ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન

By on
In ગુજરાત ખબર
Spread the love

સુરત મહાનગરમાં આ વર્ષે ભવ્ય ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું આયોજન થવાનું છે।

આ મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પરમ શિષ્ય આચાર્ય શ્રી સમયસાગરજી મહારાજના પાવન આશીર્વાદ તથા પ્રશમમૂર્તિ મુનિ શ્રી અજિતસાગરજી મહારાજ, મુનિ શ્રી નીરાગસાગરજી મહારાજ, ઍલક શ્રી વિવેકાનંદસાગરજી મહારાજ, મુનિ શ્રી શુભમકિર્તિજી મહારાજ, શ્રમણી આર્થિકા વિવોધશ્રી માતાજી સંસંઘ તથા વિધુષી આર્થિકા પ્રજ્ઞાશ્રી માતાજી સંસઘના પાવન સાનિધ્યમાં સંપન્ન થશે ।

તારીખ: ૫ થી ૭ ઑકટોબર ૨૦૨૫

સ્થળઃ શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર જૈન દેહરાસર (અતિશય ક્ષેત્ર), વસતા દેવડી રોડ, કિરણ હોસ્પિટલ પાસે, કતારગામ, સુરત ।

+ કાર્યક્રમ વિગતો +

૫ ઑકટોબર ૨૦૨૫ (પ્રથમ દિવસ)

પ્રાતઃકાળ: ધ્વજારોહણ-શ્રી સુશીલાદેવી ભાગચંદજી જૈન પરિવાર દ્વારા

મંચ ઉદ્ઘાટન – હેમલતા દેવી માનેકચંદજી પરિવાર દ્વારા

તે પછી બાળકો તથા યુવાઓ માટે કેરિયર કાઉન્સેલિંગ તથા પ્રેરણાત્મક સત્ર

બપોરે ૧ વાગ્યે : ભવ્ય દિગંબર જૈન પ્રતિભા સન્માન સમારોહ

૬ ઑકટોબર ૨૦૨૫ (બીજો દિવસ)

શાકાહાર નિબંધ સ્પર્ધા (જેમાં અંદાજે ૩૨૦૦ વિધાર્થીઓએ નિબંધ લખ્યો હતો)ના

વિજેતાઓનું સન્માન સમારોહ

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાઓના પ્રાચારીઓ/પ્રતિનિધિઓનું સન્માન

૭ ઑકટોબર ૨૦૨૫ (ત્રીજો દિવસ – શરદ પૂર્ણિમા)

શરદ પૂર્ણિમાના દિવસે સોધર્મ ઈન્દ્ર વગેરે મુખ્ય મહાપાત્રો તથા ૧૦૮ ઈન્દ્ર મુખ્ય મહાપાત્રો દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ગુરુવર શ્રી વિદ્યાસાગરજી મહારાજના વિદ્યાગુરુ વિધાનનું મંગલ આયોજન

આચાર્યશ્રીની પ્રતિમા સ્થાપનાનું કાર્યક્રમ

+ વિશેષ પ્રસંગ +

કતારગામ અતિશય ક્ષેત્રમાં આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવ ઉપરાંત:

3 ઑકટોબર ૨૦૨૫: ચારિત્ર ચક્રવર્તી આચાર્ય શાંતિસાગરજી મહારાજનો ૧૦૧મો આચાર્ય પદારોહણ

દિવસ

૧૦ અને ૧૧ ઑકટોબર ૨૦૨૫: આચાર્ય શાંતિસાગરજી મહારાજ વિષે વિદ્વત્ સંગોષ્ઠી (સ્થળ: પારશ્વનાથ દિગંબર જૈન મંદિર, ભટાર રોડ, સુરત)

+ સંદેશ+

આયોજન સમિતિ તરફથી રવિ જૈન (CA.)એ જણાવ્યુ કે આ મહોત્સવ માત્ર સમાજની પ્રતિભાઓને સન્માનિત નહીં કરે પરંતુ યુવાઓ અને નવી પેઢીને ધર્મ, સંસ્કૃતિ તથા ઉચ્ચ આદર્શો સાથે જોડવાનું એક સાધન બનશે ! તમામ શ્રદ્ધાળુઓ તથા સમાજબંધીજનોએ વિનંતી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાવન મહોત્સવને સફળ બનાવે અને ધાર્મિક લાભ મેળવે।

આયોજક અને નિવેદક :

આયોજક: અવિજિત જૂથ – શાખા સુરત તથા કેન્દ્રીય અવિજિત જૂથ, વિદિશા (મ.પ્ર.)

નિવેદક: શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર જૈન દેહરાસર સમિતિ, કતારગામ; ચાતુર્માસ સમિતિ, ભટાર તથા સમગ્ર દિગંબર જૈન સમાજ, સુરત।