ગટર સમિતિની બેઠકમાં 94 કરોડથી વધુના 17 કામો મંજૂર

Spread the love

સુરત. સુરત મહાનગર પાલિકાની ગટર સમિતિની બેઠક શનિવારના રોજ મળી હતી. જેમાં 94 કરોડથી વધુના 14 કામો રજુ કરાયા હતા. ચર્ચાના અંતે તમામ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકાની ડ્રેનેજ સમિતિની મીટીંગ ચેરમેન વિક્રમ પાટીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા આવનાર ચોમાસાને લઈ પ્રિ મોન્સુન કામગીરી સાથે નવા આઉટર રીંગરોડ પર રોડની બન્ને સાઈડે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવાની, સાઉથ વેસ્ટ ઝોનમાં નળીકા નાંખવાની કામગીરી સાથે સુરત શહેરના તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલા પ્રિ મોન્સુન કામગીરી કરવા માટે ડ્રેનેજની જાળીઓ ડિસોલ્ટીંગ કરવા સહિતના કામો મળી 94 કરોડ 50 લાખથી વધુના 14 કામો રજુ કરાયા હતા જે કામોને સમિતિએ મંજુરીની મહોર મારી હતી. જે અંગે ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ વિક્રમ પાટીલે વિગતવાર માહિતી આપી હતી.