
ડિંડોલીના યુવાનોએ અનોખી રીતે કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી…
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજરોજ વિભિન્ન સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવાગામ – ડિંડોલી વિસ્તારમાં રહેલા કેટલાક મિત્રોએ મળીને અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. દિનેશ ગીરાસે, કિશોરભાઈ મહાજન, પપ્પુ ભાઈ, શૈલેષ ભાઈ અને પાંડુ ભાઈએ મળીને આજરોજ ડિંડોલી મહાદેવ નગર સ્થિત ઓલ્ડ એજ હોમ આશ્રમ ખાતે ભોજન પ્રસાદીનું વિતરણ કર્યું હતું. સૌ મિત્રોએ પોતાના હાથે ઓલ્ડ એજ હોમના તમામ વડીલોને ભોજન પ્રસાદનું વિતરણ કર્યું હતું અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે નિરાધાર વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે WIBE- Women Integrated Business Expo
સુરત: નારી શાસ્તીકરણ અને જાતીય સમાનતા ની વાતો તો આપને ઘણી કરતા હોઈએ પણ નારિયો માટે ખરેખર કાંઈક કરીએ તો લેખે લાગે. આ ઉદેશથી પાલ ઈવેન્ટ્સ એક અનોખી મહિલા કેન્દ્રિત ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહ્યું છે . જેમાં વિવિધ ક્ષેત્રે નિપુણ મહિલાઓ અથવા તો મહિલાઓ દ્વારા ચલાવતા સેવાકીય પ્રવુંર્તીઓ ને વાચા આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે .
WIBE- Women Integrated Business Expo. વાઈબ- મહિલા સંકલિત બિઝનેસ એક્સ્પો ના નામથી યોજાનાર આ ઇવેન્ટ મલ્ટીપલ સ્કીલ ધરાવતા મહિલા ઓને એક છત નીચે ભેગા કરીને સમાજ સામે એમની સિદ્ધિઓ વિષે જણાવવાનો એક પહેલ છે .
આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્સરો REMAX, Casx , પીપી સવાની , આમન્ત્રણ જુવેલ્સ , કે .ડી ફાર્મસ, નવીન ઇલેક્ટ્રોનીક્સ ગોદરેજ વગેરે છે .
આ ઇવેન્ટમાં ૮૦ થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં વિવિધ ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરાશે . સુરત મહાનગરપાલિકા ની સખી મંડળ પણ આ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે .
આની સાથે આ ઈવેન્ટ મા WICCI – સુરત ચેપ્ટર પણ આયોજન માં સાથે છે અને દરેક શક્તિ બંધન સ્ટોલ ને મેનટર પણ કરશે.
આ સિવાય ૨૦ થી વધુ સંઘઠનો જેવા કે LVB, BNI, અગ્રવાલ સ્ત્રી મંડળ , સુરત જુગાડ , વાદા વગેરે એ આ ઇવેન્ટ માં ભાગ લઇ રહ્યા છે . આ ઇવેન્ટમાં શક્તિ બંધન અંતર્ગત ૨૦ જરૂરીયાતમંદ મહિલાઓને વિના મુલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે . આ ઇવેન્ટમાં બ્રેસ્ટ કેન્સર થી રીકવર થયેલ મહિલાઓને પ્રોત્સાહન રૂપે એક વિશેષ ફેશન શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે . તદુપરાંત વાસ્તવિક જીવનમાં સિદ્ધિઓ મેળવનારાઓને ૫૦ થી વધુ મહિલાઓ ને શિરોસ(SHE-HEROES) થી સન્માન કરાશે , ફ્રી હેલ્થ સેશન અને બિઝનેસ અપસ્કેલિંગ પર ફ્રી સેમીનાર નું પણ આયોજન કરાયું છે. ખરીદી કરવા, શીખવા, માણવા અને નેટવર્ક કરવા માટે તમામ મહિલાઓ માટે આ એક અનોખું પ્લેટફોર્મ બનશે . આ ઇવેન્ટ કરોડો મહિલા ઉદ્યોગસાહસિકના પ્રધાન મંત્રી ના વિઝનને પ્રોત્સાહિત કરવા માટે એક પ્લેટફોર્મ પણ હશે.ત્રણ દિવસ ના આ ઇવેન્ટમાં ૧૦૦૦૦ થી વધુ મુલાકાતીયો અપેક્ષિત છે .
આ ઇવેન્ટ ના ઉદ્ઘાટક કેન્દ્રીય જળ શક્તિ વિભાગ ના કેબીનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ના વરદ હસ્તે થનાર છે .
ઇવેન્ટની વિગત
સ્થળ – વિજયા લક્ષ્મી હોલ, સુરત
તારીખ -૨૬/૨૭/૨૮ જુલાઈ ૨૦૨૪
સમય –સવારે ૧૦.૩૦ થી રાતે ૮.૦૦
આવો આપણે સૌ મળીને ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે એક જૂત થયીને પ્રોત્સાહન પૂરું પાડીએ.

વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દેતા, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા.
જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે: ચૈતર વસાવા
આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી: ચૈતર વસાવા
અમારા મંજુર થયેલા કામની જગ્યાએ બિનઉપયોગી પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે: ચૈતર વસાવા
અમદાવાદ/નર્મદા/ભરૂચ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લાના કલેકટરની બેઠકને છોડીને ધરણા પર બેઠા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા.
પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. અને આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે, તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી. આ તમામ મુદ્દા ઉપર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબને ચેમ્બરની સામે અમે ધરણા પર બેઠા છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત

’25 કરોડ ખર્ચ્યા બાદ પણ શિક્ષણમંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળાના તમામ બાળકો બે જોડી યુનિફોર્મથી વંચિત’ – રાકેશ હિરપરા
શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા અને ‘આપ’ રાજ્ય મહામંત્રીએ યુનિફોર્મના મુદ્દે આજે નીચે મુજબનો ખુલાસો કર્યો છે.
રાકેશ હિરપરાએ જણાવ્યું છે કે અમોએ છેલ્લા અઢી વર્ષથી સતત લડાઈ લડી છે કે બાળકોને બે જોડી યુનિફોર્મ મળવા જ જોઈએ કારણ કે એક જોડી યુનિફોર્મમાં સ્વચ્છતા ન જળવાઈ શકે.
અમારી સતત રજૂઆત અને વિરોધના પગલે સમિતિએ ગયા બજેટમાં જાહેરાત કરી કે જુન-2024 થી બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને આ જાહેરાત બાદ ભાજપે એની જાહેરાત પણ ખુબ કરી, ભાષણો આપ્યા અને ક્રેડીટ લીધી.
આજે શાળા શરુ થયાના દોઢ મહિના બાદ પણ એક પણ બાળકને બે જોડી યુનિફોર્મ મળેલ નથી, નવા પ્રવેશ પામેલા બાળકોને તો એક જોડી યુનિફોર્મ પણ નથી મળ્યો.
નવાઈ તો એ છે કે બીજી જોડી યુનિફોર્મ માટેનો વર્કઓર્ડર જ સમિતિએ શાળા શરુ થયાના એક મહિના બાદ એટલે કે 10 જુલાઈના રોજ આપ્યો છે અને એજન્સીને 4 મહિનાનો સમય આપ્યો છે. આનો અર્થ એવો થયો કે બાળકોને બીજી જોડી યુનિફોર્મ મળતાં સુધીમાં તો દિવાળી (નવેમ્બર) આવી જશે.
બંને જોડી યુનિફોર્મ એકસાથે મળે તો જ યુનિફોર્મનો મૂળ હેતુ અને સ્વચ્છતા જળવાઈ શકે. સમિતિએ બંને જોડી અલગ અલગ સમયે આપીને મૂળ સમસ્યાને તો યથાવત જ રહેવા દીધી, જે ખુબ ગંભીર બાબત છે.
25 કરોડ ખર્ચ કર્યા બાદ પણ જે સમસ્યા ગયા વર્ષે હતી એની એ જ સમસ્યા આ વર્ષે પણ છે એટલે બાળકો એક જોડી યુનિફોર્મ સાથે જ અભ્યાસ કરી રહ્યા છે.

મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા સનીયા કનદે અને કરડવા ગામમાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી….
ચોમાસા દરમિયાન પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીઓ ફેલાવાનો ડર રહે છે ત્યારે સનિયા કનદે અને કરાડવા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ જસપાલ સિંહ સોલંકીનાં સહયોગ થી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંઝ નાં મેડિકલ ઑફિસર શ્રી Dr નૃપાંગ કિકાગણેશનાં માર્ગદર્શન હેટળ આજ રોજ સનિયા કનદે અંને કરાડવા ગામ ના વિવિધ સોસાયટીમાં કીટનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સુપરવાઈઝર સુધાકર ભાઈ પાઠક, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ચેતન ભાઈ ઠાકુર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ચંદ્રકાંત ભાઈ પટેલ, ભગવાનભાઈ કામળીયા, ભદ્રેશ ભાઈ ગોહિલ, તથા MTS શ્રી અભિષેક ભાઈ તથા આશા બહેનો દ્વારા સઘન રીતે મચ્છરનાં પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિવિધ સોસાયટીઓમાં સવાર થી લઇ રાત્રે ૧૦ વાગ્યા સુધી ઘરે ઘરે જઈ મચ્છર નાશક ધુમાડા કરવાની કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

કલામંદિર જ્વેલર્સે “સુવર્ણ મહોત્સવ 2.0” લોન્ચ કર્યો, તમામ પ્રકારની ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી પર જ્વેલરી-મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટની ઓફર રજૂ કરી
સુરત : ભારતના ફેવરિટ જ્વેલરી ડેસ્ટિનેશન અને મુંબઈ, અમદાવાદ, સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં વિશાળ શોરૂમ ધરાવતા કલામંદિર જ્વેલર્સ દ્વારા તમામ પ્રકારની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ પર 100% સુધી ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફર રજૂ કરી છે. “સુવર્ણ મહોત્સવ 2.0” અંતર્ગત આ મર્યાદિત સમયની ઑફર, સોમવાર, 15 જુલાઈ, 2024 થી તમામ કલામંદિર જ્વેલર્સ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
સુવર્ણ મહોત્સવ 2.0, જ્વેલરી મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટ ઓફર કરે છે, જે આગામી તહેવારોની સીઝન અને આગામી લગ્નની સીઝન પહેલા આવી છે. આ અદ્ભુત ઓફર સાથે, ગ્રાહકો જ્વેલરી પ્રત્યેના તેમની લાગણી અને પ્રેમને વ્યક્ત કરવા સાથે નોંધપાત્ર બચત પણ કરી શકે છે. આ ઑફર કોઈપણ મર્યાદા વિના રજૂ કરવામાં આવી છે, જે ગ્રાહકોને 36,000+ થી વધુ ઉત્કૃષ્ટ ડિઝાઇન અને શ્રેષ્ઠ ગુણવત્તાની જ્વેલરીની વિશાળ રેન્જમાંથી પસંદગી કરવાની મંજૂરી આપે છે, જે ખરેખર આધુનિકતા અને પરંપરાનું પરફેક્ટ મિશ્રણ છે.
આ ઓફર અંગે કલામંદિર જ્વેલર્સના ડિરેક્ટર મિલન શાહે જણાવ્યું હતું કે, “અમે સુવર્ણ મહોત્સવ 2.0 લોન્ચ કરતાં ખૂબજ આનંદિત અને ઉત્સાહિત છીએ. આ એક સ્પેશિયલ ઓફર છે, જેમાં ગ્રાહકો તમામ પ્રકારની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટનો લાભ લઈ શકે છે. આ ઑફર ગ્રાહકો માટે અમારી લક્ઝુરીયસ ડિઝાઇનની જ્વેલરીની વ્યાપક શ્રેણી નિહાળવાની અને અમારી બ્રાંડની ભવ્યતાનો અનુભવ કરવાની ઉત્તમ તક આપે છે. ગયા વર્ષે અમારી સુવર્ણ મહોત્સવ ઓફરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને હવે અમે અમારા ગ્રાહકો માટે વધુ સારી ઓફર રજૂ કરતા ખૂબજ ગૌરવ અનુભવીએ છીએ.”
હાલમાં સોનાના ભાવો સર્વકાલીન ઊંચાઈની નજીક હોવાથી, ગ્રાહકો કલામંદિર જ્વેલર્સ પાસેથી તેમની જ્વેલરીની ખરીદી પર સારી એવી બચત કરી શકે છે. આ ઑફર કલામંદિર જ્વેલર્સના ગ્રાહક-કેન્દ્રિત અભિગમનો એક ભાગ છે.
કલામંદિર જ્વેલર્સના વ્યાપક ડિઝાઈનર જ્વેલરી કલેક્શનમાં બ્રાઈડલ જ્વેલરી, બ્રેસલેટ, ચેઈન, વીંટી, મંગળસૂત્ર, કાડા, નેકલેસ, પેન્ડન્ટ્સ, ઈયરિંગ્સ, પેન્ડન્ટ સેટ અને ઘણું બધું સામેલ છે.
કલામંદિર જ્વેલર્સ, 38 વર્ષથી વધુ સમયથી તેની અજોડ ડિઝાઇન અને વિશ્વ કક્ષાની કારીગરી માટે પ્રખ્યાત છે. તેણે ગ્રાહકોના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તે તમામ પેઢીઓ અને પ્રસંગો માટે શ્રેષ્ઠ જ્વેલરી ઓફર કરે છે. કલામંદિર જ્વેલર્સ પારદર્શિતા અને ગુણવત્તાને પ્રાધાન્ય આપે છે અને પરિવારના દરેક સભ્ય માટે પસંદગીનું જ્વેલરી ડેસ્ટિનેશન હોવા પર ગર્વ અનુભવે છે.

સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં
સુરતથી સીધા બેંગકોક જવાની સુવિધા મળશે
સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે
તે સાથે સુરત એરપોર્ટ પરથી શારજાહ, દુબઈ બાદ બેંગકોકની ફલાઇટની સુવિધા મળશે
આગામી દિવસોમાં વધુ ફલાઇટ મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે
તેમાં પણ દિવાળી પહેલા સુરતથી વિદેશમાં જવા માટે વધુ ફ્લાઇટ મળી શકે તેમ છે
સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થઇ ગયું છે
જ્યાં વિદેશથી ડાયમંડ બાયર્સ વેપારી માટે આવતા હોય છે
તે ઉપરાંત વિદેશ જવા માટે સીધી ફ્લાઈટની સુવિધા હોય તો ઝડપથી તેનો વિકાસ થાય
આ માટે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી
જેને કારણે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું

સુરતમાં બે કારો વચ્ચે આગની ઘટના
સુરતના પ્રમુખ શહેરી ભાગમાં વિશેષ ઘટના થઈ હતી. આ ઘટનાની સમાચાર મેળવીને બે કારોમાં આગ લાગી હતી. પ્રથમ કાર રોડ પર પાર્ક કરાયેલી હતી અને ત્યાંથી વધારે આગ ફેલાવતી ગઈ હતી. આ સમયે સુમુખ સર્કલ નજીક એક માર્ગની જાહેરાત બનાવવાની કારણે કારઓ જાતાં જાતાં આગનો શિકાર થઈ ગઈ હતી.
તે સમયે સુરતના ફાયર બ્રિગેડ અને દુબારાવાળા સેવાકર્મીઓ ઘટનાને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પરિસ્થિતિઓને તૈયાર થયા હતા. તેમને સમય મેળવીને પ્રથમ કારની આગ શાંત કરવામાં સફળતા મળી અને બીજી કાર પર ફેલાયેલી આગ સંપૂર્ણપણે બુઝાવી. આ ઘટનાને વિશેષ તરીકે સુરતના લોકો અને માર્ગસૂચકો માટે એક સાંજનો ધમાકો જણાવવામાં આવ્યો અને શહેરના વિકાસમાં વધુ સાવધાની વધારવામાં આવ્યું.

શું તમે તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધી રહ્યા છો? તો તમારી સર્ચનું સમાધાન “કુલવૃક્ષ” પાસે છે
કુલવૃક્ષ વંશાવળીનું ગ્લોબલ પ્લેટફોર્મ છે, જેના ડિજિટલ એકાઉન્ટ થકી તમારા પરિવાર, પૂર્વજો, ગોત્ર, કુલ સહિતનો ડેટા એક જ ક્લિક પર ઉપલબ્ધ છે.
ભારતીય સમાજમાં આપણા મૂળ અને વારસો જાણવાનું મહત્વ વધારે છે. આ માત્ર પરંપરા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. તમારા પૈકી ઘણા લોકો તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી અને કુલદેવતા શોધવાનો પ્રયાસ કરી રહ્યા હશે.
વંશાવળી, જેને કુલવૃક્ષ અથવા ફેમિલી ટ્રી પણ કહેવામાં આવે છે, આપણા પૂર્વજોની માહિતીનો વિસ્તૃત રેકોર્ડ છે. તેના મારફતે, આપણે જાણી શકીએ છીએ કે, આપણા પૂર્વજ કોણ હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા અને સમાજમાં તેમનું શું યોગદાન રહ્યું હતું..? શાસ્ત્રો અનુસાર પિતૃદોષ નિવારણમાં પણ પૂર્વજોના નામ બોલવામાં આવે છે, જેથી આપણે તેમના નામ જાણવા જરૂરી છે.
ગોત્ર, આપણા પ્રાચીન પરંપરાઓનો એક ભાગ છે, જે ખાસ વંશ અથવા કુલને દર્શાવે છે. તે આપણા ડી.એન.એ. ને દર્શાવે છે. દરેક વ્યક્તિનો ગોત્ર તેમના પૂર્વજોના આધારે નિર્ધારિત થાય છે અને તે આપણી ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. દરેક પૂજા અથવા કર્મકાંડમાં ગોત્રનું ઉચ્ચારણ જરૂરી છે. સાચુ ગોત્ર બોલ્યા વગર, પૂજાકાર્ય પૂર્ણ થતું નથી અને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી, શાસ્ત્રોમાં પણ તેની ઘણી માન્યતા દર્શાવવામાં આવી છે.
કુલદેવી અને કુલદેવતા, આપણા પરિવારના દેવતાઓની સૂચિમાં આવે છે. આ તે દેવતાઓ છે, જેમની પૂજા આપણા પૂર્વજો કરતા હતા અને જેમની પૂજા આજે પણ આપણા પરિવારમાં થાય છે. તે આપણા લગ્ન, વંશ વૃદ્ધિ અને સમૃદ્ધિમાં યોગદાન આપે છે અને દરેક મુશ્કેલીથી આપણું રક્ષણ કરે છે. તેથી, આપણે સાચી કુલદેવી, કુલદેવતા વિશે જાણવું મહત્વપૂર્ણ છે. તેમની ઉપાસનાથી અપણને માનસિક શાંતિ અને આધ્યાત્મિક બળ મળે છે.
હાલ ગુજરાતમાંથી 56 હજારથી વધારે પરિવારોની વંશાવળી આ એપ પર રજીસ્ટર થઈ ચૂકી છે, તેના પ્રીમિયમ ફીચર્સનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ્સ, વિડિયો અને વોઈસ રેકોર્ડિંગ એમાં સંગ્રહ કરી શકાશે તેમજ નવી માહિતી પણ અપડેટ કરી શકાશે.

જો તમે તમારી વંશાવળી, ગોત્ર, કુલદેવી અને કુલદેવતા વિશે સાચી માહિતી મેળવવા માંગતા હો, તો તમે કુલવૃક્ષ રિસર્ચ GENEALOGIST સાથે જોડાઈ શકો છો. કુલવૃક્ષ હિન્દુ વંશાવળીનો ગ્લોબલ મંચ છે. કુલવૃક્ષ GENEALOGIST પહેલાં તમને જે જાણ છે તે વંશાવળી અને પરિવારની માહિતી લખે છે, પછી જે માહિતી સાચી નથી તે રિસર્ચ કરીને તમને જણાવી અને સમજાવી આપે છે, જ્યારે તમારી રિસર્ચ પૂરી થાય છે, તે કુલવૃક્ષના ડિજિટલ એકાઉન્ટમાં અપડેટ કરવામાં આવે છે, જ્યાં પહેલાથી જ તમારી વર્તમાન વંશાવળી લખવામાં આવી છે.
Kulvriksh વેબસાઈટ અને એપ પર તમે ફેમિલી ટ્રી બનાવી બનાવીને બાયોગ્રાફી, ફોટા અને ઇવેન્ટ્સ લખીને અપડેટ કરી શકશો, જે આજીવન ચાલશે અને આવનારા એડવાન્સ યુગમાં તમારી ભવિષ્યની પેઢીઓને આગળ જોડતી રહેશે
તમારા પૂર્વજોની વંશાવળી માટે, તમારા દ્વારા આપેલા નામ, મૂળગામ, જાતિ વર્ણના આધારે વંશાવળી શોધવામાં આવે છે અને સાચી વંશાવળી મળી જાય છે. ફરી, શોધી આવેલી વંશાવળીને કુલવૃક્ષના ડિજિટલ એકાઉન્ટમાં વર્તમાન વંશાવળી સાથે જોડવામાં આવે છે. હવે, તમારી વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા, નૈવેદ્ય અને મૂળ સ્થાન વગેરેની માહિતી હંમેશા માટે તમારી કુલવૃક્ષ ડિજિટલ એકાઉન્ટમાં સાચવી શકાય છે, જે તમારી ભવિષ્યની પેઢીને સરળતાથી મળી શકશે. સમય સમયે તમે તેમાં નવી માહિતી પણ અપડેટ કરી શકો છો. આ રીતે, તમારા વંશની ક્યારેય ન પૂર્ણ થતી યાત્રા હંમેશા માટે અમર બની જશે.
કુલવૃક્ષ સાથે જોડાવા માટે તમે કુલવૃક્ષ વેબસાઇટ www.kulvriksh.org પર જઈ શકો છો. આ ઉપરાંત પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી કુલવૃક્ષની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમારું રજિસ્ટ્રેશન કરી તમારા પરિવારની ફેમિલી ટ્રી બનાવીને તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધવાની યાત્રા શરૂ કરી શકો છો. તેમજ, તમે કુલવૃક્ષ સપોર્ટ ( 08069234400 ) પર કૉલ કરીને પણ તમારી લેખન અને રિસર્ચ યાત્રા શરૂ કરી શકો છો.
આપણા મૂળને જાણવું માત્ર અમને આપણા ઇતિહાસ સાથે જોડી રાખતું નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને પણ પુનર્જીવિત કરે છે. ચાલો, મળીને આ અમૂલ્ય ધરોહરને જાળવીએ અને આપણા પૂર્વજોને માન અપાવીએ. આ સાથે જ, તમારી ભવિષ્યની પેઢીઓને આ અનોખી ભેટ આપો.
વધુ માહિતી માટે, www.kulvriksh.org પર જાઓ.

૧૦૮ ઈમરજન્સી એર એમ્બ્યુલન્સ દ્વારા ૭૧ વર્ષીય દર્દીને મળી તાત્કાલિક મદદ
એર એમ્બ્યુલન્સની મદદથી હ્રદયની સારવાર માટે સુરતથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
ગુજરાત રાજયમાંથી અન્ય રાજયની હોસ્પિટલોમાં દર્દીને શીફટ કરવા માટે રાજય સરકારની એર એમ્બ્યુલન્સ બની
આશીર્વાદરૂપસુરત:સોમવાર: રાજય સરકાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ વર્ષ દહાડે હજારો જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં દાખલ કરીને નવજીવન આપવાનું ઉમદા કાર્ય કરી રહી છે. માત્ર એક ફોન રણકતાં શહેરનાં લીસા સપાટ રસ્તા પર અને અંતરિયાળ ગામડાઓની સડકો પર દોડી જતી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન અનેક દર્દીઓ માટે રાહતનું કારણ બનતી હોય છે તો અનેક મરણોન્મુખ આવી ગયેલા નાગરિકો માટે આશાનું કિરણ સાબિત થતી હોય છે. સાથે રાજય સરકારના ગુજસેલ વિભાગ દ્વારા કાર્યરત એર એમ્બ્યુલન્સ થી ગુજરાતમાંથી બીજા રાજયની હોસ્પીટલોમાં દર્દીને ઈમરજન્સીના સમયે સારવાર માટે શીફટ કરવામાં આવે છે. આવી ધટના બની છે સુરત શહેરમાં.
શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ ૭૧ વર્ષીય ડાહ્યાભાઇ દેસાઈને હદયરોગની વધુ સારવાર પડતા તાત્કાલિક ધોરણે એર એમ્યુલન્સ દ્વારા મુંબઈની ખાનગી હોસ્પિટલ દ્વારા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલ દ્વારા ચાલતી એર એમ્બ્યુલન્સ
૧૦૮ ઈમરજન્સી સેવાના ટેરેટરી ઇન્ચાર્જ અજય કદમ, રોશન દેસાઈ અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ૭૧ વર્ષીય ડાહ્યાભાઇ દેસાઈ સુરતની ખાનગી હોસ્પિટલમાં હૃદયને લગતી બિમારીના કારણે વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા હતા. પરંતુ વધુ સારવાર માટે તેઓને તત્કાલ મુંબઈ Mumbai લઈ જવા જરૂરી હતા. જેથી ડાહ્યાભાઈના દીકરાએ ૧૦૮માં ફોન કરીને એર એમ્યુલન્સ દ્વારા તેમના પિતાને મુંબઈ Mumbai લઈ જવાની વિગતો આપી. ૧૦૮ના સ્ટાફે તત્કાલ તમામ પ્રક્રિયા આટોપીને વહેલી સવારે શહેરની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ ડાહ્યાભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી લીલાબેન તેમજ પાયલટ ભરતભાઈએ સુરક્ષિત રીતે એરપોર્ટ પહોંચાડ્યા હતા. ત્યારબાદ તેમને એર એમ્બ્યુલન્સમાં સલામતીપૂર્વક મુંબઈની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને દાખલ કરવામાં આવ્યા હતા.
આમ, લોક સેવામાં ૨૪*૭ કાર્યરત સુરત ૧૦૮ ઇમરજન્સી અને એર એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે.
રાજય સરકારના ગુજસેલ વિભાગ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. એર એમ્બ્યુલન્સ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ એર એમ્બ્યુલન્સ દ્વારા ગુજરાત રાજયમાં કોઈ ઈમરજન્સીના સમયે જેમ કે, ઓર્ગન ટ્રાસપ્લાન્ટ કે અન્ય રોગના કારણે ગુજરાત બહાર ચેન્નાઈ, મુંબઈ, Mumbai ગોવા, કોચી, દહેરાદુન જેવા રાજ્યમાં મેડિકલ સુવિધા માટે આ સેવાનો લાભ દર્દીઓ દ્વારા લઈ જવામાં આવે છે. આ એર એમ્બ્યુલન્સ મારફતે નિયત કરવામાં આવેલા દરે ગુજરાતમાંથી અન્ય રાજયોની હોસ્પિટલમાં શીફટ કરવામાં આવે છે.