નવી સિવિલના ઈમરજન્સી વિભાગની બહાર સર્વન્ટ હાજર નહિ રહેતા ભારે હાલાકી
કામરેજના શ્રમજીવી પરિવારના સગા ભાઈ-બહેનને કોલેરા થયો હતો, જેમાં બહેનનું મોત થયું તો બીજા બાળકને વધુ સારવાર માટે નવી સિવિલમાં લઈને આવ્યાં
સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં વર્ગ-4ના કર્મચારીઓની મનમાની વધી રહી છે. એસઆઈની નિષ્ફળ કામગીરીની પગલે સર્વન્ટ ચાલુ નોકરીએ પોતાની જગ્યાએ હાજર જ હોતા નથી. જેને પગલે ઈમરજન્સી વિભાગમાં 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મંગળવારે સવારે કામરેજથી 1 વર્ષના બાળકની કોલેરાની સારવાર માટે આવેલા પરિવારને નવી સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. કામરેજ સીએચસીથી રીફર કરવામાં આવેલા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં 1વર્ષના બાળકને ઓક્સિજનની જરૂરત હતી. પરતું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની બહાર કોઈ સર્વન્ટ હાજર નહિ હતું. તેમજ ઓક્સિજન વાળું સ્ટ્રેચર પણ નહિ હતું. જેથી માતા પોતે બાળકને વગર ઓક્સિજન સારવાર માટે હોસ્પિટલની અંદર લઈને દોડી હતી. માતા સાથે 108ના ઈએમટી ડોકટર પણ દર્દીને સાથે દોડ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના કુમકુમ રેસીડેન્સી પાસે આવેલ હળપતિવાસમાં કરણ ભીલ, પત્ની, બે પુત્ર તેમજ એક પુત્રી સાથે રહે છે. કરણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાનમાં 3 વર્ષની પુત્રી પ્રિયાંસી તેમજ 1 વર્ષનો પુત્ર વિકેશ ઉર્ફે રિકેશને સોમવારે સાંજે ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. મંગળવારે સવારે પ્રીયાંસીની તબિયત લથડતાં બને ભાઈ-બહેનને સારવાર માટે કામરેજ સીએચસી ખાતે લઈને ગયા હતા. જ્યાં બંનેને કોલેરાના લક્ષણ હોવાની સંભાવના સાથે સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન પ્રીયાંસીનું મોત નિપજ્યું હતું. જેથી કામરેજ સીએચસીથી 1 વર્ષના વિકેશને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફ્રર કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓક્સિજન સાથે 108 એમ્બ્યુલન્સમાં વિકેશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી વિભાગની બહાર 108 એમ્બ્યુલન્સના ઈએમટી, પાયલોટ તેમજ પરિવારજનો ઓક્સિજન સ્ટ્રેચર અને સર્વન્ટને આવાજ લગાવી રહ્યા હતા. તેમ છતાં ત્યાં કોઈપણ સર્વન્ટ આવ્યો નહિ હતો. તેમજ ઓક્સિજન સ્ટ્રેચર પણ હાજર નહિ હતું. જેથી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો હતો. રાહ જોયા બાદ છેલ્લે માતાએ બાળકને ગોડીમાં લઈ લીધો અને એની સાથે એમ્બ્યુલન્સના ઈએમટી દોડીને બાળકને ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈને ગયા હતા. જ્યાં બાળકને ઓક્સિજન પર રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકને દાખલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની તબિયત સારી હોવાની માહિતી જાણવા મળી હતી. હાલ બાળકને કોલેરાની સંભાવના વચ્ચે સારવાર આપવામાં આવી રહી છે. તેમજ પ્રીયાંસીનું મોત કોલેરાથી થયું હોવાની વાત પરિવારે કહી હતી.
પ્રિમોન્સૂનનાં નામે દર વર્ષે કરોડોનો ધુમાડો કરતી પાલિકા પાણી ભરાતા પાણીમાં બેસી જાય છે : પાયલ સાકરીયા
30 વર્ષથી ભાજપ શાસકોએ લીંબાયત વિસ્તારની અવગણના કરી છે : પાયલ સાકરીયા
વરસાદ બંધ થશે તો પાણી ઉતરી જશે : લીંબાયતનાં અધિકારીઓનો ઉડાઉ જવાબ
ગઈકાલનો અવિરત વરસાદ વરસતા લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાયા હતાં જે આજે સાંજ સુધી પણ ન ઉતરતા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ આજરોજ ત્યાં મુલાકાત લીધી હતી. સ્થળ પરની હાલત બદથી પણ બદતર હોવાનું માલુમ પડ્યું હતું. એટલે સુધી ખરાબ હાલત હતી કે, ખાડી કઈ અને રસ્તો કયો તે શોધવું પણ મુશ્કેલ બન્યું હતું.
આ મુદ્દે પાયલ સાકરીયાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષે પાલિકા પ્રિમોન્સૂનનાં નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તેમ છતાં લીંબાયતમાં કેટલાય વર્ષોથી બદતર હાલત છે. 30 – 30 વર્ષથી ભાજપ જ્યાંથી ચૂંટાઈ છે તે જ વિસ્તારનાં લોકો હાલાકીમાં જીવવા મજબૂર બન્યા છે. સમસ્યાનાં નિરાકરણને એક વર્ષ લાગે, બે વર્ષ લાગે કે વધુમાં વધુ ત્રણ વર્ષ થાય. 30 વર્ષથી સત્તામાં હોવા છતાં કશું ઉકાળી નથી શક્યા. કયા કારણોસર આ સમસ્યાનો નિકાલ નથી થતો તેવો વેધક પ્રશ્ન શાસકોને પૂછ્યો હતો.
આ સાથે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, પ્રિમોન્સૂનનાં કામમાં ફક્ત દવા છાંટવાથી સંતોષ માનતી પાલિકાની કામગીરી હંમેશા બિલકુલ નિરાશાજનક રહી છે. આટલા વરસાદમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયા છે, નોકરિયાતોને નોકરી પર જવાની સમસ્યા છે. ગૃહિણીઓને ઘર સામગ્રી લાવવાની ચિંતા છે. બાળકો સ્કૂલે જઈ શકે એ પરિસ્થિતિમાં નથી. વધુમાં, પાણી ઓસરતા કાદવ કીચડ થવાની સંભાવના છે, તેના દ્વારા રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે. નાના બાળકોને તાવ, ઝાડા ઉલ્ટી થવાની સંભાવના રહેલી છે. અને લીંબાયત ઝોનનાં અધિકારીઓ બચાવ કામગીરી કરવાને બદલે ઉડાઉ જવાબ આપે છે કે વરસાદ બંધ થતાં પાણી ઓસરી જશે. શું આ કામગીરી માટે દર વર્ષે કરોડો રૂપિયા પ્રિમોન્સૂન પાછળ ખર્ચીએ છીએ તેવા વેધક આક્ષેપો પાયલ સાકરીયાએ કહ્યા હતાં.
શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા શ્રી રાકેશ હિરપરાએ ઈચ્છાપોર શાળાની મુલાકાત લેતા નીચે પ્રમાણેની પરિસ્થિતિ ધ્યાને આવી.
શાળા રોડ કરતા નીચાણવાળા ભાગમાં હોવાથી વરસાદનું પાણી શાળામાં આવે છે અને પાણીનો ભરાવો થાય છે. ચાંદીપુરા ના ખતરા વચ્ચે આ પરિસ્થિતિ ગંભીર છે.
એક તરફ મહાનગરપાલિકા સામાન્ય લોકો પાસેથી પાણીના ભરાવા બદલ દંડ લે છે, બીજી બાજુ મહાનગરપાલિકાની પોતાની મિલકતમાં જ પાણી ભરાય છે.
શાળાના નામે માત્ર 4 ઓરડા છે, જેમાંથી બે ઓરડામાં પાણી ટપકે છે એટલે માત્ર બે ઓરડા જ વાપરી શકાય એમ છે.
બાલવાડી થી ધોરણ 5 સુધીના 6 વર્ગોમાં 75 બાળકો છે, માત્ર ત્રણ શિક્ષકો છે અને ચાર ઓરડાઓ છે જેમાંથી બે ઓરડામાં પાણી ટપકે છે.
વરસાદની સિઝનમાં આ બે જ ઓરડામાં આચાર્યની ઓફિસ, બાળકોએ ભણવાનું, જમવાનું, રમવાનું, વગેરે બધું જ… ટુંકમાં આ બે ઓરડા એટલે શાળા…
(ફોટો અને વીડિયો ઉપર મોકલી આપેલ છે)
ડિંડોલીના યુવાનોએ અનોખી રીતે કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી…
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજરોજ વિભિન્ન સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવાગામ – ડિંડોલી વિસ્તારમાં રહેલા કેટલાક મિત્રોએ મળીને અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. દિનેશ ગીરાસે, કિશોરભાઈ મહાજન, પપ્પુ ભાઈ, શૈલેષ ભાઈ અને પાંડુ ભાઈએ મળીને આજરોજ ડિંડોલી મહાદેવ નગર સ્થિત ઓલ્ડ એજ હોમ આશ્રમ ખાતે ભોજન પ્રસાદીનું વિતરણ કર્યું હતું. સૌ મિત્રોએ પોતાના હાથે ઓલ્ડ એજ હોમના તમામ વડીલોને ભોજન પ્રસાદનું વિતરણ કર્યું હતું અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે નિરાધાર વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે WIBE- Women Integrated Business Expo
સુરત: નારી શાસ્તીકરણ અને જાતીય સમાનતા ની વાતો તો આપને ઘણી કરતા હોઈએ પણ નારિયો માટે ખરેખર કાંઈક કરીએ તો લેખે લાગે. આ ઉદેશથી પાલ ઈવેન્ટ્સ એક અનોખી મહિલા કેન્દ્રિત ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહ્યું છે . જેમાં વિવિધ ક્ષેત્રે નિપુણ મહિલાઓ અથવા તો મહિલાઓ દ્વારા ચલાવતા સેવાકીય પ્રવુંર્તીઓ ને વાચા આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે .
WIBE- Women Integrated Business Expo. વાઈબ- મહિલા સંકલિત બિઝનેસ એક્સ્પો ના નામથી યોજાનાર આ ઇવેન્ટ મલ્ટીપલ સ્કીલ ધરાવતા મહિલા ઓને એક છત નીચે ભેગા કરીને સમાજ સામે એમની સિદ્ધિઓ વિષે જણાવવાનો એક પહેલ છે .
આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્સરો REMAX, Casx , પીપી સવાની , આમન્ત્રણ જુવેલ્સ , કે .ડી ફાર્મસ, નવીન ઇલેક્ટ્રોનીક્સ ગોદરેજ વગેરે છે .
આ ઇવેન્ટમાં ૮૦ થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં વિવિધ ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરાશે . સુરત મહાનગરપાલિકા ની સખી મંડળ પણ આ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે .
આની સાથે આ ઈવેન્ટ મા WICCI – સુરત ચેપ્ટર પણ આયોજન માં સાથે છે અને દરેક શક્તિ બંધન સ્ટોલ ને મેનટર પણ કરશે.
આ સિવાય ૨૦ થી વધુ સંઘઠનો જેવા કે LVB, BNI, અગ્રવાલ સ્ત્રી મંડળ , સુરત જુગાડ , વાદા વગેરે એ આ ઇવેન્ટ માં ભાગ લઇ રહ્યા છે . આ ઇવેન્ટમાં શક્તિ બંધન અંતર્ગત ૨૦ જરૂરીયાતમંદ મહિલાઓને વિના મુલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે . આ ઇવેન્ટમાં બ્રેસ્ટ કેન્સર થી રીકવર થયેલ મહિલાઓને પ્રોત્સાહન રૂપે એક વિશેષ ફેશન શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે . તદુપરાંત વાસ્તવિક જીવનમાં સિદ્ધિઓ મેળવનારાઓને ૫૦ થી વધુ મહિલાઓ ને શિરોસ(SHE-HEROES) થી સન્માન કરાશે , ફ્રી હેલ્થ સેશન અને બિઝનેસ અપસ્કેલિંગ પર ફ્રી સેમીનાર નું પણ આયોજન કરાયું છે. ખરીદી કરવા, શીખવા, માણવા અને નેટવર્ક કરવા માટે તમામ મહિલાઓ માટે આ એક અનોખું પ્લેટફોર્મ બનશે . આ ઇવેન્ટ કરોડો મહિલા ઉદ્યોગસાહસિકના પ્રધાન મંત્રી ના વિઝનને પ્રોત્સાહિત કરવા માટે એક પ્લેટફોર્મ પણ હશે.ત્રણ દિવસ ના આ ઇવેન્ટમાં ૧૦૦૦૦ થી વધુ મુલાકાતીયો અપેક્ષિત છે .
આ ઇવેન્ટ ના ઉદ્ઘાટક કેન્દ્રીય જળ શક્તિ વિભાગ ના કેબીનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ના વરદ હસ્તે થનાર છે .
ઇવેન્ટની વિગત
સ્થળ – વિજયા લક્ષ્મી હોલ, સુરત
તારીખ -૨૬/૨૭/૨૮ જુલાઈ ૨૦૨૪
સમય –સવારે ૧૦.૩૦ થી રાતે ૮.૦૦
આવો આપણે સૌ મળીને ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે એક જૂત થયીને પ્રોત્સાહન પૂરું પાડીએ.
વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દેતા, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા.
જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે: ચૈતર વસાવા
આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી: ચૈતર વસાવા
અમારા મંજુર થયેલા કામની જગ્યાએ બિનઉપયોગી પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે: ચૈતર વસાવા
અમદાવાદ/નર્મદા/ભરૂચ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લાના કલેકટરની બેઠકને છોડીને ધરણા પર બેઠા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા.
પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. અને આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે, તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી. આ તમામ મુદ્દા ઉપર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબને ચેમ્બરની સામે અમે ધરણા પર બેઠા છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત
’25 કરોડ ખર્ચ્યા બાદ પણ શિક્ષણમંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળાના તમામ બાળકો બે જોડી યુનિફોર્મથી વંચિત’ – રાકેશ હિરપરા
શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા અને ‘આપ’ રાજ્ય મહામંત્રીએ યુનિફોર્મના મુદ્દે આજે નીચે મુજબનો ખુલાસો કર્યો છે.
રાકેશ હિરપરાએ જણાવ્યું છે કે અમોએ છેલ્લા અઢી વર્ષથી સતત લડાઈ લડી છે કે બાળકોને બે જોડી યુનિફોર્મ મળવા જ જોઈએ કારણ કે એક જોડી યુનિફોર્મમાં સ્વચ્છતા ન જળવાઈ શકે.
અમારી સતત રજૂઆત અને વિરોધના પગલે સમિતિએ ગયા બજેટમાં જાહેરાત કરી કે જુન-2024 થી બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને આ જાહેરાત બાદ ભાજપે એની જાહેરાત પણ ખુબ કરી, ભાષણો આપ્યા અને ક્રેડીટ લીધી.
આજે શાળા શરુ થયાના દોઢ મહિના બાદ પણ એક પણ બાળકને બે જોડી યુનિફોર્મ મળેલ નથી, નવા પ્રવેશ પામેલા બાળકોને તો એક જોડી યુનિફોર્મ પણ નથી મળ્યો.
નવાઈ તો એ છે કે બીજી જોડી યુનિફોર્મ માટેનો વર્કઓર્ડર જ સમિતિએ શાળા શરુ થયાના એક મહિના બાદ એટલે કે 10 જુલાઈના રોજ આપ્યો છે અને એજન્સીને 4 મહિનાનો સમય આપ્યો છે. આનો અર્થ એવો થયો કે બાળકોને બીજી જોડી યુનિફોર્મ મળતાં સુધીમાં તો દિવાળી (નવેમ્બર) આવી જશે.
બંને જોડી યુનિફોર્મ એકસાથે મળે તો જ યુનિફોર્મનો મૂળ હેતુ અને સ્વચ્છતા જળવાઈ શકે. સમિતિએ બંને જોડી અલગ અલગ સમયે આપીને મૂળ સમસ્યાને તો યથાવત જ રહેવા દીધી, જે ખુબ ગંભીર બાબત છે.
25 કરોડ ખર્ચ કર્યા બાદ પણ જે સમસ્યા ગયા વર્ષે હતી એની એ જ સમસ્યા આ વર્ષે પણ છે એટલે બાળકો એક જોડી યુનિફોર્મ સાથે જ અભ્યાસ કરી રહ્યા છે.
મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા સનીયા કનદે અને કરડવા ગામમાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી….
ચોમાસા દરમિયાન પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીઓ ફેલાવાનો ડર રહે છે ત્યારે સનિયા કનદે અને કરાડવા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ જસપાલ સિંહ સોલંકીનાં સહયોગ થી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંઝ નાં મેડિકલ ઑફિસર શ્રી Dr નૃપાંગ કિકાગણેશનાં માર્ગદર્શન હેટળ આજ રોજ સનિયા કનદે અંને કરાડવા ગામ ના વિવિધ સોસાયટીમાં કીટનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સુપરવાઈઝર સુધાકર ભાઈ પાઠક, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ચેતન ભાઈ ઠાકુર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ચંદ્રકાંત ભાઈ પટેલ, ભગવાનભાઈ કામળીયા, ભદ્રેશ ભાઈ ગોહિલ, તથા MTS શ્રી અભિષેક ભાઈ તથા આશા બહેનો દ્વારા સઘન રીતે મચ્છરનાં પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિવિધ સોસાયટીઓમાં સવાર થી લઇ રાત્રે ૧૦ વાગ્યા સુધી ઘરે ઘરે જઈ મચ્છર નાશક ધુમાડા કરવાની કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
કલામંદિર જ્વેલર્સે “સુવર્ણ મહોત્સવ 2.0” લોન્ચ કર્યો, તમામ પ્રકારની ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી પર જ્વેલરી-મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટની ઓફર રજૂ કરી
સુરત : ભારતના ફેવરિટ જ્વેલરી ડેસ્ટિનેશન અને મુંબઈ, અમદાવાદ, સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં વિશાળ શોરૂમ ધરાવતા કલામંદિર જ્વેલર્સ દ્વારા તમામ પ્રકારની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ પર 100% સુધી ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફર રજૂ કરી છે. “સુવર્ણ મહોત્સવ 2.0” અંતર્ગત આ મર્યાદિત સમયની ઑફર, સોમવાર, 15 જુલાઈ, 2024 થી તમામ કલામંદિર જ્વેલર્સ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
સુવર્ણ મહોત્સવ 2.0, જ્વેલરી મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટ ઓફર કરે છે, જે આગામી તહેવારોની સીઝન અને આગામી લગ્નની સીઝન પહેલા આવી છે. આ અદ્ભુત ઓફર સાથે, ગ્રાહકો જ્વેલરી પ્રત્યેના તેમની લાગણી અને પ્રેમને વ્યક્ત કરવા સાથે નોંધપાત્ર બચત પણ કરી શકે છે. આ ઑફર કોઈપણ મર્યાદા વિના રજૂ કરવામાં આવી છે, જે ગ્રાહકોને 36,000+ થી વધુ ઉત્કૃષ્ટ ડિઝાઇન અને શ્રેષ્ઠ ગુણવત્તાની જ્વેલરીની વિશાળ રેન્જમાંથી પસંદગી કરવાની મંજૂરી આપે છે, જે ખરેખર આધુનિકતા અને પરંપરાનું પરફેક્ટ મિશ્રણ છે.
આ ઓફર અંગે કલામંદિર જ્વેલર્સના ડિરેક્ટર મિલન શાહે જણાવ્યું હતું કે, “અમે સુવર્ણ મહોત્સવ 2.0 લોન્ચ કરતાં ખૂબજ આનંદિત અને ઉત્સાહિત છીએ. આ એક સ્પેશિયલ ઓફર છે, જેમાં ગ્રાહકો તમામ પ્રકારની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટનો લાભ લઈ શકે છે. આ ઑફર ગ્રાહકો માટે અમારી લક્ઝુરીયસ ડિઝાઇનની જ્વેલરીની વ્યાપક શ્રેણી નિહાળવાની અને અમારી બ્રાંડની ભવ્યતાનો અનુભવ કરવાની ઉત્તમ તક આપે છે. ગયા વર્ષે અમારી સુવર્ણ મહોત્સવ ઓફરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને હવે અમે અમારા ગ્રાહકો માટે વધુ સારી ઓફર રજૂ કરતા ખૂબજ ગૌરવ અનુભવીએ છીએ.”
હાલમાં સોનાના ભાવો સર્વકાલીન ઊંચાઈની નજીક હોવાથી, ગ્રાહકો કલામંદિર જ્વેલર્સ પાસેથી તેમની જ્વેલરીની ખરીદી પર સારી એવી બચત કરી શકે છે. આ ઑફર કલામંદિર જ્વેલર્સના ગ્રાહક-કેન્દ્રિત અભિગમનો એક ભાગ છે.
કલામંદિર જ્વેલર્સના વ્યાપક ડિઝાઈનર જ્વેલરી કલેક્શનમાં બ્રાઈડલ જ્વેલરી, બ્રેસલેટ, ચેઈન, વીંટી, મંગળસૂત્ર, કાડા, નેકલેસ, પેન્ડન્ટ્સ, ઈયરિંગ્સ, પેન્ડન્ટ સેટ અને ઘણું બધું સામેલ છે.
કલામંદિર જ્વેલર્સ, 38 વર્ષથી વધુ સમયથી તેની અજોડ ડિઝાઇન અને વિશ્વ કક્ષાની કારીગરી માટે પ્રખ્યાત છે. તેણે ગ્રાહકોના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તે તમામ પેઢીઓ અને પ્રસંગો માટે શ્રેષ્ઠ જ્વેલરી ઓફર કરે છે. કલામંદિર જ્વેલર્સ પારદર્શિતા અને ગુણવત્તાને પ્રાધાન્ય આપે છે અને પરિવારના દરેક સભ્ય માટે પસંદગીનું જ્વેલરી ડેસ્ટિનેશન હોવા પર ગર્વ અનુભવે છે.
સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં
સુરતથી સીધા બેંગકોક જવાની સુવિધા મળશે
સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે
તે સાથે સુરત એરપોર્ટ પરથી શારજાહ, દુબઈ બાદ બેંગકોકની ફલાઇટની સુવિધા મળશે
આગામી દિવસોમાં વધુ ફલાઇટ મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે
તેમાં પણ દિવાળી પહેલા સુરતથી વિદેશમાં જવા માટે વધુ ફ્લાઇટ મળી શકે તેમ છે
સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થઇ ગયું છે
જ્યાં વિદેશથી ડાયમંડ બાયર્સ વેપારી માટે આવતા હોય છે
તે ઉપરાંત વિદેશ જવા માટે સીધી ફ્લાઈટની સુવિધા હોય તો ઝડપથી તેનો વિકાસ થાય
આ માટે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી
જેને કારણે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું