ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજરોજ વિભિન્ન સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવાગામ – ડિંડોલી વિસ્તારમાં રહેલા કેટલાક મિત્રોએ મળીને અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. દિનેશ ગીરાસે, કિશોરભાઈ મહાજન, પપ્પુ ભાઈ, શૈલેષ ભાઈ અને પાંડુ ભાઈએ મળીને આજરોજ ડિંડોલી મહાદેવ નગર સ્થિત ઓલ્ડ એજ હોમ આશ્રમ ખાતે ભોજન પ્રસાદીનું વિતરણ કર્યું હતું. સૌ મિત્રોએ પોતાના હાથે ઓલ્ડ એજ હોમના તમામ વડીલોને ભોજન પ્રસાદનું વિતરણ કર્યું હતું અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે નિરાધાર વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
Recent Posts
- જાણીતા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. ગાયત્રી ઠાકરના નેતૃત્વમાં જામનગરમાં સમર્થ IVFનું નવું કેન્દ્ર શરૂ કરાયું
- આરોહી પટેલ અને ભવ્ય ગાંધી પોતાની ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ના પ્રમોશન અર્થે સુરતના મહેમાન બન્યા
- સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ
- ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત કર્યા
- ગેસ અને કબજિયાતની સાઇડ ઇફેક્ટ વગર સારવાર એટલે કોલોન હાઇડ્રોથેરાપી હવે વેસુમાં પણ ઉપલબ્ધ