Surat News: યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્દોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ 2.0 . સ્ટેટ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા તેમજ તેનું સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાત અને તેના પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરત ના ખેલાડીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને 14 ગોલ્ડ મેડલ 15 સિલ્વર મેડલ તેમજ 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સફળતા બદલ. સુરત ના કરાટે પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ સુરતી જનરલ સેક્રેટરી જયેશભાઈ ડાલીયા તેમજ ખજાનચી અમલેશભાઈ બાવરીયા. ખિલાડીઓની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને તેમના ઉજ્વળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
Recent Posts
- ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત કર્યા
- ગેસ અને કબજિયાતની સાઇડ ઇફેક્ટ વગર સારવાર એટલે કોલોન હાઇડ્રોથેરાપી હવે વેસુમાં પણ ઉપલબ્ધ
- શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે અત્યાધુનિક ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી વિભાગ શરૂ
- દિવાળીનો વિજય અને પરંપરાનો ઉત્સવ: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રકાશના દીવડા
- 7 નવેમ્બરના રોજ રિલીઝ થઇ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”ની સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન