અભય વિશેષ

માનહાનિ કેસઃ રાહુલ ગાંધીઍ સુરત કોર્ટમાં વધારાનું સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હું કંઈ જાણતો નથી!

 

તમામ મોદી ચોર હોવાના નિવેદન પર કેસ ચાલી રહ્યો છે

Continue reading...
પ્રેમ માટે દીકરીઍ માતા-પિતા સાથે કર્યું આવું કૃત્ય જાણીને ચોંકી જશો…!

 

સુરત શહેરના ડિંડીલી વિસ્તારમાં પ્રેમ માટે દીકરીએ કારસ્તાન કર્યાનો વિચિત્ર કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. દીકરીએ પ્રેમી સાથે ભાગવા માટે માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવી દીધા હતા. ત્યારબાદ પરિવાર સૂઈ જતા ભાગીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. ઘટનાની જાણ થતા પરિવાર પોલીસ સ્ટેશન દીકરીને સમજાવવા ગયું હતું. જોકે, દીકરીએ પ્રેમી સાથે જ રહેવાનો નિર્ણય પરિવારને સંભળાવી દીધો હતો. જેથી પિતાએ પુત્રી અને તેના પ્રેમી અને પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે પુત્રી અને તેના પ્રેમી એવા પતિની ધરપકડ કરી છે. આ અગાઉ પ્રેમી એવા પતિના પિતાની અટકાયત કરાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી વિસ્તારમાં દિવ્યેશભાઈ (નામ બદલ્યું છે) પત્ની, પુત્ર અને પુત્રી ખ્યાતિ (નામ બદલ્યું છે) સાથે રહે છે. દીકરીએ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા સંદિપ (નામ બદલ્યું છે) સાથે એક દિવસ ભાગી ગઈ હતી. ત્યારબાદ તેને સંદિપના મામાના ઘરેથી સમજાવી પર લઈ આવ્યા હતા અને બંનેના પ્રેમસંબંધ અંગે જાણ થઈ હતી.
ગત 12 સપ્ટેમ્બરના રોજ પરિવારના તમામ સભ્યો ઘરે હાજર હતા. સાંજે ખ્યાતિએ આલુ પરોઠા બનાવ્યા હતા. ત્યારબાદ પરિવારે પરોઠા ખાધા હતા અને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે દિવ્યેશભાઈ ઉંઘમાંથી જાગતા ચક્કર આવતા હતા અને પરિવાર પણ સૂતો હતો. ચક્કર આવતા હોવા છતાં દીકરીને શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તમારી દીકરી ખ્યાતિએ સંદિપ સાથે પ્રેમલગ્ન કરી પોલીસ સ્ટેશન આવ્યા છે. જેથી પરિવાર પોલીસ સ્ટેશન દોડી ગયું હતું.
પોલીસ સ્ટેશનમાં દીકરી ખ્યાતિ, તેનો પ્રેમી સંદિપ અને સંદિપના માતા-પિતા હાજર હતા. પોલીસે ખ્યાતિએ લગ્ન કરી લીધા હોવાના સર્ટિફિકેટ બતાવ્યા હતા. જેથી દીકરીને સમજાવી હતી. જોકે, ખ્યાતિએ જણાવ્યું હતું કે, હું અને સંદિપ પ્રેમ કરીએ છીએ. સંદિપના પિતાના કહેવાથી મેડિકલમાંથી ઘેનની ગોળીઓનો ભુક્કો પરાઠામાં નાખી ખવડાવ્યા હતા. રાત્રીના સમયે ઘેનમાં સૂઈ જતા સોસયટીમાં જ ઉભેલા સંદિપ અને તેના પિતા સાથે બાઈક બેસી ભાગી ગઈ હતી. હું તમારી સાથે આવવાની નથી.
દીકરીએ ઘેનની ગોળીઓ પરોઠામાં નાખી ખવડાવી હોવાની જાણ થતા દિવ્યેશભાઈ અને તેમના પત્ની ગભરાઈ ગયા હતા. ચક્કર અને માથું દુખતું હોવાથી બંને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ પણ આવી હતી અને દીકરી પરત આવી જશે તેનો આશ્વાસન આપ્યું હતું જેથી જેતે સમયે ફરિયાદ આપી ન હતી. જોકે, પરિવારના સમજાવવા છતાં દીકરી પરત ન આવતા પિતાએ દીકરી, તેના પ્રેમી અને પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેતી પોલીસે ખ્યાતિ અને તેના પતિ સંદિપની ધરપકડ કરી છે.

Continue reading...
ગુજરાતમાં સિનિયર મંત્રીઓ બાદ ધારાસભ્યો પર સંકટ, 2022ની ચૂંટણીમાં રૂપાણી સરકારના 60 ટકા ધારાસભ્યો ઘેર બેસી શકે છે

 

±õÀ ÖßÎ FÝëßõ ±ëÜ ±ëØÜí ÕëËa નવયુવાનોને તક આપી રહી છે, ત્યારે ભાજપને પણ હવે યુવાનોને વધુ ચાન્સ આપવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે

Continue reading...
વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારામાનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી

 

આ વર્ષે ભારતને આઝાદી મળ્યાના 75 વર્ષ થઇ રહ્યાં હોય સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઇને દરેક ભારતીયમાં એક અલગ જ ઉમંગ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા માનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 75માં સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી ભાગરૂપે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટની મુલાકાત લેવામાં આવી હતી. જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિ હેલ્પ ફાઉન્ડેશનના કાર્યકરોને સ્વતંત્રતા પર્વ નિમિતે ધ્વજારોહણ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ તકે વિ હેલ્પ ફાઉન્ડેશનના 35થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા, અને સંસ્થાના સ્થાપક દ્વારા તિરંગાને આન, બાન, શાન સાથે લહેરવામાં આવ્યો હતો.

બાયડ ખાતે જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ સંચાલિત આ મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે 165 જેટલી માનસિક દિવ્યાંગ મહિલાઓ આશ્રય લઇ રહી છે. આ તમામ માનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે દેશભક્તિના ગીતો સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિ હેલ્પ તરફથી નિરવ શાહ, મૌલિક ભાવસાર, કામિની મ્હાત્રે તથા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઇ જેન, ટ્રસ્ટી વિજય પટેલ, દર્શન પંચાલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે વિ હેલ્પ તરફથી નિરવ શાહે જણાવ્યું હતુ કે આઝાદીના પર્વની યોગ્ય ઉજવણી કરવા માટે આ આશ્રમ એકદમ ઉત્તમ છે. અહીં રહેતી માનસિક વિકલાંગ મહિલાઓ એકદમ નિર્દોષ છે, તેઓ કોઇપણ જાતના રાગદ્વેશ કે કપટ-પ્રપંચથી દૂર છે. પરંતુ તેમની સાથે રહેવાથી તેમનામાં રહેલા દર્દને અનુભવી શકાય છે. આ સંસ્થા ચલાવવા માટે ટ્રસ્ટીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે, જેથી આપના કોઇ યાદગાર દિવસની ઉજવણી હંમેશા માટે આપના માટે અવિસ્મરણીય બની રહે તે માટે અચૂક આ સંસ્થાની મુલાકાત લો અને શક્ય હોય તે રીતે આ સંસ્થાને મદદરૂપ થઇ આપણે આપણી સામાજિક જવાબદારી નિભાવવી જોઇએ.

ગુજરાતના આ શહેરના મેયર બંગલાને માનવામાં આવે છે અપશુકનિયાળ, નવા મેયર પણ નહીં જાય રહેવા…

 

રાજકોટના હાર્દ સમા રિંગરોડ પરનો આલીશાન મેયર બંગલો મેયરપદ માટે હાનિકારક, જે રહેવા ગયું તેની રાજકીય કારકિર્દી હાંસિયામાં ધકેલાઈ જાય છે

Continue reading...
SMC BUDGET : કર – દર વધારા વિનાનું 6534 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

 

નવા સમાવિષ્ટ વિસ્તારોમાં 140 કરોડના ખર્ચે ઉભી કરાશે પાણી – ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓ, નવી 150 ઇલેક્ટ્રિક બસો ખરીદાશે, 142 અર્બન હેલ્થ ક્લિનિક શરૂ કરવા સાથે નવા 20 હજાર આવસોનું નિર્માણ કરાશે

Continue reading...
એક ચાલીના રૂમમાં રહે છે અમદાવાદના નવ નિયુક્ત મેયર, નથી કર્યા લગ્ન…

 

મેયર બંગલા માં રહેવાને બદલે ચાલીના એક રૂમના છાપરાંવાળા મકાનમાંથી AMCનો વહીવટ સંભાળશે

Continue reading...
આંતરરાષ્ટ્રીય મહિલા દિન :ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી આજે છે આઈ.પી.એસ

 

લક્ષ્યને પામવા મક્કમ મનોબળ હોય તો ગરીબી અને આર્થિક સ્થિતિ ક્યારેય અંતરાય બનતી નથી: આઈ.પી.એસ. સરોજકુમારી

Continue reading...
ખુશ ખબર: રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના પ્રોફેસરોને મળશે સાતમા પગાર પંચનો લાભ

 

એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તામાં ચૂકવાશે

Continue reading...
આપ કાર્યકર્તાએ રોડ ચોરી થયાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો અને 24 કલાકમાં રોડ બની ગયો

 

લિંબાયતના આસપાસ નગરની એક ગલીમાં અડધો રસ્તો બનાવ્યો જ નહોતો.

Continue reading...