સિવિલ હોસ્પિટલમાં મહિલા દિવસની ઉજવણી, 51 મહિલાઓનું સન્માન કરાયું

By on
In Uncategorized
Spread the love

સુરત. સુરત સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં આજે ધી ટ્રેઇન નરસિંગ એસો. દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. 1993થી આયોજિત આ 27માં સન્માન સમારોહમાં 51 મહિલાઓનું મુખ્ય મહેમાન એવા ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે સન્માન કરાયું હતું. આ સન્માન સમારોહમાં શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એ હાજરી આપી આ કાર્યક્રમ ને ખુશનુમાન બનાવી દીધો હતો.


ઇકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે, આ એક સન્માન સમારોહ નહિ પણ સામાજિક ક્ષેત્રે પોતાનો કિંમતી સમય આપી સેવાકીય પ્રવુતિ કરતી બહેનોને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ હતો. 1993માં શરૂઆત માત્ર 24 મહિલાઓના સન્માનથી અને 18 પ્રેક્ષકોની હાજરીમાં થયો હતો. ડો. પ્રભાવતીબેન દીક્ષિત, અને સુધાબેન ત્રિવેદી જેવી સામાજિક સેવાકીય મહિલાઓના સહયોગ થી શરૂ થયેલા આ કાર્યક્રમમાં આજદિન સુધીમાં ટોટલ 3520 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.


વધુમાં જણાવ્યું હતું કે, આ સન્માન સમારોહમાં મહિલા સફાઈ કર્મચારીઓ, વકીલ બહેનો, શિક્ષિકાઓ, કડીયાકામ સાથે જોડાયેલી બહેનો, રમત-ગમત ક્ષેત્રે જોડાયેલી બહેનો, પત્રકાર બહેનો, પોલીસ અધિકારી બહેનો, ગૃહિણીઓ, અંધજન શાળાની બહેનો, નગર સેવકો, મહિલા મેયર, પ્રસુતિ કરાવનાર નર્સ, પ્લેગ અને કોરોના વોરિયર્સ નસિંગ બહેનોનું સન્માન કરાયું છે.
આજના આ સમારોહમાં મુખ્ય મહેમાન એવા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ એ નવયુવા મહિલા કોર્પોરેટર કૈલાશ સોલંકી, દર્શીની કોઠીયા, નેન્સી શાહ, ઉર્વશી પટેલ, અલકાબેન પાટીલ, પૂર્ણિમા ડાવલે, સિનિયર ગાયનેકોલોજિસ્ટ સંધ્યાબેન સાસથીયા, મિલ્ક દાન કરતા સેજલબેન પટેલ, ફૂટપાર્થ ઉપર શ્રમજીવી બાળકોને અભ્યાસ કરાવતા સ્મિતાબેન દેસાઈ, ગોલ્ડ મેડલિસ્ટ વેઇટ લિફ્ટર આઇશા કાપડિયા, એક જ વર્ષમાં 352 પ્રસુતિ કરાવનાર પરિચારિકા વૈશાલી સહિત અનેક ખ્યાતનામ મહિલા પત્રકાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ધી ટ્રેઈન નર્સ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી કિરણભાઈ દોમડીયા, ઈકબાલભાઈ કડીવાળા, એસોસિએશન ના દિનેશ અગ્રવાલ, સહિતના નરસિંગ કર્મચારીઓ નો સિંહ ફાળો રહ્યો છે જેઓ તમામ નો હું આભાર વ્યક્ત કરું છું.