માતૃકા ફાઉન્ડેશન ટ્રસ્ટના ‘માતૃકા ચા રાજા’માં ‘વૃંદાવન’ થીમ, થર્મોકોલ-પીઓપી વિના સજાવાયેલા પંડાલે ગણેશ ભક્તોના મન મોહ્યા
10 દિવસ સુધી નિઃશુલ્ક આરોગ્ય તપાસ, રક્તદાન શિબિર સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું, 5000થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો
સુરત. પાલ વિસ્તારમાં માતૃકા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત આયોજિત ‘માતૃકા ચા રાજા’ ગણેશ મહોત્સવ પર્યાવરણ સંરક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓના સંદેશ સાથે સંપન્ન થયો. સુકૃત બંગલોઝ સામે નાયરા પેટ્રોલ પંપની ગલીમાં આવેલા એસએમસીના પ્લોટમાં આશરે 3000 ચોરસ ફૂટ વિસ્તારમાં ‘વૃંદાવન’ થીમ આધારિત પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને સમગ્ર આયોજનમાં થર્મોકોલ અને પીઓપીનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.
પંડાલની સજાવટમાં 500થી વધુ જીવંત છોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ આ છોડનો ઉપયોગ પાલ, અડાજણ અને ઇચ્છાપોર વિસ્તારમાં વૃક્ષારોપણ માટે કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ માટે સુરત મહાનગરપાલિકા સાથે મળીને 5000થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે.

– 10 દિવસ સુધી ચાલ્યો સેવાયજ્ઞ
માતૃકા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિક આયોજનની સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી દરરોજ નિઃશુલ્ક રક્ત તપાસ કરવામાં આવી હતી. એક દિવસ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર નિષ્ણાત તબીબે લોકોને કેન્સર અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. રવિવારે આંખો અને દાંતની નિઃશુલ્ક તપાસ માટે શિબિર યોજાઈ હતી, જેમાં નિષ્ણાત સર્જને વિવિધ સર્જરી સંબંધિત તપાસ અને માર્ગદર્શન આપ્યું હતું. ટ્રસ્ટ સાથે જોડાયેલા તબીબો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને આગળ પણ રાહતદરે સારવાર મળી રહે તે માટે સંકલન કરવામાં આવ્યું છે.

– આંગણવાડીના બાળકો માટે પોષણ કિટ
માતૃકા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન આંગણવાડીના બાળકોને પોષણ કિટ અને સ્ટીલના ગ્લાસનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત અનાથ બાળકો અને વૃદ્ધોની સેવા સાથે યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, ‘માતૃકા ચા રાજા’ના પ્રથમ વર્ષના આયોજનમાં ગણેશ ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય સેવા અને સામાજિક જવાબદારીને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ડૉ. દીપ્તિ પટેલે IMA સુરતના 111મા પ્રમુખ તરીકે શપથ લીધા
– પ્રથમ વખત 94 વર્ષીય માતાને ઇન્સ્ટોલેશન ઓફિસર બનાવી દીકરીએ શપથ લીધા સુરત: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) સુરતની નવી કાર્યકારિણીનો ઇન્સ્ટોલેશન સમારોહ રવિવારે યોજાયો હતો. ડૉ. દીપ્તિ દીપક પટેલે વર્ષ 2026-27 માટે IMA સુરતના 111મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સમારોહમાં એક અનોખી અને ભાવુક ક્ષણ જોવા મળી હતી. પ્રથમ વખત એવું બન્યું કે IMAના ઇન્સ્ટોલેશન સમારોહમાં ડૉ. દીપ્તિ પટેલે પોતાની 94 વર્ષીય માતા મંજૂબેન પારીખને ઇન્સ્ટોલેશન ઓફિસર બનાવી તેમના હસ્તે શપથ લીધા હતા.
આ પ્રસંગે IMAના નેશનલ પ્રેસિડેન્ટ ડૉ. અનિલ કુમાર નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવી કાર્યકારિણીને શપથ લેવડાવ્યા હતા. જ્યારે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ડૉ. અનિલ પટેલ અને ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખપદની શપથ લીધા બાદ ડૉ. દીપ્તિ પટેલે જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતાઓમાં IMA માટે નવા ભવનનું નિર્માણ તેમજ તબીબી ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના શ્રેષ્ઠ ઉપયોગને પ્રોત્સાહન આપવું મુખ્ય રહેશે.
આ પ્રસંગે ડૉ. મુકેશ પેટ્રોલવાળા અને ડૉ. હિરેશ ભાવસારએ પણ IMAની વિવિધ પ્રવૃત્તિઓ અને આગામી યોજનાઓ અંગે માહિતી આપી હતી.
સમારોહમાં IMAના પદાધિકારીઓ ઉપરાંત તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક તબીબો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તબીબી ક્ષેત્રમાં વધુ સારી આરોગ્ય સેવાઓ, તબીબો વચ્ચે પરસ્પર સહકાર અને સમાજના હિતમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પારુલ આયુર્વેદ હોસ્પિટલના માધવબાગ યુનિટમાં આયુર્વેદિક પંચકર્મ દર્દીઓને તેમના હૃદયની સારસંભાળની સફરમાં મદદ કરે છે
હૃદયના સ્વાસ્થ્યની સફર કોઈ પ્રક્રિયા કે પ્રીસ્ક્રિપ્શનની સાથે પૂર્ણ થતી નથી. અનેક દર્દીઓ માટે સતત સારસંભાળ, જીવનશૈલીમાં પરિવર્તન અને દરેક દર્દીની જરૂરિયાતના હિસાબે સારવારની રીતો, તેમના સ્વાસ્થ્યની સાથે શ્રેષ્ઠ જીવન જીવવાનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. પારુલ આયુર્વેદ હોસ્પિટલનું માધવબાગ યુનિટ આયુર્વેદિક સારસંભાળ અને દરેક દર્દી માટે ખાસ સારવારનો પ્લાન આપે છે. તેમાં પંચકર્મ, આયુર્વેદિક દવાઓ, ઉચિત આહાર, યોગ, કસરત અને અન્ય સહાયક સારવારોની સાથે મેડિકલ ફોલો-અપ પણ શામેલ છે.
માધવબાગ યુનિટનું નેતૃત્વ ડૉ. જૈમિની રાઠોડ અને ડૉ. નિશાંત એન. પટેલ કરે છે, જેઓ દર્દીઓને તેમના સ્વાસ્થ્યની જરૂરિયાતો અનુસાર વ્યવસ્થિત આયુર્વેદિક સારવાર આપે છે. જે દર્દીઓએ આ સારવાર કરાવી છે, તેમના અનુભવો જણાવે છે કે, વ્યવસ્થિત આયુર્વેદિક સારવાર તેમના સ્વાસ્થ્યની સફરમાં કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.
જાન્યુઆરી, 2025માં એન્જિયોપ્લાસ્ટી પછી પણ સોમાભાઈ વસાવાને હરવાફરવામાં દુઃખાવો અને ભાર લાગતો હતો, ખાસ કરીને 500થી 700 મીટર ચાલ્યા પછી તેમણે શ્વાસ ફૂલાઈ જવાની હળવી ફરિયાદ રહેતી હતી, જેથી તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમનું LVEF લગભગ 45 ટકા હતું. સારવાર અને નિયમિત ફોલો-અપથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો હતો અને તેમને હરવાફરવામાં સરળતા થઈ હતી. પછી 2D ઇકો ટેસ્ટમાં LVEF લગભગ 50થી 55 ટકા મળ્યો હતો. તેમણે કહ્યું હતું, “મારો દુઃખાવો, ભારેપણું અને શ્વાસ ફૂલાઈ જવાની સમસ્યા બહુ ઓછી થઈ ગઈ છે. હું વધારે આરામ સાથે હરીફરી શકું છું.”
બીજા એક દર્દીને ફેબ્રુઆરી, 2025માં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને એન્જિયોગ્રાફીમાં તેમની ત્રણ કોરોનરી આર્ટરી (રક્તવાહિનીઓ)માં મોટું બ્લોકેજ હોવાનું જાણવા મળ્યું હતું. નરેન્દ્રભાઈ પરમારે પારુલ આયુર્વેદ હોસ્પિટલમાં આયુર્વેદિક સારવાર મેળવવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતના દિવસોમાં તેમને શ્વાસ ફૂલાવવાની અને છાતીમાં ભાર મહેસૂસ થતો હતો, જેની અસર તેમના રોજિંદા કાર્યો પર થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત સારવાર અને ફોલો-અપથી તેમને બહુ સારું થયું છે. તેમણે ઉમેર્યું હતું, “હવે મને શ્વાસ ફૂલાવવાની અને છાતીમાં ભારમાં ઘણી રાહત મળી છે. હું અગાઉની સરખામણીમાં વધારે આરામ સાથે રોજિંદા કામ કરી શકું છું.”
64 વર્ષીય રમેશ ગંદવાની માટે બાયપાસ સર્જરી પછી સતત શ્વાસ ફૂલાઈ જવાની સમસ્યાને કારણે લગભગ એક વર્ષ સુધી ખેતીવાડીનું કામ મુશ્કેલ થઈ ગયું હતું. મે, 2026માં આઠ દિવસ સુધી હોસ્પિટલમાં ભરતી દરમિયાન તેમને પંચકર્મની સાથે નિર્ધારિત આહાર, યોગ અને અન્ય સારવાર આપવામાં આવી હતી તથા હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી. પછી તેમની શારીરિક ક્ષમતામાં વધારો થયો હતો અને તેમને ખેતીવાડીનું કામ ફરી શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું, “હવે હું ફરી ખેતીવાડી
કરી શકું છું, જેની મને સૌથી વધુ ખુશી છે.”
સુનિલભાઈ શ્રીમાળીને માર્ચ, 2025માં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમને બાયપાસ ગ્રાફ્ટિંગની સલાહ આપવામાં આવી હતી, પરંતુ પછી તેમની સારવાર આયુર્વેદિક રીતે થઈ હતી. તેમને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી, નિર્ધારિત ભોજન આપવામાં આવતું હતું, યોગ અને કસરત પણ કરાવવામાં આવતી હતી. 8 મહિનાની સારવાર પછી તેમણે કહ્યું હતું કે, તેઓ હવે સારું અનુભવી રહ્યાં છે અને તેમનો લેટેસ્ટ 2D ઇકો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. ડૉક્ટર અને સ્ટાફનો આભાર માનીને તેમણે કહ્યું હતું, “હું પારુલ આયુર્વેદ હોસ્પિટલના તમામ ડૉક્ટર અને સંપૂર્ણ ટીમની તેમની સારસંભાળ, તેમના માર્ગદર્શન અને સાથસહકાર માટે આભાર માનું છું.”
હૃદય સાથે સંબંધિત વિવિધ બીમારીઓની સાથે સાથે ડાયાબીટિસ અને અસ્થમાની બીમારી પણ 60 વર્ષીય ચંચળબેન જૈન માટે સ્વાસ્થ્ય અને જીવનશૈલી સાથે સંબંધિત પડકારરૂપ હતી. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી, પગમાં સોજા રહેતા હતા અને રોજિંદા કામોમાં પણ સમસ્યા આવતી હતી. તેમનું હૃદય લગભગ 30 ટકા જ પમ્પ કરી શકે છે એવું જણાવવામાં આવ્યું હતું. પારુલ આયુર્વેદ હોસ્પિટલમાં તેમની સારવારમાં મસાજ, સ્ટીમ થેરેપી, એનિમા થેરેપી, યોગ અને કસરતની સાથે ડૉક્ટરોની સલાહ પર અન્ય સારવારો પણ શામેલ હતી. પછી તેમણે જણાવ્યું હતું કે, હવે તેઓ વધારે સારી રીતે શ્વાસ લઈ શકે છે, સોજા ઘટી ગયા છે અને રોજિંદા કાર્યોમાં વધારે સરળતા ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું, “મને જે સારવાર મળી, મારી જે રીતે સારસંભાળ રાખવામાં આવી છે એનાથી હું બહુ ખુશ છું.”
અસ્થમા, ડાયાબીટિસ અને કિડની સાથે સંબંધિત બીમારીઓનો સામનો કરતા રમેશભાઈ વસાવાને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હતી, જેથી તેમનું હરવાફરવાનું બહુ મર્યાદિત થઈ ગયું હતું. તેઓ આરામથી 100 મીટર પણ ચાલી શકતા નહોતા. તેમને લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા તથા પછી તેમને વધુ સાત દિવસ પંચકર્મ અને અન્ય આયુર્વેદિક સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. સારવાર પછી તેમને પોતાના લક્ષણો અને રોજિંદા કાર્યોમાં ઘણો સુધારો જણાયો છે અને દક્ષિણ આફ્રિકાથી દવાઓ અને ઓનલાઇન કન્સલ્ટેશન લેવાનું ચાલુ રાખ્યું છે. સારવાર પૂર્ણ થયા પછી તેમનાં લક્ષણો અને રોજિંદા કામમાં ઘણો સુધારો થયો છે તથા તેઓ દક્ષિણ આફ્રિકાથી દવા અને ઓનલાઇન સલાહ પણ મેળવે છે. તેમણે ટીમની પ્રશંસા કરીને કહ્યું હતું, “હું પારુલ આયુર્વેદ હોસ્પિટલના તમામ ડૉક્ટર અને સંપૂર્ણ ટીમની સતત સારસંભાળ, માર્ગદર્શન અને સહયોગ માટે તેમનો આભારી છું.”
આ અભિગમ વિશે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ (મેડિકલ અને પેરામેડિકલ હેલ્થ સાયન્સિસ) અને મેડિકલ ડિરેક્ટર ડૉ. કોમલ પટેલે કહ્યું હતું, “હૃદયને સ્વસ્થ રાખવા સતત સારસંભાળ, નિયમિત ફોલો-અપ અને દરેક દર્દીની જરૂરિયાત મુજબ સારવારની જરૂર હોય છે. પારુલ આયુર્વેદ હોસ્પિટલમાં અમે એક વ્યવસ્થિત સારસંભાળની યોજનામાં વિશ્વાસ કરીએ છીએ, જેમાં દરેક દર્દીની જરૂરિયાતોને આધારે ઉચિત આયુર્વેદિક સારવાર, પંચકર્મ, ખાણીપાણીની સલાહ, યોગ અને જીવનશૈલીમાં પરિવર્તન શામેલ હોય ચે. અમારા દર્દીઓના અનુભવો સારવારમાં સતત સારસંભાળ અને નજર રાખવાના મહત્વને બહાર લાવે છે.”
પારુલ આયુર્વેદ હોસ્પિટલના માધવબાગ યુનિટમાં પંચકર્મનો સમન્વય આયુર્વેદિક દવાઓ, થેરેપી હસ્તક્ષેપો, આહાર, યોગ અને ભલામણ કરેલી વ્યક્તિગત સારવારની વ્યવસ્થામાં સતત ફોલો-અપ સાથે કરવામાં આવે છે. આ બૃહદ વ્યૂહરચના દર્દીઓની કાર્ડિયાક કેરની સફરમાં તેમની મદદ કરે છે અને તેમને હોસ્પિટલમાં સારવારના સમયગાળા પછી પણ સતત સપોર્ટ અને તેમના આરોગ્ય પર નજર રાખે છે.
સીબીએસઈ વોલીબોલ નેશનલ ચેમ્પિયનશિપમાં સુરતની હિલ્સ હાઇસ્કૂલની ગર્લ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
સુરત. સીબીએસઈ વોલીબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2026-27માં સુરતની હિલ્સ હાઇસ્કૂલની ગર્લ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. લુધિયાણા, પંજાબ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં 23 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.
હિલ્સ હાઇસ્કૂલે પોતાના પૂલની પાંચેય મેચમાં જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ટીમે પ્રથમ મેચમાં પંજાબની નિશાન એકેડેમી, બીજી મેચમાં આસામના ગુવાહાટીની એસબીઓએ સ્કૂલ, ત્રીજી મેચમાં મધ્યપ્રદેશની સાંદીપની એકેડેમી, ચોથી મેચમાં અબુધાબીની ઇન્ડિયન સ્કૂલ અને પાંચમી મેચમાં નવી દિલ્હીની ડીએવી પબ્લિક સ્કૂલ, વસંત કુંજને પરાજય આપ્યો હતો.

ક્વાર્ટર ફાઇનલમાં હિલ્સ હાઇસ્કૂલનો મુકાબલો તેલંગાણાની હૈદરાબાદ સ્થિત સંઘમિત્રા સ્કૂલ સામે થયો હતો. આ મેચમાં પણ હિલ્સ હાઈસ્કૂલની ટીમે જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઇનલમાં જયપુરની ટીમ સામે પરાજય થતાં હિલ્સ હાઇસ્કૂલની સફર અટકી હતી. જોકે, સમગ્ર સ્પર્ધામાં શાનદાર પ્રદર્શનના પરિણામે ટીમે ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
ટીમના કોચ હેમાંશુ મુકેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રમાયેલી આ ટીમમાં કેપ્ટન અનન્યા રાય ઉપરાંત સનાયા મોરેના, સિયા વેકરિયા, હસ્તી દિહોર, તનિષ્કા ઠાકોર, ઝીલ જૈન, નવ્યા પટેલ, ઝીલ પટેલ અને શિપ્રા શાહનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુરતની ગર્લ્સ ટીમે બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
એસ્ટર સ્કૂલ, સુરતે શુભ ભૂમિપૂજન સાથે શિક્ષણ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ કર્યો
– 32 વર્ષના શૈક્ષણિક વારસાને આગળ વધારવાની દિશામાં નવા સંસ્થાની શરૂઆત
સુરત. એસ્ટર સ્કૂલ, સુરતના શુભ ભૂમિપૂજન સમારોહ સાથે એસ્ટર ઇન્સ્ટિટ્યૂશન્સ માટે શિક્ષણ ક્ષેત્રે એક નવા અને ગૌરવપૂર્ણ અધ્યાયનો પ્રારંભ થયો છે. છેલ્લા 32 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સેવાઓ આપી રહેલા એસ્ટર ઇન્સ્ટિટ્યૂશન્સ માટે આ પ્રસંગ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહ્યો હતો.
આ પાવન પ્રસંગે સંસ્થાના ચેરમેન ડૉ. વી. કે. શર્મા, શ્રીમતી આશા શર્મા અને શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વિધિવત પૂજા-અર્ચના કરી હતી. સંસ્થાની સતત સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઈશ્વરના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.
સમગ્ર સમારોહ ભક્તિ, સકારાત્મકતા, આનંદ અને આશાભર્યા વાતાવરણમાં યોજાયો હતો. એસ્ટર પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં સુરતમાં નવા શૈક્ષણિક સંસ્થાનની પાયાની શિલા મૂકવામાં આવી હતી.
શિક્ષણ ક્ષેત્રે 32 વર્ષના સમૃદ્ધ અનુભવ સાથે એસ્ટર ઇન્સ્ટિટ્યૂશન્સે જ્ઞાન, સંસ્કાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની મજબૂત પરંપરા ઊભી કરી છે. એસ્ટર સ્કૂલ, સુરતની શરૂઆત આ જ શૈક્ષણિક વારસાને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
નવા સંસ્થાનની પરિકલ્પના માત્ર એક શાળા તરીકે નહીં, પરંતુ યુવા પ્રતિભાઓને વિકસાવવાના, વિદ્યાર્થીઓમાં સંસ્કારોને મજબૂત બનાવવાના અને તેમને આત્મવિશ્વાસુ, સંવેદનશીલ તથા ભવિષ્યના પડકારો માટે સક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી છે.

એસ્ટર સ્કૂલ, સુરતમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા, સર્વાંગી વિકાસ, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને મૂલ્ય આધારિત શિક્ષણના સમન્વય પર ભાર મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓને વર્ગખંડની સાથે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ પોતાની પ્રતિભા અને ક્ષમતાઓ ઓળખી તેને વિકસાવવાની પૂરતી તકો મળે તે દિશામાં સંસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભૂમિપૂજન સમારોહ માત્ર નવા પરિસરની પાયારચનાનો પ્રસંગ નહોતો, પરંતુ એક વ્યાપક દૃષ્ટિકોણ અને સંકલ્પની શરૂઆત પણ હતી. વિદ્યાર્થીઓને ભવિષ્યની તકો અને પડકારોનો આત્મવિશ્વાસ સાથે સામનો કરવા સક્ષમ બનાવે તેવું શિક્ષણ પૂરું પાડવાનો સંકલ્પ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મળેલા આશીર્વાદ પ્રત્યે કૃતજ્ઞતા અને ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે આશાવાદ સાથે એસ્ટર ઇન્સ્ટિટ્યૂશન્સ સુરતમાં આ નવા અધ્યાયની શરૂઆત નવી ઊર્જા, સમર્પણ અને હેતુ સાથે કરવા પ્રતિબદ્ધ છે.
પારુલ યુનિવર્સિટીના લૉ ફેસ્ટ સંવિધાન પે ચર્ચા 4.0માં પ્રસિદ્ધ જજો અને કાયદાકીય નિષ્ણાતોએ બંધારણ પર ચર્ચાનું નેતૃત્વ કર્યું
પારુલ યુનિવર્સટીએ એની ફ્લેગશિપ લીગલ કોન્ક્લેવ સંવિધાન પે ચર્ચા 4.0ની ચોથી એડિશનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ન્યાયપાલિકાના પ્રસિદ્ધ સભ્યો, વરિષ્ઠ વકીલો, કાયદાકીય વ્યાવસાયિકો અને લૉના વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. તેમાં બંધારણીય મૂલ્યો, વર્તમાન કાયદાકીય સવાલો અને કાયદાના બદલાતા સ્વરૂપ પર ચર્ચાવિચારણા થઈ હતી. કાર્યક્રમમાં નિષ્ણાતોના ભાષણો, સંવાદસત્રો, PU ટૉક, વર્કશોપ અને સ્પર્ધાત્મક પ્લેટફોર્મ સામેલ હતા, જેથી વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર કાયદાકીય જગતના લોકો સાથે વાત કરવાની તક મળી હતી.
આ કાર્યક્રમમાં ભારતીય સુપ્રીમ કોર્ટના જજ માનનીય જસ્ટિસ શ્રી વિપુલ એમ. પંચોલી, ગુજરાત હાઈ કોર્ટના જજ માનનીય જસ્ટિસ શ્રી ડી. એન. રે, ગુજરાત હાઈ કોર્ટના જજ માનનીય જસ્ટિસ એન. એસ. સંજય ગૌડા, ભારતીય સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગૌરવ ભાટિયા, ભારતીય સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ સુશ્રી મહાલક્ષ્મી પાવની અને ભારતીય સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ સુશ્રી અનિતા શેનોય સાથે કાયદાકીય ક્ષેત્રના અન્ય પ્રતિષ્ઠિત સભ્યો સામેલ હતા. તેમની હાજરીએ વકીલાત કરવા ઇચ્છુક લોકોને ન્યાયતંત્રના વિચારો સીધા સાંભળવાની અને કાયદાકીય શિક્ષણ અને વકીલાતના વ્યવહારિક પાસાં વિશે જાણવાની તક આપી હતી.
કાયદાકીય વ્યવસાયમાં બંધારણીય સિદ્ધાંતોના મહત્વ પર વાત કરીને અને ભવિષ્યના વકીલો પર ધ્યાન કેન્દ્રિત કરીને માનનીય જસ્ટિસ શ્રી વિપુલ મનુભાઈ પંચોલીએ કહ્યું હતું, “લૉ સ્કૂલની જવાબદારી ફક્ત કાયદાકીય શિક્ષણ આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ વ્યાવસાયિક નૈતિકતા, બંધારણીય મૂલ્યો અને સામાજિક જવાબદારીઓને વધારવાની પણ છે. એટલે ભવિષ્યના વકીલો પાસે કાયદાકીય જાણકારીની સાથે સમાજ અને ટેકનિકલ સમજણ પણ હોવી જોઈએ, જેમાં કાયદો કામ કરે છે ભવિષ્યના વકીલ તરીકે યાદ રાખો કે, વકીલાતનો અર્થ ફક્ત કેસ જીતવાનો નથી, પરંતુ કોર્ટને સાચા અને કાયદાકીય રીતે ઉચિત પરિણામ સુધી પહોંચાડવામાં મદદ કરવાનો છે.”
આ પ્રસંગે ઉપસ્થિત દર્શકોને સંબોધન કરીને માનનીય જસ્ટિસ શ્રી ડી. એન. રેએ બંધારણીય અને કાયદાકીય મુદ્દા પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો તથા હાલની ઝડપથી બદલાતી દુનિયા સાથે વર્તમાન યુવા પેઢી કેવી રીતે પડકારોનો સામનો કરે છે એ વિશે વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું, “તાત્કાલિક પ્રશંસા કે સંતોષ અને સફળતા મેળવવાની આ દોટમાં કૃપા કરીને નિષ્ફળતા મેળવવા પણ તૈયાર રહો. આ જરૂરી બોધપાઠ છે, જે તમને કોઈ નહીં જણાવે. નિષ્ફળતા મળે એમાં કશું ખોટું નથી. તેમાં કોઈ સમસ્યા પણ નથી એટલે સૌથી જરૂરી વાત એ છે કે, નિષ્ફળ થવું અને તેમાંથી પ્રાપ્ત અનુભવો સાથે આગેકૂચ કરવી તથા એ સમજવું કે હકીકતમાં તમારી સ્પર્ધા અન્ય કોઈ સામે નથી તમારા એકમાત્ર હરીફ તમે પોતે છે.”
આ કાર્યક્રમમાં સંવાદનું એક સત્ર પણ સામેલ હતું, જે પછી ભારતીય સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગૌરવ ભાટિયાએ “ધ લિવિંગ કોન્સ્ટિટ્યૂશન : ડેમોક્રેસી, રુલ ઓફ લૉ એન્ડ ચેલેન્જિંગ લેન્ડસ્કેપ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ (જીવંત બંધારણ : લોકશાહી, કાયદાનું શાસન અને મૂળભૂત અધિકારોની પડકારજનક પૃષ્ઠભૂમિ)” વિષય પર PU ટૉક કરી હતી. આ સત્રમાં વર્તમાન ભારતના બંધારણીય સિદ્ધાંતોનું મહત્વ અને મૌલિક અધિકારો વિશે બદલાતી સમજણ પર ચર્ચા થઈ હતી. સંવાદને વર્તમાન બંધારણીય સ્થિતિ સાથે જોડીને અને બદલાતા સામાજિક વાતાવરણમાં બંધારણીય સિદ્ધાંતોને સમજવાની જરૂરિયાત પર ભાર દઈને તેમણે કહ્યું હતું, “બંધારણ એક એવો દસ્તાવેજ છે, જે સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને ન્યાયની વાત કરે છે જો તમારી સાથે સન્માન સાથે વ્યવહાર ન થાય, તો જીવનનો અર્થ શું છે? એ જીવનથી પણ વધારે મહત્વપૂર્ણ છે. જીવનનો અર્થ ફ્કત શ્વાસ લેવાનો નથી. જીવનનો અર્થ છે – પોતાની જીવનમાં આત્મા ઉમેરવો અને સન્માન જ એ હાર્દ છે.”
ભારતીય બંધારણ : ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાત કરીને ગુજરાત હાઈ કોર્ટના આદરણીય જસ્ટિસ શ્રી એન. એસ. સંજય ગૌડાએ કહ્યું હતું, “બંધારણ એક એવો દસ્તાવેજ છે, જે હકીકતમાં આપણને ઓળખ આપે છે. બંધારણની મુખ્ય જરૂર આપણે શું કરી શકીએ એ જણાવવાની નથી,પરંતુ આપણે શું કરી શકતા નથી અને આપણે શું કરવું જોઈએ એ જણાવવાની છે.”
આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ. દેવાંશુ પટેલે કહ્યું હતું, “સંવિધાન પે ચર્ચાનો ઉદ્દેશ કાયદાકીય વ્યાવસાયિકોની આગામી પેઢી સાથે બંધારણીય વિચારો પર અર્થસભર સંવાદ કરવાનો છે. પ્રસિદ્ધ જજ, વકીલો અને નિષ્ણાતોને મળીને વિદ્યાર્થીઓને વિવિધ દ્રષ્ટિકોણ જાણવા મળે છે, જે તેમના શૈક્ષણિક જીવનમાં પૂરક બને છે તેમજ તેમને કાયદાકીય વ્યવસાયના સિદ્ધાંતો, જવાબદારીઓ અને વાસ્તવિકતામાં વધારે રસ લેવા માટે પ્રેરણા મળે છે.”
આ કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના લૉ વિદ્યાર્થીઓની અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શાનદાર પર્ફોર્મન્સની પણ પ્રશંસા કરવામાં આવી હતી. તેમાં હૈદરાબાદની ICFAI લૉ સ્કૂલ દ્વારા આયોજિત 11મી શ્રી એન. જે. યશસ્વી મેમોરિયલ મૂટ કોર્ટ કોમ્પિટિશન 2026ના વિજેતાઓ સચિદાનંદ પાટિલ, જય ગવલાની અને ઇશાંત સુથારને અભિનંદન આપવામાં આવ્યા હતા. સાથે સાથે, નવી દિલ્હીની ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લૉ દ્વારા આયોજિત નેશનલ મૂટ કોર્ટ કોમ્પિટિશન 2026માં બેસ્ટ સ્પીકર પ્રિયોદર્શિની રૉયને પણ અભિનંદન આપવામાં આવ્યા હતા. કુંજ પ્રજાપતિને જે જી યુનિવર્સિટી, ગુજરાતની સૌથી મોટી ડિબેટ કોન્ફરન્સમાં સ્પેશ્યલ મેન્શન (વિશેષ ઉલ્લેખ) મળ્યું હતું અને AIPPMમાં સ્વયંમ શુક્લાએ બ્રોન્ઝ વર્બલ મેન્શન જીત્યો હતો.
મૂટ કોર્ટ કોમ્પિટિશન સંવિધાન પે ચર્ચા 4.0ની સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનો એક ભાગ હતો, જેમાં ક્વાર્ટર-ફાઇનલ અને સેમિ-ફાઇનલ રાઉન્ડ અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં આયોજન થયું હતું, જેથી વિદ્યાર્થીઓને અનુભવી કાયદાકીય વ્યાવસાયિકો સામે પોતાના કાયદાકીય સંશોધન, ચર્ચા અને વકીલાતની કુશળતા અજમાવવા વ્યવહારિક મંચ મળ્યો હતો.
આ અકાદમિક પ્રોગ્રામમાં શ્રી નિહિત નાગપાલે “ઇનોવેશન Vs. રેગ્યુલેશન : ફાઇન્ડિંગ ધ કોન્સ્ટિટ્યૂશનલ બેલેન્સ ઇન ધ ડિજિટલ ઇકોનોમી (ઇનોવેશન વર્સિસ નિયમન : ડિજિટલ અર્થતંત્રમાં બંધારણ સંતુલન મેળવવું” પર અને શ્રી ઝફર ખુર્શિદે “સંવિધાન અથવા અધિકાર : સમકાલીન ભારતમાં સમાનતા, સ્વતંત્રતા અને ગરિમા” પર વર્કશોપનું આયોજન પણ કર્યું હતું. અંગ્રેજી અને ગુજરાતીમાં યોજાયેલી સ્પર્ધાઓએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક વાતાવરણમાં પોતાની કાયદાકીય તર્કશક્તિ અને વકીલાતની કુશળતાની કસોટી કરવાની તક આપી હતી.
આ ત્રણ દિવસની કોન્ક્લેવનું સમાપન ન્યાયપાલિકાના વરિષ્ઠ સભ્યોના ભાષણો, વિદ્યાર્થીઓને સવાલ-જવાબના સંવાદસત્ર અને સહભાગીઓના સન્માન અને પુરસ્કાર વિતરણ સાથે થયું હતું. પટણા હાઈ કોર્ટના જજ માનનીય જસ્ટિસ શ્રી સુરેન્દ્ર પાંડેયે બંધારણીય મૂલ્યો, માનવીય ગરિમા અને ન્યાયતંત્રની જવાબદારી પર વાત કરી હતી તથા વિદ્યાર્થીઓને કેસ વિશે વિચારવા અને ન્યાય અપાવવાની વ્યવસ્થામાં પ્રદાન કરવા કહ્યું હતું. તેમણે તેમને એક વાત યાદ કરીને ઉમેર્યું હતું, “અન્ય વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ હોવાથી એ તમારી દુશ્મન બની જતી નથી. બંધારણ પર જજોનો માલિકી નથી. તેમને તો તેની પરિભાષા કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ જવાબદારી આપણા સહુની છે.”
કેરળ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ, જસ્ટિસ શ્રી સોમન સેને મૂળભૂત અધિકારો, કલમ 21, બંધારણીય નૈતિકતા, કટોકટી, મૂળભૂત માળખું અને નવી ટેકનોલોજીઓના પડકારો પર વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું, “આપણે આજે આ ઓડિટોરિયમ છોડીને જઈ શકીએ, પરંતુ બંધારણ એની અંદર જ ન રહી શકે.” તેમણે કાયદાકીય વકીલાતમાં વિચાર અને તર્કના મહત્વ પર ભાર મૂકીને કહ્યું હતું : “કોઈ તર્ક કે દલીલને જોરથી રજૂ કરવાથી તેને તાકાત મળતી નથી, પરંતુ એની પાછળના વિચારની ગુણવત્તામાંથી મળે છે.”
યુવાન વકીલોની કારકિર્દીના માર્ગો વિશે વાત કરીને ભારતીય સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ શ્રી એન. કોટેશ્વર સિંહે વિદ્યાર્થીઓને AI, સાયબર અપરાધ, ફોરેન્સિક સાયન્સ અને પેટન્ટ જેવા વિકસતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. સાથે સાથે, તેમણે રૂપિયાને પ્રાથમિકતા ન બનાવવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, “જ્યારે તમે શરૂઆત કરો, ત્યારે રૂપિયાનો વિચાર ન કરતા. સૌથી વધુ મહત્વપૂર્ણ વાત છે – વ્યક્તિની ગરિમા. એ જ હાર્દ છે.” તેમણે વિદ્યાર્થીઓને એક સરળ અને સાદી સલાહ આપી હતી : “સ્માર્ટ વકીલ બનો.”
અંતિમ સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ ન્યાયતંત્રમાં પ્રાદેશિક વિવિધતા, સોશિયલ મીડિયા અલ્ગોરિધમ, ગુનાહિત કેસોમાં વિલંબ, ધાર્મિક અને નાગરિક વિવાદો, લાંબા સમયસુધી જેલમાં રહેવું, NDPS કેસો અને ત્વરિત સુનાવણીના અધિકાર જેવા વિષયો પર સવાલો પૂછ્યા હતા. આ કાર્યક્રમનું સમાપન ત્રીજી સ્ટેટ મૂટ કોર્ટ કોમ્પિટિશન (ગુજરાતી) અને 4થી ઇન્ટર-યુનિવર્સિટી મૂટ કોર્ટ કોમ્પિટિશન 2026ના પુરસ્કાર વિતરણ સાથે થયું હતું. પ્રથમ સ્પર્ધામાં રૂ. 15,000થી રૂ 60,000 અને બીજી સ્પર્ધામાં રૂ. 40,000થી રૂ. 1.75 લાખ સુધીની પુરસ્કાર રકમ આપવામાં આવી હતી.
સંવિધાન પે ચર્ચા 4.0માં કાયદાકીય સમજણ, વ્યાવસાયિક દ્રષ્ટિકોણો અને વિદ્યાર્થીઓની વકીલાતની ક્ષમતા એકમંચ પર આવી હતી. આ કાર્યક્રમો લૉના વિદ્યાર્થીઓ સાથે સંવાદ, સ્પર્ધા અને પ્રસિદ્ધ કાયદાકીય નિષ્ણાતો સાથે સીધા સંવાદ મારફતે બંધારણ, વર્તમાન કાયદાકીય મુદ્દા અને ન્યાયતંત્રની વાસ્તવિકતાઓને સમજવા એક મંચ પ્રદાન કર્યો હતો.
3.0: કેપી ગ્રુપે વિકાસની નવી દિશા આપતા વિઝન-2032ની વ્યૂહરચના રજૂ કરી
FY32 માટેની નવી પ્રતિબદ્ધતાઓમાં 10 GW પોતાની માલિકીની વીજ ઉત્પાદન ક્ષમતા, 10 GW થર્ડ-પાર્ટી EPC અને 10 GWh ઇન્ટિગ્રેટેડ બેટરી એસેમ્બલી તથા સેલ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ; નવી પેઢી વધુ વ્યાપક નેતૃત્વની જવાબદારીઓ સંભાળશે
મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], ૩ ઓક્ટોબર: કેપી ગ્રુપે 30 સપ્ટેમ્બરના ઈન્વેસ્ટર ડે નિમિત્તે અહીં KP 3.0 રજૂ કર્યું અને FY32 માટે સુધારેલી પ્રતિબદ્ધતાઓની જાહેરાત કરી. ગ્રુપ KPI Green Energy મારફતે 10 GW IPP (Independent Power Producer), સંબંધિત પક્ષોના પ્રોજેક્ટ્સને બાદ કરતાં 10 GW થર્ડ-પાર્ટી EPC એક્ઝિક્યુશન અને સેલ પ્રોડક્શન તથા Battery Energy Storage System (BESS) એસેમ્બલીને આવરી લેતી 10 GWh ઇન્ટિગ્રેટેડ બેટરી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું લક્ષ્ય ધરાવે છે.
કેપી ગ્રુપનો ઓપરેશનલ અને નિર્માણાધીન પ્રોજેક્ટ્સ સહિતનો રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે અને આગામી કેટલાક ક્વાર્ટરમાં 10 GWના લક્ષ્ય સુધી પહોંચવાની અપેક્ષા છે. કેપી ગ્રુપનો કુલ પોર્ટફોલિયો 9.21 GW છે. આ પ્રગતિએ કેપી ગ્રુપને વધુ ઊંચી મહત્વાકાંક્ષાઓ નક્કી કરવા અને તેના આગામી તબક્કા માટે વધુ કેન્દ્રિત રોડમેપ તૈયાર કરવા પ્રેરિત કર્યું છે. નવા લક્ષ્યો ત્રણ અલગ-અલગ બિઝનેસને આવરી લે છે: ગ્રુપની માલિકીની પાવર એસેટ્સ, બાહ્ય ગ્રાહકો માટે ગ્રુપ દ્વારા અમલમાં મૂકવામાં આવનારા રિન્યુએબલ પ્રોજેક્ટ્સ અને ગ્રુપ દ્વારા ઉત્પાદન કરવાની યોજના ધરાવતા સ્ટોરેજ સિસ્ટમ્સ તથા સેલ્સ.

KP 3.0 અંતર્ગત રિન્યુએબલ એનર્જી, ઊભરતી રિન્યુએબલ તકો, ઇન્ટરનેશનલ બિઝનેસ, ગ્રીન હાઇડ્રોજન, ઇન્વેસ્ટર રિલેશન્સ અને ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નેતૃત્વની ભૂમિકાઓ માટે અત્યંત અનુભવી પ્રોફેશનલ્સની ટીમને સામેલ કરવામાં આવી છે. કેપી ગ્રુપ પોતાના બિઝનેસનો વ્યાપ વધારશે ત્યારે આ ટીમ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એક્ઝિક્યુશનને પણ વધુ મજબૂત બનાવશે. નોંધનીય છે કે, કેપી ગ્રુપની ત્રણ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. જેમાં કેપીઆઈ ગ્રીન એનર્જી(સોલાર-હાઈબ્રિડ વર્ટિકલ), કેપી એનર્જી લિ. (વિન્ડ અને હાઈબ્રિડ વર્ટિકલ) અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. (મેન્યુફેક્ચરિંગ વર્ટિકલ) સામેલ છે.
વિકાસના નવા એન્જિન્સ
- BESS અને એનર્જી સ્ટોરેજ: સનડ્રોપ એનર્જીયા કંપનીને ગ્રુપના સમર્પિત BESS (બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ) પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં BESS IPP, ગ્રુપ કેપ્ટિવ, C&I પ્રોજેક્ટ્સ, એસેમ્બલી અને સેલ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે.
- ફ્લોટિંગ સોલાર: કેપી ગ્રુપ ફ્લોટિંગ સોલાર પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે, જેમાં ગુજરાતના કડાણા ડેમ ખાતેના 110 MW AC / 142 MW DC પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જેનો હાલમાં જ વડાપ્રધાન મોદીએ વર્ચુઅલ શિલાન્યાસ કર્યો હતો.
- એનર્જી ટ્રેડિંગ: ગ્રુપે CERC અને GERC લાઇસન્સ મેળવ્યા છે અને એક્સચેન્જ તથા દ્વિપક્ષીય પાવર માર્કેટ્સમાં પોતાની ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે.
- ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા: ગ્રુપ હાઇડ્રોજન પ્રોડક્શન, મોબિલિટી, લોજિસ્ટિક્સ અને ઉપયોગના ક્ષેત્રોમાં ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે. માતર ખાતેની તેની સુવિધામાં 1 MWનો કાર્યરત ઇલેક્ટ્રોલિસિસ આધારિત ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે, જે હાલમાં પ્રતિદિન 432 કિલોગ્રામ ઉત્પાદન કરે છે.
ગ્રુપે હાલમાં જ બે કંપનીનું અધિગ્રહણ કર્યું:
- કેપી ગ્રુપએ હાલમાં જ બે કંપનીનું અધિગ્રહણ કરી છે. સઉદી અરબેયાના મોટા ગ્રુપ અલફનાર એનર્જી પ્રા.લિ. અને નેત્રા વિન્ડ પ્રા.લિ. સાથે બાઈન્ડિંગ ઓફરમાં પ્રવેશ કર્યો છે. બંને કંપનીઓ સાઉદી અરેબિયાના અલફનાર ગ્રુપની ભારતીય પેટા કંપનીઓ છે. આ ઓફર હેઠળ ગુજરાતના કચ્છમાં કાર્યરત 507.9 MWના વિન્ડ એનર્જી એસેટ્સનું આશરે ₹2,410 કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર અધિગ્રહણ કરવામાં આવશે. આ અધિગ્રહણ બાદ કેપીઆઈ ગ્રીન એનર્જીની ઈન્સ્ટોલ્ડ ઈન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર તરીકેની ક્ષમતા આશરે 1.67 GW સુધી પહોંચી જશે. આથી કંપનીના વિન્ડ એનર્જી પોર્ટફોલિયોને વધુ મજબૂતી મળશે અને ગ્રુપના KP 3.0 ગ્રોથ રોડમૅપને આગળ વધારવામાં પણ મહત્વપૂર્ણ સહયોગ મળશે. જ્યારે બીજી જાહેરાત મુજબ કેપીઆઈ ગ્રીન એનર્જી લિ.ની પેટા કંપની સન ડ્રોપ એનર્જીયા લિ.એ સોલાર ઈપીસી કંપની ડેક એન્ડ મારવિક્સ ગ્રીન એનર્જી લિ.માં 100% ઇક્વિટી હિસ્સો (55.8 કરોડ) હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.
પોર્ટફોલિયો 9.2 GW સુધી પહોંચ્યો
Q1 FY27 મુજબ, કેપી ગ્રુપનો રિપોર્ટેડ રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ ક્ષેત્રોમાં 9.2 GWથી વધુ હતો. તેના ઓપરેટિંગ પ્લેટફોર્મમાં અંદાજે ~12,104 એકરનો લેન્ડ ફૂટપ્રિન્ટ, 5.10 GW પાવર ઇવેક્યુએશન ક્ષમતા, 400,500 MTPA મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, 6.4 GW EPC પોર્ટફોલિયો અને 2.8 GW IPP પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે. જે ઉપરોક્ત બે નવા અધિગ્રહણ એનાઉન્સમેન્ટ સાથે 10.2 ગીગાવોટ કહીં શકાય.

બિઝનેસ વિસ્તરણ અને ગવર્નન્સ
રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં કેપી ગ્રુપની ઝડપથી વિસ્તરતી હાજરી હવે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ સુધી વિસ્તરી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય તકો આફ્રિકામાં બોત્સવાના, ઝામ્બિયા અને તાન્ઝાનિયા તેમજ GCCમાં સાઉદી અરેબિયા સુધી વિસ્તરે છે. બોત્સવાનામાં ગ્રુપ 5 GWના પ્રસ્તાવિત રિન્યુએબલ પાવર અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આગળ વધી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કો 500 MWનો રાખવાની યોજના છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ ગ્રુપ સમગ્ર ભારતમાંથી વિવિધ ઓર્ડર્સ મેળવવાનું ચાલુ રાખે છે.
ગ્રુપના સુધારેલા લક્ષ્યો વધુ સ્પષ્ટ બિઝનેસ માળખા તેમજ શિસ્તબદ્ધ એક્ઝિક્યુશન અને ગવર્નન્સ પરના ભારથી સમર્થિત છે, જ્યારે નવી પેઢી વધુ વ્યાપક જવાબદારીઓ સંભાળી રહી છે.
કેપી ગ્રુપના ફાઉન્ડર, ચેરમેન-એમડી ડો. ફારુક જી. પટેલે આ તબક્કે કહ્યું હતું કે, “અમારી ઓર્ડરબુક લગભગ 10 GW સુધી વધતી જોવી એ અમારા લોકોની પ્રતિબદ્ધતા અને અમારા ગ્રાહકો, ભાગીદારો તથા રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. અમે હંમેશાં અમારી પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી છે અને આગળ પણ અમે જે પ્રતિબદ્ધતા આપીએ છીએ તે પૂર્ણ કરતા રહીશું. તેથી KP 3.0 અંતર્ગત અમે અમારી પ્રતિબદ્ધતાઓને અપડેટ કરી રહ્યા છીએ: પોતાની માલિકીની રિન્યુએબલ પાવર જનરેશન ક્ષમતાનો વિસ્તાર કરવો, ગ્રાહકો માટે વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા અને ભારતમાં બેટરી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વિકસાવવી. ઝડપી એક્ઝિક્યુશન માટે જાણીતા અમે આ નવા લક્ષ્યોને પણ નિર્ધારિત સમય પહેલાં હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
અમારી અનુભવી પ્રોફેશનલ ટીમ સાથે નવી પેઢીને વધુ જવાબદારીઓ સંભાળતી જોઈને મને ગર્વ થાય છે. અમારી મહત્વાકાંક્ષાઓ વધતી જાય છે તેમ અમે એ જ સિદ્ધાંતથી માર્ગદર્શિત થતા રહીશું, જેના પર આ ગ્રુપનું નિર્માણ થયું છે: અમે જે પ્રતિબદ્ધતા આપીએ છીએ, તે પૂર્ણ કરીએ છીએ.”
Xanax Bez Recepty: Co Musisz Wiedzieć
- Zasada działania: Xanax (Alprazolam)
- Sposób płatności: VISA, Mastercard, Amex, JCB, Bitcoin, Ethereum
- Ceny od I Euro; 180,00
Xanax, znany również jako alprazolam, jest lekiem stosowanym w leczeniu zaburzeń lękowych oraz ciężkich stanów lękowych, takich jak napady paniki. W ostatnich latach w Polsce obserwuje się rosnącą popularność tego leku, jednak wiele osób zastanawia się, czy można go zdobyć bez recepty. W artykule tym przyjrzymy się przepisom dotyczącym xanaxu oraz jego wpływowi na zdrowie.
Przepisy Prawne dotyczące Xanaxu w Polsce
W Polsce xanax jest lekiem wydawanym na receptę, co oznacza, że jego stosowanie musi być kontrolowane przez lekarza. Przepisy prawne uniemożliwiają zakup tego leku bez odpowiedniego zalecenia medycznego. Warto zaznaczyć, że nieprzestrzeganie tych przepisów może prowadzić do poważnych konsekwencji prawnych oraz zdrowotnych.
Potencjalne Skutki Uboczne Xanaxu
Chociaż xanax może być skuteczny w łagodzeniu objawów lękowych, wiąże się również z ryzykiem wystąpienia skutków ubocznych. Do najczęstszych z nich należą senność, zawroty głowy, problemy z pamięcią oraz zmiana nastroju. Długotrwałe stosowanie leku może prowadzić do uzależnienia oraz poważnych problemów zdrowotnych. Dlatego tak ważne jest, aby używać go tylko na zalecenie specjalisty.
Znaczenie Konsultacji z Lekarzem
Decydując się na stosowanie xanaxu, kluczowe jest, aby skonsultować się z lekarzem, który oceni, czy lek jest odpowiedni w danym przypadku. Profesjonaliści zdrowia mogą również pomóc w doborze alternatywnych metod leczenia, które mogą okazać się mniej ryzykowne. Jeśli chcesz dowiedzieć się więcej o dostępności xanaxu bez recepty, odwiedź stronę xanax bez recepty.
Kiedy Retrospektywnie Zastosować Xanax?
Xanax może być pomocny w sytuacjach, gdy pacjent zmaga się z łagodnym do umiarkowanego lękiem, szczególnie w przypadkach nagłych napadów paniki. Lek ten działa na układ nerwowy, łagodząc objawy lęku. Ważne jest, aby interpretować korzyści i ryzykować, aby uniknąć potencjalnych katastrof, jakie mogą wyniknąć z niewłaściwego stosowania.
Podsumowując, xanax jest lekiem, który powinien być stosowany wyłącznie pod nadzorem lekarza. Mimo że może być skuteczny w leczeniu zaburzeń lękowych, wiąże się z wieloma zagrożeniami, które należy wziąć pod uwagę. Właściwa edukacja na temat tego leku i prawnych ograniczeń związanych z jego uzyskaniem jest kluczowa dla zdrowia pacjentów.
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે, પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ
નવી દિલ્હી, ઓગસ્ટ 2026: પારુલ યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચારના વિદ્યાર્થીઓએ છ દિવસના દિલ્હી મીડિયા લીડરશિપ ટૂરમાં ઇન્ડિયા ગેટ પરની લાઇવ રિપોર્ટિંગથી લઈને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન ટાઇમ્સ, ન્યૂઝ18, ટીવી9, રિપબ્લિક અને એનડીટીવી સુધીના ન્યૂઝરૂમમાં સમાચાર બનવાની આખી પ્રક્રિયા નજીકથી શીખી.
ઇન્ડિયા ગેટ પર લાઇવ રિપોર્ટિંગથી શરૂઆત
ટૂરની શરૂઆત જ મેદાન પરના અનુભવથી થઈ. પહેલા દિવસે ઇન્ડિયા ગેટ પર દરેક જૂથને તૈયારી માટે માત્ર દસ મિનિટ મળી અને પછી કૅમેરા સામે 60 સેકન્ડનો લાઇવ પીસ ટુ કૅમેરા આપવાનો હતો. મોટા ભાગનાં જૂથો માટે કૅમેરા શરૂ થયા પછી બીજી તક નહોતી, અને આ વર્ગખંડથી તદ્દન અલગ, દબાણ હેઠળનો રિપોર્ટિંગ અનુભવ હતો.
સમાચાર કેવી રીતે ચકાસાય છે
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં એડિટર શુજા ઉલ હકે વિદ્યાર્થીઓને એજન્સીના ત્રણ-સ્રોત નિયમ વિશે સમજાવ્યું, જ્યાં જનહિતને સ્પર્શતી કોઈ પણ ખબર ત્રણ સ્વતંત્ર સ્રોતથી પુષ્ટિ થયા વિના પ્રકાશિત થતી નથી. તેમણે ભાર મૂક્યો કે ઝડપ કરતાં સચોટતા વધુ મહત્વની છે, અને પીટીઆઈ દરરોજ 1,000થી વધુ ટેક્સ્ટ સ્ટોરી તૈયાર કરે છે.

એક ટીવી ન્યૂઝરૂમ કેવી રીતે કામ કરે છે
ન્યૂઝ18, ટીવી9 અને રિપબ્લિકમાં વિદ્યાર્થીઓએ એક ખબરને અસાઇનમેન્ટ ડેસ્કથી લઈને પ્રોડક્શન અને માસ્ટર કંટ્રોલ રૂમ થઈને પ્રસારણ સુધી પહોંચતાં જોઈ. તેમણે સમજ્યું કે એક શાંત દેખાતા ચહેરા પાછળ ગ્રાફિક્સ, સાઉન્ડ અને દિગ્દર્શનની આખી ટીમ સાથે કામ કરે છે. રિપબ્લિકના નોઇડા કૅમ્પસમાં, જેને નેટવર્ક એશિયાનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ ન્યૂઝરૂમ ગણાવે છે, ક્રોમા સ્ટૂડિયોમાં એન્કરને 3D વાતાવરણમાં મૂકતી ટેક્નોલોજી જોવા મળી.
કાગળથી પ્રિન્ટિંગ પ્રેસ સુધીની સફર
હિન્દુસ્તાન ટાઇમ્સમાં વિદ્યાર્થીઓએ એક તૈયાર પાનું પ્રી-પ્રેસ, પ્રેસ અને મેઇલરૂમ થઈને કેવી રીતે છપાય એ પ્રક્રિયા નિહાળી. તેમણે શીખ્યું કે રંગીન PDFને સાયન, મૅજેન્ટા, પીળા અને કાળા પ્લેટમાં વિભાજિત કરીને પ્રેસ કલાકે 90,000 નકલ સુધી છાપે છે.
રજત શર્મા અને વરિષ્ઠ પત્રકારોની સલાહ

ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્માએ વિદ્યાર્થીઓ સાથે બે કલાક વિતાવ્યા અને કહ્યું કે પત્રકારત્વ “ફ્રી, ફેર અને ફિયરલેસ” હોવું જોઈએ, ઝડપી પ્રસિદ્ધિ પર નહીં. એનડીટીવીના પદ્મજા જોશીએ સલાહ આપી કે કારકિર્દી રિપોર્ટિંગથી શરૂ કરવી, અને ઇન્ડિયા ટુડે નેટવર્કના રાજદીપ સરદેસાઈએ સમાચારને દિલ્હી-કેન્દ્રિત નજરે નહીં જોવા કહ્યું. રજત શર્માનું આખું સત્ર યુવા પત્રકારોને તેમની સલાહ પરના લેખમાં નોંધાયેલું છે.
પારુલ યુનિવર્સિટીનો પત્રકારત્વ કાર્યક્રમ
છ દિવસના આ અનુભવમાં વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ, મીડિયા એથિક્સ, બ્રોડકાસ્ટ અને ડિજિટલ પત્રકારત્વની વ્યાવહારિક સમજ મેળવી. સમગ્ર વિગત પારુલ યુનિવર્સિટીના દિલ્હી મીડિયા લીડરશિપ ટૂરના લેખમાં છે. યુનિવર્સિટીનો પત્રકારત્વ અને જનસંચારમાં અનુસ્નાતક (MA JMC) કાર્યક્રમ વિદ્યાર્થીઓને આ જ પ્રકારના વ્યાવહારિક અનુભવ, સ્ટૂડિયો અને ઉદ્યોગ સાથેના જોડાણ સાથે તૈયાર કરે છે.
સુરતમાં સાઈરામ યુવક મંડળ દ્વારા ૨૯મા વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન: ‘સૂર્ય કોણાર્ક મંદિર’ની થીમ અને વડાપ્રધાનના જન્મદિને ૭૬ કિલોની કેક કપાશે
– ભટાર – અલથાણના કોમ્યુનિટી હોલમાં ગણેશ સ્થાપના સાથે દસ દિવસ સમાજસેવાના કાર્યોનું પણ થશે આયોજન
સુરત: સુરતના અલથાણ ભટાર રોડ પર શાકભાજી માર્કેટ પાસે કમ્યુનિટી હોલ ખાતે સાઈરામ યુવક મંડળ દ્વારા આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ઉત્સવનું ૨૯મા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘મન્નત કા રાજા’ તરીકે વિખ્યાત આ ગણેશ મંડળ ખાતે દર વર્ષે શ્રદ્ધાળુઓ પોતાની બાધા-આખડી પૂરી થતાં વિઘ્નહર્તા દેવને મંગળમૂર્તિ અર્પણ કરે છે.

– ૨૯મા વર્ષે ‘સૂર્ય કોણાર્ક મંદિર’ની વિશેષ થીમ
સાઈરામ યુવક મંડળના આયોજક કમલ મેવાવાલાના જણાવ્યા અનુસાર, આ વખતે ગણેશ પંડાલમાં ઓડિશાના પ્રસિદ્ધ ‘સૂર્ય કોણાર્ક મંદિર’ ની આકર્ષક થીમ આધારિત મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.
મનોકામના પૂર્ણ કરતા આ ગણરાજ છે જ્યાં છેલ્લા બે દિવસમાં લોકો કાનમાં તેઓની ઈચ્છા કહે. કહે છે. જે પૂરી થતાં શ્રદ્ધાળુઓ અહીં મંગળમૂર્તિ તેમજ સોના-ચાંદીના ઘરેણાં અને નંગના હાર અર્પણ કરતા હોય છે. દર વર્ષે અહીં ભક્તો દ્વારા ૮૦ થી ૧૦૦ જેટલી મંગળમૂર્તિઓ અર્પણ કરતા હોય છે, જ્યારે ગયા વર્ષે જ ૯૬ મંગળમૂર્તિઓ અર્પણ થઈ હતી.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ૭૬ કિલોની કેક અને ખાસ આયોજન
ગણેશોત્સવ દરમિયાન ૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સાઈરામ યુવક મંડળ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાનના ૭૬મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ૭૬ કિલોની કેક કાપવામાં આવશે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ, કિન્નર સમાજ તેમજ સર્વધર્મ (હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ) ના લોકો દ્વારા ખાસ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવશે.

– નરેન્દ્ર મોદીથી લઈને વર્તમાન મુખ્યમંત્રી સુધીના મહાનુભાવો કરી ચૂક્યા છે દર્શન
સાઈરામ યુવક મંડળના આ ગણેશોત્સવનો ઈતિહાસ પણ ખાસ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૨માં, ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી તેમજ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ આ પંડાલમાં ગણપતિ બાપ્પાના દર્શનાર્થે આવી ચૂક્યા છે. સમગ્ર આયોજન દરમિયાન મંડળ દ્વારા ભક્તિ સાથે સમાજસેવાનો પણ સંદેશ આપવામાં આવે છે. દસ દિવસીય આ ગણેશોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, નોટબુક વિતરણ તેમજ સામાજિક સમરસતાને જોડતી વિવિધ મહાઆરતીઓનું આયોજન કરવામાં આવે છે.
