પીલે.. પીલે.. ઓ મોરે રાજા…, ભાજપના ઉમેદવાર ની દારૂની મહેફિલ ની તસ્વીરો વાઇરલ

By on
In Uncategorized
Spread the love

સુરત. સુરત મમહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને હવે ઉમેદવારો એક બીજાને પછડવા માટે ગુપ્ત મીટીંગો કરી રહયા છે, તે વચ્ચે જ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 24 ના ઉમેદવાર સોમનાથ મરાઠેની કેટલીક આપત્તિજનક તસ્વીરો વાઇરલ થતાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. વાઇરલ થયેલી તસ્વીરોમાં ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠે એક દારૂની મેહફીલ માં દેખાઈ રહ્યા છે. ત્યારે આ તસ્વીરો શુક્રવાર રાત્રે થી સોશીયલ મીડીયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. વિપક્ષી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પણ પોતાના સોશીયલ મીડીયા ના એકાઉન્ટ પર આ તસ્વીરો શેર કરી રહ્યાં છે.

આ તસ્વીરો એડિટ અને મર્જ કરાયેલી હોવાના દાવા સાથે સોમનાથ મરાઠે ચૂંટણી ટાણે તેમને બદનામ કરવાનું કાવતરું ગણાવી રહ્યાં છે તો બીજી તરફ ફોટો સોશીયલ મીડીયા પર મૂકનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિલાસ પાટીલે કહી રહ્યાં છે કે એવું હોય તો એફએસએલ માં તપાસ કરવામાં આવે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે…