MLA ચૈતર વસાવાએ આપ્યું બંધનું એલાન
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2 આદિવાસી યુવાનોને ચો*રીની શંકાએ ઢોર માર માર્યો હતો.
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2 આદિવાસી યુવાનોને ચો*રીની શંકાએ ઢોર માર માર્યો હતો. દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. એક યુવાન જયેશ તડવીનું ઘટ*ના સ્થળે મોત થયું, જ્યારે બીજા દિવસે સંજય તડવી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસે સમગ્ર મામલે 6 લોકો વિરુદ્ધ હ*ત્યા, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. પકડાયેલા તમામ
આરો*પીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે બંને યુવાનોને સહાય આપવાની માંગ કરી છે.
બીજી બાજુ, નર્મદા આદિવાસી મ્યુઝિયમમાં ડબલ મર્ડર મામલે નર્મદા SP પ્રશાંત સુબેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લા પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરો*પીઓના રિમાન્ડની પણ માંગ કરશું.
ગરુડેશ્વર પોલીસે આદીવાસી મ્યુઝીયમમાં કામ કરતા માર્ગીશ હીરપરા, દેવલ પટેલ, દીપુ યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તા વિરુદ્ધ હત્યા, હ*ત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી છે.