સુરતની શેલ્બી હોસ્પિટલના સુપર સ્પેશીયાલિસ્ટ “ન્યુરો-ઇન્ટરવેશનલ રેડીઓલોજસ્ટ” ડો.જેની ગાંધી દ્વારા મગજના એન્યુરિઝમ માટે ‘કોન્ટૂર ડિવાઇસ પ્લેસમેન્ટ’ની સફળ સર્જરી

 

સુરત: સુરતની શેલ્બી હોસ્પિટલના સુપર સ્પેશીયાલિસ્ટ “ન્યુરો-ઇન્ટરવેશનલ રેડીઓલોજસ્ટ” ડો.જેની ગાંધી દ્વારા મગજના એન્યુરિઝમ માટે ‘કોન્ટૂર ડિવાઇસ પ્લેસમેન્ટ’ની સફળ સર્જરી કરવામાં આવી છે. ડો. જેની ગાંધી “ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ” તરીકે ન્યુરોઇંટરવેન્શન માટે સેન્ટર ઓફ એક્સેલન્સ – શેલ્બી હોસ્પિટલ, સુરત ખાતે કાર્યરત છે. તેમણે MD (Radiology) બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદથી તથા FRCR, UK થી કર્યું છે. તેણીએ KEM હોસ્પિટલ, મુંબઇ અને KMC હોસ્પિટલ, કોઇમ્બતુરથી ન્યુરોઇંટરવેન્શન અને પેરિફેરલ ઇંટરવેન્શનની તાલીમ વિશ્વના અગ્રણી ઇંટરવેન્શન રેડિયોલોજીસ્ટ હેઠળ લીધી છે. તેમને વર્ષ 2019 માં Indian Society of Vascular and Intervention Radiology દ્વારા “Best fellow of Intervention Radiology”નો એવોર્ડ એનાયત થયો છે. 

તેઓ 2019થી શેલ્બી હોસ્પિટલ, સુરતમાં પ્રેક્ટિસ કરી રહી છે. ટૂંકા ગાળામાં, તેણીએ 500 થી વધુ ઇંટરવેન્શનની પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. તમામ જટિલ હાઇ એન્ડ ન્યુરો-ઇંટરવેન્શન જેમકે એન્ડોવાસ્ક્યુલર કોઇલિંગ, ફ્લો ડાયવર્ટર અને કોન્ટૂર/WEB ડિવાઇસ પ્લેસમેન્ટ ઓફ બ્રેઇન એન્યુરિઝમ્સ, કેરોટિડ સ્ટેન્ટિંગ, ઇન્ટ્રા-ક્રેનિયલ સ્ટેન્ટિંગ, ડ્યુરલ AVM/AVF એમ્બોલિઝેશન, બ્રેઇન AVM એમ્બોલિઝેશન સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યા છે.

તેઓ સુરતમાં પ્રથમ આઇઆર સ્પેશિયલીસ્ટ છે જેમણે શેલ્બી હોસ્પિટલમાં મગજની એન્યુરિઝમ માટે ‘કોન્ટૂર ડિવાઇસ પ્લેસમેન્ટ’ સફળતાપૂર્વક કર્યું છે. ડો. જેની ગાંધી, શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે મગજની એન્યુરિઝમ અને ડ્યુરલ AVF અને બ્રેઇન AVM ના એમ્બોલિઝેશનની સૌથી વધુ સફળ ફ્લોડાયવર્ટર પ્રોસિજર કરી છે.

ડો.જેની ગાંધી સુરતમાં નવી મેડિકલ સુપર-સ્પેશિયાલિટીના ડોક્ટર છે. આ સુપર-સ્પેશિયાલિટીમાં શરીરની રક્ત વાહિનીઓ મારફત ઇમેજ-ગાઇડેડ પ્રોસિજર કરવામાં આવે છે, જેમાં શરીરની રક્ત વાહિનીઓ મારફત કોઈપણ ઓપન સર્જરી વગર શરીરની સરળ તેમજ જટિલ વાસ્ક્યુલર સમસ્યાઓની સારવાર કરી શકીએ છીએ. બધી પ્રોસિજર પિન-હોલ દ્વારા ચામડી પર કોઈપણ ચીરા વગર કરવામાં આવે છે તથા દર્દીને ખુબ ઝડપથી રિકવરી આ વે છે અને મોટાભાગના દર્દીઓને સામાન્ય રીતે 2 થી 3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.

ડૉ. વીરેન્દ્રસિંહ ચૌહાણ (ક્લસ્ટર સીઇઓ સુરત & વાપી) એ જણાવ્યું કે સુરત શેલ્બી હોસ્પિટલ એ જટિલ પ્રકાર ના તમામ ઓપરેશન માટે અમારી હોસ્પિટલ સુસજજ છે. જેનાથી તમામ દર્દીને સારવારનો લ્હાવો મળશે.

શ્રી લલિત સસાલે (ડીજીમ કોર્પોરેટ ડેવલોપમનેટ) ના જણાવીયા મુજબ દર્દીઓએ હવે મુંબઈ કે અમદાવાદ જેવા શહેરોમા જવાની જરૂર નથી, અત્યાધુનિક જટિલ ઓપરેશન શેલ્બી હોસ્પિટલ, સુરત ખાતે ઉપલબ્ધ છે.

પતિ મોબાઇલમાં અશ્લિલ વીડિયો જાઈ પત્ની સાથે બાંધતો શારીરિક સંબંધ, ઇનકાર કરે તો પત્નીને માર મારતો

 

પત્નીની ફરિયાદના આધારે પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Continue reading...
ગુજરાતમાં સિનિયર મંત્રીઓ બાદ ધારાસભ્યો પર સંકટ, 2022ની ચૂંટણીમાં રૂપાણી સરકારના 60 ટકા ધારાસભ્યો ઘેર બેસી શકે છે

 

±õÀ ÖßÎ FÝëßõ ±ëÜ ±ëØÜí ÕëËa નવયુવાનોને તક આપી રહી છે, ત્યારે ભાજપને પણ હવે યુવાનોને વધુ ચાન્સ આપવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે

Continue reading...
શક્ય જ નથી કે પેટ્રોલ ડીઝલ સસ્તુ થાય!

 

6 રાજ્યોએ કાર્યો વિરોધ
બાયો ડીઝલ પર GST ઘટીને 5% કરાઈ

Continue reading...
સુરતની 11 વર્ષની ચાર્વી ડોરા ની અનોખી સિદ્ધિ 4 વર્ષ માં 2000થી વધુ પુસ્તકો વાંચી સર્જ્યો વર્લ્ડ રેકૉર્ડ

 

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને “યંગેસ્ટ ટુ રીડ ધ મેક્સીમમ નંબર્સ ઓફ બુક્સ” નો ખિતાબ આપ્યો

સુરત: આજે જ્યારે બાળકોને મોબાઈલ ફોન સહિતના વિવિધ ગેજેટ્સ પર ગેમ્સ અન્ય પ્રવૃતિનું વળગણ લાગ્યું છે ત્યારે સુરતની 11 વર્ષીય ચાર્વી ડોરા નામની બાળકીએ માત્ર 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી ને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ સિદ્ધિ બદલ ચાર્વીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી ”યંગેસ્ટ ટૂ રીડ ધ મેક્સિમમ નમ્બર્સ ઓફ બુક્સ” નું ટાઈટલ આપવામાં આવ્યું છે.

શહેરની લુડ્સ કોન્વેન્ટ સ્કૂલમાં 6 ધોરણમાં અભ્યાસ કરતી ચાર્વી એ પુસ્તકો પ્રત્યેનું તેનું વળગણ અને વર્લ્ડ રેકોર્ડ સુધીની આ સફર અંગે ચાર્વી કહે છે કે  નાનપણથી જ તેને બુક વાંચવાનો ખુબ જ શોખ રહ્યો છે. મમ્મી જ્યોતિ ડોરા તેને પુસ્તકો વાંચીને સંભળાવતી  અને ચાર્વીને પુસ્તકો હાથવગા મળી રહે એ રીતે ઘરમાં રાખવામાં  આવતા. જેને લીધે પુસ્તકો સાથે દોસ્તી થઈ ગઈ. 7 વર્ષની હતી ત્યારે ચાર્વીએ પહેલી  બુકની સિરીઝ વાંચી હતી અને આ આખી સિરીઝ  તે એક જ મહિનામાં વાંચી ગઈ હતી. આ જોઈને એની મમ્મીએ બીજા મહિનામાં બીજી સિરીઝ વાંચવા માટે આપી, આમ કરતા કરતા ચાર્વી એક બુક વાંચે ત્યાં તો  બે નવી બુક તેની પાસે આવી જતી. એની આ રીડિંગની ટેવના કારણે એનું  સ્પીકિંગ, રાઇટીંગ અને કોમ્પરીહેન્સન ખૂબ જ નિખર્યું અને આ કારણે ચાર્વી ને સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન, ઓલમ્પિયાડ અને સ્પેલિંગ રાઇટિંગ જેવી પ્રવૃત્તિઓ અને પરિક્ષામાં આ ખૂબ જ સારા માર્ક્સ મળે છે.. ચાર્વીને વાંચન  સિવાય ચેસ રમવાનો વિડીયો મેકિંગ અને પોડકાસ્ટિંગ, સિંગિંગનો પણ ખુબજ શોખ છે તેને સ્વિમિંગ કરવું પણ ખૂબ જ પસંદ છે.ચાર્વીના જીવનમાં રીડિંગનો પ્રભાવ જોઇને માતા જ્યોતિબેન ને વિચાર આવ્યો કે આજના સમયમાં જ્યાં દરેક બાળકના હાથમાં ગેજેટ હોવું સામાન્ય ગણાય છે તેની જગ્યા પુસ્તક લઈ શકે તો બાળકનો સર્વાંગી વિકાસ થઇ શકે છે. આ વિચાર સાથે એમણે રીડર્સ અડ્ડા નામની સંસ્થાની સ્થાપના કરીને બાળકોમાં વાંચવાની ટેવ કેળવવા ની મદદ કરે છે , જેથી બાળકો સતત ગેઝેટની કંપની માંથી બહાર આવી શકે. તેમના સ્ટુડન્ટ આફ્રિકા,ઓરિસ્સા, દિલ્હી અમદાવાદ બરોડા ગાંધીનગર રાજસ્થાન અને સુરતથી છે.તેઓ ડોર સ્ટેપ લાયબ્રેરી સર્વિસ પણ આપે છે.  જેથી જે માબાપ બાળકોને લઈને લાઈબ્રેરી જવાનો ટાઈમ નથી કાઢી શકતા હોય તેવા માતા પિતાના બાળકોને પણ મદદ મળે.

ચાર્વી અને માતા જ્યોતિએ ”લાઈફ લોન્ગ લર્નિંગ ક્લબ” શરૂ કર્યું છે જેમાં વિડિયો મેકિંગ પોડકાસ્ટિંગ જેવી સ્કિલ શીખવાડે છે. અને આજના આ પ્રસંગે ચાર્વીએ તેની ઈન્ક્મમાં થી 1000 બુક્સ આ ક્લબ માં ડોનેટ કરી છે. 

– આ રીતે સ્થાપિત કર્યો રેકોર્ડ વર્લ્ડ ટેલેન્ટ ઑર્ગેનાઇઝેશન ના અધિકારીઓએ ચાર્વિ એ વાંચેલી 2000 થી વધુ બુકસમાંથી રેન્ડમ 41 બુક્સ પસંદ કરી અને ચાર્વીને તે બુક્સ વિશે પૂછવામાં આવ્યું. ચાર્વીને દરેક બુકનું કન્ટેન્ટ યાદ હતું અને પુસ્તકની સ્ટોરી વિશે કહ્યું. આ માટે ચાર્વીને પાંચ લેપસીસ નો ઉપયોગ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો હતો, પણ ચાર્વીએ એક પણ વિકલ્પનો ઉપયોગ કર્યા વગર

નાણાવટી રેનોના પીપલોદ શોરૂમની દસમી વર્ષગાંઠ ઉજવી

 

ઉજવણી સમારોહમાં KIGER RXT (O) and the KWID CLIMBER MY 21 કાર લોન્ચ કરાઈ અને ટેસ્ટ ડ્રાઈવ માટે પણ લોકોને આમંત્રિત કરાયા

સુરત : નાણાવટી રેનો સુરતના પીપલોદ શૉરૂમ ખાતે 8 સપ્ટેમ્બર 2021 ના રોજ 10મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમા રેનો KIGER RXT (O) and the KWID CLIMBER MY 21 કાર ના લોન્ચિંગ અને  ટેસ્ટ ડ્રાઈવ માટે આમંત્રિત કરાયા હતા.  હત.  આ ઉજવણીમાં લોકોએ મોટી સંખ્યામાં મુલાકાત લઈ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. રેનો સુરતમાં ૪.૯૯ વ્યાજદર, શ્રેષ્ઠ એક્સચેન્જ, લોયાલટી અને બીજી ઘણી બધી આકર્ષક નવી ઓફર ગ્રાહકો માટે આપવામાં આવી હતી.  આ ઑફરનો 100 થી વધુ ગ્રાહકો એ  લાભ લીધો હતો અને રેનો કાર બુક કરાવી હતી. નાણાવટી રેનો ના ૧૦ મી વર્ષગાંઠ પર સેલિબ્રેશન ફેસ્ટિવલ ને ઉત્કૃષ્ટ પ્રતિસાદ આપવા બદલ સહર્સ આભાર માને છે અને ભવિષ્યમાં આવી જ પ્રવુત્તિઓ કરવાની ખાત્રી આપે છે.

73 કલાક ડ્રાઈવ કરી સુરતી યુવાનોએ લેહ થી કન્યાકુમારી સુધી 4 હજાર કી.મી.નો સફર ખેડ્યો

 

બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા ટ્રાફિક નિયમોના પાલન માટે જાગૃતિ લાવવા અને લિંગ ભેદને ભૂલી મહિલા સશક્તિકરણ ને બળ મળે તે માટે ઇન્ડુરેન્સ ડ્રાઈવ નું આયોજન કરાયું

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કર્યું

સુરત: સુરતીઓ હવે ખાવા પીવાના શોખીન સાથે એડવેન્ચર માટે પણ ઓળખાતા થઈ ગયા છે. સુરતના બે યુવાનો અને એક યુવતીએ વધુ એક સાહસ ખેડી સુરતનું નામ રોશન કર્યું છે. આ યુવાનો અને તેમના ગૃપે 73 કલાક સુધી ડ્રાઈવ કરીને લેહ થી કન્યાકુમારી સુધીનું 3889 કીમીનું અંતર પૂર્ણ કર્યું છે. આ રાઇડ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એડવેન્ચર જ નહીં પણ મોટર સ્પોર્ટ્સ ને પ્રોત્સાહન આપવા સાથે જ લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા અને મહિલા પણ મોટર સ્પોર્ટ્સમાં આગળ આવે તે હતો. આ સમગ્ર આયોજન બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા કરવામાં આવ્યું હતું.

બિગ બેશ સ્પોર્ટ્સ લીગના સ્થાપક  મેહુલ પીઠાવાલા,શીતલ પીઠાવાલા,અને હેનીલ નીરબાને મળી આ સાહસ ખેડવાનું નક્કી કર્યું અને બિગ બેશ સ્પોર્ટ્સ લીગ – ડ્રીમ ડ્રાઈવ ઇન્ડુરેન્સ નું આયોજન કર્યું. 29મી ઓગસ્ટના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરવાની સાથે જ આ રાઇડ શરૂ થઈ હતી. હેનિલ અને શીતલ સહિત ત્રણેય જણાએ સાત ટીમોનું નેતૃત્વ કરી ડ્રાઈવ ની શરૂઆત કરી હતી. લેહ થી કન્યાકુમારી સુધીનું 3889 કીનીનું અંતર 73 કલાકની ડ્રાઈવમાં પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન ચંદીગઢ, ઝાંસી, નાગપુર, હૈદરાબાદ અને બેંગ્લોર ખાતે વિરામ લીધો હતો. હેનીલે જણાવ્યું હતું કે આ ડ્રાઈવ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એડવેન્ચર પૂરતો સીમિત ન હતો પણ મોટર સ્પોર્ટ્સ ને પ્રોત્સાહન મળે, લોકોમાં ટ્રાફિક નિયમો અને કાયદા  પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ હતો. શીતલ પીઠાવાલાએ જણાવ્યું હતું કે આ રાઇડમાં એક મહિલા ટીમ પણ જોડાઈ હતી જેથી  મહિલાઓ પણ આ પ્રકારના એડવેન્ચર માટે આગળ આવે.

વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા કિડ્સ ફૅશન શોનું આયોજન

 

100 ટકા વેક્સીનેશનનો બાળકોએ આપ્યો સંદેશ

સુરત: વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા  રવિવારે  બાળકો માટે મી એન્ડ મમ્મી કિડસ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. શોમાં નાના નાના ભૂલકાઓને પોતાની માતાઓ સાથે રેમ્પ વોક કરવાની સાથે જ કોરોના સામેની લડાઇ માં 100 ટકા વેક્સીનેશન પર ભાર મૂકી સુરતને સુરક્ષિત કરવાનો સંદેશ આપ્યો હતો.

આયોજક પ્રીતિ જૈન બોકડિયાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી ના કારણે છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયથી સ્કૂલો બંધ હતી અને બાળકો ઘરોમાં જ કેદ હતા. ત્યારે ચોક્કસ જ તેમની માનસિક સ્થિતિ પર આવી પરિસ્થિતિ ની અસર થઈ હશે. હવે જ્યારે સ્કૂલો ખુલી છે અને બાળકો ફરી સ્કૂલ માં જતાં થાય છે ત્યારે તેમનામાં ઉત્સાહ વધારવા ના ઉદ્દેશ્ય સાથે બાળકો માટે આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. શોમાં મોટી સંખ્યા માં બાળકોએ ભાગ લીધો હતો અને ફૅશન શો ના માધ્યમથી લોકો ને કોરોના પ્રત્યે જાગૃત કરવામાં પણ આવ્યા હતા. બાળકોએ કોરોના વિરોધી વેક્સિન ના કટ આઉટ અને પોસ્ટરો સાથે રેમ્પ વોક કરીને સુરતમાં 100 ટકા વેક્સીનેશન થાય અને સુરત સુરક્ષિત બને તે માટેનું આહ્વાન કર્યું હતું. પ્રીતિ બોકડિયાએ જણાવ્યું હતું કે ફેશન શો માં ત્રણ રાઉન્ડ થાય હતા અને તેમા વિજેતા થનાર બેબી ગર્લ માટે મિસ્ટર પ્રેમ ગડા એ પ્રેશા ક્રિએશન ના ક્રાઉન અને સર્ટિફિકેટ આપ્યા હતા. તેમજ ગર્લ્સ અને બોયને  પ્રીતિ જૈન બોકડિયાએ  મોમેન્ટો આપ્યા હતા તથા નીરજા કલાવટિયા એ  ઓનલાઇન ગ્રૂમિંગ કરાવી હતી.જ્યુરી તરીકે યશ કટારીયા, નિશા જૈન,ઈશા પટેલ, ,હેત્વી બાબરીયા તેમજ વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ ના પાર્ટનર અને એસ.કે.ઇન્વેસ્ટમેનના કેતન છાપગર,સુર કેવલ્યમ મ્યુઝિક ક્લાસના મિસ્ટર જોય સર, કૃષિ ભાવસાર,  મિસેસ ડિમ્પલ, મિસેસ મમતા, મનીષ ભાવસાર, માન્ટુ હલ્ડર , મોન્ટુ મિસ્ત્રીએ  સહયોગ આપ્યો હતો.

સુરતના 27 વર્ષીય યુવકે શ્રાવણ મહિનામાં 1.25 લાખ મહા મૃત્યુંજય મંત્ર ના જાપ કર્યા

 

દેશના અટલ અખાડાના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત સાધુ સમાજના અધ્યક્ષ બટુક ગિરિ મહારાજના સાનિધ્યમાં સન્માન સમારોહ યોજાયો

સુરત: આજના યુવાનો જ્યારે મોબાઈલ અને કોમ્પ્યુટર માં સમય પસાર કરે છે ત્યારે સુરતના એક 27 વર્ષીય યુવાન વિશાલ વિજયકુમાર જરીવાલા એ પવિત્ર શ્રાવણ માસમાં 1 લાખ 25 હજાર મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરી શિવભક્તિ ને પ્રસ્થાપિત કરી છે.

અડાજણ વિસ્તારમાં રહેતા અને ખંભાતીખત્રિ સમાજના વિશાલ વિજયકુમાર જરીવાલાનો શ્રાવણ મહિનામાં મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરવાનો ધ્યેય હતો અને તે વખતના શ્રાવણ મહિનામાં તેને પૂર્ણ કર્યું છે. વિશાલે જણાવ્યું કે પવિત્ર શ્રાવણ માસમાં સવા લાખ જાપ નું અનુસ્તાન પૂર્ણ કર્યું છે અને 12500 દશાંશ હોમના જાપ ,1250 તર્પણ પ્રયોગના જાપ,125 મહાજન પ્રયોગના જાપ કાર્ય હતા પ્રતિદિનવિશાલ  16 થી 17 કલાક સુધી રુદ્રાક્ષની માળા થકી મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરતો હતો. જ્યારે હાલતા ચાલતા જ્યારે પણ સમય મળે ત્યારે મશીન પર 31હજાર જાપ કર્યા પૂર્ણ કર્યા છે. વિશાલની આ સિદ્ધિ બદ્દલ જરીવાલા પરિવાર દ્વારા તેના સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશના અટલ અખાડાના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત સાધુ સમાજના અધ્યક્ષ બટુક ગિરિ મહારાજ, બીનાબેન પુણેશભાઈ મોદી અને ગુજરાત મિત્ર ના ચીફ એડિટર અને વાસ્તુ શાસ્ત્રના જાણકાર કૌશલભાઈ બારોટ  વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22 અંતર્ગત શિક્ષકદિનની વિશિષ્ટ ઉજવણી

 

સુરત: ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા:- 03/09/2021 શુક્રવાર થી    તા :- 07/09/2021 મંગળવાર દરમિયાન “આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22” અંતર્ગત શિક્ષકદિનની ઉજવણી વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે  શાળામાં  પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ, શહિદ સૈનિકોના પરિવારનું સન્માન, સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓનું સન્માન, Covid -19 રસીકરણ, સ્વયં શિક્ષક દિન તેમજ રંગોળી સ્પર્ધા “ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહિદ સૈનિકોનાં દરેક પરિવારોને રૂ ૧૧૦૦૦/- નો ચેક, રૂ ૨૦૦૦/- ની ગોલ્ડન પ્લેટેડ નોટ, સાડી, ડ્રેસ મટીરિયલ્સ, બાળકો માટે શૈક્ષણિક કીટ શાળા તથા જુદાજુદા દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. તેમજ covid-19 રસીકરણ કાર્યક્રમ અંતર્ગત શાળાના વાલીશ્રીઓ અને ખરવરનગર વિસ્તારના 18 થી વધુ વય ધરાવતા ૬૦૦ કરતાં વધુ વ્યક્તિઓએ રસીનો લાભ લીધો હતો, સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓના સન્માન કાર્યક્રમ અંતર્ગત દીકરીની માતાઓને કેન્દ્ર તથા રાજ્ય સરકારની દીકરીઓને લગતી વિવિધ યોજનાઓનું લેમીનેટેડ કેલેન્ડર આપવામાં આવ્યું હતું.વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય  મહેમાન શ્રીમતી સંગીતાબેન પાટીલ  (ધારાસભ્ય લીંબાયત, સુરત) મુખ્ય અતિથિ વિશેષ શ્રી કાનજીભાઈ ભાલાળા (ચેરમેન ધી. વરાછા. કો.ઓ.બેંક લિમિટેડ), ડૉ. લતીકાબેન શાહ, બ્રહ્માકુમારી સંપ્રદાયના ડૉ. બી કે. સુનિતાદીદી અને બી કે. હેતલદીદી C.R.C શ્રી વિલાસભાઈ તાંબે, વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત લાયન્સક્લબ ના પ્રમુખશ્રી હિતેશભાઇ  દીવાસળીવાળા, અલાયન્સ ક્લબના પ્રમુખશ્રી રજનીકાંત લીલાવાળાએ હાજરી આપી કાર્યક્રમોને દીપાવ્યા હતા. તેમજ દરેક અતિથિઓને સ્મૃતિભેટ, પુષ્પગુચ્છ તેમજ બિલ્વીપત્રનો છોડ આપીને તેમનું અભિવાદન કર્યું હતું.તથા શાળાના પ્રમુખશ્રી રજનીકાંતભાઈ બચકાણીવાળા, ટ્રસ્ટીશ્રીઓ નિર્મલભાઈ વખારિયા, હર્ષદભાઈ રૂઘનાથવાળા, પ્રવિણભાઈ જરીવાલા, અશોકભાઈ જરીવાળા તથા શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાલા તેમજ પ્રા.વિ આચાર્યા શ્રીમતી લીનાબેન ગોસ્વામી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી પ્રવિણભાઈ ચૌધરી, શ્રીપિયુષભાઈ આહીર, શ્રીમયુરભાઈ આડમાર અને શ્રી દીપકભાઈ આહીર તથા શાળાના સમગ્ર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રોએ  સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.