પારુલ યુનિવર્સિટીએ “Choose Your Response” પહેલ સાથે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરી, જેમાં 5,000 વિદ્યાર્થીઓએ સમજીવિચારીને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ લીધો

Spread the love

વર્લ્ડ પીસ ડે 2026 (વિશ્વ શાંતિ દિવસ): ના પ્રસંગે પારુલ યુનિવર્સિટીએ સમગ્ર યુનિવર્સિટી માટે બહોળો અનુભવ આપતી એક્ટિવિટી “Choose Your Response” એટલે કે “તમારો પ્રતિભાવ પસંદ કરો” નું આયોજન કર્યું હતું. આ એક્ટિવિટીનું આયોજન યુનિવર્સનલ હ્યુમન વેલ્યુઝ (UHV) સેલ અને એકાગ્રતા-સેન્ટર ફોર માઇન્ડફૂલનેસ એન્ડ બેહેવિયરલ સ્ટડીઝે કર્યું હતું. તેમાં વિદ્યાર્થીઓને શાંતિ સ્થાપિત કરવા માટેની ચર્ચાથી વિશેષ વિચારવા અને સભાનતાપૂર્વકનો પ્રતિભાવ રોજિંદા સંવાદને કેવી રીતે અસર કરી શકે છે એના પર વિચારવા અપીલ કરવામાં આવી હતી. “Take a moment. Comprehend. Decide. Respond.” એટલે કે “એક ક્ષણ થોભો. સમજો. નિર્ણય કરો. પ્રતિભાવ આપો”ની થીમ પર આધારિત આ પહેલે વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની એવી સ્થિતિનો પરિચય કરાવ્યો હતો, જેમાં ચિંતન, ભાવનાત્મક સમજણ અને સમજીવિચારીને નિર્ણય લેવાની જરૂર હતી.

આ પહેલના પ્રથમ રાઉન્ડમાં ક્લાસરૂમ ક્વિઝમાં આશરે 5,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેથી આ યુનિવર્સિટીની તમામ સંસ્થાઓની એક મોટી ભાગીદારી ધરાવતી એક્ટિવિટી બની ગઈ હતી. પાંચ લેવલ ધરાવતી આ ફોર્મેટની શરૂઆત એક લાઇવ ક્લાસરૂમ ક્વિઝ તરીકે થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓને ગૂગલ ફોર્મનો ઉપયોગ કરીને વાસ્તવિક જીવનની પડકારજનક સ્થિતિઓ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પસંદ થયેલા સહભાગીઓએ ગ્રૂપ ડિસ્કશનમાં ભાગ લીધો હતો, જે પછી રિયલ-લાઇફ રિફ્લેક્શન વીડિયો રાઉન્ડ યોજાયો હતો. તેમાં તેમણે એ સ્થિતિસંજોગો પર વિચાર કર્યો હતો, જેમાં તેમણે સમજ્યાવિચાર્યા વિના કે ખોટી રીતે પ્રતિક્રિયા આપી હતી અને વિચાર્યું હતું કે, તેઓ વધારે સારી રીતે કે સમજીવિચારીને પ્રતિક્રિયા કેવી રીતે આપી શકતા હતા.

આ સફર ફાઇનલ ક્વિઝ રાઉન્ડ સુધી જળવાઈ રહી હતી, જેમાં સહભાગીઓને વિશ્વમાં શાંતિ વિશે જાણકારી આપવામાં આવી હતી અને તેમાં તેમની ભાગીદારીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પછી ટોપ 10 ફાઇનલિસ્ટની પેનલ સાથે અંતિમ રાઉન્ડ યોજાયો હતો, જેમાં તેમને પ્રસંગ પર જ વાસ્તવિક જીવન સાથે સંબંધિત પડકારજનક સ્થિતિસંજોગો આપવામાં આવ્યા હતા અને જવાબ તૈયાર કરવા એક મિનિટનો સમય પણ આપ્યો હતો. પેનલે તેમના વિચારોની સ્પષ્ટતા અને સમજવાની રીતો, ભાવનાત્મક સમજણ તથા જવાબની વ્યવહારિકતા અને યોગ્યતાને આધારે તેનું મૂલ્યાંકન કર્યું હતું. પેનલે 90 માર્કમાંથી મૂલ્યાંકન કર્યું હતું અને દર્શકોને 10 માર્ક આપવામાં આવ્યા હતા, જેમાંથી તેમણે મૂલ્યાંકન કર્યું હતું. આ રીતે કુલ 100 માર્ક થયા હતા.

ફાઇનલમાં આયુર્વેદના ત્રીજી વર્ષના ફેકલ્ટી સુજલ અજય ધાત્રકે પ્રથમ સ્થાન, એપ્લાઇડ સાયન્સિસના બીજા વર્ષના ફેકલ્ટી કરેના જાન્વીએ બીજું સ્થાન અને હોમિયોપેથીના ત્રીજા વર્ષના ફેકલ્ટી શાહ દિવ્યા તેજસભાઈએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. વિજેતાઓને મેડલ, સર્ટિફિકેટ અને તેમની પર્ફોર્મન્સની પ્રશંસા કરતી બુક આપવામાં આવી હતી.

આ પહેલનું નેતૃત્વ અને સંકલન પારુલ યુનિવર્સિટીના સેન્ટર ફોર માઇન્ડફૂલનેસ એન્ડ બીહેવિયરલ સ્ટડીઝ – એકાગ્રતા, એકાગ્રતાના હેપ્પીનેસ કોચ અને મેનેજર, યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝના નોડલ ઓફિસર સુશ્રી નિમિશા પંચોલીએ કર્યું હતું, જેમાં  તેમને સહભાગી વિદ્યાર્થીઓની UHV સમિતિના સભ્યોએ સંપૂર્ણ સાથસહકાર આપ્યો હતો. એકાગ્રતા ટીમે એક્ટિવિટી અને ફાઇનલની ડિઝાઇન, આયોજન અને અમલ કરવામાં પણ પ્રદાન કર્યુ હતું.

આ પહેલ પર પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ અને મેડિકલ ડિરેક્ટર ડૉ. ગીતિકા મદન પટેલે કહ્યું હતું, “આપણે રોજિંદા જીવનમાં દરરોજ વિવિધ ક્ષણોમાં જે પસંદગીઓ કરીએ છીએ એની સાથે શાંતિની શરૂઆત થાય છે. અમારા વિદ્યાર્થીઓને ‘Choose Your Response’ મારફતે અટકીને વિચાર કરવા અને પછી સમજીવિચારીને પ્રતિક્રિયા આપવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓ પ્રતિક્રિયા આપે એ અગાઉ સમજવાનું શીખે છે, ત્યારે માનવીય મૂલ્યો જીવંત મૂલ્યો અને રોજિંદા જીવનનો ભાગ બની જાય છે.”

 “Choose Your Response” સાથે પારુલ યુનિવર્સિટીએ વિશ્વ શાંતિ દિવસના સંદેશને વિદ્યાર્થાઓનો રોજિંદા જીવન સાથે જોડી દીધો હતો. એનાથી એ વાત મજબૂત થઈ હતી કે, શાંતિની શરૂઆત આપણી માન્યતાઓની સાથે જ નહીં, પરંતુ એ મુશ્કેલ ક્ષણોમાં આપણા નિર્ણયોથી પણ થાય છે, જે આપણી કસોટી કરે છે.