સુરત મહેનતી અને સર્જનાત્મક લોકોનું શહેર છે. અહીંની જ્વેલરીની ફિનિશિંગ અને કલા ખરેખર અદ્ભુત છે. આ શહેરમાં આટલું સુંદર લક્ઝરી બ્રાન્ડ લોન્ચ થવું એ ગર્વની બાબત છે.
ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત મહેમાનો અને જ્વેલરી ઉદ્યોગના પ્રતિનિધિઓએ નવા કલેકશનની પ્રશંસા કરતા જણાવ્યું કે સુરતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ્સના આગમનથી શહેરની પ્રતિષ્ઠા વધુ ઊંચી જશે.
બાળદિન ઊજવણી – વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ
સુરત, 14 નવેમ્બર 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળદિનની ઉમંગભેર અને રંગીન ઉજવણી કરવામાં આવી. બાળકોની નિર્દોષતા, સર્જનાત્મકતા અને આનંદભરી ઊર્જાને સમર્પિત આ વિશેષ દિવસે સમગ્ર કેમ્પસ ખુશીના પાસાંથી ઝળહળી ઉઠ્યો. વિદ્યાર્થીઓ માટે આયોજિત વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓએ આ દિવસને યાદગાર બનાવી દીધો.
કાર્યક્રમની શરૂઆત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરીને અને آنان માટે ખાસ રજૂઆતો કરીને કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આર્ટ એન્ડ ક્રાફ્ટ, સંગીત, નૃત્ય, વાર્તાવાચન, ઇન્ટરએક્ટિવ ગેમ્સ તેમજ ટીમ વર્ક, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારતી કક્ષાની ખાસ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
શિક્ષકોએ બાળકોને આનંદિત કરવા માટે સરપ્રાઇઝ સેગમેન્ટ પણ આયોજન કર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીના લહેરો દોડીને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહબંધ વધુ મજબૂત બન્યો. સમગ્ર શાળા પરિસરમાં આખો દિવસ આનંદ અને ઉજાસનું વાતાવરણ છવાયેલું રહ્યું, જે બાળદિનના સાચા અર્થ—બાળપણની કલ્પનાઓ, નિર્દોષતા અને ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતિબિંબ–રૂપ હતું.
આ પ્રસંગે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વ્યક્ત કર્યું:
“બાળકો અમારા સંસ્થાનું હ્રદય છે. તેમની જિજ્ઞાસા, ઉત્સાહ અને સપનાઓ અમને દરરોજ પ્રેરણા આપે છે. આ ઉજવણી અમને તેમના પ્રતિભાને પ્રોત્સાહન, તેમના વિકાસને સહારો અને તેમને સુરક્ષિત, આનંદમય અને સમૃદ્ધ પર્યાવરણ આપવાની અમારી પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે.”
આ ઉજવણી દ્વારા શાળાએ સર્વાંગી વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી તથા સંદેશ આપ્યો કે દરેક બાળક અનન્ય છે અને પ્રેમ તથા પ્રોત્સાહન પ્રાપ્ત કરે તો મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુણવત્તાયુક્ત શિક્ષણ, નૈતિક મૂલ્યો અને અનુભવાધારિત અધ્યયન પર ખાસ ધ્યાન આપીને દરેક બાળકને શોધવા, વ્યક્ત થવા અને ઉત્તમતા પ્રાપ્ત કરવાની તક અપાવતું રહે છે.