Posts by: Abhay Times
સિડબી અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ભાગીદારીમાં સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાને આગળ ધપાવવા હેતુ સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇનના 16 વેબિનાર પૂર્ણ થયાં
સુરતઃ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ના સંવર્ધન, ધિરાણ અને વિકાસ માટે કાર્યરત પ્રમુખ નાણાકીય સંસ્થા ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (સિડબી)એ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ડીઆઇસીસીઆઇ) સાથે ભાગીદારીમાં આજે સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇનના 16 વેબિનાર એપિસોડને સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં છે.
આ અભિયાન મહિલાઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વંચિત અને વંચિત વર્ગોના સશક્તિકરણ માટે ભારત સરકારના એક પ્રમુખ કાર્યક્રમ સ્ટેન્ડ-અપ ઇન્ડિયા (એસયુઆઇ) યોજનાને પ્રોત્સાહન આપવા માટે જાગૃકતામાં વધારો અને વ્યવસાયના અવસર પ્રદાન કરવા માટે એક-દિવસીય કાર્યક્રમોની શ્રેણી છે. આ અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મહાત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને વેબિનારના માધ્યમથી વ્યવસાય અંગે વ્યવહારિક સમજ પ્રદાન કરીને તેમને રોજગાર શોધવાની જગ્યાએ રોજગાર પ્રદાતા બનવાનો અવસર આપવામાં આવે છે.
સિડબીના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વી. સત્ય વેંકટ રાવે જણાવ્યું હતું કે, સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોમાં સ્વાવલંબી બનવાની જ્યોત પ્રગટાવવાનો પ્રયાસ કરે છે. દરેક એપિસોડની સાથે આ અભિયાનના વિસ્તારને જોતાં અમે ખુશી અનુભવીએ છીએ. આજે બેંકથી ઋણ પ્રાપ્તિ અને યોજનાઓ અંગે બેંકરો દ્વારા જાણકારી પ્રદાન કરવાની સાથે-સાથેઆમંત્રિત વ્યવસાયોને પોતાના ફ્રેન્ચાઇઝી મોડલનું પણ પ્રદર્શન કર્યું અને તેની સાથે સફળ સ્ટેન્ડ-અપ ઇન્ડિયાના સફળ ઉદ્યોગ સાહસિકોએ ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પોતાની પ્રેરણાદાયી ગાથા વર્ણવી હતી.
27 નવેમ્બર, 2020થી શરૂ થયેલી આ વેબિનાર શ્રેણી પ્રત્યેક શુક્રવારે સાંજે 4 વાગે યોજવામાં આવે છે અને આમ 24 વેબિનાર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજના વેબિનાર ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવા ફ્રેન્ચાઇઝી વ્યવસાયના અવસર તરફ ધ્યાન આકર્ષિત કરે છે, જ્યાં એક વ્યાપાર ફ્રેન્ચાઇઝર મેનેટેક ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના શ્રી વી. ત્યાગવેલની સાથે મેસર્સ બબિતા એન્ટરપ્રાઇઝિસના પ્રોપરાઇટર બબિતા રાનીને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. બીજી વરિષ્ઠ વક્તાઓમાં ડીઆઇસીસીઆઇ અને સિડબીના અધિકારીઓ સામેલ હતાં.
ગુજરાતના આ શહેરના મેયર બંગલાને માનવામાં આવે છે અપશુકનિયાળ, નવા મેયર પણ નહીં જાય રહેવા…
રાજકોટના હાર્દ સમા રિંગરોડ પરનો આલીશાન મેયર બંગલો મેયરપદ માટે હાનિકારક, જે રહેવા ગયું તેની રાજકીય કારકિર્દી હાંસિયામાં ધકેલાઈ જાય છે
Continue reading...SMC BUDGET : કર – દર વધારા વિનાનું 6534 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
નવા સમાવિષ્ટ વિસ્તારોમાં 140 કરોડના ખર્ચે ઉભી કરાશે પાણી – ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓ, નવી 150 ઇલેક્ટ્રિક બસો ખરીદાશે, 142 અર્બન હેલ્થ ક્લિનિક શરૂ કરવા સાથે નવા 20 હજાર આવસોનું નિર્માણ કરાશે
Continue reading...આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લઇ પિંકપ્રેન્યોર દ્વારા વુમન વીકની ઉજવણી
અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય લક્ષી, કાનૂન લક્ષી અને સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી
Continue reading...એક ચાલીના રૂમમાં રહે છે અમદાવાદના નવ નિયુક્ત મેયર, નથી કર્યા લગ્ન…
મેયર બંગલા માં રહેવાને બદલે ચાલીના એક રૂમના છાપરાંવાળા મકાનમાંથી AMCનો વહીવટ સંભાળશે
Continue reading...Zomatoને આપેલો ઓર્ડર રદ્દ કરવો મહિલાને ભારે પડ્યો, લંચ ને બદલે ખાવો પડ્યો પંચ..
ઓર્ડર કેન્સલ કરતા ગુસ્સે થયેલા ડિલિવરી બોયે મહિલાના ચહેરા પર પંચ મારી નાક તોડી નાખ્યું
Continue reading...છૂટા હાથે અને વગર માસ્કે બાઇક સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો વાઇરલ, પોલીસે અટકાયત કરી
બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી સંજના પ્રસાદ બારડોલીથી સ્ટન્ટના વીડિયો બનાવવા સુરત આવતી
Continue reading...આંતરરાષ્ટ્રીય મહિલા દિન :ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી આજે છે આઈ.પી.એસ
લક્ષ્યને પામવા મક્કમ મનોબળ હોય તો ગરીબી અને આર્થિક સ્થિતિ ક્યારેય અંતરાય બનતી નથી: આઈ.પી.એસ. સરોજકુમારી
Continue reading...સિવિલ હોસ્પિટલમાં મહિલા દિવસની ઉજવણી, 51 મહિલાઓનું સન્માન કરાયું
27 વર્ષમાં કુલ 3520 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું
Continue reading...ખુશ ખબર: રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના પ્રોફેસરોને મળશે સાતમા પગાર પંચનો લાભ
એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તામાં ચૂકવાશે
Continue reading...