૧,૨૫,૦૦૦ શ્રી દત્ત માલા મંત્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિ

Spread the love

દત્તાશ્રય આશ્રમ ખાતે ૧,૨૫,૦૦૦ શ્રી દત્ત માલા મંત્ર અનુષ્ઠાનની પવિત્ર પૂર્ણાહુતિ ભક્તિભાવ અને વૈદિક પરંપરા સાથે સંપન્ન થઈ.

આ દિવ્ય અનુષ્ઠાનમાં ૧૫ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, ૬૦૦ કિલોથી વધુ ઘીની આહુતિ, દૈનિક રુદ્રાભિષેક તેમજ યજુર્વેદના પવિત્ર મંત્રોના પાઠ દ્વારા યજ્ઞને દિવ્ય ઊર્જાથી પૂર્ણ કરવામાં આવ્યો.

આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યા આચાર્યશ્રીઓએ શ્રી દત્ત ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખ અને સદભાવના સ્થાપિત થાય.
નેપાળમાં સર્જાયેલી કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલા હજારો નિર્દોષ આત્માઓને શ્રી દત્ત ભગવાન મોક્ષ અને શાંતિ અર્પે, તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અને હિંમત આપે તેવી કરુણાભરી પ્રાર્થના કરવામાં આવી.

સાથે જ, તમામ ભક્તજનો સનાતન ધર્મના માર્ગે ચાલે, સદાચાર અને સત્યને જીવનમાં ઉતારે અને પોતાના જીવનમાં આધ્યાત્મિક તથા સર્વાંગી પ્રગતિ પ્રાપ્ત કરે, તેવી પણ શ્રી દત્ત ભગવાનને પ્રાર્થના કરવામાં આવી.

યજ્ઞની પવિત્ર જ્યોતમાંથી વિશ્વશાંતિનો સંકલ્પ…
મંત્રોમાંથી દિવ્ય ઊર્જા…
અને હૃદયમાંથી સર્વજીવ કલ્યાણની પ્રાર્થના…
જય જય દત્તાશ્રય
જય ગુરુદેવ દત્ત
નર્મદે હર