Posts by: Amit Patil

SDBA conducts selection process for Girls and Boys Basketball Teams...
SDBA દ્વારા ગર્લ્સ અને બોયઝ બાસ્કેટ બોલ ટીમની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ…

 

જિલ્લા અને રાજ્ય કક્ષાની બોયઝ અને ગર્લ્સ ટીમના ખેલાડીઓની પસંદગી માટે હાલ સુરત ડીસ્ટ્રિક્ટ બાસ્કેટ બોલ એસોસિયેશન દ્વારા સુરતમાં કવાયાદ ચાલી રહી છે. ત્યારે અલગ અલગ કેટેગરીમાં બનેં ટીમોના ખેલાડીઓની પસંદગી કરવા માટે SDBA દ્વારા ટી એમ પટેલ સ્કૂલ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બોયઝ અને ગર્લ્સની અલગ અલગ ત્રણ કેટગરીમાં ટુર્નામેન્ટ રમાઈ હતી અને આ ટીમો પૈકી દરેક કેટેગરીમાં 30 પૈકી 18-18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ માટેની પસંદગી પ્રક્રિયા માટે યોજાયેલી અંડર 14, અંડર 17 અને અંડર 19 કેટેગરીમાં 30 – 30 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પસંદગી કમિટી માં સામેલ sdba ના સેક્રેટરી રસિક સારંગ, લાન્સર આર્મી સ્કૂલના ફિઝિકલ એજ્યુકેશન વિભાગના હેડ સરફરાઝ ઝીરક અને SMC ના બાસ્કેટ બોલ કોચ રમેશ રાઠોડ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 18 – 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. સરફરાઝ ઝીરકે જણાવ્યું હતું કે કુલ 108 ખેલાડીઓની આગલા સ્ટેજ માટે પસંદગી કરવામાં આવી છે. હવે પછી આમાંથી દરેક કેટેગરીમાં શ્રેષ્ઠ 12 – 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને આ ટીમો સુરત વતી જિલ્લા અને રાજ્ય સ્તરે રમાનારી બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ માં ભાગ લેશે.

Smimer Teri Yahi Kahani: In Smimer, patient forced to walk from third floor to get x-ray
સ્મિમેર તેરી યહી કહાની: સ્મિમેરમાં દર્દી ત્રીજા માળેથી ચાલીને એક્સ રે કરાવવા આવવા મજબુર

 

મહિને લાખો રૂપિયા પગાર લેતા આર.એમ.ઓ. શુ માત્ર કમિશનો ખાવા જ બેસાડ્યા છે ? : ‘આપ’ કોર્પોરેટર રચનાબેન હિરપરા નો સણસણતો સવાલ

કાયમની બેદરકારી બદલ કોઈ અઘટિત ઘટના બનશે તો એના જવાબદાર સ્મિમેર તંત્ર જ હશે : રચનાબેન હીરપરા

આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર મહેશભાઈ અણઘણ અને વિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ સુરતની અતિ વિવાદાસ્પદ હોસ્પિટલ સ્મિમેરની મુલાકાત લેતા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતાં. મહેશભાઈ અણઘણનાં જણાવ્યા મુજબ એક દર્દી છેક ત્રીજા માળેથી યુરિન બેગ લટકાવેલી હાલતમાં એકસ રે પડાવવા જતો જોવા મળ્યો હતો. દર્દીની હાલત ખૂબ જ કફોડી હતી. તેને પૂછતાં માલુમ પડ્યું કે, તે દર્દી બે દિવસથી વોર્ડમાં એડમીટ છે અને ત્રીજા માળે તેનો વોર્ડ આવેલો છે. અને સ્મિમેરનાં જાડી ચામડીનાં તંત્રએ તેને છેકે ત્રીજા માળેથી ચાલીને એકસ રે કઢાવવા મજબૂર કર્યો હતો.

રચનાબેન હિરપરાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, સ્મિમેરમાં અધિકારી હોય કે લાગતા વળગતા સ્ટાફ હોય, સૌને માત્ર કમીશન ખાવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. મહિને લાખો રૂપિયાનો પગાર લેતા આર.એમ.ઓ. શું માત્ર કમિશનો ખાવા જ બેસાડ્યા છે ? તેવો સણસણતો આક્ષેપ રચનાબેન હિરપરા એ કર્યો હતો. સાથે તેવું લણ ઉમેર્યું કે, હજજારો દર્દીઓ સ્મિમેરમાં સારવાર માટે આવતા હોય છે પરંતુ સ્મિમેરમાં દાખલ દર્દીની સારવાર રામ ભરોસે ચાલી રહી હોય તેમ સ્પષ્ટ દ્રશ્યમાન છે.

વિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર્દી ચાલુ ઇલાજે બહાર જઈ શકે તો રસ્તામાં કોઈ ડોક્ટર, નર્સિંગ કે સિક્યુરિટી સ્ટાફ કોઈને દેખાયું નહિ હોય? કે પછી કોઈને પણ પોતાની ડ્યુટી નિભાવવામાં રસ નથી..? સ્મિમેરનાં તંત્ર અને સ્ટાફને વારંવારની સૂચનાઓ આપવા છતાં પણ સુધારવાનું નામ નથી લેતા. જો કોઈ અઘટિત ઘટના બનશે તો એના જવાબદાર સ્મિમેર તંત્ર જ હશે તેવું સ્પષ્ટ શબ્દોમાં રચનાબેન હીરપરાએ જણાવ્યું હતું.

The whole neighbourhood is a puzzle… Jaishankar explains India's complex foreign relations
पूरा पड़ोस एक पहेली है…जयशंकर ने भारत के जटिल विदेश संबंधों को समझाया

 

विदेश मंत्री डॉ. एस. जयशंकर ने 30 अगस्त को विवेकानंद इंटरनेशनल फाउंडेशन में आयोजित ‘स्ट्रैटेजिक कॉनड्रम्स: रीशेपिंग इंडियाज फॉरेन पॉलिसी’ पुस्तक विमोचन कार्यक्रम के दौरान भारत के जटिल पड़ोसी संबंधों पर प्रकाश डाला। इस अवसर पर, उन्होंने मुस्कुराते हुए टिप्पणी की कि “पूरा पड़ोस एक पहेली है,” जो भारतीय विदेश नीति की जटिलताओं को दर्शाता है।

जयशंकर ने विस्तार से समझाया कि भारत का पड़ोसी क्षेत्र विभिन्न राजनीतिक, आर्थिक और सुरक्षा चुनौतियों से भरा हुआ है। उन्होंने इस बात पर जोर दिया कि इन जटिल परिस्थितियों में भारत को अपने हितों की रक्षा के लिए सावधानीपूर्वक रणनीति अपनानी होती है। विदेश मंत्री ने बताया कि प्रत्येक पड़ोसी देश के साथ संबंधों में अलग-अलग समस्याएं और संभावनाएं होती हैं, जिनका समाधान करना एक निरंतर चुनौती है।

उनका कहना था कि इन चुनौतियों का सामना करते हुए भारत को अपनी विदेश नीति को समायोजित करना और परिष्कृत करना पड़ता है, ताकि देश की सुरक्षा, आर्थिक विकास और क्षेत्रीय स्थिरता सुनिश्चित की जा सके। जयशंकर ने यह भी कहा कि भारत को अपने पड़ोसी देशों के साथ सहयोग और संवाद को मजबूत करना होगा, ताकि सभी के लिए लाभकारी संबंध बनाए जा सकें।

Jaishankar expressed concern over political changes in Bangladesh
जयशंकर ने बांग्लादेश के राजनीतिक बदलावों पर चिंता जताई

 

विदेश मंत्री एस जयशंकर ने हाल ही में बांग्लादेश में हो रहे विघटनकारी राजनीतिक बदलावों की ओर संकेत दिया है। उनका कहना था कि बांग्लादेश में राजनीतिक परिदृश्य में महत्वपूर्ण बदलाव आए हैं, जो कि विघटनकारी हो सकते हैं। जयशंकर ने इस बात को स्वीकार किया कि बांग्लादेश में राजनीतिक स्थिरता को लेकर कुछ चिंताएं हैं और वहां की स्थिति पर ध्यान देने की आवश्यकता है।

इसके साथ ही, उन्होंने यह भी कहा कि इन बदलावों के बावजूद दोनों देशों के बीच रिश्तों में पारस्परिक हितों की महत्वपूर्णता को समझना और ध्यान में रखना होगा। उनका मानना है कि चाहे राजनीतिक स्थिति कैसी भी हो, दोनों देशों के बीच सहयोग और समझौते के लिए प्रयास जारी रखने की आवश्यकता है। यह भी महत्वपूर्ण है कि बांग्लादेश में हो रहे बदलावों का प्रभाव भारत-बांग्लादेश रिश्तों पर न पड़े और दोनों देशों के हितों की रक्षा की जा सके। जयशंकर के इस बयान से स्पष्ट होता है कि वे बांग्लादेश में हो रहे राजनीतिक परिवर्तनों के प्रति सजग हैं और दोनों देशों के रिश्तों को मजबूत बनाए रखने की दिशा में काम कर रहे हैं।

AAP workers visited flood affected areas in Ahmedabad, Jamnagar and Vadodara and distributed food.
‘આપ’ના કાર્યકર્તાઓએ અમદાવાદ, જામનગર અને વડોદરામાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ફૂડ વિતરણ કર્યું.

 

અતિભયંકર વરસાદથી પીડિત હજારો લોકોને ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યું: ‘આપ’

પુરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કે સરકારની મદદ પહોંચી નથી અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે : રાકેશ હીરપરા

અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તથા અસરગ્રસ્તોને મળ્યા. ‘આપ’નો એક એક કાર્યકર્તા આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોની સાથે છે: મનોજભાઈ સોરઠીયા

છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ જ છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે સરકારના લોકો મોટી મોટી બેઠકો કરે છે અને લાખો કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ ચોમાસામાં પ્રી મોનસુનની બેઠકોની બધી હકીકત લોકો સામે આવી જાય છે. ધોધમાર વરસાદ અને સરકારની બેદરકારીને કારણે આજે રાજ્યના અનેક વિસ્તારમાં ભયંકર પુરનું નિર્માણ થયું છે. આ પૂરની પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાનાં માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વડોદરામાં ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું. મનોજભાઈ સોરઠીયાનાં માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર વિસ્તારમાં અતિભયંકર વરસાદથી પીડિત આશરે 2000 લોકોને ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યું.

આ કુદરતી આપદામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરા, SMC પૂર્વ વિપક્ષ નેતા શ્રી ધર્મેશ ભંડેરી, વડોદરા શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ ઓઝાની આગેવાનીમાં વડોદરા શહેરની ‘આપ’ ટીમે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડપેકેટ વિતરણ અને જંતુનાશક દવાઓના છંટકાવનું કાર્ય કર્યું. તમામ વડોદરા શહેર સંગઠનના કાર્યકરો વરસાદથી પ્રભાવિત થયેલા અલગ અલગ વોર્ડમાં નીચાણ વાળા વિસ્તારો, કાંઠાવાળા વિસ્તારો તેમજ પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોની મુલાકાત લઈ જરૂરિયાતમંદોને ઘરે ઘરે જઈ ગરમા ગરમ ભોજન આપવામાં આવ્યું તેમજ યોગ્ય સહાય કરવામાં આવી.

આ પ્રસંગે ‘આપ’ પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, પુરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કે સરકારની મદદ પહોંચી નથી અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે લોકો પોતાની ઘરવખરીનો સામાન પણ બચાવી શક્યા ન હતા. સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેતીનું પણ નુકસાન થયું છે અને હજુ પણ સરકાર કે તંત્ર તરફથી જોઈએ એવી કોઈ પણ મદદ મળી નથી.

પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને લોકોને સહાય આપે. કારણ કે હાલ લોકોને પારાવાર નુકસાની થઈ છે. આશા રાખીએ છીએ કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તંત્ર ઝડપી કામગીરી કરશે અને લોકોને રાહત અપાવશે.

A 35 feet tall Golden Dahi Handi was organized by Youth for Gujarat in Limbayat
લિંબાયતમાં યુથ ફોર ગુજરાત દ્વારા કરાયું 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહી હાંડીનું આયોજન

 

સુરત શહેરમાં જન્માષ્ટમી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ બાદ શહેરમાં ઠેર ઠેર દહિહાંડી ફોડવાનું આયોજન થયું હતું. જેમાં યુથ ફોર ગુજરાત દ્વારા સતત બીજા વર્ષે લિંબાયતના સંજય નગર સર્કલ ખાતે આયોજિત દહી હાંડી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહી હાંડી માટે યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલ સાથે જ તેમની ટીમના સભ્ય બંટી પાટીલ અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 35 ફૂટ ઊંચી આ દહી હાંડી ફોડનાર મંડળ માટે 1.51 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતી. જ્યારે મહિલા મંડળો માટે પણ અલગથી 20 ફૂટ ઊંચાઈની દહી હાંડી બાંધવામાં આવી હતી. યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે 35 ફૂટ ઊંચી દહી હાંડી ફોડવા માટે બે મહિલા મંડળો સહિત કુલ 22 ગોવિંદા મંડળો પધાર્યા હતા. જે પૈકી 11 મંડળો સલામી આપવા આવ્યા હતા તો 9 મંડળો દ્વારા દહી હાંડી ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દહી હાંડી આ આયોજન માટે લિંબાયત સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા આયોજન સ્થળ પર જન મેદની ઉમટી પડી હતી. ગોવિંદા મંડળો દ્વારા લેઝીમ સહિત અનેક કરતબો રજૂ કરવામાં આવતા તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ધૂમધામ પૂર્વક દહી હાંડી ઉત્સવના પગલે લિંબાયત વિસ્તારમાં માહોલ કૃષ્ણમય બની ગયો હતો.

Even after three months in the school launched by Education Minister Praful Panseria, children are forced to study without textbooks: 'AAP' corporator Mahesh Anaghan
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે લોકાર્પણ થયેલ શાળામાં ત્રણ મહિના બાદ પણ બાળકો પાઠયપુસ્તક વિના ભણવા મજબુર : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ

 

શિક્ષણમંત્રીના વિસ્તારમાં બાળકો ભગવાન ભરોસે ભણવા મજબુર થયાં : મહેશ અણઘણ

આજરોજ આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટર મહેશભાઈ અણઘણને ફરિયાદ મળી હતી કે, કઠોદરા પ્રાથમિક શાળામાં મોટેભાગનાં વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી. જેથી મહેશભાઈ અણઘણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય શ્રી રાકેશભાઈ હીરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે.

આ બાબતે ‘આપ’ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે ખેદ વ્યક્ત કરીને શાસકો પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીનાં પોતાના જ મતવિસ્તાર માં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યાં છે. શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કરેલું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી. મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, એકબાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયાં છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કરાવતી. હકીકતમાં ભાજપ સરકાર ઇચ્છતી જ નથી કે, બાળકો સરકારી શાળામાં ભણે. જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે.

અંતમાં મહેશભાઈ અણઘણે જણાવ્યું હતું કે, શાળા તરફથી પણ વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસ્દી હજુ શાસકો કે તંત્રએ લીધી નથી. હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવે જેથી બાળકોને ભણવામાં તકલીફ ના પડે અને તેઓનું ભવિષ્ય સુધરે.

ITI Asset Management Company launched Large and Mid Cap Fund
આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીએ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યું

 

સુરત : આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઇટીઆઇ એએમસી)એ આઇટીઆઇ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ ઇક્વિટી, ઇક્વિટી સંલગ્ન સિક્યુરિટીઝ એટલે કે મુખ્યત્વે ટોચની 250 કંપનીમાં રોકાણ કરશે. આ સ્કીમ સબસ્ક્રિપ્શન માટે 21 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલીને 04 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે.
આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો ઉદ્દેશ્ય આ ડાયનેમિક સેક્ટરમાં સક્રિયપણે કાર્યરત કંપનીઓમા રોકાણ કરીને લાંબાગાળે મૂડી વૃદ્ધિ ઓફર કરવાનો છે, જેનાથી રોકાણકારો વૈવિધ્યકરણ અને મૂડીમાં વૃદ્ધિ પ્રાપ્ત થઇ શકશે.
આ ફંડને ઇક્વિટી ફંડ મેનેજર્સ વિશાલ જાજૂ અને રોહન કોરડે મેનેજ કરશે, જેઓ 13 વર્ષથી વધુ સમયથી આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા છે તથા માર્કેટની ગાઢ સમજણ ધરાવે છે.
આ ફંડ રોકાણકારોને ભારતની વૃદ્ધિની સંભાવનાઓમાં રોકાણ કરવાની તક પ્રદાન કરશે, જે સ્ટ્રક્ચરલ, કલ્ચરલ અને ડિજિટલ ફેક્ટર્સ દ્વારા સંચાલિત છે. શહેરીકરણ અને આવકના સ્તરમાં વધારાને પરિણામે સંગઠિત માર્કેટ તરફ પરિવર્તનને કારણે વૃદ્ધિને વેગ મળી રહ્યો છે. નાના પરિવારો દ્વારા ખર્ચમાં વધારો થતાં સાંસ્કૃતિક પ્રભાવ જોવા મળી રહ્યો છે, જે ઉચ્ચ વપરાશમાં પરિણમ્યું છે.
આઇટીઆઇ એએમસીના ફંડ મેનેજર વિશાલ જાજૂએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ સાધતી અર્થવ્યવસ્થા પૈકીની એક છે અને ટોચની કંપનીઓ દ્વારા ઓફર કરાતી કમાણીની તક માટે તે પ્રીમિયમ જાળવી રાખશે. ફંડ હાઉસ તરીકે અમે શેર પસંદ કરવામાં બોટમ અપ અભિગમને અનુસરીએ છીએ. આ સેક્ટરમાં ઘણી કંપનીઓ મજબૂત ઓર્ડર બુક ધરાવે છે તથા આગામી 2-3 વર્ષમાં સારી આવકની સંભાવના ધરાવે છે. તેનાથી આગામી સમયમાં આ કંપનીઓના રિટર્ન રેશિયોમાં નોંધપાત્ર સુધારાની સંભાવના છે.
આ સ્કીમ માટે લઘુત્તમ રૂ. 5,000ની અરજી કરવાની રહેશે તથા રોકાણકાર લઘુત્તમ રૂ. 500ની રકમ સાથે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા પણ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં કોઇપણ એન્ટ્રી લોડ ચાર્જીસ રહેશે નહીં તથા જો રોકાણકાર યુનિટની ફાળવણી તારીખથી ત્રણ મહિના પહેલાં યુનિટ રિડિમ કરે અથવા સ્વિચ આઉટ કરે તો 0.5 ટકા એક્ઝિટ લોડ રહેશે.

સુરતમાં ભારે વરસાદની આગાહીને લઈ અમુક સ્કૂલો બંધ ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા વાલી વિદ્યાર્થીઓને ચેતવણી

 

જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફે તમામ શાસન અધિકારીઓને આદેશ..

માનનીય અગ્ર સચિવશ્રીની સૂચના અનુસાર આવતી કાલે રાજયની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવા સૂચના આપવામાં આવેલ હોવાથી.

સુરત શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં તારીખ 27/08/2024 ના રોજ ફરજિયાત રજા જાહેર કરવામાં આવે છે.

પ્રતિ,
આચાર્યશ્રી,
માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ, સુરત, જિલ્લો:- સુરત

સુરત શહેરમાં અને જિલ્લામાં વરસાદ પડવાથી અને તાપી નદીમાં પાણી વધવાને કારણે ખાડી વિસ્તારોમાં તેમજ જ્યાં પાણી ભરાવાથી રસ્તાઓ પર પાણી આવી ગયું હોય તેવા વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે તેમજ તેવા વિસ્તારોની શાળાઓ માટે શાળાના આચાર્યશ્રીએ તા.27/08/2024 ના રોજ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવા કે રજા રાખવા અંગેનો નિર્ણય કરવો.

કોઈપણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીને શાળા પર આવવામાં કે જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબત ધ્યાને રાખી આચાર્યશ્રીએ નિર્ણય લેવો.

ડૉ. ભગીરથસિંહ પરમાર
જિલ્લા શિક્ષણાધિકારી, સુરત

શ્રી જયેશભાઈ પટેલ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરત

Heavyrain Surat
સુરતમાં વરસાદની પરિસ્થિતિને લઈ 24 કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો

 

સુરત બ્રેકીંગ.

ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેક પાણી છોડાયું.

મુખ્યમંત્રીએ મનપા કમિશ્નર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો..

ઉકાઈ ડેમની ટિમ સાથે સુરત મનપા સાથે સતત સંપર્કમાં છે.

વરસાદ અને અન્ય તમામ પરિસ્થિતિ પર મનપા સતત મોનીટરીંગ રાખી રહી છે

લોકોને ભારે પવન અને વરસાદના કારણે નદી કિનારે, દરિયા કિનારે અને પાણી ભરાયુ હોય ત્યાં ન જવાની સૂચના અપાઈ

નીચાણવાળા વિસ્તારમાંથી લોકોની સ્થળાંતર કરાયું..

કતારગામના શબરી નગર, ડકક ઓવારા અને રેવા નગરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

ઉકાઈ ડેમ અને ભારે વરસાદના કારણે જે જે વિસ્તારને વધારે અસર ત્યાં અગાઉથીજ માર્કિંગ કરવામાં આવ્યુ છે

આ તમામ વિસ્તારમાં જો જરૂર પડશે તો એલર્ટ આપવામાં આવશે