એક્સિડન્ટમાં સમય મુક દર્શક બનીને રહેશો તો પસ્તાશો, આટલું કરો અને કમાઓ રૂ. 5 થી 25 હજાર!!!

Spread the love

સુરત. તમે રસ્તેથી પસાર થતા હોવ અને તમારી આંખોની સામે કોઈ ઍક્સીડન્ટ થાય તો આપ પાંચથી પચ્ચીસ હજાર રૂપિયા કમાવી શકો છો! આ વાંચીને નવાઈ લાગી હશે! પણ આ હકીકત છે. કારણ કે વાહન અકસ્માતોને લઇ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ અોક્ટોમ્બર થી ઍક નવી પોલીસી અમલમાં લાવી છે. જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવનાર વ્યક્તિ સરકાર ઈનામ પેટે પાંચ હજાર રૂપિયા ઈનામ આપી સમ્માનિત કરશે

આપણા દેશમાં માર્ગો પર થતા અકસ્માતોની ઘટનાઓ એ સામાન્ય વાત છે. જોકે અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિને સમય પર મદદ અને સારવાર મળી રહે તો તેનો જીવ બચાવી શકાય છે. જોકે આપણા મનમાં એવી બીક હોય છે કે ધરમ કરતાં ધાડ ન પડી જાય, એટલે વ્યક્તિ મદદ કરતા પહેલા સો વખત વિચાર કરે છે. કારણ એ પણ હતું કે એક્સિડન્ટમાં પોલીસ કાર્યવાહી માટે લાગતો સમય, વારંવારના ધક્કા ખાવા પડતાં હોઈ લોકો મદદને હેરાનગતિ સમજવા લાગ્યા હતા અને મદદ કરવાનું ટાળતા હતા. ત્યારે આવું નહીં બને અને લોકો મદદ માટે આગળ આવે તે માટે હવે મોટર વ્હીકલ એક્ટની કલમમાં સુધારો કરી ઇજાગ્રસ્તોને મદદ કરનારી વ્યક્તિને હેરાનગતિ માંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે જ હવે કેન્દ્ર સરકારે લોકો અકસ્માત સમયે મદદ માટે પ્રેરાય તે માટે એક નવી યોજના અમલમાં મૂકી છે. ખાસ કરીને રસ્તામાં જ્યારે પણ અકસ્માત સર્જાય છે ત્યારે તાત્કાલિક મદદ કે સારવાર ન મળતા ઇજાગ્રસ્ત વ્યક્તિને જીવ ગુમાવવો પડે છે. જો ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્તને સમયસર હૉસ્પિટલ લઈ જવા સુધીની પણ મદદ મળી રહે તો એ વ્યક્તિનો જીવ બચી શકે છે. માટે જ લોકોને જાગૃત કરવા સરકારે મદદ કરનાર વ્યક્તિને રૂપિયા 5 હાજર નું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન વિભાગ દ્વારા ૧૫ ઓક્ટોબરથી અમલમાં આવ્યું આયોજન 31 માર્ચ ૨૦૦૬ સુધી ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે. મંત્રાલય દ્વારા આ યોજનાની ગાઇડલાઈન પણ જાહેર કરાઈ છે. એક્સિડન્ટમાં ઇજાગ્રસ્તોને શરૂઆતના તબક્કામાં હોસ્પિટલમાં લઈ જતા તાત્કાલિક સારવાર મળતાં જીવ બચાવી શકાય છે અને એ જ મહત્વનો સમય હોય છે. અકસ્માત સમયે અકસ્માત થનારા ને જગ્યા,સ્થળ,વિસ્તાર ની સંપૂર્ણ જાણકારી હોતી નથી કે અવસ્થામાં હોતા નથી માટે આવા સમયમાં હોસ્પિટલમાં પહોંચાડ પહોંચાડવામાં મદદ કરનાર વ્યક્તિને આ બક્ષિસ મળી શકે છે, તેમજ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જો કોઈ એકસીડન્ટ મદદના કિસ્સામાં એક કરતાં વધુ લોકો હશે તો તે ઈનામની રાશિ સરખા હિસ્સામાં વહેંચી આપવામાં આવશે.

અકસ્માત મદદ ઇનામ માટે એકસીડન્ટની પોલીસને જાણકારી આપનાર વ્યક્તિ તેમજ ઇજાગ્રસ્તોને મદદ કરેલ હોય તે સંપૂર્ણ વિગત પોલીસ ડોક્ટર પાસેથી મેળવી મદદ કરનાર વ્યક્તિનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર તેમજ અકસ્માતનું સ્થળ, સમય ની નોંધ કરવા સાથે એ વ્યક્તિએ કેટલી, કેવી અને કયા પ્રકારની મદદ કરી છે તે વિગત નોંધ લઇ સંપૂર્ણ માહિતી મુજબ નું સર્ટીફીકેટ તૈયાર કરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ને મોકલી આપશે.