
સૌર ઉર્જામાં સ્મ્રુતિરૂપ નમો સૌર સમ્રાટ
અર્થપૂર્ણ પરિમાણ: 75 વર્ષ નિમિતે 75 ઇય
અધતન TOPCon ટેકનોલોજી દ્વારા સંચાલિત
ભારતની સ્વચ્છ ઉર્જાક્ષેત્રની મહત્વાકાંક્ષાઓને વેગ આપવા તરફ
સુરત, ગુજરાત: 17 સપ્ટેમ્બર 2025 માનનીય પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમના આયોજન સાથે ભારતના સૌથી મોટા સોલાર પીવી ઉત્પાદક ગોલ્ડી સોલાર ધ્વારા પ્રસંગોચિત “નમો સૌર સમ્રાટ નામે-વિશ્વના સૌથી મોટા સોલાર પીવી મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું. આ (વિશ્વમાં સૌથી મોટા) રેકોર્ડ-બેકિંગ મોડ્યુલનું ઉત્પાદન ગોલ્ડી સોલારના ગુજરાત ખાતે કોસબા સ્થિત એકમમાં કરવામાં આવ્યું હતું, જે પ્રધાનમંત્રીશ્રી ના દૂરદેશી નેતૃત્વ અને ભારતની નવીનીકરણીય ઉર્જા ક્રાંતિની ઉન્નતિ માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિકાત્મક અંજલિ તરીકે રજુ કરવામાં આવ્યું હતું.
“નમો સૌર સમ્રાટ” એક સૌર પેનલ હોવા ઉપરાંત વિશેષત: ભારતીય નાવિન્યના નવા યુગને વ્યાખ્યાયિત કરતી, સ્કેલ, ચોકસાઇ અને મહત્વાકાંક્ષાનું મૂર્તિમંત સ્વરૂપ એક ઉત્પાદકીય અજાયબી છે. ગોલ્ડી સોલાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ પહેલ વૈશ્વિક સ્તરે સૌર ઊર્જા ક્ષેત્રે ભારતને અગ્રેસર રાખવામાં વડા પ્રધાનશ્રીની મુખ્ય ભૂમિકાની ઉજવણી છે. સૌર પીવી ઉત્પાદનમાં ચીન ધ્વારા પહેલ કરવામાં આવ્યા બાદ. ભારત આજે સર્વોચ્ચ આત્મનિર્ભરતાની રજૂઆત કરે છે – જે સાબિતી છે કે જ્યારે વિશાળ સ્તરે આત્મનિર્ભરતાની વાત આવે ત્યારે ભારત સૌથી આગળ છે.

વડા પ્રધાનશ્રીના ૭૫મા વર્ષના પ્રતિકાત્મક રૂપે મોડ્યુલને ૭૫ ઇંચ પહોળાઈ
વડા પ્રધાનશ્રીના ૭૫મા વર્ષના પ્રતિકાત્મક રૂપે મોડ્યુલને ૭૫ ઇંય પહોળાઈ અને ૧૫૦ ઇંચ લંબાઈના ચોક્કસ પરિમાણમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રતિકાત્મક પહેલના વિશ્વ-સ્તરીય એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા સાથે અસાધારણ સિદ્ધિના જોડાણ કપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. 1575 wp ની ક્ષમતા/આઉટપુટ સાથે, આ મોડ્યુલ વૈશ્વિક સૌર ઉદ્યોગમાં કદ, કાર્યક્ષમતા અને મહત્વાકાંક્ષા માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.
આ વિશાળ મોડ્યુલ અદ્યતન 340 HC TOPCon (ટનલ ઓક્સાઇડ પેસિવેટેડ કોન્ટેકટ) સેલ ટેકનોલોજીને એકીકૃત કરે છે, જે ઊર્જાનો વ્યય ઘટાડી, કાર્યક્ષમતા અને પાવર આઉટપુટમાં વધારો કરે છે. આવા સ્કેલના મોડ્યુલ અને ભવિષ્યની ટેકનોલોજી જોડાણ ધ્વારા ગોલ્ડી સોલાર ચોકસાઇ-સંચાલિત, ભવિષ્ય માટે તૈયાર ઉત્પાદન માટેની પોતાની પ્રતિષ્ઠાને સુદઢ બનાવે છે.
ભવિષ્યમાં વૃદ્ધિની યોજના સાથે જુસ્સાભેર વિસ્તરણ થકી ગોલ્ડી સોલાર ધ્વારા 14.7 GW સુધી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવામાં આવી છે. આ પ્રસંગે ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઈશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું કે
“વડાપ્રયાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સાતત્યતા તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યું છે, જેમાં વર્ષ 2030 સુધિ 500 (ગીગા વોટ) GW પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાના લક્ષ્યમાં અડધાથી વધુ વક્ષ્યને નિર્ધારિત સમય પૂર્વે જ પ્રાપ્ત કરી લેવામાં આવ્યું છે. “નમો સૌર સમ્રાટ” એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે, જે ભારતની આત્મનિર્ભર ક્ષમતાનું પ્રતિક છે અને વૈશ્વિક મંચ ઉપર ઉત્પાદન શ્રેષ્ઠતાનું ઝળહળતુ ઉદાહરણ છે. વળી, આ પ્રધાનમંત્રી પ્રત્યેની અમારી સૌથી મોટી સ્મ્રુતિ ભેટ છે અને આવનારી પેઢીઓને શુધ્ધ ઉર્જા આપનારા, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતા પણ છે.”