રાજનીતિ

Abhimanyu Yadav's claim from Kausali is the strongest
कौसली से अभिमन्यु यादव की दावेदारी सबसे मजबूत

 

दक्षिणी हरियाणा की सियासी हवा लगातार बदलती जा रही है, टिकट के लिए भी तमाम नेता लगे हुए है, लेकिन कोसली विधानसभा का मिजाज थोड़ा अलग है, जिस कार्यशैली के साथ अभिमन्यु यादव ने सरकार की योजनाओं को जन-जन तक पहुंचाया है , उससे भाजपा कार्यकर्ताओं में अलग ही जोश दिखाई दे रहा है

अभिमन्यु यादव ( पूर्व सीएम ओ.एस.डी ) के मैदान में उतरने के बाद पूरा माहौल ही बदल गया है, अभिमन्यु यादव वैसे तो पूरे अहीरवाल को ही अपना घर मानते हैं, लेकिन कोसली से वह बहुत नजदीक है, कोसली विधानसभा के प्रत्येक गांव और घर से वह परिचित हैं, इसी का कमाल है कि वह कोसली के सियासी समीकरण को नजदीक से समझते हैं, तभी तो अभिमन्यु यादव ने कोसली क्षेत्र में पूरी बीजेपी को एकजुट कर दिया, और अब कोसली विधानसभा बीजेपी की सुरक्षित सीट भी बन गई है, और यह सब अभिमन्यु यादव के जनता के साथ स्नेह का परिणाम है, कोसली विधानसभा में लोगों से उनका जुड़ाव ही उन्हें एक मजबूत नेता बन रहा है, भले ही भाजपा ने अभी टिकट डिक्लेअर नहीं किया है, लेकिन कोसली का माहौल देखकर लगता है कि अभिमन्यु यादव ही भाजपा के उम्मीदवार है, उनकी ग्राम सभा में आ रही अपार भीड़ ही अभिमन्यु यादव की ताकत भी है, पूरे कोसली विधानसभा क्षेत्र में अब सिर्फ अभिमन्यु यादव ही प्रबल दावेदार नजर आ रहे है

Women's contribution to workforce, job creation will increase, Budget 2024 allocation to understand these things
કાર્યબળ, રોજગાર સર્જન પર મહિલાઓનો ફાળો વધશે, બજેટ 2024ની ફાળવણીની આ બાબતો સમજવા જેવી

 

તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2024 રજૂ કર્યું હતું. વર્ષ 2024નું બજેટ ખુબ જ અપેક્ષિત રહ્યું ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી પાછલા દશકામાં આવનારા પાંચ વર્ષોમાં અપેક્ષિત પરિવર્તનકારી પરિવર્તનો માટે માત્ર એક પ્રસ્તાવના અથવા ટ્રેલર હતું. આ બજેટ નવ મુખ્ય ક્ષેત્રોના આસપાસ રચવામાં આવ્યું છે, જેમાં રોજગાર સર્જન પર વિશેષ જોર આપવામાં આવ્યું છે, જે નરેન્દ્ર મોદી સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા બનેલી છે.

કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકાર 4.1 કરોડ યુવાઓને રોજગાર અને કૌશ્યલ પ્રશિક્ષણ આપવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરતાં સારા પગારવાળી નોકરીઓ પેદા કરવાના પોતાની પ્રાથમિકતા પર ખુબ જ સ્પષ્ટ છે. આ સંબંધમાં શિક્ષણ માટે બજેટમાં ફાળવવામાં આવેલી એક મોટી રકમ શિક્ષાને લઇને દૂરગામી પ્રભાવ વ્યૂહાત્મક પગલા સમાન છે. બીજી તરફ કૃષિ અનુસંધાન પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય દૂરગામી વિચારસરણીવાળી દ્રષ્ટિકોણને દર્શાવતા ઉત્પાદકતા વધારવાનું છે.

એક વધુ ઉલ્લેખનિય પહેલ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન કાર્યક્રમ છે. જેમાં સરકાર પ્રોવિડંટ ફંડમાં ગ્રાહકનો ભાગ અને ઈપીએફઓ સાથે નવા કર્મચારીઓ માટે પહેલા નવ મહિનાનો પગાર, જે પંદર હજાર રૂપિયા સુધી હોય તેમને કવર કરશે. તે ઉપરાંત બાંધકામ ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે આ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબંધતા દર્શાવે છે. કાર્યબળમાં મહિલાઓ માટે બજેટમાં કરવામાં આવેલી વધારે ફાળવણી અને શિક્ષણ રેટના વ્યાજ ગરોમાં ત્રણ ટકાની છૂટ વ્યાપક વિકાસની દિશામાં પ્રશંસનિય પગલું છે.

તે ઉપરાંત સરકારે ઇન્ટર્નશિપ કાર્યકમ શરૂ કર્યો છે, જેનો લક્ષ્ય એક કરોડ ભારતીય યુવાઓને ટોચની 500 કંપનીઓમાં આવાસીય અને વ્યાવસાયિક અનુભવ પ્રદાન કરે છે, જેથી શિક્ષા અને રોજગાર વચ્ચેના અંતરને ઓછું કરી શકાય. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ) નિશ્ચિત રૂપથી ભારતીય અર્થવ્યવસ્થાની રીઢની હડ્ડી છે. બજેટ ક્રેડિટ ગેરંટી યોજનાને વધારવી અને મુદ્રા લોન સીમાને 20 લાખ રૂપિયા સુધી વધારવા જેવા ઉપાયોથી એમએસએમઈને આવશ્યક નાણાકીય સહાયતા મળવાથી, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન મળવાની આશા છે.

બજેટમાં શહેરી વિકાસને પ્રાથમિકતાવાળું ક્ષેત્ર માનવામાં આવ્યું છે, જેમાં જળ આપૂર્તિ, સ્વાચ્છતા અને પરિવહન માટે 10 લાખ કરોડ રૂપિયાના પર્યાપ્ત રોકાણનું પ્રસ્તાવ રાખવામાં આવ્યું છે. બજેટમાં ઉર્જા પરિવર્તનને પણ મુખ્યરૂપથી સામેલ કરવામાં આવ્યું છે, જેમાં સોલર રૂફટોપ નીતિની શરૂઆત કરવામાં આવી છે. આના વધારાના વિશ્વવિદ્યાલયોમાં અનુસંધાનની ફંડિંગ માટે એક લાખ કરોડ રૂપિયાનું મહત્વપૂર્ણ ફાળવણ કરવામાં આવી છે, જેમાં ખાનગી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યો છે, જે નવીનતાના મહત્વ દર્શાવે છે.

બજેટમાં રોજગાર, ભૂમિ સંબંધી મામલાઓ અને નાણાકિય ક્ષેત્રમાં આગલી પેઢીના સુધારાઓની રૂપરેખા રજૂ કરવામાં આવી છે, જેમાં ઉદ્દેશ્ય વ્યાપાર સુગમતાને વધારવા અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ને આકર્ષિત કરવાનું છે. બજેટ રશીદો વધીને 32.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઇ છે, જ્યારે રાજકોષિય નુકશાન જે વચગાળા બજેટમાં 5.1 ટકા હતું, જે ઘટીને 4.9 ટકા થઇ ગયું છે. આ ઘટાડો મુખ્યરૂપથી જીડીપીમાં વૃદ્ધિ, ઉચ્ચ રશીદો અને ઓછા ખર્ચાના કારણે આવ્યો છે.

સરકાર લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને સિક્યોરિટીઝ માટે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના દર એક સમાન 12.50 ટકા રાખીને બંને વચ્ચેના અંતરને વહેંચી દીધો છે. આ અનલિસ્ટેડ સિક્યોરિટીઝના દરમાં મોટો ઘટાડો છે, જેનાથી સ્ટાર્ટ-અપમાં રોકાણના પ્રવાહને પ્રોત્સાહન મળશે. સોનું અને ચાંદીમાં ટેક્સ ઘટાડવાના કારણે આની તસ્કરીમાં તો ઘટાડો થશે, તેના સાથે-સાથે મૂલ્યવર્ધન નિકાસમાં પણ વધારો થશે. તે ઉપરાંત એન્જલ ટેક્સ હટાવી દેવાના કારણે સ્ટાર્ટ-અપને પણ મોટી રાહત મળશે.

A general assembly meeting of the Taluka Panchayat was held at Mandvi Taluka Panchayat under the chairmanship of Minister of State for Tribals Kunvarjibhai Halapati.
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ

 

Mandvi Taluka: આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ (Minister Shri Kunwarjibhai) હળપતિની અધ્યક્ષતામાં માંડવી Mandvi તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

BJP and Rahul Gandhi protest in Surat
સુરતમાં ભાજપ અને રાહુલ ગાંધીનો વિરોધ

 

Surat News: ભાજપના મોટા સંખ્યામાં કાર્યકર્તાઓનું સંયુક્ત વિરોધ હવે સુરતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની આગાવટમાં જાહેર થયું છે. રાહુલ ગાંધીને વિરોધમાં લઈને “હાય હાય ના નારા” પણ લાગાવવામાં આવ્યું છે. આ સમયે ભાજપના કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ પ્રકરણને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે.

The administrative system will provide adequate support to voluntary organizations to create basic facilities and security for the pilgrims coming for the pilgrimage.
પરિક્રમામાં આવતા શ્રધ્ધાળુઓ ભાવિકો માટે પ્રાથમિક સુવિધા-સુરક્ષા ઉભી કરવા વહીવટી તંત્ર સ્વૈચ્છીક સંસ્થાઓને પૂરતો સહયોગ કરશે

 

રાજપીપલા,શુક્રવારઃ નર્મદા જિલ્લામાં આગામી તારીખ ૮ એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી આ મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે અને તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. અહીં આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને રિવર ક્રોસીંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે અને દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે.

આ મહત્વની પરિક્રમા આગામી ૮ એપ્રિલથી શરૂ થનાર છે. તે પૂર્વે નર્મદા કિનારા પરના સેવાભાવી આશ્રમો, મંદિરોના સાધુ-સંતો ગ્રામજનો, અગ્રણીઓ સાથે ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ઉત્તરવાહિની પરિક્રમા સૂચારૂ સંચાલન-વ્યવસ્થાપન માટે પરામર્શ- સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારી, મામલતદારશ્રીઓ, નાંદોદ-તિલકવાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાએ સૌને આવકારી જણાવ્યું હતું કે, મા નર્મદાની પરિક્રમા શાંતિ પૂર્ણ માહોલમાં આરંભાય અને પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કામચલાઉ બ્રિજ અંગે સંતો અને આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને મળેલી રજૂઆત અંગે સરકારમાં કામચલાઉ બ્રિજની મંજૂરી અર્થે દરખાસ્ત કરી દેવામાં આવી છે. મંજૂરી મળશે તો તે મુજબની કામગીરી કરવામાં આવશે, તેમ છતાં કાચા કામચલાઉ બ્રીજની મંજૂરી ન મળે તો ત્રીજા વિકલ્પ તરીકે પરિક્રમાનો રૂટ વિચારવાનો રહે છે. તમે પણ તમારા પ્રયાસો કરીને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં રજૂઆત કરીને આ કાર્યમાં સહાયરૂપ બનજો.

કલેક્ટરશ્રી સમક્ષ આગેવાનો અને સંતો દ્વારા રાત્રિ દરમ્યાન પરિક્રમા બંધ રાખવા પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી પરિક્રમા સંચાલન અને આયોજનમાં સરળતા રહે તથા પરિક્રમાર્થીઓને અગવડતાનો સામનો કરવો ન પડે તે માટે ઉજાસમાં જ પદયાત્રા થાય તે ઈચ્છનીય છે. અહીં આવતા પ્રવાસીને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેન્દ્રો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અપાતા સહયોગને કલેક્ટરશ્રીએ બિરદાવ્યો હતો.

નદીમાં હોડીના સંચાલનની બાબત નીતિ વિષયક હોય સરકારશ્રી કક્ષાએથી નિર્ણય થયે બોટ માટેનું આયોજન વિચારવાનું રહેશે. જેથી હાલના તબક્કે ત્રીજા વૈકલ્પિક રૂટ માટે નર્મદા પરિક્રમાના આયોજનમાં સૌએ સહકાર આપવા કલેક્ટરશ્રી દ્વારા વિનંતી કરાઈ હતી.

પરિક્રમાના રૂટ માટે અને પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ બે બેઠકો યોજવામાં આવી હતી. નર્મદા નદી કિનારા અને ઘાટનું તથા પરિક્રમા રૂટનું નિરીક્ષણ પણ જિલ્લા વહીવટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉક્ત બેઠકમાં નર્મદા કિનારે આવેલા આશ્રમના સંચાલકો-સાધુ સંતો પૈકી નર્મદા પરિક્રમાના આયોજક શ્રી સાંવરિયા મહારાજ, જ્યોતિમઠના શ્રી રણજીત સ્વામી, શ્રી સ્વામી સહજાનંદ મહારાજ, શ્રી ધર્મદાસજી મહારાજ, રામાનંદ આશ્રમના શ્રી અમિતાબહેન, શ્રી આનંદદાસ મહારાજ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અઠવાડિયા બાદ પણ નિરાકરણ નહીં આવતા ઔદ્યોગિક-લેબર કોર્ટના વકીલો કામકાજથી અળગા

 

સુરતઃ ઔદ્યોગિક અદાલત તથા મજૂર અદાલત નંબર-2માં વકીલો સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હેરાનગતિથી સામે સુરત લેબર લોઝ પ્રેક્ટિશનર્સ એસોસિએશનને આંદોલન શરૂ કર્યું છે. એસોસિયેશનના નેજા હેઠળ તમામ લેબર લો પ્રેક્ટિશનર્સ દ્વારા 12 એપ્રિલથી બંને કોર્ટો ના કામકાજથી અળગા રહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે હજી પણ યથાવત છે. 


આ અંગે એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ નિમિષ પટેલના જણાવ્યા મુજબ કોર્ટમાં ધીમી કામગીરી ચાલી રહી અને જુબાની, ઉલટ તપાસ માટે વકીલોને પૂરતી તક આપવાને બદલે ન્યાયાધીશ પોતાની મરજી મુજબ જુબાની,ઉલટ તપાસ માટે આગ્રહ રાખવામાં આવે છે.વકીલોને એક કોર્ટમાં સાંજ સુધી બેસાડી રાખી બીજી કોર્ટની કામગીરીમાં જવા દેવામાં આવતાં નથી ત્યારે આવા વર્તનથી વકીલો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાથી આ મુદ્દે એસોસિએશને દસ મુદ્દાઓ સાથે  ગુજરાત હાઈકૉર્ટનાં ચીફ જસ્ટિસ, હાઇકોર્ટનાં રજીસ્ટ્રાર,યુનિટ જજ હાઇકોર્ટ અને પ્રમુખ ઔદ્યોગિક અદાલતને ફરિયાદ કરવા સાથે જ જ્યારે સુધી વકીલોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાર સુધી આ બંને કોર્ટની કામગીરીનો અચોક્ક્સ મુદત સુધી બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું છે. 12 એપ્રિલ થી લેબર લો પ્રેક્ટીશનર દ્વારા આંદોલન ચાલવામાં આવી રહ્યું છે, જોકે હજી સુધી કોઈ નીરકરણ આવ્યું નથી ત્યારે આગામી દિવસોમાં વકીલો આ બે કોર્ટના કામકાજથી અળગા રહેશે એવું ઘોષણા આજરોજ એસોસિયેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

ગટર સમિતિની બેઠકમાં 94 કરોડથી વધુના 17 કામો મંજૂર

 

સુરત. સુરત મહાનગર પાલિકાની ગટર સમિતિની બેઠક શનિવારના રોજ મળી હતી. જેમાં 94 કરોડથી વધુના 14 કામો રજુ કરાયા હતા. ચર્ચાના અંતે તમામ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકાની ડ્રેનેજ સમિતિની મીટીંગ ચેરમેન વિક્રમ પાટીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા આવનાર ચોમાસાને લઈ પ્રિ મોન્સુન કામગીરી સાથે નવા આઉટર રીંગરોડ પર રોડની બન્ને સાઈડે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવાની, સાઉથ વેસ્ટ ઝોનમાં નળીકા નાંખવાની કામગીરી સાથે સુરત શહેરના તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલા પ્રિ મોન્સુન કામગીરી કરવા માટે ડ્રેનેજની જાળીઓ ડિસોલ્ટીંગ કરવા સહિતના કામો મળી 94 કરોડ 50 લાખથી વધુના 14 કામો રજુ કરાયા હતા જે કામોને સમિતિએ મંજુરીની મહોર મારી હતી. જે અંગે ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ વિક્રમ પાટીલે વિગતવાર માહિતી આપી હતી.

રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશે ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય કેમ્પને ખુલ્લો મૂક્યો

 

સુરત: આજરોજ મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે બે દિવસના કેમ્પનું ઉદઘાટન માનનીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કર્યું હતું આ પ્રસંગે એડિશનલ કમિશનર શ્રી એસ. પી વર્મા સાહેબ તથા ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષા પોલ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભ પૂર્વે શ્રીમતી દર્શનાબેને મંત્રાની ખાસ કરીને ટેક્નિકલ ટેક્સટાઇલને લગતી મશીનરી/સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રાની આધુનિક સવલતોના નિર્દેશન બાદ તેઓ પ્રભાવિત થયા હતા તથા મંત્રા એ પોતાનું માર્કેટિંગ કરવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે હાજર રહેલા પત્રકારોને મંત્રાની ઉપ્લબ્ધીનો પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો. TUF ના પ્રશ્નોના નિકાલ બાબતે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘણા કેસોમાં ઔધૌગિક યુનિટ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા નથી. તેમજ મોટા ભાગના કિસ્સામાં પ્રત્યક્ષ ઇન્સ્પેક્શન માટે યુનિટોએ રસ દર્શાવ્યો નથી. આ બે દિવસના કેમ્પમાં મંત્રા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટેકસટાઇલ કમિશનરના ઓફિસરોને જુદી-જુદી ચાર ઓફિસો ફાળવવામાં આવી છે જેમાં સુરતના ઉદ્યોગકારોના પેન્ડિંગ સબસિડીના કેસોનો યોગ્ય ઉકેલ/નિકાલ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં બેન્કના નોડલ ઓફિસરોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં એડિશનલ ટેક્સટાઇલ કમિશનરશ્રી એસ. પી. વર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષાબેન પોલે કાર્યક્રમની માહિતી આપી હતી. મંત્રા તરફથી પ્રમુખશ્રી રજનીકાંત બચકાનીવાલા તથા ઉપપ્રમુખશ્રી જયવદનભાઈ બોડાવાલા તથા અન્ય કાઉન્સિલ મેમ્બર હાજર રહ્યા હતા.

ગૃહમંત્રી સાહેબ જુઓ આ રીતે લિંબાયત પોલીસ બનાવી રહી છે ઉલ્લું: લિંબાયતને નશામુક્ત-ક્રાઇમ મુક્ત બનાવવા જે ગ્રાઉંડ પર કરાયું છે ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન તે જ ગ્રાઉંડ પર ધમધમી રહ્યો છે દારૂનો અડ્ડો..!

 

લિંબાયત પોલીસના ક્રાઇમ છોડો, નશો છોડો અભિયાનની પોલમપોલ…

Continue reading...
ભાજપના સ્નેહ મિલનમાં જવા કાર્યકર્તાઓને અપાઈ બે લીટર પેટ્રોલની કુપનો..!

 

૧૬૭-સુરત (પશ્ચિમ) વિધાનસભા વિસ્તાર લખેલ પેટ્રોલ પંપની કુપનની તસ્વીર સોશલ મીડિયા પર વાઇરલ
– સત્તા પક્ષે ભીડ ભેગી કરવા માટે પેટ્રોલ કુપની ફોર્મ્યુલા અપનાવી હોવાની ચર્ચા

Continue reading...