સુરત ના લિંબાયત માં ડુપ્લીકેટ તેલ નો રેકેટનો પર્દાફાશ

Duplicate oil racket busted in Surat's Limbayat
Spread the love

1200 રૂપિયા ના ડબ્બા પર બ્રાન્ડેડનાં સ્ટિકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું

લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું

માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા.

આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતાં સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા,

જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો.

લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.

પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

ઉપરાંત શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા પકડાયા હતા.