અભય વિશેષ

ગ્લોબલ સિંધુ સમિટ 2022ને શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

 

અમદાવાદ: ભારતીય સિંધુ સભા, ગુજરાત યુવા ટીમ દ્વારા આગામી 10 એપ્રિલ, 2022ના રોજ અમદાવાદ ખાતે સૌપ્રથમ એવી ઐતિહાસિક ગ્લોબલ સિંધુ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં દેશ-વિદેશમાંથી સિંધી સમાજના વિવિધ અગ્રણીઓ, બિઝનેસમેન, નિષ્ણાંતો હાજર રહેશે. ભારતભરમાં સિંધુ સમાજના આ અનન્ય કહી શકાય તેવા ભવ્ય કાર્યક્રમ માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી છે.

મુખ્યમંત્રીએ સમિટ માટે પાઠવેલા સંદેશમાં જણાવ્યું છે કે “સિંધુ નદીના કિનારે વિકસેલી આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર સિંધ પ્રાંત એક સમયે અખંડ હિંદનો ભાગ હતો. હિજરત દરમિયાન અહીં આવેલા સિંધી જ્ઞાતિના પરિવારોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાની મહેનત અને આત્મનિર્ભરતાથી અનેક સન્માનનીય લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. ભાષા, સંસ્કૃતિ, વેપાર અને સંગઠન દ્વારા આપણી ભાષાનું ગૌરવ અને ઉત્થાન જાળવીને શિસ્તબદ્ધ સંસ્થા ભારતીય સિંધુ સભાની રચના કરવામાં આવી છે.

મને ખુશી છે કે ભારતીય સિંધુ સભાએ રાષ્ટ્રીય ચિંતનના સંદર્ભમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. BSSની યુથ ટીમ દ્વારા ગ્લોબલ સિંધુ સમિટ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટ દ્વારા સિંધી સમાજના ઉદ્યોગ સાહસિક યુવાનોને વિકાસના નવા પરિમાણો અને નવીનતમ સંસાધનો ઘડવાની તક મળશે. ગ્લોબલ સિંધુ સમિટ 2022 માટે મારી શુભેચ્છાઓ અને અભિનંદન.”

મુખ્યમંત્રીશ્રીના શુભેચ્છા સંદેશ અંગે ગ્લોબલ સિંધુ સમિટના સંયોજક અને ભારતીય સિંધુ સભા-ગુજરાતના યુવા અધ્યક્ષ શ્રી નિખિલ મેઠિયાએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે અને આ સંદેશથી સિંધી યુવાનોમાં અનેરા ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે તેવી આશા વ્યક્ત કરી છે.

અમદાવાદમાં એન્ટ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈ) ખાતે 10 એપ્રિલ, 2022ના રોજ ગ્લોબલ સિંધુ સમિટ 2022 યોજાશે જે અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પાલની શાળાને મોડેલ ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવાશે

 

ગ્રીનમેન દ્વારા ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાને દત્તક લઈ તેને પર્યાવરણીય મુલ્યો સાથે ગ્રીન સ્કૂલ બનાવવાની જાહેરાત થઈ

Continue reading...
પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું

 

સુરત: લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને યંગસ્ટર્સના વિશાળ વર્ગમાં ગુજરાતી લોકસંગીતને પ્રચલિત કરવામાં હાલના દિવસોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહેલા સુરતના જગદીશ ઇટાલિયા વધુ એક ગુજરાતી ભજન ” હરી તુ” નું અફલાતૂન રીમેક પોપ સ્કોપ મ્યુઝિક ના સથવારે લઇને આવી રહ્યા છે.
વાસ્તવમાં ગુજરાતી સંગીતમાં જેમનું યોગદાન મુઠ્ઠી ઉંચેરું છે એ પ્રફુલ દવેના કંઠે ગવાયેલુ અને ગુજરાત જ નહીં બલ્કે વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી સમાજના લોકોના કંઠે વારંવાર જે સાંભળવા કે સંભળાતું જોવા મળે છે એ
” હરી તુ” ની @jagdishitaliya દ્વારા થઇ રહેલી રિમેક ફરીવાર અબાલવૃદ્ધ ગુજ્જુઓને ઘેલું લગાડશે એવું તેના પ્રોમોસ પરથી વર્તાય રહ્યું છે.
લોકડાઉનના સમયમાં જ્યારે વાહન વ્યવહારની સુવિધાની પરવાહ કર્યા વગર પરિવાર સમેત પગપાળા વતનની વાટે નીકળી પડેલા શ્રમજીવી પરિવાર ને વતન પહોચવા પડેલી પારાવાર મુશ્કેલીઓને @jagdishitaliya ” હરી તુ ” ને સંગીતથી મઢવા સાથે ફિલ્માંકિત કરવાનો અદભૂત પ્રયાસ કર્યો છે.
@jagdishitaliya ની સતત પડખે રહેતા @ajitaitaliya એ આ વિડીયોના કોન્સેપ્ટ ને વિઝયુલાઇઝ કર્યો છે. ફરી એક વાર હાર્દિક ટેલરે ગુજરાતી સંગીતમાં કંઇક નવીન પ્રદાન કરવાના ઉમળકા સાથે
” હરી તુ ” માં કર્ણપ્રિય સંગીતનું સર્જન કર્યું છે.
અગાઉ જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું આંખનો અફિણી વિડીયો સોંગ કે જેને 80 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, વાલમ આવો ને 20 લાખથી વધુ વ્યૂઝ સાથે ગુજરાતીઓની પસંદને પામ્યા છે.

એમ.એસ યુનિવર્સિટીના ભૂમિ ફેસ્ટમાં ગ્રીનમેન વિરલ દેસાઈએ સંવાદ કર્યો

 

વડોદરા: મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે યોજાતા વાર્ષિક ‘ભૂમિ ફેસ્ટ’માં ગ્રીનમેન વિરલ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તેમણે વિદ્યાર્થીઓ સાથે ક્લાયમેટ એક્શન સંદર્ભે સંવાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એમ. એસ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા ભૂમિ ફેસ્ટિવલનું વાર્ષિક આયોજન થતું હોય છે, જેમાં ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે અનેકવિધ રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. એમ. એસ. યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે લોકપ્રિય બનેલા આ ફેસ્ટિવલમાં ઉદ્યોગપતિ અને જાણીતા પર્યાવરણવિદ્ વિરલ દેસાઈએ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.
આ પ્રસંગે વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને પોતાની મુહીમ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’માં જોડાઈ ‘પર્યાવરણ સેનાની’ બનવા અહ્વાન કર્યું હતું. તેમજ તેઓ વ્યક્તિગત ધોરણે પર્યાવરણ સંરક્ષણમાં તેમનું યોગદાન કઈ રીતે આપી શકે એ માટેની તલસ્પર્શી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ક્લાયમેટ ચેન્જની સમસ્યા વૈશ્વિક રીતે એટલી બધી વકરી છે કે એ સમસ્યાઓ સામે બાથ ભીડવા માટે જનજન સુધી આ આંદોલન પહોંચવું અને જનજનનું જાગૃત થવું અત્યંત જરૂરી છે. મને વિશ્વાસ છે કે એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એ બાબતે જાગૃત થશે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં નક્કર પગલાં ભરશે.’
કાર્યક્રમ દરમિયાન જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ ડૉ. બિન્દુ ભટ્ટે વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો અને વિરલ દેસાઈને ધરપત આપી હતી કે તેમના વિદ્યાર્થીઓ પણ પર્યાવરણ સેનાની બનશે. અંતમાં ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણના શપથ લેવડાવીને તેમને ‘પર્યાવરણ સેનાની’ બનાવ્યા હતા અને ડિપાર્ટમેન્ટ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.

ગૃહમંત્રી સાહેબ જુઓ આ રીતે લિંબાયત પોલીસ બનાવી રહી છે ઉલ્લું: લિંબાયતને નશામુક્ત-ક્રાઇમ મુક્ત બનાવવા જે ગ્રાઉંડ પર કરાયું છે ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન તે જ ગ્રાઉંડ પર ધમધમી રહ્યો છે દારૂનો અડ્ડો..!

 

લિંબાયત પોલીસના ક્રાઇમ છોડો, નશો છોડો અભિયાનની પોલમપોલ…

Continue reading...
ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ક્ષેત્રે શેમારૂમીનો ડંકો, ‘યમરાજ કોલિંગ’ સિરીઝ બની સૌથી વધુ જોવાયેલી વેબસિરીઝ

 

‘યમરાજ કોલિંગ’ના વ્યુઅર્સનો આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ ક્રિટીક્સ પણ આ વેબસિરીઝને નવા તબક્કાની બેસ્ટ વેબસિરીઝ ગણાવી રહ્યા છે.

Continue reading...
ભાજપના સ્નેહ મિલનમાં જવા કાર્યકર્તાઓને અપાઈ બે લીટર પેટ્રોલની કુપનો..!

 

૧૬૭-સુરત (પશ્ચિમ) વિધાનસભા વિસ્તાર લખેલ પેટ્રોલ પંપની કુપનની તસ્વીર સોશલ મીડિયા પર વાઇરલ
– સત્તા પક્ષે ભીડ ભેગી કરવા માટે પેટ્રોલ કુપની ફોર્મ્યુલા અપનાવી હોવાની ચર્ચા

Continue reading...
એક્સિડન્ટમાં સમય મુક દર્શક બનીને રહેશો તો પસ્તાશો, આટલું કરો અને કમાઓ રૂ. 5 થી 25 હજાર!!!

 

તમે રસ્તેથી પસાર થતા હોવ અને તમારી આંખોની સામે કોઈ ઍક્સીડન્ટ થાય તો આપ પાંચથી પચ્ચીસ હજાર રૂપિયા કમાવી શકો છો! આ વાંચીને નવાઈ લાગી હશે! પણ આ હકીકત છે. કારણ કે વાહન અકસ્માતોને લઇ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ અોક્ટોમ્બર થી ઍક નવી પોલીસી અમલમાં લાવી છે. જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવનાર વ્યક્તિ સરકાર ઈનામ પેટે પાંચ હજાર રૂપિયા ઈનામ આપી સમ્માનિત કરશે

Continue reading...
ST કોર્પોરેશનને દીવાળી માં ચાંદી જ ચાંદી, રોજની સરેરાશ 1.31 કરોડની કમાણી થઈ

 

21 દિવસમાં 13.96 લાખ લોકોએ એસ.ટી બસમાં મુસાફરી કરી

ખાનગી બસોના બેફામ ભાડા નહીં પોસાતા લોકો ગુજરાત સરકારની એસટી બસો તરફ વળ્યાં

Continue reading...
ડ્રગ્સ કેસઃ આર્યન ખાનને જામીન મળ્યા છતા વધુ ઍક રાત જેલમાં જ વિતાવવી પડશે

 

કાર્યવાહી નહીં થતા ઍક જેલથી બહાર નહીં આવી શક્યો આર્યન

Continue reading...