ગૃહમંત્રી સાહેબ જુઓ આ રીતે લિંબાયત પોલીસ બનાવી રહી છે ઉલ્લું: લિંબાયતને નશામુક્ત-ક્રાઇમ મુક્ત બનાવવા જે ગ્રાઉંડ પર કરાયું છે ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન તે જ ગ્રાઉંડ પર ધમધમી રહ્યો છે દારૂનો અડ્ડો..!

Spread the love

અમિત પાટીલ.સુરત. અસમાજીક તત્વોનો આંતક, ગેંગવોર, હત્યા, મારમારી, છેડતી સહીત દારૂ-જુગારના અડ્ડાઅો માટે સ્વર્ગ સમાન બની ગયેલા લિંબાયતને ક્રાઇમ મુક્ત અને નશા મુક્ત બનાવવા માટે લિંબાયત પોલીસ દ્વારા ­યાસ હાથ ધરાયા છે. પરંતુ આ ­યાસો માત્ર દેખાડો હોય ઍવું જણાઈ રહ્યુ છે. કારણ કે ઍક તરફ લિંબાયત પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન થકી યુવાનો ને ક્રાઇમ છોડો, નશો છોડો અને સ્પોર્ટ્સ તરફ વળોના સંદેશો આપી રહી છે પણ હકીકત ઍ છે કે લિંબાયત પોલીસની ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન વચ્ચે પણ લિંબાયતમાં દેશી અને ઈંગ્લીશ દારૂના અડ્ડાઅો ઠેર-ઠેર અને ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે.

લિંબાયત પોલીસ દ્વારા પોલીસની કાર્ય­ણાલી મુજબ બીટ વાઇઝ ટીમો બનાવીને લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ પર લિંબાયત પોલીસ દ્વારા ઠેર ઠેર ક્રાઇમ છોડો અને નશો છોડોના બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે. ઍટલું જ નહીં પણ કોમેન્ટર દ્વારા સમયાંરે ક્રાઇમ છોડો, નશો છોડો અને સ્પોર્ટ્સ તરફ વળોનો સંદેશો પણ અપાતો રહ્યો છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ખુદ પોલીસ કમિશ્નર અજય તોમર અને સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. પરંતુ ચોંકાવનારી વાતઍ છે કે લિંબાયત પોલીસ દ્વારા જે ઉદ્દેશ્ય સાથે જે ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે જ ગ્રાઉન્ડ પર ખુદ પોલીસની પોલ ખુલી રહી છે. કારણ કે આજ ગ્રાઉન્ડ પર માત્ર ૨૦૦ મીટરના અંતરે દેશી અને ઈંગ્લીશ દારૂનો અડ્ડો ખુલ્લેઆમ ધમધમતો જાવા મળી રહ્યો છે.

અભય ટાઇમ્સની ટીમ દ્વારા લિંબાયત પોલીસને બેનકાબ કરવા માટે પુરાવા રૂપે ક્રિકેટ ટુર્નામેન્ટ અને ઍજ ગ્રાઉન્ડ પર નજીકમાં ધમધમી રહેલા દારૂના અડ્ડાને કેમેરામાં કેદ કરી અહીં મુકવામાં આવ્યો છે ત્યારે લિંબાયત પોલીસની બેવડી નીતિ અને અસલી ચેહરો શું છે તે તો લિંબાયતની ­જા જાણે જ છે પણ ઉચ્ચ અધિકારીઅો પણ આનાથી વાકેફ થાય તે જરૂરી છે. કારણ કે માત્ર ઍક જ નહીં પણ ગ્રાઉન્ડની આસપાસ અનેક દારૂના અડ્ડાઅો આજે પણ ધમધમી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઅો પોલીસના આશીર્વાદ વગર ધમધમે તે વાતમાં કોઈ માલ નથી. ઍટલું જ નહીં પણ ચર્ચા તો ઍવી પણ છે કે આ સમગ્ર આયોજન પણ કેટલાક બુટલેગરોના જ પૈસાથી થઈ રહ્યું છે.

ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન થકી લિંબાયતને ક્રાઇમ મુક્ત અને નશા મુક્ત કરવા નિકળેલી લિંબાયત પોલીસના ­યાસો ખરેખર બિરદાવા લાયક છે પણ તે ક્યારે જ્યારે ખુદ પોલીસ હપ્તા નીતિને છોડીને લિંબાયતમાં દારૂના અડ્ડાઅો ચલાવતા બુટલેગરો સામે કાર્યવાહી કરે તો જ સંભવ છે. ત્યારે આવા આયોજનો થકી પોલીસ અધિકારીઅોના અને મંત્રીઅોની આંખમા ધૂળ ઝોંકતી લિંબાયત પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરે કે કેમ અને લિંબાયતને ખરા અર્થમાં નશામુક્ત અને ક્રાઇમ મુક્ત બનાવે છે કે કેમ તે હવે જાવું રહ્યું.