લિંબાયત માં વેસ્ટેજ ટાઈલ્સ ના ઢગલા માંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ, નિષ્ઠુર જનેતા સામે ફિટકાર

Spread the love

સુરત. સુરતમાં ફરી એક નિષ્ઠુર વ્યક્તિની કરતુત સામે આવી છે જેમાં નવજાત બાળકને મૃત હાલતમાં ત્યજી દેવાયો હોવાની ઘટના લિંબાયત વિસ્તારમાં બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

      સુરતમાં ફરી એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યો છે. વાત એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ખાડી કિનારે ટાઈલ્સના વેસ્ટ રૂમમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ નવજાતનો મૃતદેહ કબ્જે લઈ અજાણી નિષ્ઠુર વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી, આસપાસ માં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ નવજાતને મૃત હાલતમાં ત્યજી દેનાર જનેતા સામે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. હાલ તો પોલીસે નવજાતના મૃતદેહનો કબ્જો લઈ અજાણી નિષ્ઠુર જનેતા એ કયા કારણ વશ નવજાત બાળક ને ત્યજી દીધું છે તે અંગે ની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.