
સુરત, સપ્ટેમ્બર 2025: લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા છે, જે છેલ્લા 107 વર્ષથી માનવકલ્યાણ માટે સતત કાર્યરત છે. આજે 200 થી વધુ દેશોમાં અને 14 લાખથી વધુ સભ્યો સાથે લાયન્સ સંસ્થા સમાજના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર છે. ભારત સહિત અનેક દેશોમાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, બ્લડ બેંક અને કુદરતી આફતોમાં રાહત, જેવી સેવાઓ દ્વારા લાયન્સ ક્લબ્સે અદ્વિતીય યોગદાન આપ્યું છે. ગુજરાતમાં સુરત અને ભરૂચથી ઉમરગામ સુધી વિસ્તરેલી લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2 સમાજ કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી રહ્યું છે. આ અંગે સુરતમાં લાયન મોના દેસાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2 એ માહિતી આપી હતી. લાયન પ્રિયંકા જૈન રાવલ- એસવીડીજી; લાયન નિશીથ કિનારીવાલા- પીએમસીસી; લાયન દીપક પખાલે -પીવીએમસીસી ; લાયન સુધીર દેસાઈ-પીડીજી; લાયન સોનલ દેસાઈ-ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી; લાયન શિખા સરુપ્રિયા- ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ, વ્યવસ્થાના ભાગ રૂપે લાયન યોગેશ દેસાઈ, ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેટર, સાયબર ક્રાઈમ એવરનેસ ઉપસ્થિત રહ્યા હતા.
મોના દેસાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2 જણાવ્યું હતું કે, “અમારા શરૂ થયેલ કેમ્પેઇન અંતર્ગત લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ (ડિસ્ટ્રીક્ટ 3232 એફ2) દ્વારા વાપીથી લઈને ભરૂચ સુધી 3000 પ્રોટીન કિટ્સ દરેક દર્દી સુધી પહોંચાડવામાં આવશે, અને આ કેમ્પેઇન આખું વર્ષ ચાલશે.”
ભારતમાં લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલે અનેક હોસ્પિટલો, શાળાઓ, બ્લડ બેન્કો તથા આરોગ્ય સંભાળના કેન્દ્રો સ્થાપી સમાજની નવી જરૂરિયાતોને સંતોષવા, સેવા પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. ડાયાબિટીઝ નિયંત્રણ અને વિવિધ આરોગ્ય સેવાઓ, પર્યાવરણ સુરક્ષા અને જાળવણી, આંખની સંભાળ અને સારવાર, ભૂખ્યાને ભોજન અંતર્ગત રાશન કિટ અને ફૂડ પેકેટનું વિતરણ, ડ્રગ અવેરનેસ અને યુવાઓ ના ચરિત્ર નિર્માણના કાર્યક્રમો, લાયન્સ કવેસ્ટ અને યુથ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, નેતૃત્વ ઘડતર અને બંધુત્વના કાર્યક્રમો, રક્તદાન શિબિરના કાર્યક્રમો, હેલ્થ અવેરનેસ સેવાઓ જેવા ક્ષેત્રોમાં સંસ્થા અવિરત સેવાઓ આપી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ટીબી નિવારવા અંગે પણ લાયન્સ ક્લબ્સ દ્વારા સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ કોઈ કુદરતી આફત આવે તો જરૂરિયાતમંદોને ગ્રાન્ટ મોકલવા માં પણ અગ્રેસર રહે છે.
ગુજરાતમાં સુરત અને ભરૂચથી ઉમરગામ સુધી વિસ્તરેલી લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના સેવા મંદિરો સમાજના કલ્યાણ માટે સતત કાર્યરત છે જ, જેમાં લાયન્સ ઈન્ટરનેશનલ એકેડમી- ગાર્ડન સિટી રોડ – અંકલેશ્વર, લાયન્સ સ્કુલ, ન્યૂ કોલોની, જીઆઈડીસી – અંકલેશ્વર, લાયન્સ ક્લબ ઓફ ચીખલી, બ્લડ બેન્ક ચીખલી, લાયન્સ ક્લબ ઓફ ઉમરા- સારદા યતન સ્કુલ, પીપલોદ- સુરત, લાયન્સ ક્લબ ઓફ સુરત- લાયન્સ કેન્સર હોસ્પિટલ, લાયન્સ ક્લબ ઓફ મઢી ટાઉન- ડાયાબિટીઝ રેટિનોપેથી મશીન ઇનસાઈડ ઓફ લાયન્સ હોસ્પિટલ, લાયન્સ ક્લબ ઓફ નવસારી- લાયન્સ હોસ્પિટલ, દુધિયા તળાવ દુધિયા તળાવ, નવસારી, લાયન્સ ક્લબ ઓફ સુરત- લાયન્સ કેન્સર હોસ્પિટલ એક્સ્પાનશન બિલ્ડીંગ, લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગર- લાયન્સ આઈ હોસ્પિટલ ગુંજન એરિયા, વાપી, લાયન્સ ક્લબ ઓફ સુરત સ્માર્ટ સીટી- ઉત્તર બુનિયાદી વિદ્યાલય બોય્સ હોસ્ટેલ પાતળનો સમાવેશ થાય છે. “વધુ હાથ, વધુ લોકો, વધુ સેવા”ના સૂત્ર સાથે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ સમાજસેવાના નવા અધ્યાય લખી રહ્યું છે.
લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2નું ધ્યેય માત્ર સેવાપ્રવૃત્તિઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સુધી સહકાર, આશા અને સકારાત્મક પરિવર્તન પહોંચાડવાનું છે. સંસ્થા માને છે કે સેવા દ્વારા જ સાચો સમાજ વિકાસ શક્ય છે અને એ માટે દરેક નાગરિકનો સહયોગ આવશ્યક છે.