સુરતના પાલમાં ઓરાન રેસ્ટોરેન્ટની શરૂઆત: તાપીના અદ્ભૂત નજારા સાથેનું રૂફટોપ પર ટેસ્ટી ફૂડની મઝા લો

By on
In ગુજરાત ખબર
Spread the love

સુરત, 25મી ડિસેમ્બર -શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન- ઓરાનની સુરતના પાલમાં ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. સમાજને પરત આપવાની ઉદ્દાત ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઇક નવું અનોખું આપવાની આ નેમ છે. તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દૃશ્યો માણવા સાથે રૂફટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરે છે.

“ઓરાન” શબ્દનો અર્થ “પ્રકાશ” થાય છે. તેમાં માત્ર ચળકાટ અને રંગો જ નહીં પરંતુ ગમતી ક્ષણો અને યાદોનો પણ સમાવેશ થાય છે. ઓરાન નામ રાખવા પાછળનો એક હેતુ છે – ભારતની ભાતીગળ રાંધણ પરંપરાઓને વધુમાં વધુ પ્રકાશમાં લાવવાનો. આ રેસ્ટોરન્ટ સ્વાદપ્રિય સુરતીઓને વધુ એક આહલાદક અનુભવ આપવા તૈયાર છે.

એક મિશન છે- બિયોન્ડ ડાઇનિંગ

ઓરાનની ટીમ (સ્પાઈસ વિલા, લિયોનાર્ડો અને પેવેલિયનની સિસ્ટર રેસ્ટોરન્ટ) માને છે કે ભોજનમાં લોકોને એકસાથે લાવવા અને પ્રેમ ફેલાવવાની શક્તિ છે. સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, ઓરાને 24મી ડિસેમ્બરના રોજ વેસુમાં વિશ્વ જાગૃતિ મિશન બાલાશ્રમના 70 બાળકોને જમાડ્યા હતા. જ્યારે પીપલોદમાં શ્રી ભારતીમૈયા આનંદધામ (વૃદ્ધાશ્રમ)ના 30 વૃદ્ધોને પણ ભોજન કરાવીને રેસ્ટોરેન્ટ શરૂ કરી હતી. વધુમાં એવા 40 વૃદ્ધોને પણ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું જેઓ રેસ્ટોરન્ટમાં જઈ શકતા ન હતા.

રેસ્ટોરેન્ટના સ્થાપક ઉમેશ પવસીયાએ કહ્યું, “દરેક વ્યક્તિને રેસ્ટોરન્ટમાં પોતાના ગમતા લોકો સાથે ભોજનનો આનંદ લેવાનો હક છે. અમારા આ વિનમ્ર પ્રયાસનો ઉદ્દેશ્ય માત્ર ભોજન કરાવવાનો ન હતો. પરંતુ ઉજવણીના આ સમયમાં બધાને એકસાથે લાવીને તેમની ખુશી વહેંચવાનો હતો. તેમને એ અનુભવ કરાવવાનો હતો કે આપણે બધા એક જ કુટુંબ છીએ. વસુધૈવ કુટુંબકમની ભાવના આ દુનિયાને શીખવનાર દેશના સંતાન છીએ.

બાળકો અને વૃદ્ધોને જમાડવા એ ગ્રુપની વાર્ષિક પરંપરા છે

દર વર્ષે, ઓરાનની સિસ્ટર રેસ્ટોરન્ટ્સ – સ્પાઈસ વિલા, લિયોનાર્ડો અને પેવેલિયન – અનાથાશ્રમના બાળકો માટે ખાસ ચિલ્ડ્રન્સ ડેની ઉજવણીનું આયોજન કરે છે. જ્યાં તેઓને એકસાથે આમંત્રણ અપાય છે. તેઓ ત્યાં મઝા કરે છે, રમે છે અને કાયમી યાદો લઇને જાય છે. આ ઇવેન્ટ્સ દરમિયાન, રેસ્ટોરન્ટ દ્વારા બાળકોના વિકાસ માટે જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ પણ કરાય છે. જ્યારે વૃદ્ધો માટે તેમની ટીમ એ વાતનું ધ્યાન રાખે છે કે તેમને પોતાના પરિવાર સાથે જમતા હોય તેવો જ અનુભવ થાય. કુટુંબ તરફથી મળતી હૂંફ અને પ્રેમ જેવો જ અનુભવ થાય, તે રીતે આ કાર્યક્રમ કરાય છે.

25મી ડિસેમ્બરથી શરૂ

ઓરાન રૂફટોપ રેસ્ટોરેન્ટ 25મી ડિસેમ્બરથી શરૂ થઇ ગઇ છે. પાલ તરફ પાલ-ઉમરા બ્રિજના છેડે રિયો એમ્પાયરના ચોથા માળે સ્થિત છે.

ઓરાન વિશે

તાપી નદીના વિહંગમ રિવરફ્રન્ટ દૃશ્યો સાથે રૂફટોપ પર આવેલું ઓરાન એ એક મલ્ટિ-કૂઝિન રેસ્ટોરન્ટ છે જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓનું વિશાળ મેનૂ દિવસભર ઓફર કરે છે. ઓરાનમાં તમને અનુભવ થશે કે તમારે જો ભોજનનો અનોખો અનુભવ કરવો હોય તો સ્વાદની સાથે એમ્બિયન્સ પણ એટલું જ જરૂરી છે. આ રેસ્ટોરન્ટમાં તમને દિવસ અને રાતના અનુભવમાં મોટો ફેરફાર દેખાશે.