
સુરતઃ સુરત બજેટ સત્રની ચર્ચા દરમિયાન ભાજપના કોપીરેટર વિક્રમભાઈ પાટીલે સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટને અનુમોદન આપ્યું હતું.વિક્રમભાઈ પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની દીર્ઘદ્રદિ અને ધારાસભ્ય સંગીતા પાટીલના માર્ગદર્શનમાં ડીડોલી અને લિંબાયતને જોડતો અંડરપાસ બ્રિજ પ્રજાજનો માટે ‘આશીર્વાદરૂપ‘ છે. તેઓએ જણાવ્યું હતું કે, આ રેલ્વે અંડર બ્રીજની
કામગીરી અંદાજે ૬૦ (સાંઠ) કરોડના ખર્ચે કરવામાં આવેલ છે. કુલ ૫૦૨ રનીંગ મીટર લંબાઈ ધરાવતા આ અંડર બ્રીજને ફકત નાના વાહનો માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. ૭ (સાત) રેલ્વે ટ્રેકની નીચેથી આ બ્રીજ પસાર કરવામાં આવેલ છે. આ પ્રકારનો બ્રીજ ગુજરાતમાં સૌ પ્રથમ સુરત ખાતે બનાવવામાં આવેલ છે. ચોમાસાની ઋતુ દરમ્યાન અંડરપાસમાં પાણીના સંભવિત ભરાવાના નિકાલ માટે ૭૦ લાખના ખર્ચે આઉટડોર બનાવવામાં
આવેલ છે. આ રેલ્વે અંડરપાસમાં હવા ઉજાસ માટે વેહિટલેશનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.આ રેલ્વે અંડર બ્રીજમાં ફાયરના મોટા વાહનો પસાર થઇ શકે તેમ ન હોય અંદાજે ૭.૫૦ લાખના ખર્ચે ફાયર ફાઇટીંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવેલ છે. જેથી આગ અકસ્માતના સમયે અંડરબ્રીજની બહારથી જ ફાયરની ગાડી આ સિસ્ટમનો ઉપયોગ કરી અંડરપાસમાં પાણી મેળવી આગ પર કાબુ લાવી શકે છે