
શહેરમાં માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મની ઘટ*નાઓ સતત વધી રહી છે ત્યારે આવી જ વધુ એક જઘન્ય ઘટ*ના ખટોદરા વિસ્તારમાં સામે આવી છે. જેમાં સ્કૂલ ઓટો ચાલક દ્વારા ચાર વર્ષીય માસૂમ બાળકીને હવસનો શિકાર બનવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મુત્તલીક શેખ સ્કૂલ ઓટો ચલાવે છે અને તે ત્રણ સંતાનો નો પિતા છે. છતાં આ નરાધમે પોતાની રીક્ષામાં સ્કૂલે જતી ચાર વર્ષીય બાળા પર નજર બગાડી હતી. તે બાળકીને એકાંત સ્થળે લઈ જતો અને દુષ્કર્મ આચરતો હતો. આખરે બાળકીએ માતા પિતાને રિક્ષા વાળો અંકલ ગંદુ કામ કરતો હોવાનું જણાવતા આખો મામલો સામે આવ્યો હતો અને વાત પોલીસ મથકે પહોંચી હતી. ખટોદરા પોલીસ બળાત્કાર અને પૉકસો એકટ ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.