SDBA દ્વારા ગર્લ્સ અને બોયઝ બાસ્કેટ બોલ ટીમની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ…

By on
In અભય વિશેષ Tags: , , , /
SDBA conducts selection process for Girls and Boys Basketball Teams...
Spread the love

જિલ્લા અને રાજ્ય કક્ષાની બોયઝ અને ગર્લ્સ ટીમના ખેલાડીઓની પસંદગી માટે હાલ સુરત ડીસ્ટ્રિક્ટ બાસ્કેટ બોલ એસોસિયેશન દ્વારા સુરતમાં કવાયાદ ચાલી રહી છે. ત્યારે અલગ અલગ કેટેગરીમાં બનેં ટીમોના ખેલાડીઓની પસંદગી કરવા માટે SDBA દ્વારા ટી એમ પટેલ સ્કૂલ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બોયઝ અને ગર્લ્સની અલગ અલગ ત્રણ કેટગરીમાં ટુર્નામેન્ટ રમાઈ હતી અને આ ટીમો પૈકી દરેક કેટેગરીમાં 30 પૈકી 18-18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ માટેની પસંદગી પ્રક્રિયા માટે યોજાયેલી અંડર 14, અંડર 17 અને અંડર 19 કેટેગરીમાં 30 – 30 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પસંદગી કમિટી માં સામેલ sdba ના સેક્રેટરી રસિક સારંગ, લાન્સર આર્મી સ્કૂલના ફિઝિકલ એજ્યુકેશન વિભાગના હેડ સરફરાઝ ઝીરક અને SMC ના બાસ્કેટ બોલ કોચ રમેશ રાઠોડ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 18 – 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. સરફરાઝ ઝીરકે જણાવ્યું હતું કે કુલ 108 ખેલાડીઓની આગલા સ્ટેજ માટે પસંદગી કરવામાં આવી છે. હવે પછી આમાંથી દરેક કેટેગરીમાં શ્રેષ્ઠ 12 – 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને આ ટીમો સુરત વતી જિલ્લા અને રાજ્ય સ્તરે રમાનારી બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ માં ભાગ લેશે.