ભાજપના સ્નેહ મિલનમાં જવા કાર્યકર્તાઓને અપાઈ બે લીટર પેટ્રોલની કુપનો..!

Spread the love

સુરત. ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા બુધવારની સાંજે નૂતન વર્ષ સ્નેહમિલનના નામે શક્તિ­દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ઍક તરફ સુરત શહેરમાં વધતા જતા આમ આદમીના ­ભાવને ખાળવા માટે શક્તિ­દર્શન કરાવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે તો હવે કાર્યકર્તાઅોની ભીડ ભેગી કરવા માટે કાર્યકર્તાઅોને બે લીટર પેટ્રોલની કુપનો આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવી કુપનની તસ્વીર સોશલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં જ કરોડો કાર્યકર્તાઓ હોવાનો દાવો કરતા ભારતીય જનતા પાર્ટીને પણ કાર્યકર્તાઅોને ભેગા કરવા માટે આ રીતે કુપનો આપવામાં આવી રહી હોય ઍ બાબત હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

  • વોર્ડ દીઢ સિટીબસની પણ વ્યવસ્થા
    સ્નેહ મિલન સમારોહના સ્થળ સુધી પહોંચવા જે લોકો પાસે ગાડીની વ્યવસ્થા નથી તેવા લોકોને લાવવા અને પરત મુકવા માટે વોર્ડ અને સોસાયટી દીઠ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ભાજપે મોટી જનમેદની ભેગી કરવા પાછળ કાર્યકરોને વનિતા વિશ્રામના મેદાન સુધી લાવવા માટે અનેક કસરત કરવી પડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વોર્ડ દીઠ અને સોસાયટી દીઠ બસની વ્યવસ્થાની કામગીરી નગર સેવકો અને વોર્ડના હોદ્દેદારો સોશ્યલ મિડિયામાં પોતે જ માહિતી મુકી રહ્યા છે. હાલમાં પેટ્રોલનો ભાવ ૯૫ રૂપિયા લીટર હોય કાર્યકરો પોતાનું પેટ્રોલ બાળીને સ્નેહ મિલનમાં નહી આવે તેવી નેતાઓને ખબર છે તેના કારણે જે કાર્યકરો પોતાની બાઈક લઈને આવવાના હોય તેવા કાર્યકરોને ગાડી દીઠ બે લીટર પેટ્રોલ આપવા માટે કાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • અગાઉથી ગાડીઅોના નંબરની લીસ્ટ બનાવાઈ
    સુત્રોના જણાવ્યા મુજબ કાર્યાકરોને પેટ્રોલનું કુપન અપાવા માટે રાજકીય પક્ષના નેતાઅો દ્વારા અગાઉથી જે કાર્યકર્તાઅો સ્નેહ મિલનમાં આવવાના છે તેમના વાહનોના નંબરની લીસ્ટ બનાવી લેવાઈ છે અને તે આધારે જ તેમને કુપનો આપવામાં આવી છે. ઍટલે કે કોઈ કુપન લઇને માત્ર લાભ લઈ લે ઍની કાળજી પણ નેતાઅો દ્વારા રાખવામાં આવી હોવાનું કહી શકાય.
    ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી સત્તામાં છે અને પાર્ટી રાજ્યમાં તેમના કરોડો કાર્યકર્તાઅો હોવાનો દાવો કરે છે. પરંતુ વધતા જતા પેટ્રોલના ભાવના કારણે કાર્યકરો કદાચ મેદાન સુધી નહીં પહોંચે ઍટલે જ પેટ્રોલ આપવાની ફોર્મ્યુલા અપનાવવાની ફરજ પડી હોય ઍવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.