ISGJના વાર્ષિક પદવીદાન સમારંભની ભવ્ય ઉજવણી -200થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અને પ્રમાણપત્રો એનાયત

Spread the love

મેયર દક્ષેશભાઈ માવાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા

સુરત, 23 ડિસેમ્બર: ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) દ્વારા સુરતના હોટેલ રેડિસન ખાતે ભવ્ય વાર્ષિક પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 200થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

સમારંભના મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણીએ હાજર રહી પદવીધારકો અને વિદ્યાર્થિઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું. જ્યારે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી), ગુજરાતના ચેરમેન જયંતિભાઈ સાવલિયાએ પણ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો.

ઉપસ્થિત અતિથિઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જેમ્સ તથા જ્વેલરી ઉદ્યોગમાં તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમના પ્રેરણાદાયક પ્રવચનોથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

સમારંભમાં ISGJના સંચાલકો, ફેકલ્ટી મેમ્બર્સ, વાલીઓ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.