ભાજપના નેતાઓ રોડ-રસ્તાઓ ખાઈ જાય છે પણ બાળકોને સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય અને પવિત્ર દિવસે પ્રસાદ ખાવા નથી દેતા – રાકેશ હિરપરા

BJP leaders eat roads but don't let children eat prasad on national and holy days like Independence Day - Rakesh Hirpara
Spread the love

આમ આદમી પાર્ટીના રાજ્ય મહામંત્રી અને શિક્ષણ સમિતિના વિપક્ષી નેતા રાકેશ હિરપરાએ આ મુદ્દે વિશેષમાં જણાવ્યું હતું કે

અગાઉ એવું હતું કે સમિતિની શાળાઓમાં સ્વતંત્રતા દિવસ તેમજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાતા ધ્વજવંદન અને દેશભક્તિના કાર્યક્રમોના અંતે બાળકોને પ્રસાદી રૂપે બિસ્કીટ આપવામાં આવતા હતાં અને આના માટે શિક્ષણ સમિતિના બજેટમાં અલગથી પૈસા પણ ફાળવવામાં આવતા હતાં પણ છેલ્લા બે બજેટમાં સમિતિએ આના માટે એક પણ રૂપિયો ફાળવેલ નથી, જેને કારણે ગયા વર્ષે તેમજ આ વર્ષે પણ બાળકોને પ્રસાદી રૂપે બિસ્કીટ, ચોકલેટ કે મીઠાઈ મળશે નહી.

બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ આ મુદ્દે વિરોધ પણ નોંધાવ્યો હતો પણ શાસકોએ બહુમતીના જોરે બાળકોની પ્રસાદીના પૈસા ઉડાવી દીધા હતાં.

  • વર્ષ 2019-20 માં આ કામ માટે 31.94 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા હતાં.
  • વર્ષ 2020-21 માં આ કામ માટે 1000 રૂપિયા વાપરવામાં આવ્યા હતાં.
  • વર્ષ 2021-22 માં આ કામ માટે 40 લાખ ફાળવવામાં આવ્યા હતાં જેમાંથી 5.12 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા હતાં.
  • વર્ષ 2022-23 માં આ કામ માટે 20 લાખ ફાળવવામાં આવ્યા હતાં જેમાંથી 15.87 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા હતાં.

વર્ષ 2023-24 અને 2024-25 ના બંનેના બજેટમાં આ કામ માટેના પૈસા ઉડાવી દેવામાં આવ્યા છે એટલે કે શૂન્ય કરી દેવામાં આવ્યા છે.

રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના પર્વો પણ આપણી આસ્થાના પર્વો જ છે. આપણી સમિતિની શાળામાં આવતા 90% બાળકો ગરીબ વર્ગમાંથી આવે છે તો આવા આસ્થાના પર્વો નિમિત્તે બાળકોને પ્રસાદી આપીને એમનું મોઢું મીઠું કરવું એ તો આપણી ભારતીય પરંપરા છે.

ભાજપના શાસકોના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારને કારણે પ્રજાના દર વર્ષે કરોડો રૂપિયા વેડફાઈ જાય છે પણ ત્યાં કોઈ કાપ મુકવામાં નથી આવતો પણ સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય અને પવિત્ર દિવસે બાળકોને અપાતી પ્રસાદીના પૈસામાં ભાજપના નેતાઓને કાપ મુકવો છે, જે ખુબ શરમજનક બાબત છે એવું રાકેશ હિરપરાએ જણાવ્યું હતું.