સિડબી અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ભાગીદારીમાં સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાને આગળ ધપાવવા હેતુ સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇનના 16 વેબિનાર પૂર્ણ થયાં

By on
In વ્યાપાર
Spread the love

સુરતઃ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ના સંવર્ધન, ધિરાણ અને વિકાસ માટે કાર્યરત પ્રમુખ નાણાકીય સંસ્થા ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (સિડબી)એ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ડીઆઇસીસીઆઇ) સાથે ભાગીદારીમાં આજે સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇનના 16 વેબિનાર એપિસોડને સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં છે.

આ અભિયાન મહિલાઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વંચિત અને વંચિત વર્ગોના સશક્તિકરણ માટે ભારત સરકારના એક પ્રમુખ કાર્યક્રમ સ્ટેન્ડ-અપ ઇન્ડિયા (એસયુઆઇ) યોજનાને પ્રોત્સાહન આપવા માટે જાગૃકતામાં વધારો અને વ્યવસાયના અવસર પ્રદાન કરવા માટે એક-દિવસીય કાર્યક્રમોની શ્રેણી છે. આ અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મહાત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને વેબિનારના માધ્યમથી વ્યવસાય અંગે વ્યવહારિક સમજ પ્રદાન કરીને તેમને રોજગાર શોધવાની જગ્યાએ રોજગાર પ્રદાતા બનવાનો અવસર આપવામાં આવે છે.

સિડબીના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વી. સત્ય વેંકટ રાવે જણાવ્યું હતું કે, સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોમાં સ્વાવલંબી બનવાની જ્યોત પ્રગટાવવાનો પ્રયાસ કરે છે. દરેક એપિસોડની સાથે આ અભિયાનના વિસ્તારને જોતાં અમે ખુશી અનુભવીએ છીએ. આજે બેંકથી ઋણ પ્રાપ્તિ અને યોજનાઓ અંગે બેંકરો દ્વારા જાણકારી પ્રદાન કરવાની સાથે-સાથેઆમંત્રિત વ્યવસાયોને પોતાના ફ્રેન્ચાઇઝી મોડલનું પણ પ્રદર્શન કર્યું અને તેની સાથે સફળ સ્ટેન્ડ-અપ ઇન્ડિયાના સફળ ઉદ્યોગ સાહસિકોએ ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પોતાની પ્રેરણાદાયી ગાથા વર્ણવી હતી.

27 નવેમ્બર, 2020થી શરૂ થયેલી આ વેબિનાર શ્રેણી પ્રત્યેક શુક્રવારે સાંજે 4 વાગે યોજવામાં આવે છે અને આમ 24 વેબિનાર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજના વેબિનાર ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવા ફ્રેન્ચાઇઝી વ્યવસાયના અવસર તરફ ધ્યાન આકર્ષિત કરે છે, જ્યાં એક વ્યાપાર ફ્રેન્ચાઇઝર મેનેટેક ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના શ્રી વી. ત્યાગવેલની સાથે મેસર્સ બબિતા એન્ટરપ્રાઇઝિસના પ્રોપરાઇટર બબિતા રાનીને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. બીજી વરિષ્ઠ વક્તાઓમાં ડીઆઇસીસીઆઇ અને સિડબીના અધિકારીઓ સામેલ હતાં.