
રાજકોટ TRP GAME ZONE પ્રકરણમા નવો અધ્યાય:
કન્ઝ્યુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.
ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમા નોંધવામા આવ્યુ છે કે રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા TRP GAME ZONE ના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવભાઈ કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામા આવે છે તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલેકે TRP GAME ZONE ની ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઈમબીંગ, રેસીંગ, બોલીંગ, જમ્પીંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લેવામા આવેલ હતો.
તારીખ 25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમા રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવભાઈ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળા ની લપેટમા આવી અકાળે મૃત્યુ પામ્યા હતા.
ફરિયાદમા સ્પષ્ટ આક્ષેપ કરવામા આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ
પ્રોડક્ટ લાયેબિલિટી અને પ્રોડક્ટ લાયેબિલિટી એક્શન હેઠળ કોમ્પનસેશન અને પ્યુનિટીવ ડેમેજીસની દાદ મંજૂર કરવા આ ફરિયાદમા રજૂઆત કરાઈ છે.
આ તકે ખાસ નોંધનીય બાબત એ છે કે આ ફરિયાદના કાર્યને પોતાનુ સામાજિક ઉત્તરદાયિત્વ ગણી એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામા આવશે નહી તેવુ જાહેર કરવામા આવેલ છે.
અત્રે એ પણ નોંધનીય બાબત બની રહેશે કે અગાઉ કન્ઝ્યુમર બાર તથા રાજકોટ બાર દ્વારા આરોપીઓ તરફે વકીલ તરીકે ન રોકાવા અનુરોધ કરવામા આવ્યો છે તેનુ પાલન થશે કે નહી.
આ ફરિયાદને લગતુ તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામા આવ્યા છે. આ તમામ સક્ષમ સત્તાધિકારી તથા તેમની કચેરી દ્વારા કોઈની શેહ શરમમા આવ્યા વગર પૂર્ણ પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવી રેકર્ડ રજૂ કરવામા આવે છે કે કેમ તેના ઉપર રાજકોટ વાસીઓની મીટ મંડાઈ છે.
એડવોકેટ શ્રી ગજેન્દ્ર જાની દ્વારા જાહેર કરવામા આવેલ છે કે TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ મૃતકો પૈકી ગ્રાહકની વ્યાખ્યામા આવતા કોઈપણ મૃતકના પરિવારજનો સંપર્ક કરશે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામા આવશે નહી. આ કાર્ય બદલ અને સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે આ પ્રકારની નિષ્ણાંત સેવા પુરી પાડવા બદલ રાજકોટ ગોરવ અનુભવે છે.

સુરતના ફેમિન ગજેરાએ સુરત સહીત ગુજરાતનું નામ રોશન કર્યું
UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની (Police Force) પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો
તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ 5 વર્ષ બાદ સફળતા મેળવી
પહેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.
ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા
અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં ફેમિનનો 1999માં જન્મ થયો હતો.
પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા.
હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે.
ફેમીને અભ્યાસ સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.
2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.
ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી
પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું
2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી.
કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી.
ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.

પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:
Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.
આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.
જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડ સોલાર પાર્કની પૂર્ણાહુતિ તરફ: renewable energy માં નવો યુગ
2021 માં સ્થપાયેલી સોલર પાવર સર્વિસિસ કંપની ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડ રાવલવાસિયા ગ્રૂપની ગૌરવપૂર્ણ સભ્ય છે. તેના વૈવિધ્યસભર પોર્ટફોલિયો માટે પ્રખ્યાત રાવલવાસિયા ગ્રૂપે 1985 માં રાવલવાસિયા યાર્ન ડાઇંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે તેની સફરની શરૂઆત કરી હતી. ત્રણ દાયકાથી વધુના અનુભવ સાથે ગ્રૂપે કોલસા, સોલર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોને સમાવવા માટે તેની કામગીરીનો સફળતાપૂર્વક વિસ્તાર કર્યો છે. આ વ્યૂહાત્મક વૃદ્ધિ રાવલવાસિયા ગ્રૂપનીબહુવિધ ઉદ્યોગોમાં નવીનતા અને ટકાઉપણું માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડ તેના અત્યાધુનિક સોલર પાર્કને શરૂ કરીને નવીનીકરણીય ઉર્જા લેન્ડસ્કેપને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે, જે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવા માટે નિર્ધારિત છે. આ અભૂતપૂર્વ પહેલ ટકાઉ ઊર્જા ઉકેલોને આગળ વધારવા અને ઔદ્યોગિક વિકાસને ટેકો આપવાની કંપનીની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.
પાયોનિયરિંગ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ
નવા સોલર પાર્કમાં ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પેનલ્સ દ્વારા 24 મેગાવોટની ક્ષમતા છે. આ પ્રોજેક્ટ ઔદ્યોગિક અને કોર્પોરેટ ગ્રાહકોની ઊર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જે વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ વીજ પુરવઠો સુનિશ્ચિત કરે છે. પ્રથમ તબક્કો, 16 મેગાવોટનું વિતરણ, પહેલેથી જ પૂર્ણ થઈ ગયું છે, અને બાકીના 8 મેગાવોટ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. આ વિકાસ ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડની Renewable Energy ક્ષેત્રમાં અગ્રણી તરીકેની સ્થિતિને મજબૂત કરે છે.
રિન્યુએબલ એનર્જી ફૂટપ્રિન્ટનું વિસ્તરણ
યાર્ન અને કોલસા ઉદ્યોગોમાં દાયકાઓનો અનુભવ ધરાવતા રાવલવાસિયા હવે Renewable Energy વિસ્તરણ કરી રહ્યા છે. તેના એક વિભાગ, ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડે પહેલેથી જ ઉચ્ચ ક્ષમતાવાળા Solar પ્રોજેક્ટ્સ પહોંચાડવામાં મજબૂત ટ્રેક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ગ્રીનબીમે કુલ 30 મેગાવોટના પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે અને આઠથી વધુ સ્થળોએ 100 મેગાવોટથી વધુની પાઇપલાઇન સુરક્ષિત કરી છે. આ મહત્વાકાંક્ષી વિસ્તરણ સ્વચ્છ અને વિશ્વસનીય ઊર્જાની વધતી માંગને પહોંચી વળવા માટે કંપનીના વ્યૂહાત્મક અભિગમને રેખાંકિત કરે છે.
વ્યૂહાત્મક દ્રષ્ટિ અને ભવિષ્યના લક્ષ્યાંકો
રાવલવાસિયા ગ્રૂપની તેની Renewable Energy પહેલોનું નોંધપાત્ર વિસ્તરણ કરશે. ગ્રીનબીમ અર્થ ગ્રુપનું લક્ષ્ય દક્ષિણ ગુજરાતથી આગળ તેના પ્રોજેક્ટ્સમાં વિવિધતા લાવવાનું છે, જે ડિસેમ્બર 2024-25 સુધીમાં મધ્ય પશ્ચિમ અને ઉત્તર ગુજરાતના સાહસોને લક્ષ્યાંક બનાવે છે. મહત્વાકાંક્ષી રોડમેપમાં 2025-26 સુધીમાં 250 મેગાવોટ Solar પ્રોજેક્ટ્સ, 2026-27 સુધીમાં 600 મેગાવોટ સુધી સ્કેલિંગ અને 2027-28 સુધીમાં 1000 મેગાવોટ સુધી પહોંચવાનો સમાવેશ થાય છે. આ ભવિષ્યલક્ષી વ્યૂહરચના રાવલવાસિયા જૂથના તેના renewable energy પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા અને ટકાઉ અને નવીન ઊર્જા ઉકેલો દ્વારા ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેના સમર્પણને પ્રકાશિત કરે છે.
પર્યાવરણીય વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધતા
નવા સોલર પાર્કનો પ્રારંભ અને વ્યાપક પ્રોજેક્ટ પાઇપલાઇન ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડની પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. Renewable Energy માળખામાં રોકાણ કરીને, કંપની કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને તેના ઔદ્યોગિક ગ્રાહકોની ઊર્જા સુરક્ષામાં વધારો કરે છે. આ આગળની વિચારસરણીનો અભિગમ આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને ટકાઉ ઉર્જા સ્ત્રોતો તરફ સંક્રમણ કરવાના વૈશ્વિક પ્રયાસો સાથે સંરેખિત થાય છે.
નિષ્કર્ષ
ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડે તેનો નવીનતમ સોલાર પાર્ક શરૂ કર્યો હોવાથી, તે હિતધારકો અને જનતાને હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય તરફના આ સ્મારક પગલાની ઉજવણી કરવા આમંત્રણ આપે છે. પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનો મજબૂત વારસો અને વિકાસ માટે મહત્વાકાંક્ષી દ્રષ્ટિ સાથે, ગ્રીનબીમ નવીન અને ટકાઉ ઊર્જા ઉકેલો પ્રદાન કરવામાં અગ્રેસર છે.
નવો સોલર પાર્ક સ્વચ્છ ઊર્જા દ્વારા ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના કંપનીના મિશનમાં નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રોજેક્ટ Renewable Energy ક્ષેત્રમાં ગ્રીનબીમના નેતૃત્વ અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
રાવલવાસિયા જૂથ, તેના વ્યાપક અનુભવ અને વૈવિધ્યસભર સાહસો સાથે, નવીનતા અને ટકાઉ વિકાસના પુરાવા તરીકે ઊભું છે. યાર્ન ઉત્પાદનમાં તેની ઉત્પત્તિથી લઈને કોલસા, સોલર અને લોજિસ્ટિક્સમાં તેના વિસ્તરણ સુધી શ્રેષ્ઠતા અને અનુકૂલનક્ષમતા માટે ગ્રૂપની પ્રતિબદ્ધતા અતૂટ રહી છે. ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડ, આ પ્રતિષ્ઠિત જૂથના ભાગરૂપે, વધુ સ્વચ્છ, વધુ ટકાઉ ભવિષ્યના દ્રષ્ટિકોણને આગળ વધારવાનું ચાલુ રાખે છે. એકસાથે, ઉદ્યોગોમાં રાવલવાસિયા જૂથનો સંકલિત અભિગમ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણીય વ્યવસ્થાપનમાં નોંધપાત્ર યોગદાન આપે છે.
Link:-

વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:
Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં ૭ નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.
વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.
પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.
આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.
વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.
પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.

આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી અને વિરોધ નોંધાવ્યો.
- અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે.
- અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.
- વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે.
- શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.
- શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે.

વાયરલ વીડિયો આધારે કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ
Surat News: સદર વિડીયોમાં દેખાયેલ ઇસમ નામે-સિકંદર અકીલ સૈયદ ધંધો-બેકાર રહે-મીઠીખાડી પુલ પાસે ફૂટપાથ પર મીઠીખાડી લિંબાયત સુરત નાઓ મીઠીખાડી પુલ પર ચડી સ્ટંટ કરતો હતો અને ત્યાંથી પસાર થતાં લોકો તેને સમજાવવા જતા અપશબ્દો બોલતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે આધારે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે

સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ
Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.

નર્ક જોવુ હોય તો મરવાની જરુર નથી., શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના મત વિસ્તાર લસકાણામાં જીવતે જીવ જ નર્ક જેવી હાલત : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
તાપી શુદ્ધીકરણ ના નામે ૯૭૧ કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરુ નથી થયુ ?? : મહેશ અણઘણ
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાઈણે આવ્યાં પછી સતત તેમના વિસ્તારમાં લોકપ્રશ્નો બાબતે ચિંતિત હોય છે. વિસ્તારમાં સ્ટેટ્સ મોનીટરીંગ કરતા હોય છે અને પ્રજાલક્ષી બાબતોમાં શાસકો કરતા અનેક ઘણાં ચઢીયાતા સાબિત થયાં છે તેમાં કોઈ બેમત નથી. પરંતુ અમુક કાર્યોમાં તંત્રની બેદરકારી કે શાસકો ની નિષ્ફળતાના અભાવે પરિસ્થિતિ વિપરીત બનતી જોવા મળે છે. વારંવારની ફરિયાદો કરવાં છતાં બેહરા તંત્રને વાત સંભળાતી નથી હોતી. આવા જ એક કિસ્સામાં આજરોજ મહેશભાઈ અણઘણે વરાછા ઝોન વિસ્તારમાં આવેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાનો મતવિસ્તાર એવા લસકાણા ગામ ની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ત્યાંના સ્થાનિકો તંત્ર અને શાસકોના પાપે નરકાગાર જેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. ઠેર ઠેર ગટર ઉભરાવાની સમસ્યા, પાણીના નિકાલની સરખી વ્યવસ્થા નહીં અને ગંદકીનું સામ્રાજ્ય જોતા મહેશભાઈ અણઘણે તંત્ર શાસકોને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, નર્ક જોવુ હોય તો મરવાની જરુર નથી., શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના મત વિસ્તાર લસકાણામાં જીવતે જીવ જ નર્ક જેવી હાલત જોવા મળશે. અહીંના લોકોને આવી નરક જેવી પરિસ્થિતિમાં જીવવા શાસકો અને ભ્રષ્ટ તંત્ર મજબુર કરતા હોય તેવું જણાઈ આવે છે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, 4 વર્ષ થી પાલિકામાં લસકાણા વિસ્તાર ભળેલ છે તો પણ આજે નર્ક જેવી હાલત છે. એના માટે ખુદ ભાજપ શાસકો જવાબદાર છે. વિપક્ષ આમ આદમી પાર્ટીની સતત રજુઆતો બાદ પણ શાસકો ગાઢ નિદ્રા માં સુતા છે તેવો સીધો આક્ષેપ મહેશભાઈ અણઘણે લગાવ્યો હતો.
મહેશભાઈ અણઘણે આ બાબતે તંત્રનો ઉધડો લેતા કહ્યું હતું કે, તાપી શુદ્ધીકરણના નામે 971 કરોડ પાલિકાએ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરુ નથી થયુ? અઢી વર્ષ ઉપરાંતથી અહીંયા નવી ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ હોવા છતાં તેને જોડાણ આપીને ચાલુ કરવામાં આવતી નથી. જેને કારણે ગટર ઉભરાવાની સમસ્યાને લીધે પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે. મંત્રીઓ અને શાસકોને ફક્ત ઉદ્ઘાટન કરવામાં જ રસ છે, ત્યારપછીની પરિસ્થિતિ નિર્માણ પામે છે તેનાથી કોઈ મતલબ નથી.
નજીકમાં જ સ્કૂલ આવેલી છે. નાના ભૂલકાઓ આવી અસહ્ય પરિસ્થિતિમાં શાળાએ જવા મજબુર બન્યા છે. જો કોઈ જાનહાની કે ઇજા થશે તો તંત્ર જવાબદારી લેશે કે રીબીન કાપવા વાળા શાસકો?
આમ ‘આપ’ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે આજે ભાજપ શાસકો, મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઇ અને તંત્રનો બરાબરનો ઉધડો લીધો હતો.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો
લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરતાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત
Surat Athwaline News: શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ ઉમરા વેસુ અલથાણ ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યુ હતું કે લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ કોર્પોરેટર શ્રી કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.