મુનિશ ફોર્જ લિમિટેડનું IPO: રોકાણકારો માટે સુરતમાં ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ

By on
In ગુજરાત ખબર
Spread the love

સુરત: NNM ગ્રુપ અને કાસ્ટીંગ અને ફોર્જિંગ ક્ષેત્રની અગ્રણી અને ડિફેન્સ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન ધરાવનાર તથા યુકે, યુએસ સહિત અનેક દેશોમાં નિકાસકાર કંપની મુનિશ ફોર્જ લિમિટેડ તેના આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ને લઈને સુરતમાં રોકાણકારો માટે એક વિશેષ તક રજૂ કરી રહી છે. આ IPOની એંકર બુક 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે, જ્યારે સામાન્ય જનતા માટે 30 સપ્ટેમ્બરથી અરજીઓ સ્વીકારવામાં આવશે. IPO 3 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે, અને શેરનું લિસ્ટિંગ 8 ઓક્ટોબર, 2025ના રોજ થશે. કુલ 77,00 400 શેર રૂ. 91 થી રૂ. 96ની કિંમતે ઓફર કરવામાં આવશે, જેના દ્વારા કંપની 73.92 કરોડ રૂપિયા એકત્ર કરવાની અપેક્ષા રાખે છે.આ IPO ને લઈને રવિવારે સુરત ખાતે ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ હતી.

મુનિશ ફોર્જની પ્રમોટર અને માર્કેટ મેકર કંપની NNM સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ ના નિકુંજ મિત્તલે જણાવ્યું હતું કે કંપની રોકાણકારોને આ આકર્ષક તકમાં ભાગ લેવા આમંત્રણ આપે છે. સુરત, જે સમજદાર ઉદ્યોગપતિઓ અને રોકાણકારોનું કેન્દ્ર છે, તેને ધ્યાનમાં રાખીને કંપનીએ 28 સપ્ટેમ્બર, 2025ના રોજ લા મેરેડીયન (T.G.B) હોટલ ખાતે એક ખાસ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં રોકાણકારોને કંપનીની ગ્રોથ, પ્રમોટર્સ અને ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

મુનિશ ફોર્જ લિમિટેડ, લુધિયાણાના ડાયરેક્ટર અને પ્રમોટર શ્રી દેવ અર્જુન બસીને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ડિફેન્સ ક્ષેત્ર પર વધતું ધ્યાન અને નિયમોમાં થયેલા બદલાવને કારણે કંપની માટે ઉજ્જવળ ગ્રોથની સંભાવનાઓ છે. આનો લાભ માત્ર કંપનીને જ નહીં, પરંતુ રોકાણકારોને પણ મળશે.

મુનિશ ફોર્જ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દેવેન્દ્ર બસીને ઉમેર્યું હતું કે 1986માં સ્થપાયેલી અમારી કંપની સતત વૃદ્ધિ કરી રહી છે. અમે ડિફેન્સ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી ઉપરાંત યુકે, યુએસ અને અન્ય દેશોમાં નિકાસ કરીએ છીએ. સુરતના સમજદાર રોકાણકારોને ધ્યાનમાં રાખીને અમે આ IPO લઈને આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આ IPOને રોકાણકારો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળશે.”
આ ઇન્વેસ્ટર્સ મીટમાં હાજર રહેલા રોકાણકારોને કંપનીની મજબૂત ગ્રોથ, ડિફેન્સ ક્ષેત્રમાં તેની મહત્વની ભૂમિકા અને વૈશ્વિક નિકાસ બજારમાં તેની સફળતા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. NNM ગ્રૂપ અને મુનિશ ફોર્જ લિમિટેડ રોકાણકારોને આ IPOમાં ભાગ લઈને કંપનીની સફળતાનો હિસ્સો બનવા આમંત્રણ આપે છે.