માનહાનિ કેસઃ રાહુલ ગાંધીઍ સુરત કોર્ટમાં વધારાનું સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હું કંઈ જાણતો નથી!

Spread the love

સુરત. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત ખાતે આવ્યાં હતા. સુરત ઍરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસના નેતાઓઍ સ્વાગત કર્યું હતુ. ઍરપોર્ટથી રાહુલ ગાંધી કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટ રૂમમાં રાહુલ ગાંધીનું સાહેદોનાં નિવેદન પર વધારાનું નિવેદન લેવાયું હતું. રાહુલ ગાંધીઍ કોર્ટને સ્ટેટમેન્ટમાં તમામ સવાલો અને પુરાવા અંગેના પ્ર‘ોમાં માત્ર ઍટલું જ કહ્નાં કે હું કંઈ જાણતો નથી. જ્યારે કેસ કરનાર પૂર્ણેશ મોદીઍ કહ્નાં હતું કે અમારા સમાજના ૧૩ કરોડ લોકો દેશભરમાં વસવાટ કરે છે. ઍ દરેક મોદીને ચોર કહીને અપમાન કરાયું હતું, જેથી આ માનહાનિનો કેસ કર્યો છે.
પૂર્ણેશ મોદીના વકીલ ભ્ સ્ રાઠોડઍ જણાવ્યું હતું કે બે સાહેદોની ૨૫મીઍ જુબાની પૂર્ણ થઈ હતી, જેમાં વીડિયો રેર્કોડિંગ કરનાર પ્રકાશ અને શિવ સ્વામીની જુબાની પૂર્ણ થઈ હતી. આ સાહેદોની જુબાની અંતર્ગત કોર્ટે વધારાના નિવેદન માટે રાહુલ ગાંધીઍ કોર્ટમાં કહ્નાં હતું કે હું આ રેર્કોડિંગ અને તેને લગતી બાબતો વિશે કશું જ જાણતો નથી. આવતીકાલે આ કેસમાં વધુ ઍક સાહેદને બોલાવવાની અરજી પર સુનાવણી થશે. જો આ સુનાવણીમાં કોર્ટ અરજી ગ્રાહ્ના ન રાખે તો હાઈકોર્ટમાં જઈને સાહેદ ચંદ્રપ્પા કે જેણે રેર્કોડિંગની સીડી બનાવી છે તેને હાજર રહેવા માટે અરજી કરાશે.

સુરતમાં મુખ્ય બે સ્થળ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસ દ્વારા ઍસવીઍનઆઈટી સર્કલ અને પૂજા અભિષેક ટાવર પાસે કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત રસ્તા પર ઊભા રહીને કાફલાનું સ્વાગત કરાયું હતું તેમજ સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતની કોંગ્રેસની ટીમ દ્વારા ઍરપોર્ટથી ઍસવીઍનઆઈટી સુધી બે પોઇન્ટ બનાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું.

શું છે કેસ?
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીઍ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. ઍ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં ઍમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીઍ જાહેર મંચ પરથી કહ્નાં હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. ઍ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતાં સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો.