સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત

By on
In ગુજરાત ખબર
Spread the love

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના SSRDP ( Sri Sri Rural Development Program & Sustainability ) વિભાગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે MoU; સુરત બનશે “ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી”

સુરત. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (SSRDP) દ્વારા શરૂ કરાયેલ ‘Eco Kranti’ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ છે.

સુરત ક્લીનેસ્ટ સિટી સાથે સાથે બનશે ગ્રીનેસ્ટ સિટી, સુરતી ઓ સાથે મળી ને સમગ્ર વિશ્વ માં પ્રથમ એવો દાખલો બેસાડસે કે ક્લિનેસ્ટ સિટી અને ગ્રીનેસ્ટ સિટી સાથે સ્માર્ટ સિટી બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો છે.
Eco Kranti ની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે છે જે આપણા રોજિંદા જીવન માં આપડે પ્લાસ્ટિક ની વસ્તુઓ વાપરી ને ફેંકી દઈએ છીએ એ ઉપયોગ થી મુક્ત કરવા ની લડત છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક થી જે માઇક્રો પ્લાસ્ટિક નું ઉત્પાદન થાય છે એ સૌથી મોટી ચેલેન્જ છે જે પર્યાવરણ સાથે સાથે આપડા શરીર ને પણ ખુબજ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગો તથા શુક્રાણુ ને લગતા પ્રશ્નો જેવા અનેક કારણો સાથે માનવ જીવન ને પણ ઘણું નુકસાન કારક છે કારણ કે એક સંશોધન અનુસાર હવા , પાણી અને ખોરાક દ્વારા એક ATM કાર્ડ ની સાઇઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક દર અઠવાડિયે આપડા શરીર માં જાય છે આ ગંભીરતા ને ધ્યાન માં રાખી ને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ વિકસાવાયા છે, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પરૂપે ઉપયોગી સાબિત થશે. આ પ્રોડક્ટ્સ કુદરતી રીતે માત્ર છ મહિના અંદર નાશ પામે છે, જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજાર વર્ષથી વધુ સમય લાગે છે.

આ અભિયાનનો હેતુ માનવ સમાજ ને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો છે. SSRDP નો હેતુ એ છે કે અન્ય ઉદ્યોગકારો અને નાગરિકો પણ આવા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા માટે આગળ આવે અને “Eco Kranti” ના મિશનને સમર્થન આપે.

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાય છે, હવે તેને “ક્લીનેસ્ટ ટુ ગ્રીનેસ્ટ” બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ માટે SSRDP અને સુરત મહાનગરપાલિકા વચ્ચે ખાસ MoU કરવામાં આવ્યું છે. આ MoU દ્વારા ઇકો ફ્રેન્ડલી ઉપક્રમો, કચરાનું વૈજ્ઞાનિક રિસાયકલિંગ અને ગ્રીન ઈનોવેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે.

આ મિશન ની શરૂઆત સુરત થી થાય એ માટે ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલે પહેલ કરી અને એમનો વિશેષ સહયોગ પણ રહ્યો છે. આજના MoU સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ ના SSRDP વિભાગ ના ડાઇરેક્ટર તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ વોરા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી નું પ્રતિનિધિત્વ કરવા ખાસ બેંગલોરથી આવ્યા હતા. સાથે મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ , આર્ટ ઓફ લિવિંગ ના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર પ્રકાશભાઈ ધોરીયાણી તેમજ આર્ટ ઓફ લિવિંગ ના શિક્ષક CA હરી અરોરા સહિત મહાનગરપાલિકા તેમજ આર્ટ ઓફ લિવિંગ ના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં પણ આ આમંત્રિત મહેમાનોના હસ્તે જ્યાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ થાય છે એવી હોસ્પિટલો ખાતે તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે ટ્યુશન ક્લાસીસમાં Eco Kranti ની પ્રોડકટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત લૉન્ચિંગની સાથે જ આજરોજ સુરતના 50થી વધુ સ્થળોએ આ દસ લાખ રૂપિયાથી વધુની કિંમતના Eco Kranti ના પ્રોડક્ટ્સનું મફત વિતરણ કરવામાં આવ્યું. આ પહેલથી સુરત શહેર ગ્રીન રેવોલ્યુશનનું નવું કેન્દ્ર બન્યું છે. આર્ટ ઓફ લિવિંગ નો ઉદ્દેશ્ય છે કે આ Eco Kranti માત્ર શહેર કે રાજ્ય સુધી મર્યાદિત ન રહે, પરંતુ વિશ્વના દરેક ખૂણામાં પહોંચે અને ધરતીને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળી બનાવે.

હાલ લોકો ને સહેલાઈ થી Eco Kranti ના પ્રોડક્ટ્સ મળી રહે એ અનુસંધાને amazon તથા blinkit જેવી એપ પર Eco Kranti ના પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.