— જયપુર અને સુરતમાં યોજાયેલી બંને ઈવેન્ટમાં કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના લાંબાગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી
જયપુર/સુરત : ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ BSE પ્લેટફોર્મ પર તેના SME IPO ના ભાગરૂપે, 25 અને 27 ઓક્ટોબર, 2025 ના રોજ જયપુર અને સુરતમાં ઇન્વેસ્ટર રોડ-શોનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. આ રોડ-શો એ સંભવિત રોકાણકારો, સંસ્થાકીય ખરીદદારો અને બજારના સહભાગીઓ માટે કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના પબ્લિક ઇશ્યૂ પહેલાં લાંબાગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ મેળવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કર્યું હતું.
NNM ગ્રુપ દ્વારા યોજાયેલા આ રોડ શોના માધ્યમથી કંપનીની મેનેજમેન્ટ ટીમ અને સંભવિત રોકાણકારો વચ્ચે અર્થપૂર્ણ વાતચીત સુગમ બની હતી. પહેલી ઈવેન્ટ શનિવાર, 25 ઓક્ટોબર, 2025 ના રોજ જયપુરની હોટેલ હિલ્ટન ખાતે યોજાઈ હતી તેમજ બીજી ઈવેન્ટ સોમવાર, 27 ઓક્ટોબર, 2025 ના રોજ સુરતમાં TGB ખાતે એમેરાલ્ડ હોલમાં યોજાઈ હતી. બંને ઇવેન્ટ્સમાં રોકાણકારોની ઉત્સાહવર્ધક હાજરી જોવા મળી હતી. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ, ગેમ ચેન્જર્સ ટેક્સફેબના ગ્રોથ પ્લાન, વ્યવસાયિક વિકાસની સંભાવના અને ભાવિ વિસ્તરણ યોજનાઓ પર પ્રકાશિત પાડવાનો તેમજ કંપનીની કાર્યકારી ક્ષમતાઓમાં રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવવાનો હતો.
આ સત્રો દરમિયાન, રોકાણકારો સાથેના વાર્તાલાપમાં કંપનીના પ્રમોટર્સ અને સિનિયર મેનેજમેન્ટે તેમના દરેક પ્રશ્નોના પારદર્શિતા અને સ્પષ્ટતા સાથે જવાબ આપ્યા હતા. તેમણે કંપનીના વ્યવસાયના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર ચર્ચા કરી હતી અને તેના એસેટ-લાઇટ ઓપરેશનલ માળખા અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત, તેમણે કંપનીના ઉત્પાદન અને વિતરણ નેટવર્કને વધારવા માટેની યોજનાઓ વિશે પણ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. જેમાં રોકાણકારોએ કંપનીની આવક, વૈવિધ્યકરણ વ્યૂહરચના, માર્જિન અને આગામી રિટેલ વિસ્તરણ પહેલને સમજવામાં ઊંડો રસ દાખવ્યો હતો. ઈવેન્ટમાં પ્રમોટરોના આત્મવિશ્વાસ અને ડેટા-સમર્થિત પ્રતિભાવોને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેનાથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.+

આ બન્ને રોડ શો કંપનીના IPO પહેલા જ યોજાયા હતા. કંપનીનો IPO 28 થી 30 ઓક્ટોબર, 2025 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો છે, જેની પ્રાઈસ બેન્ડ ₹96 થી ₹102 પ્રતિ શેર છે. કુલ ઇશ્યૂનું કદ ₹54.84 કરોડ થાય છે અને કંપનીના શેર 4 નવેમ્બર, 2025 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની અપેક્ષા છે. કંપની આ આવકનો ઉપયોગ મુખ્યત્વે મૂડી ખર્ચ, કાર્યકારી મૂડી જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને સંભવિત અજાણ્યા સંપાદન માટે કરવાની યોજના ધરાવે છે. જે ટકાઉ વિસ્તરણ અને કાર્યકારી કાર્યક્ષમતા પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે.
આ રોડ શોના સફળ આયોજન પછી, ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડે 27 ઓક્ટોબર, 2025 ના રોજ તેની એન્કર ઇન્વેસ્ટર બિડિંગ હાથ ધરી હતી. જેના માધ્યમથી કંપનીએ પ્રતિ શેર ₹102 ના ભાવે શેર ફાળવીને એન્કર રોકાણકારો પાસેથી ₹9.15 કરોડ એકત્રિત કર્યા હતા. આ આયોજને કંપનીમાં રોકાણકારોના વધતા વિશ્વાસ રેખાંકિત કર્યો હતો. જોકે, આ સકારાત્મક ધારણાની વચ્ચે, કેટલાક બજાર નિરીક્ષકોએ કંપનીના કમાણી વૃદ્ધિની તુલનામાં પ્રમાણમાં ઊંચા મૂલ્યાંકન અને તેના એસેટ-લાઇટ મોડેલ સાથે સંકળાયેલા સંભવિત જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ મંતવ્યો હોવા છતાં, કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, તેની વ્યૂહરચના લાંબાગાળાની વૃદ્ધિ, સુગમતા અને મજબૂત રિટર્ન પ્રદાન કરે છે. કંપનીના વિકાસના આયોજન અને વિઝને રોડ શોમાં મોટાભાગના સહભાગીઓએ વધાવ્યો હતો.
આમ, એકંદરે, જયપુર અને સુરતમાં રોકાણકારોની મીટિંગમાં ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડના બિઝનેસ વિઝન, ઓપરેશનલ ક્ષમતાઓ અને નેતૃત્વની વિશ્વસનીયતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બન્ને રોડ શો ખૂબ જ સફળ રહ્યા હતા અને તેનાથી કંપનીના SME IPO માટે સકારાત્મક વાતાવરણ તૈયાર થયું હતું.