સુરત (Surat): સુરત મહાપાલિકાના કોર્પોરેટરોની (Local Body Polls 2021) પસંદગી કરવા માટેના મતદાન આડે હવે માત્ર ચાર જ દિવસ છે ત્યારે આજે ભાજપ દ્વારા આગામી પાંચ વર્ષ માટેનો સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ સંકલ્પ પત્રમાં નવા પ્રોજેકટો મુકવાને બદલે ભાજપ (BJP) દ્વારા જૂના જ પ્રોજેક્ટ શરૂ કર્યાનો ઉલ્લેખ કરવાની સાથે તેને પુરા કરવાના વચનો આપવામાં આવ્યાં હતાં. ભાજપના સંકલ્પ પત્રમાં એકપણ વાત એવી નથી કે નવી હોય!
એવામાં અમારી પાસે આ પાર્ટીના એવા કામોની યાદી છે જે ભાજપના સંકલ્પ પત્રમાં હતા, પણ ભાજપ પૂરા કરી શક્યુ નહોતુ.
ડ્રેનેજની ફરિયાદોના નિરાકરણ હેતુ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એડવાન્સ ગ્રિવન્સીસ રિડ્રેસલ સીસ્ટમ ફોર સેવારગ સીસ્ટમ માટે એપ તૈયાર કરવાનું આયોજન
શહેર વિસ્તારની 30 વર્ષની વધુ જુની વિવિધ સોસાયટીઓ તેમજ સાર્વજનિક જાહેર રસ્તાની ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી
શહેરીજનોની સ્ટ્રીટલાઇટની ફરિયાદનો અસરકારક નિકાસ માટે આઇ-પ્રોમિસ સોફટવેર અમલમાં
કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનો ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્રોજેક્ટનું ઝડપી અમલીકરણ
આંતરરાષ્ટ્રીય કક્ષાનું તમામ સુવિધા યુક્ત આઉટડોર ક્રિકેટ સ્ટેડિયમનું આયોજન
લંબે હનુમાન રેલવે ગરનાળા પર ફલાય ઓવરબ્રિજ
રેલવેને સમાંતર ફુલપાડા અશ્વનિકુમાર સ્મશાનભૂમિથી ઉત્રાણ તાપી નદી પર પુલ
વી.આઇ.પી. રોડ પર અલથાણ ચાર રસ્તા જંકશન પર ફલાય ઓવરબ્રિજ
વાળીનાથ ચોક સિંગણપોર અને ધનમોરા ચાર રસ્તા કતારગામ પર ફલાય ઓવરબ્રિજ
સુરત મહાનગરપાલિકાનું મુખ્ય વહીવટી ભવન–રિંગરોડ ખાતે સાકારીત કરવામાં આવશે
પાલનપોરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ
સ્ટેશનથી ચોક સુધીના રાજમાર્ગ પર નિર્માણ કરવા માટે એલિવેટેડ બ્રિજનું નિર્માણ
સાહસિક પ્રવૃત્તિ સાથેના એડવેન્ચર પાર્કનું આયોજન
ફિલ્મ ટ્રેનિંગ સેન્ટર, શૂટિંગ ફલોર, સિમિગપુલ, જીમ, હોટલ બેન્ટવેક, કોન્ફરસ હોલ જેવી સુવિધા સાથેનું મિની ફિલ્મ સિટીનું આયોજન
ચોપાટીથી એકવેરિયમ પાલ તરફ રાધાકૃષ્ણ મંદિરથી પાલ એક્વેરિયમ તરફ રોપવે અને મોટર ક્રોસિંગ-હેંગિંગ
ટેબલ ટેનિસ બોલ એકેડમી બનાવવી
રેલવે તેમજ રોડની વચ્ચે આવતા તમામ ગરનાળાને પહોળા કરી અવરજવરની સુવિધા કરવી
ભવ્ય સરદાર મંદિર
રૂંઢથી સરથાણા સુધી ટુ લેન રીવર ડ્રાઇવ રોડ બનાવાશે (રિવર ફ્રન્ટ પ્રોજેકટ )
ગત સંકલ્પ પત્રમાં ભાજપે આપેલા કયા વચનો પૂરા થયાં:
પાણીનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે નવા વિયર કમ કોઝવેનું આયોજન કન્વેન્સીયલ બેરેજના પ્રોજેકટ મંજુર થયો
દરેક ઝોનને ઇ લાઇબ્રેરી
વસ્તી વધારો ધ્યાને લઇને પાણીના વૈકલ્પિક સ્ત્રોત માટે 4 નવા ફ્રેન્ચવેલ બનાવવાનું આયોજન
શહેરીજનોની ફરિયાદોનો ઝડપી નિકાલ માટે આધુનિક કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમનું આયોજન
2020 સુધીમાં શહેરના કુલ 326.51 ચો.કિ.મી. વિસ્તાર, 100 ટકા વસ્તીને સુઆયોજિત સુઅરેજ સીસ્ટમથી આવરી લેવાનું આયોજન
સ્વચ્ચ ભારત મિશન અંતર્ગત વેસ્ટ ટુ એનજિ રીસર્ચ બનાવવાની કામગીરી
ટેનામેન્ટ રિડેવલપમેન્ટ પ્લાન ઝડપથી મંજુર કરીને કાર્યરત કરાવીશું
તાપી નદી પર ભાઠા અને હવેલી વચ્ચે પુલ
તાપી નદી પર વેડ વરિયાવ વચ્ચે પુલ
રીંગરોડ સહારા દરવાજા ફલાય ઓવર બ્રીજથી કરણીમાતા ચોક સુધીનો રેલવે ઓવર બ્રીજ
સ્મીમેર ૧૫૦ બેઠકોમાં 100 બેઠકોનો વધારો કરી કુલ ઇન્ટેક્સ 250 બેઠકો કરવાનું આયોજન
પી.જી ની ૭૦ બેઠકો માટે આગામી વર્ષોમાં વધુ 30 બેઠકોનું વધારવા નું આયોજન
સુપર સ્પેશિયાલિટી કોષિસ હાથ ધરવાનું આયોજન
ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મેટ્રો રેલનું કામ શરૂ થયું
ઉમરા ખાતે તાપી નદી પર રબર બેરેજ કોઝવેનું આયોજન કરાશે