Tag: abhaytimes.com
सूरत में बाढ़ की गंभीर स्थिति, सामान्य जनजीवन ठप्प
गुजरात के सूरत में स्थिति गंभीर बनी हुई है, जहाँ जिले के कई हिस्से बाढ़ के पानी में डूब गए हैं। इस स्थिति के कारण सामान्य जनजीवन पूरी तरह से ठप्प हो गया है। ड्रोन से ली गई तस्वीरों में क्षेत्र की गंभीर स्थिति स्पष्ट रूप से दिखाई दे रही है, जिसमें सड़कों, मकानों और अन्य स्थानों पर बाढ़ के पानी का अतिक्रमण दिख रहा है।
भारतीय मौसम विभाग (आईएमडी) ने सूरत में अगले सात दिनों तक लगातार बारिश की भविष्यवाणी की है, जिससे स्थिति और बिगड़ सकती है। बाढ़ के कारण परिवहन, बिजली आपूर्ति और अन्य सेवाओं पर प्रतिकूल प्रभाव पड़ा है, जिससे स्थानीय निवासियों को कई कठिनाइयों का सामना करना पड़ रहा है। प्रशासन और राहत दल स्थिति को नियंत्रित करने के लिए काम कर रहे हैं, लेकिन भारी बारिश और बाढ़ की चुनौती को देखते हुए स्थिति सुधारने में समय लग सकता है।
ઓલિમ્પિક ચેમ્પિયન અને ફિગર સ્કેટર તાતિયાના નવકાનો વર્લ્ડ ક્લાસ આઈસ શો “શેહેરાઝાદે”નું ભારતના ગુજરાતમાં આવેલા અમદાવાદમાં એકા એરેના ખાતે પ્રીમિયર થશે
એક પૌરાણિક કથા, એક વિસ્મરણીય આઈસ પર્ફોર્મન્સ ભારતમાં આવનારા ઓક્ટોબરમાં જોવા મળશે
નેશનલ, 30મી ઑગસ્ટ 2024: ભારત પ્રથમ વખત આઇસ સ્કેટિંગ, થિયેટર અને અરેબિયન વાર્તાઓના એક અદ્ભુત સંગમ જોવા મળશે. જેમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ફિગર સ્કેટર તાતિયાના નવકાનો વિશેષતા વાળો તેમજ સમીક્ષકો દ્વારા વખાણાયેલો ‘ શેહેરાઝાદે’ આઇસ શોનું આગમન થશે.
વન થાઉઝન્ડ એન્ડ વન નાઈટ્સની સુપ્રસિદ્ધ વાર્તાઓથી પ્રેરિત આ અસાધારણ પ્રસ્તુતિ સંગીત, નૃત્ય, એનિમેશન અને અત્યાધુનિક વિડિયો મેપિંગ ટેકનોલોજીના અદભૂત સંગમ સાથે પ્રેક્ષકોને મોહિત કરવાનું વચન આપે છે.
ભારતની સૌથી મોટી માર્કેટિંગ કોમ્યુનિકેશન અને અનુભવી કંપનીઓ પૈકીની એક લક્ષ્ય મીડિયા ગ્રુપના સહયોગથી મૂળ આઈસ શો બનાવવા, સ્ટેજિંગ કરવા અને પ્રવાસ કરવા માટે જાણીતી અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન કંપની નવકા શો કંપની દ્વારા આયોજિત આ અદભૂત ઈવેન્ટ અમદાવાદના એક એરેના ખાતે યોજાશે. આ શાનદાર કાર્યક્રમ 18મી થી 20મી ઓક્ટોબર 2024 સુધી ફાઇવ પરફોર્મન્સની એક વિશેષ સીમિત રેન્જ ગુજરાતના અમદાવાદમાં આવેલા એકા એરેનામાં આયોજિત કરવામાં આવશે
શેહેરાઝાદે ઓલિમ્પિક, વિશ્વ અને યુરોપીયન ચેમ્પિયન સહિત વિશ્વ વિખ્યાત ફિગર સ્કેટર્સની કલાત્મકતા દ્વારા પ્રેમ અને સાહસની મોહક વાર્તાઓને જીવંત કરે છે.
સ્ટાર સ્ટડેડ ઇન્ટરનેશનલ કાસ્ટમાં શેહેરાઝાદે તરીકે સાઇસ વિક્ટોરિયા સિનિત્સિના તરીકે તાતિયાના નવકા, શહરયાર તરીકે નિકિતા કાત્સાલાપોવ, કિંગ મિરગાલી તરીકે પોવિલાસ વનાગાસ, અલાદ્દીન તરીકે ઇવાન રિઘિની અને જિન તરીકે એગોર મુરાશોવ જોવા મળશે.
દરેક પ્રદર્શન ફિગર સ્કેટિંગના અદ્ભુત પ્રેરણાદાયી પરાક્રમોનું વચન આપે છે, જે પ્રેક્ષકોને જાદુઈ ક્ષેત્રમાં લઈ જશે જ્યાં બરફ પર નૃત્ય એક થિયેટ્રિકલ અજાયબી બની જાય છે.
તાતિયાના નવકા જે ઓલિમ્પિક ચેમ્પિયન, બે વખતની વર્લ્ડ ચેમ્પિયન, ત્રણ વખતની ગ્રાન્ડ પ્રિકસ ફાઈનલ ચેમ્પિયન અને ત્રણ વખત યુરોપિયન ચેમ્પિયન છે. આ સાથે નિર્માતા, દિગ્દર્શક અને કોરિયોગ્રાફર તેમજ એવુ બ્રેન છે જેને આ શોને ભારતમા લાવવા માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો
નવકાએ કહ્યું કે , “શેહેરાઝાદે માત્ર એક શો નથી તે અજાયબીની દુનિયાની સફર છે. અમે ભારતીય પ્રેક્ષકો સાથે આ જાદુઈ અનુભવ શેર કરવા માટે રોમાંચિત છીએ, જેઓ અમારા ચેમ્પિયન કલાકારોને આ કાલાતીત વાર્તાઓને બરફ પર જીવંત બનાવતા જોશે”.
આ ભવ્ય સ્કેલ આઈસ શો ભારત પ્રથમ વખત આવી અનોખી ઈવેન્ટનું આયોજન કરશે. જટિલ કોરિયોગ્રાફી અને નાટકીય લાઇટિંગથી લઈને અદભૂત કોસ્ચ્યુમ અને ઇમર્સિવ સ્ટોરીટેલિંગ સુધીના દરેક એલિમેન્ટ એક અનફર્ગેટેબલ એક્સપિરિયન્સ દર્શાવે છે.
વિશ્વ કક્ષાના સ્કેટર્સના સ્પેલબાઈન્ડિંગ પર્ફોર્મન્સ અને નિર્ભેળ કલાત્મકતા જોઈને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ જશે, કારણ કે તેઓ વિસ્તરીત આઈસ રિંક પર સરકશે, સ્પિન કરશે અને કૂદશે.
શો શેડ્યૂલ (કૃપા કરીને નોંધ લેશો – શોના સમય બદલવાને આધીન છે):
· 18મી ઑક્ટોબર 2024 (શુક્રવાર): સાંજે 7:00 વાગ્યે શો
· 19મી ઓક્ટોબર 2024 (શનિવાર): બપોરે 2:00 અને સાંજે 7:00 વાગ્યે શો
· 20મી ઓક્ટોબર 2024 (રવિવાર): બપોરે 12:00 અને સાંજે 4:00 વાગ્યે શો
આ શોને જોવાનું ચૂકશો નહીં!
જનરલ પાર્ટનર પીજેએસસી એનકે રોસનેફ્ટ ભારતમાં શેહેરાઝાદે આઈસ શો ટૂરને સમર્થન કરે છે, જેનાથી ભારતીય પ્રેક્ષકો માટે વિશ્વ કક્ષાનું ઉત્પાદન સુનિશ્ચિત થાય છે. તાતિયાના નવકા દ્વારા શેહેરાઝાદે આઇસ શોની માટેની ટિકિટ બુક માય શો (BookMyShow) પર ઉપલબ્ધ છે.
ગરીબ બાળકો માટે કાર્ય કરતી સંસ્થા ભરારી ફાઉન્ડેશન દ્વારા આજે નવા કાર્યક્રમ વિશે ચર્ચા કરાઈ
ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોના માટે કાર્ય કરતી અને શિક્ષા ક્ષેત્રમાં કાર્યરત નિરપેક્ષ ફાળો આપતી સંસ્થા ભરારી ફાઉન્ડેશન દ્વારા આજે ફાઉન્ડેશનના સભ્યોની મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ફાઉન્ડેશનમાં ચાલતી શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી. કાર્યકારિણીની મંડળ સમય પૂર્ણ થવા અંગે તેમજ સૌના સંમતિથી નવા કાર્યકારિણી મંડળની રચના અંગે નિર્ણય લેવામાં આવ્યો. તેની સાથે સાથે દર વર્ષે ભરારી ફાઉન્ડેશન દ્વારા લેવામા આવતી સામાન્ય જ્ઞાન પરીક્ષા 2024 આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. તેમજ ફાઉન્ડેશનના સદસ્યશ્રી મહેન્દ્ર જગન્નાથ ખંગાર ( ન.પ્રા.શિક્ષક , સુરત મહાનગરપાલિકા ) એમને શિક્ષા ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્યો અને યોગદાનને ધ્યાને રાખી લખનઉ , ઉત્તરપ્રદેશ ખાતે ” ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન ૨૦૨૪ ” થી સન્માનિત કરવામાં આવશે.તેથી ભરારી ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી નિતીન સૈદાણે જી દ્વારા સંસ્થા વતી તેમનો સન્માન કરી હાર્દિક શુભેચ્છા આપવામાં આવી. તેની સાથે સાથે સૌ. રજીથા મિટકુલ ( આચાર્યા, અર્ચના વિદ્યાનિકેતન ) તેમજ શ્રી ચંદુભાઈ ભાલીયા ( શિક્ષક)એમને શિક્ષા ક્ષેત્રે આપેલ યોગદાન માટે ફાઉન્ડેશન દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
આપ’ના ગુજરાત મહામંત્રી શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં મુખ્યમંત્રીને નીચે મુજબનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
મધ્યાહન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના) અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે, પણ તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધેલ છે કે એક વખતના આ નાસ્તામાં કાપ મુકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે.
એક (કુ)તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે પ્રજાના ટેક્સના કરોડો-અબજો રૂપિયાનો બગાડ થાય છે ત્યાં વ્યવસ્થા સુધારવાનો અને પૈસા બચાવવાનો વિચાર સરકારને કેમ નથી આવતો ? અને ગરીબ બાળકોને મળતાં એક વખતના નાસ્તામાં સરકારને પૈસા બચાવવા છે ?
પોતાનું આ પાપ છુપાવવા માટે, આજના તમામ વર્તમાનપત્રોમાં સરકારે આ મધ્યાહન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના)ના ખોટા વખાણ કરતી પેઈડ-જાહેરાતો આપી છે અને આ જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ કરેલ છે, તો ત્યાં પૈસા બચાવવાની સરકારને ખબર નથી પડતી ?
ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ તો અન્નદાન અને એમાંય બટુક ભોજનનો મહિમા ગાય છે, લોકો પોતાના પૈસે ભૂખ્યાને અને ખાસ કરીને બાળકોને ભોજન કરાવે છે, જયારે સરકારે તો પ્રજાના પૈસે ગરીબ બાળકોને જમાડવાના છે તોપણ સરકારને શું તકલીફ છે ?
લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.73 % બાળકો કુપોષિત છે. એટલે કે, રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત 21.39 % બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે. જૂન 2024 માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું.
ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં સરકારે પોતે રજૂ કરેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં 6,10,292 બાળકો કુપોષિત અને 1,31,419 બાળકો અતિકૂપોષિત હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે એટલે કે કુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે, તો આ પરિસ્થિતિમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા ઉપર કામ મુકવાનો કોઈ અર્થ ખરો ?
ગુજરાતના તમામ વાલીઓ તેમજ ઈમાનદાર કરદાતાઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના) અંતર્ગત આપવામાં આવતું ભોજન તેમજ નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચારો ઉપર કાપ મુકવામાં આવે.
આભાર. વંદે માતરમ.
SDBA દ્વારા ગર્લ્સ અને બોયઝ બાસ્કેટ બોલ ટીમની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ…
જિલ્લા અને રાજ્ય કક્ષાની બોયઝ અને ગર્લ્સ ટીમના ખેલાડીઓની પસંદગી માટે હાલ સુરત ડીસ્ટ્રિક્ટ બાસ્કેટ બોલ એસોસિયેશન દ્વારા સુરતમાં કવાયાદ ચાલી રહી છે. ત્યારે અલગ અલગ કેટેગરીમાં બનેં ટીમોના ખેલાડીઓની પસંદગી કરવા માટે SDBA દ્વારા ટી એમ પટેલ સ્કૂલ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બોયઝ અને ગર્લ્સની અલગ અલગ ત્રણ કેટગરીમાં ટુર્નામેન્ટ રમાઈ હતી અને આ ટીમો પૈકી દરેક કેટેગરીમાં 30 પૈકી 18-18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ માટેની પસંદગી પ્રક્રિયા માટે યોજાયેલી અંડર 14, અંડર 17 અને અંડર 19 કેટેગરીમાં 30 – 30 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પસંદગી કમિટી માં સામેલ sdba ના સેક્રેટરી રસિક સારંગ, લાન્સર આર્મી સ્કૂલના ફિઝિકલ એજ્યુકેશન વિભાગના હેડ સરફરાઝ ઝીરક અને SMC ના બાસ્કેટ બોલ કોચ રમેશ રાઠોડ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 18 – 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. સરફરાઝ ઝીરકે જણાવ્યું હતું કે કુલ 108 ખેલાડીઓની આગલા સ્ટેજ માટે પસંદગી કરવામાં આવી છે. હવે પછી આમાંથી દરેક કેટેગરીમાં શ્રેષ્ઠ 12 – 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને આ ટીમો સુરત વતી જિલ્લા અને રાજ્ય સ્તરે રમાનારી બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ માં ભાગ લેશે.
સ્મિમેર તેરી યહી કહાની: સ્મિમેરમાં દર્દી ત્રીજા માળેથી ચાલીને એક્સ રે કરાવવા આવવા મજબુર
મહિને લાખો રૂપિયા પગાર લેતા આર.એમ.ઓ. શુ માત્ર કમિશનો ખાવા જ બેસાડ્યા છે ? : ‘આપ’ કોર્પોરેટર રચનાબેન હિરપરા નો સણસણતો સવાલ
કાયમની બેદરકારી બદલ કોઈ અઘટિત ઘટના બનશે તો એના જવાબદાર સ્મિમેર તંત્ર જ હશે : રચનાબેન હીરપરા
આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર મહેશભાઈ અણઘણ અને વિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ સુરતની અતિ વિવાદાસ્પદ હોસ્પિટલ સ્મિમેરની મુલાકાત લેતા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતાં. મહેશભાઈ અણઘણનાં જણાવ્યા મુજબ એક દર્દી છેક ત્રીજા માળેથી યુરિન બેગ લટકાવેલી હાલતમાં એકસ રે પડાવવા જતો જોવા મળ્યો હતો. દર્દીની હાલત ખૂબ જ કફોડી હતી. તેને પૂછતાં માલુમ પડ્યું કે, તે દર્દી બે દિવસથી વોર્ડમાં એડમીટ છે અને ત્રીજા માળે તેનો વોર્ડ આવેલો છે. અને સ્મિમેરનાં જાડી ચામડીનાં તંત્રએ તેને છેકે ત્રીજા માળેથી ચાલીને એકસ રે કઢાવવા મજબૂર કર્યો હતો.
રચનાબેન હિરપરાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, સ્મિમેરમાં અધિકારી હોય કે લાગતા વળગતા સ્ટાફ હોય, સૌને માત્ર કમીશન ખાવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. મહિને લાખો રૂપિયાનો પગાર લેતા આર.એમ.ઓ. શું માત્ર કમિશનો ખાવા જ બેસાડ્યા છે ? તેવો સણસણતો આક્ષેપ રચનાબેન હિરપરા એ કર્યો હતો. સાથે તેવું લણ ઉમેર્યું કે, હજજારો દર્દીઓ સ્મિમેરમાં સારવાર માટે આવતા હોય છે પરંતુ સ્મિમેરમાં દાખલ દર્દીની સારવાર રામ ભરોસે ચાલી રહી હોય તેમ સ્પષ્ટ દ્રશ્યમાન છે.
વિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર્દી ચાલુ ઇલાજે બહાર જઈ શકે તો રસ્તામાં કોઈ ડોક્ટર, નર્સિંગ કે સિક્યુરિટી સ્ટાફ કોઈને દેખાયું નહિ હોય? કે પછી કોઈને પણ પોતાની ડ્યુટી નિભાવવામાં રસ નથી..? સ્મિમેરનાં તંત્ર અને સ્ટાફને વારંવારની સૂચનાઓ આપવા છતાં પણ સુધારવાનું નામ નથી લેતા. જો કોઈ અઘટિત ઘટના બનશે તો એના જવાબદાર સ્મિમેર તંત્ર જ હશે તેવું સ્પષ્ટ શબ્દોમાં રચનાબેન હીરપરાએ જણાવ્યું હતું.
पूरा पड़ोस एक पहेली है…जयशंकर ने भारत के जटिल विदेश संबंधों को समझाया
विदेश मंत्री डॉ. एस. जयशंकर ने 30 अगस्त को विवेकानंद इंटरनेशनल फाउंडेशन में आयोजित ‘स्ट्रैटेजिक कॉनड्रम्स: रीशेपिंग इंडियाज फॉरेन पॉलिसी’ पुस्तक विमोचन कार्यक्रम के दौरान भारत के जटिल पड़ोसी संबंधों पर प्रकाश डाला। इस अवसर पर, उन्होंने मुस्कुराते हुए टिप्पणी की कि “पूरा पड़ोस एक पहेली है,” जो भारतीय विदेश नीति की जटिलताओं को दर्शाता है।
जयशंकर ने विस्तार से समझाया कि भारत का पड़ोसी क्षेत्र विभिन्न राजनीतिक, आर्थिक और सुरक्षा चुनौतियों से भरा हुआ है। उन्होंने इस बात पर जोर दिया कि इन जटिल परिस्थितियों में भारत को अपने हितों की रक्षा के लिए सावधानीपूर्वक रणनीति अपनानी होती है। विदेश मंत्री ने बताया कि प्रत्येक पड़ोसी देश के साथ संबंधों में अलग-अलग समस्याएं और संभावनाएं होती हैं, जिनका समाधान करना एक निरंतर चुनौती है।
उनका कहना था कि इन चुनौतियों का सामना करते हुए भारत को अपनी विदेश नीति को समायोजित करना और परिष्कृत करना पड़ता है, ताकि देश की सुरक्षा, आर्थिक विकास और क्षेत्रीय स्थिरता सुनिश्चित की जा सके। जयशंकर ने यह भी कहा कि भारत को अपने पड़ोसी देशों के साथ सहयोग और संवाद को मजबूत करना होगा, ताकि सभी के लिए लाभकारी संबंध बनाए जा सकें।
जयशंकर ने बांग्लादेश के राजनीतिक बदलावों पर चिंता जताई
विदेश मंत्री एस जयशंकर ने हाल ही में बांग्लादेश में हो रहे विघटनकारी राजनीतिक बदलावों की ओर संकेत दिया है। उनका कहना था कि बांग्लादेश में राजनीतिक परिदृश्य में महत्वपूर्ण बदलाव आए हैं, जो कि विघटनकारी हो सकते हैं। जयशंकर ने इस बात को स्वीकार किया कि बांग्लादेश में राजनीतिक स्थिरता को लेकर कुछ चिंताएं हैं और वहां की स्थिति पर ध्यान देने की आवश्यकता है।
इसके साथ ही, उन्होंने यह भी कहा कि इन बदलावों के बावजूद दोनों देशों के बीच रिश्तों में पारस्परिक हितों की महत्वपूर्णता को समझना और ध्यान में रखना होगा। उनका मानना है कि चाहे राजनीतिक स्थिति कैसी भी हो, दोनों देशों के बीच सहयोग और समझौते के लिए प्रयास जारी रखने की आवश्यकता है। यह भी महत्वपूर्ण है कि बांग्लादेश में हो रहे बदलावों का प्रभाव भारत-बांग्लादेश रिश्तों पर न पड़े और दोनों देशों के हितों की रक्षा की जा सके। जयशंकर के इस बयान से स्पष्ट होता है कि वे बांग्लादेश में हो रहे राजनीतिक परिवर्तनों के प्रति सजग हैं और दोनों देशों के रिश्तों को मजबूत बनाए रखने की दिशा में काम कर रहे हैं।
‘આપ’ના કાર્યકર્તાઓએ અમદાવાદ, જામનગર અને વડોદરામાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ફૂડ વિતરણ કર્યું.
અતિભયંકર વરસાદથી પીડિત હજારો લોકોને ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યું: ‘આપ’
પુરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કે સરકારની મદદ પહોંચી નથી અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે : રાકેશ હીરપરા
અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તથા અસરગ્રસ્તોને મળ્યા. ‘આપ’નો એક એક કાર્યકર્તા આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોની સાથે છે: મનોજભાઈ સોરઠીયા
છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ જ છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે સરકારના લોકો મોટી મોટી બેઠકો કરે છે અને લાખો કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ ચોમાસામાં પ્રી મોનસુનની બેઠકોની બધી હકીકત લોકો સામે આવી જાય છે. ધોધમાર વરસાદ અને સરકારની બેદરકારીને કારણે આજે રાજ્યના અનેક વિસ્તારમાં ભયંકર પુરનું નિર્માણ થયું છે. આ પૂરની પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાનાં માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વડોદરામાં ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું. મનોજભાઈ સોરઠીયાનાં માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર વિસ્તારમાં અતિભયંકર વરસાદથી પીડિત આશરે 2000 લોકોને ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યું.
આ કુદરતી આપદામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરા, SMC પૂર્વ વિપક્ષ નેતા શ્રી ધર્મેશ ભંડેરી, વડોદરા શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ ઓઝાની આગેવાનીમાં વડોદરા શહેરની ‘આપ’ ટીમે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડપેકેટ વિતરણ અને જંતુનાશક દવાઓના છંટકાવનું કાર્ય કર્યું. તમામ વડોદરા શહેર સંગઠનના કાર્યકરો વરસાદથી પ્રભાવિત થયેલા અલગ અલગ વોર્ડમાં નીચાણ વાળા વિસ્તારો, કાંઠાવાળા વિસ્તારો તેમજ પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોની મુલાકાત લઈ જરૂરિયાતમંદોને ઘરે ઘરે જઈ ગરમા ગરમ ભોજન આપવામાં આવ્યું તેમજ યોગ્ય સહાય કરવામાં આવી.
આ પ્રસંગે ‘આપ’ પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, પુરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કે સરકારની મદદ પહોંચી નથી અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે લોકો પોતાની ઘરવખરીનો સામાન પણ બચાવી શક્યા ન હતા. સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેતીનું પણ નુકસાન થયું છે અને હજુ પણ સરકાર કે તંત્ર તરફથી જોઈએ એવી કોઈ પણ મદદ મળી નથી.
પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને લોકોને સહાય આપે. કારણ કે હાલ લોકોને પારાવાર નુકસાની થઈ છે. આશા રાખીએ છીએ કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તંત્ર ઝડપી કામગીરી કરશે અને લોકોને રાહત અપાવશે.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે લોકાર્પણ થયેલ શાળામાં ત્રણ મહિના બાદ પણ બાળકો પાઠયપુસ્તક વિના ભણવા મજબુર : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
શિક્ષણમંત્રીના વિસ્તારમાં બાળકો ભગવાન ભરોસે ભણવા મજબુર થયાં : મહેશ અણઘણ
આજરોજ આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટર મહેશભાઈ અણઘણને ફરિયાદ મળી હતી કે, કઠોદરા પ્રાથમિક શાળામાં મોટેભાગનાં વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી. જેથી મહેશભાઈ અણઘણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય શ્રી રાકેશભાઈ હીરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે.
આ બાબતે ‘આપ’ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે ખેદ વ્યક્ત કરીને શાસકો પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીનાં પોતાના જ મતવિસ્તાર માં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યાં છે. શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કરેલું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી. મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, એકબાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયાં છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કરાવતી. હકીકતમાં ભાજપ સરકાર ઇચ્છતી જ નથી કે, બાળકો સરકારી શાળામાં ભણે. જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે.
અંતમાં મહેશભાઈ અણઘણે જણાવ્યું હતું કે, શાળા તરફથી પણ વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસ્દી હજુ શાસકો કે તંત્રએ લીધી નથી. હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવે જેથી બાળકોને ભણવામાં તકલીફ ના પડે અને તેઓનું ભવિષ્ય સુધરે.