
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજરોજ વિભિન્ન સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવાગામ – ડિંડોલી વિસ્તારમાં રહેલા કેટલાક મિત્રોએ મળીને અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. દિનેશ ગીરાસે, કિશોરભાઈ મહાજન, પપ્પુ ભાઈ, શૈલેષ ભાઈ અને પાંડુ ભાઈએ મળીને આજરોજ ડિંડોલી મહાદેવ નગર સ્થિત ઓલ્ડ એજ હોમ આશ્રમ ખાતે ભોજન પ્રસાદીનું વિતરણ કર્યું હતું. સૌ મિત્રોએ પોતાના હાથે ઓલ્ડ એજ હોમના તમામ વડીલોને ભોજન પ્રસાદનું વિતરણ કર્યું હતું અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે નિરાધાર વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.