Posts by: abhay_news_editor

“બીઇંગ એક્સપોર્ટર દ્વારા નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન”

 

ચોક્કસ લક્ષ્ય સાથે એક્સપોર્ટ વધારી વધુ નફો કેવી રીતે મેળવી શકાય તેનું માર્ગદર્શન અપાયું

સુરત. એક્સપોર્ટને વધારવા અને વધુ નફો કેવી રીતે મેળવી શકાય એ માટેના માર્ગદર્શન સાથે જ એક્સપોર્ટર્સ ને એક મંચ પર લાવતી બીઇંગ એક્સપોર્ટર સંસ્થા દ્વારા 29મી ડિસેમ્બરના રોજ નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપ ડીસ્કશન સાથે જ એક્સપોર્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બીઇંગ એક્સપોર્ટર ના સ્થાપક “ભગીરથ ગોસ્વામી” એ જણાવ્યા મુજબ 29મી ડીસેમ્બરના રોજ સુરત ખાતે બીઇંગ એક્સપોર્ટ દ્વારા નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિભિન્ન રાજ્યોના 140 થી વધુ એક્સપોર્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય એક્સપોટર્સને એક મંચ પર ભેગા કરી પોતાના આઈડિયા, રોડમેપ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરી શકાય તે વિશે ચર્ચા કરવાનો હતો. ત્યારે સૌ સભ્યોએ યથાર્થ ચર્ચા કરી હતી. સાથે આગમી વર્ષ 2025માં કઈ બાબતોને અમલમાં લાવી શકાય કે અને શું એક્સપોર્ટર કરી શકાય કે જેનાથી વેપારના વિકાસ સાથે જ વધુ નફો મેળવી શકાય તે વિશે વિસ્તૃત ચર્ચા કરવા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા વિભિન્ન કેટેગરીમાં સભ્યોને એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા

 

સુરત. ઉધોગ સહસિકાઓને તેઓને ઉદ્યોગ – વ્યાપારને વિકાસના પંખો આપવામાં માટે મંચ અને માર્ગદર્શન પુરૂ પાડતી સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા તેઓની એક્સલેન્સ ઇવેન્ટ ની સાથે એવોર્ડ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સભ્યોને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રોગ્રેસ એલાયન્સ ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયન્સ નો ઉદ્દેશ્ય તેના સભ્યોના વેપાર ઉદ્યોગ ના વિકાસ સાથે જ પારિવારિક જીવનમાં આનંદ ઉમેરવાનો છે. પ્રોગ્રેસ એલાયન્સ નો દરેક સભ્ય ગોઇંગ ટુ ગેદરની ભાવના સાથે આખું વર્ષ માત્ર કાર્ય જ નથી કરતો પણ દરેક સભ્ય એક બીજાના વ્યાપાર ઉદ્યોગ ને આગળ વધારવામાં મદદ કરે છે.

ત્યારે એક પીએ સભ્ય જ્યારે બીજા પીએ સભ્ય માટે, તેના વેપાર ઉદ્યોગના વિકાસ માટે પરિવાર માટે કઈક ભાગીદારી કરે ત્યારે આવા સભ્યોની કામગીરીની અમે નોંધ લઈએ છીએ અને તેઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરીએ છે. ત્યારે આ વખતે પણ પ્રોગ્રેસ એલાયન્સની એક્સાલન્સ ઇવેન્ટ ની સાથે જ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈ પરફોર્મન્સ કરનારા સભ્યોને એંત્રેપ્રેન્યુર ઓફ ધ ઇયર, રાઇજીંગ સ્ટાર ઑફ ધ ઇયર, બિઝનેસ લીડર ઓફ ધ ઇયર, ઇન્સ્પાયરિંગ આઇકોન ઓફ ધ ઇયર જેવી કેટેગરીમાં એવોર્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રોગ્રેસ એલાયન્સ ની સ્થાપના દસ વર્ષ પુરા થયા છે ત્યારે માત્ર 8 સભ્યો સાથે શરૂ થયેલી આ સંસ્થામાં આજે 2500 થી વધુ સક્રિય સભ્યો છે.

3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ સુરતની મહેમાન બની

 

• ફિલ્મમાં દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે
• આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે

ગુજરાત : 3 જાન્યુઆરી, 2025 થઈ રહેલ ફિલ્મ “કાશી રાઘવ”ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે. ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિર્ગ્દર્શક છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું હતું, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મના પ્રમોશન અર્થે દીક્ષા જોશી, જયેશ મોરે, શ્રુહદ ગોસ્વામી તથા લેખક- દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામી સુરતની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે રસપ્રદ વાતો શેર કરી હતી.

ફિલ્મની ટેગલાઇન છે -“કરમ જ ઉગારે ને કરમ જ ડુબાડે, કરમ જેનો કાઠલો ઝાલે, પછી કોઈ નો આવે એની વારે”- જે આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે આ ફિલ્મ”કર્મ” પર આધારિત છે ઘણાં સબંધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ દર્શાવે છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં, દીક્ષા “પ્રોસ્ટિટ્યૂટ”ના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈપણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. કાશી (દીક્ષા જોશી) તેની ગુમ થઈ ગયેલ દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. કાશી રાઘવ” હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપશે તે તો નક્કી જ છે. ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મનું મ્યુઝિક પણ અવ્વ્લ કક્ષાનું છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. અગાઉ રેખા ભારદ્વાજનાં અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ લોરી સોન્ગ “નીંદરું” લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યંત પ્રખ્યાત જુબિન નૌટિયાલના અવાજમાં ગવાયેલ ગંગા સોન્ગ પણ તાજેતરમાં જ રિલીઝ કરાયું છે. આ બંને સિંગર્સે પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો આવાજ આપ્યો છે તે ખરેખર ગર્વની વાત કહેવાય.

ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત, મુંબઈ વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે.

આ ફિલ્મની ચર્ચા હવે થવા લાગી છે કારણકે આ અનોખો વિષય ગુજરાતી સિનેમામાં લગભગ પ્રથમ વાર આવી રહ્યો છે. દીક્ષા જોશી અને જયેશ મોરે એ પોતાના અભિનય થકી ચાર ચાંદ લગાડી દીધા છે કે જે દર્શકોને જરૂરથી પસંદ આવશે.

અવધ યૂટોપિયા ના કાર્નિવલમાં આયોજિત ફેશન ફેસ્ટિવલમાં IDT એ ફેશન અને ગ્લેમરના બેમિસાલ સંગમનો પ્રદર્શન કર્યો!

 

સુરત: સુરતના પ્રતિષ્ઠિત ક્લબ અવધ યૂટોપિયા આયોજિત ફેશન ફેસ્ટિવલમાં IDTના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત ડિઝાઇનર વસ્ત્રો અને ફેશન શોમાં ફેશન અને ગ્લેમરના ભવ્ય સંગમને માણવાનો અવકાશ મળ્યો.

આ ભવ્ય ફેશન શોમાં મિસ સ્કૂબા ઇન્ટરનેશનલ 2022 વર્ષા રાજકોવા શો સ્ટોપર તરીકે ખાસ હાજર રહી હતી. શોની કોરિયોગ્રાફી પ્રખ્યાત કોરિયોગ્રાફર ચંદ્રકલા સાનપ દ્વારા કરવામાં આવી હતી. આ આયોજનની ભવ્યતાને વધુ શોભાવાન માટે મુંબઈ અને પુણેના ટોચના મોડેલ્સે રેમ્પ પર પોતાનું દબદબું છૂટ્યું. સાથે, IDT (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી) ના પ્રતિભાશાળી એલ્યુમની અને ડિઝાઇનર્સે પોતાના વિશેષ કલેક્શનનું પ્રદર્શન કર્યું, જે પરંપરાગત અને આધુનિક ફેશનનો ઉત્તમ સંગમ હતો.

અવધ યૂટોપિયા માટે આ ફેશન શો માત્ર એક ઇવેન્ટ જ નહીં, પરંતુ તેમના મેમ્બર્સ માટે ગ્લેમર, કલા અને સર્જનાત્મકતાનો અનોખો અનુભવ પ્રદાન કરવાનું અનન્ય પગલું હતું.

અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ સુરતમાં કલ્યાણ જવેલર્સના નવા તૈયાર કરાયેલા શોરૂમનું ઉદઘાટન કર્યું

 

વિશ્વસ્તરીય માહોલમાં ખરીદીનો વૈભવી અનુભવ ઓફર કરે છે

સુરત, 27 ડિસેમ્બર, 2024: ગુજરાતમાં 10 શોરૂમ સાથે ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય જવેલરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જવેલર્સે સુરતમાં આઇડીબીઆઇ બેંકની પાસે પોડદોડ રોડ ખાતે તેનો નવો તૈયાર કરાયેલો શોરૂમને ફરીથી લોંચ કર્યો છે.

અભિનેત્રી સોનાલી બેન્દ્રે દ્વારા ઉદઘાટન કરાયેલા શોરૂમમાં વિવિધ કલ્યાણ જવેલર્સ કલેક્શનની ડિઝાઇનની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. ગ્રાહકો અત્યાધુનિક સુવિધાઓ અને વિશ્વકક્ષાના માહોલમાં એક અજોડ અનુભવ પ્રાપ્ત કરશે. આ કાર્યક્રમમાં અભિનેત્રીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યા ચાહકો અને ગ્રાહકો ઉમટી પડયા હતા. તેમના ઉષ્માભર્યા સ્વાગતથી લોંચમાં એક ઉર્જાનો ઉમેરો થયો હતો, જે આ શોરૂમના પુનઃપ્રારંભને લઈને ઉત્સાહ અને અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે.

ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ કહ્યું હતું કે, “આજે નવા કલ્યાણ જ્વેલર્સ શોરૂમના ઉદઘાટન માટે અહીં ઉપસ્થિત રહેતા મને ખુશી થાય છે. વિશ્વાસ, પારદર્શિતા અને ગ્રાહક-કેન્દ્રિત એવી કલ્યાણ જવેલર્સ જેવી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવું માટે માટે ગૌરવની વાત છે. મને વિશ્વાસ છે કે ગ્રાહકોનું કલ્યાણ જવેલર્સ ઉષ્માભર્યું સ્વાગત કરશે તથા તેઓ માત્ર બેજોડ સેવા જ નહીં પરંતુ અમે જે જવેલરી કલેક્શન ઓફર કરીએ છીએ તેની વિશાળ શ્રેણીની પણ પ્રશંસા કરશે.”

આ નવા શોરૂમ વિશે પ્રતિક્રિયા આપતાં કલ્યાણ જવેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને જણાવ્યું હતું કે, “સુરતમાં અમારા નવા ડિઝાઇન કરેલા કલ્યાણ જ્વેલર્સ શોરૂમના લોંચ સાથે અમારું લક્ષ્ય એક વ્યાપક ઇકોસિસ્ટમ બનાવવાનું છે, જે અમારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે તથા તેમના ખરીદીના અનુભવમાં વધારો કરે છે. અમે સતત વિકાસ કરવા, વિશ્વ-સ્તરીય માહોલ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ તેમજ અમારી બ્રાન્ડના વિશ્વાસ અને પારદર્શિતાના મુખ્ય મૂલ્યોને જાળવી રાખીએ છીએ. કલ્યાણ જવેલર્સ ખાતે અમે ગુણવત્તા અને અસાધારણ સેવા પર મજબૂત ભાર મૂકીને ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ જવેલરી ડિઝાઇનની વિશાળ શ્રેણી ઓફર કરતાં રહીશું.”


બા લોંચની ઉજવણી કરતા કલ્યાણ જવેલર્સ મેકિંગ યાસ ઉપર 50 ટકા સુધીની છૂટની જાહેરાત કરી છે. આ ઉપરાંત કલ્યાણ સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટ- માર્કેટમાં સૌથી નીચા અને કંપનીના તમામ શોરૂમમાં સ્ટાન્ડડૉઇઝ પણ છે, તે પણ લાગુ પડશે.

ગ્રાહકોને કલ્યાણ જ્વેલર્સ 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે, જે શુદ્ધતાની ગેરટી, ઘરેણાંની આજીવન મફત જાળવણી, વિગતવાર ઉત્પાદન માહિતી અને પારદર્શક એક્સચેન્જ અને બાથ-એક નીતિઓ આપશે. આ પ્રમાણપત્ર બ્રાન્ડની તેના ગ્રાહકોને શ્રેષ્ઠ ઓફર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ શોરૂમમાં કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ ઉપલબ્ધ હશે. જેમાં મુહૂર્ત (વેડિંગ જવેલરી લાઈન). મુવા (રેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જવેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિયા (સોલિટેર જેવા ડાયમંડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વ (ખાસ પ્રસંગો માટે ડાયમંડ્સ), અંતરા (ચેડિંગ ડાયમંડ્સ), ફેરા (ડેઇલી વેર ડાયમંડ્સ), રંગ (કિંમતી પથ્થરો વેલરી) અને તાજેતરમાં લોંચ થયેલા લીલા (રંગીન પથ્થરો અને ડાયમંડ વેલરી)નો સમાવેશ થાય છે.

ક્રિસમસની ભાવનાને સ્વીકારતા: એકતા અને આનંદની ઇચ્છા

 

ક્રિસમસના ઉત્સવને ઉજવવા માટે, વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોમબત્તી સજાવટ અને ગ્રીટિંગ કાર્ડ બનાવવાની આનંદમય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જે ઉષ્ણતા, પ્રેમ અને એકતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
ક્રિસમસ આનંદનો તહેવાર છે, જે સાન્ટા ક્લોઝની ઉત્સુક પ્રતિક્ષાનું પ્રતિક છે, જે ધરતીના બાળકો માટે સ્વર્ગમાંથી પ્રેમ અને આશીર્વાદના ભેટ લાવે છે. આ શાંતિ અને સમૃદ્ધિને ટકાવવા તેમજ તમામ વચ્ચે સુમેળ વધારવાનો સમય છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુંદર રીતે સજાવેલી મોમબત્તીઓ અને સર્જનાત્મક રીતે બનાવેલા ગ્રીટિંગ કાર્ડ્સ દ્વારા તેમની હ્રદયપૂર્વકની પ્રાર્થનાઓ અને ઇચ્છાઓ વ્યક્ત કરી. તેમના કાર્યમાં સેન્ટ નિકોલસને એક નરમ વિનંતી હતી, જેમાં તેઓ એકતા, સહિષ્ણુતા, સમાનતા અને સમગ્ર માનવજાત માટે વૈશ્વિક ભાઈચારા માટેનું આદરપૂર્વકનું ભેટ માંગતા હતા.

જેમજેમ અમે આ ક્રિસમસનું સ્વાગત કર્યું, અમે એક એવી દુનિયા માટે આર્થિક રીતે પ્રાર્થના કરી કે જે પ્રેમ અને સ્નેહથી બંધાયેલી હોય. અમારા વિદ્યાર્થીઓએ એક એવા ભવિષ્યની ઇચ્છા વ્યક્ત કરી જ્યાં સંઘર્ષ અને નિરાશાના ધૂમાડાને શાંતિ અને સમૃદ્ધિની મીઠી ધુમ્મસથી બદલી શકાય.
પ્રિય સાન્ટા ક્લોઝ, કૃપા કરીને અસહમતીના અંધકારને દૂર કરો અને અમારા વિશ્વને દયા, સુમેળ અને સદાકાળ આનંદના પ્રકાશથી ભરપૂર બનાવો. આ ક્રિસમસ એક પૃથ્વી, એક માનવજાત અને એક ઉજ્જવળ આવતીકાલ માટે આશાની કિરણ બને

એશિયાના સૌથી મોટા કોલેજ ફેસ્ટિવલ “મૂડ ઈન્ડિગો”માં IDT સુરતનો શાનદાર પ્રદર્શન

 

‘વોગ’ ફેશન શોમાં રેટ્રો-ફ્યુચરિઝમ થીમ સાથે IDTના વિદ્યાર્થીએ કરી ખાસ ઓળખ ઊભી

IIT બોમ્બેના પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ “મૂડ ઈન્ડિગો”નું આયોજન 26 ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે. આ પ્રસિદ્ધ ફેશન શો ‘વોગ’ માં દેશભરના ટોચના કોલેજોએ ભાગ લીધો છે. આ વર્ષેની થીમ રેટ્રો-ફ્યુચરિઝમ છે, જે ભૂતકાળની યાદો અને ભવિષ્યની કલ્પનાને એક મંચ પર લાવે છે.

IDT સુરત માટે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પસંદ થવું આખા સુરત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.
IDTના વિદ્યાર્થીઓએ આ થીમને સુંદર રીતે રજૂ કરી છે, જેમાં જૂના વાયર, સર્કિટ અને ઈલેક્ટ્રોનિક કચરાને નવા અંદાજમાં જોડીને ગારમેન્ટ્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. સાથે જ, તેમણે “ગેલેક્સી ફેબ્રિક” જેવા હાઈ-ટેક કપડાનો ઉપયોગ કર્યો છે, જેમાં મિનિમલિસ્ટિક કટ્સ, અસમતુલ્યતા, અને *મોડ્યુલર ડિઝાઇન*નો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓએ રેટ્રો અને ભવિષ્યવાદી સ્ટાઇલના સંમિશ્રણને દર્શાવવા માટે વાયર એમ્બ્રોઇડરીનો પણ ઉપયોગ કર્યો છે. આ સિવાય, 3D પ્રોપ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં વાયર, કાગળ, પાઇપ, ગોબરા અને ટોપી*નો ઉપયોગ કરીને આ કલેક્શનને વિશેષ બનાવ્યું છે.

IDT સુરતએ શહેરનું નામ રોશન કર્યું
IDTના ફેશન ડિઝાઇનિંગ વિભાગની વડી *પૂજા ઘીવાલા*એ જણાવ્યું,
“રેટ્રો-ફ્યુચરિઝમ થીમ વિદ્યાર્થીઓ માટે મોટી પડકાર ભરેલી હતી. તેમાં તેમણે ડિઝાઇનિંગ, મોડેલિંગ, કોરિયોગ્રાફી, મેકઅપ અને હેર સ્ટાઇલિંગ જેવા તમામ પાસાં પર મહેનત કરી. આવા મોટા પ્લેટફોર્મ પર ભાગ લેવું તેમના ભવિષ્ય માટે અનમોલ અનુભવ છે.”

સંસ્થાનની ડિરેક્ટર *અંકિતા ગોયલ*એ આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. તેમણે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ ભેટ આપી તેમની પ્રશંસા કરી અને કેક કાપીને આ સફળતાનું ઉજવણી કરી.
“આ આપણાં સંસ્થાન અને સમગ્ર સુરત શહેર માટે ગર્વની ક્ષણ છે. તમારી મહેનતે IDTને આ ઊંચાઈએ પહોંચાડ્યું છે. ફાઇનલમાં તમારું વિજય આપણી માટે વધુ મોટી સિદ્ધિ હશે,” એમ તેમણે જણાવ્યું.

IDT સુરતના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ, જે એશિયાના સૌથી મોટા ફેસ્ટિવલમાં તેમની પ્રતિભાનું પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન માટે કરાયું પ્રમોશનલ દોડનું આયોજન

 

સુરત. ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડના ઉપલક્ષ્યમાં રવિવારે પ્રમોશનલ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેરેથોનના રેસ ડાયરેક્ટર લલિત પેરીવાલ, મેરેથોન એમ્બેસેડરે સક્રિય ભૂમિકા ભજવી હતી. ટ્રસ્ટના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સૌએ જાહેર જનતાને અપીલ કરી હતી કે એક સામાજિક ઉદ્દેશ્ય સાથે આયોજિત આ મેરેથોન દોડનું વધુ માં વધુ લોકો સમર્થન કરે. તેઓએ લોકોને અપીલ કરી હતી કે તેઓ વહેલી તકે તેઓ અને તેઓના પરિવારના સભ્યોનું દોડ માટે વેબસાઇટ www.runforgirlchild.org પર રજીસ્ટ્રેશન કરે.

ઉલ્લેખનીય છે કે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન આગામી 5મી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય બાળાઓના કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો છે.

બિગ ક્રિકેટ લીગ: ગ્રાન્ડ ફિનાલે – મુંબઈ મરીન્સે સાઉધર્ન સ્પાર્ટન્સને હરાવી ખિતાબ જીતી લીધો

 

સુરત, 22 ડિસેમ્બર 2024 – ક્રિકેટ ચાહકો માટે એક યાદગાર શામ બની જ્યારે બિગ ક્રિકેટ લીગનો ગ્રાન્ડ ફિનાલે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં યોજાયો. સ્ટેડિયમ ચાહકોથી ખચાખચ ભરાયું હતું, અને અંદાજે 3,000થી વધુ લોકો સ્ટેડિયમની બહાર ઊભા રહી આ ઈતિહાસી ક્ષણનો ભાગ બનવા આતુર હતા. ઈરફાન પઠાણની કમાનીઓ હેઠળ મુંબઈ મરીન્સે સુરેશ રૈનાની આગેવાનીવાળી સાઉધર્ન સ્પાર્ટન્સ સામે કઠિન ટક્કર આપીને વિજય મેળવ્યો.

22 ડિસેમ્બર, સાંજે 7:30 વાગ્યે યોજાયેલા ફિનાલે મૅચે સ્ટેડિયમમાં ઉત્સાહ અને ખુશીના નવા ઉંચા ધોરણો સ્થાપિત કર્યા. મુંબઈ મરીન્સે પ્રભાવશાળી પ્રદર્શન કરીને ખિતાબ પોતાના નામે કર્યો અને તેમની મહેનત તથા ટીમવર્કથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા.

લીગના નેતૃત્વ તરફથી વિશેષ નિવેદન

પૂનિત સિંહ (મુખ્ય સંરક્ષક):
“બિગ ક્રિકેટ લીગ માત્ર એક ટૂર્નામેન્ટ નથી, તે ક્રિકેટનો ઉત્સવ છે અને યુવા પ્રતિભાઓ માટે એક મંચ છે. સુરતના દર્શકો તરફથી મળેલા ઉત્સાહથી હું ખુબ ગર્વ અનુભવું છું. અહીંના લોકો સાચા રમતપ્રેમી છે. સ્ટેડિયમની બહાર 3,000 જેટલા ચાહકોનું ઉત્સાહ જોઈને ખબર પડે છે કે સુરતના લોકોમાં ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અનોખો છે. હું સુરત જિલ્લા ક્રિકેટ સંઘ, સુરતના વહીવટતંત્ર અને સુરત પોલીસનો આ આયોજન સફળ બનાવવામાં તેમના સહકાર માટે આભારી છું. અમે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે વધુ ઉત્તમ યુવા ક્રિકેટરો લઈને ટૂંક સમયમાં ફરીથી સુરત પરત આવવા ઉત્સુક છીએ.”

દિલીપ વેંગસર્કર (લીગ કમિશનર):
“આ લીગ ભારતના ગ્રાસરૂટ ક્રિકેટ માટે એક ગેમ-ચેન્જર છે. ઈરફાન પઠાણ જેવા અનુભવી ખેલાડીઓ દ્વારા નવી પ્રતિભાઓને માર્ગદર્શન આપવાનું દ્રશ્ય પ્રેરણાદાયક છે. ફિનાલે આ લીગના ધ્યેયને સમાપ્ત કરવા માટે એક સંપૂર્ણ મંચ હતો.”

રુદ્ર પ્રતાપ સિંહ (પ્રેસિડેન્ટ):
“અમારું હંમેશા લક્ષ્ય રહ્યું છે કે અમે ક્રિકેટ ચાહકો માટે એક સમાવેશાત્મક મંચ બનાવીએ. બિગ ક્રિકેટ લીગ ક્રિકેટની અદમ્ય ભાવનાનો ઉત્સવ છે, અને મુંબઈ મરીન્સની જીત લીગ માટે ગર્વની ક્ષણ છે.”

ક્રિકેટ સ્ટાર્સના પ્રતિસાદ

ઈરફાન પઠાણ (કપ્તાન, મુંબઈ મરીન્સ):
“આ વિજય મારા ટીમના મહેનત, સમર્પણ અને અદમ્ય આત્માને દર્શાવે છે. મુંબઈ મરીન્સે શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું, અને ટ્રોફી લાવવાનું ગર્વ અનુભવું છું. ચાહકોના અનન્ય સમર્થન માટે દિલથી આભાર!”

સુરેશ રૈના (કપ્તાન, સાઉધર્ન સ્પાર્ટન્સ):
“ભલે અમે જીતી ન શક્યા, પરંતુ ફિનાલે મૅચે ક્રિકેટની ઉત્તમ પ્રતિભાને રજૂ કરી. હું મારી ટીમ પર ગર્વ અનુભવું છું અને આ મંચ માટે આભારી છું, જે આપણા પ્રિય રમતનો ઉત્સવ છે. મુંબઈ મરીન્સને તેમની શાનદાર જીત માટે અભિનંદન!”

મૅચની હાઇલાઇટ્સ

ફિનાલે મૅચમાં બંને ટીમોએ શાનદાર કુશળતા અને રણનીતિનું પ્રદર્શન કર્યું. જ્યારે સાઉધર્ન સ્પાર્ટન્સે શસ્ત્રો ચાલુ રાખી હતી, ત્યારે મુંબઈ મરીન્સે દબાણ હેઠળ પોતાનું સંયમ જાળવી રાખી યાદગાર જીત નોંધાવી.

પ્રોગ્રામનું વિગતો

તારીખ: 22 ડિસેમ્બર 2024
સમય: સાંજે 7:30 વાગ્યે
સ્થળ: લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરત

આ રોમાંચક મૅચ Sony Sports Ten 5, Sony LIV, અને FanCode પર લાઇવ પ્રસારિત કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર દેશના ક્રિકેટ ચાહકો આ રોમાંચક પળનો ભાગ બની શક્યા.

બિગ ક્રિકેટ લીગ વિશે

બિગ ક્રિકેટ લીગ યુવા પ્રતિભાઓને તેમના કુશળતાનું પ્રદર્શન કરવા અને અનુભવી વ્યાવસાયિકો સાથે જોડાવાનું મંચ પ્રદાન કરે છે. તે ક્રિકેટની સામૂહિક એકતા અને સપનાને પ્રેરિત કરવાની ક્ષમતાનો ઉત્સવ છે.

આગામી સિઝન માટે નોંધણી હવે ખુલ્લી છે. ઇચ્છુક ક્રિકેટર www.bigcricketleague.com પર જઈને નોંધણી કરી શકે છે અને #AbSapneBanengeHaqeeqat સાથે તેમના ક્રિકેટિંગ સપનાની શરૂઆત કરી શકે છે.

વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અને આવતા સિઝનનો ભાગ બનો, જે વધુ રોમાંચ અને તકોનું વચન આપે છે!

બિગ ક્રિકેટ લીગ સીઝન 2: ઉત્સાહ ફરીથી મનોરંજક છે!

 

સુરત, 21 ડિસેમ્બર, 2024 – ક્રિકેટ પ્રેમીઓ, બિગ ક્રિકેટ લીગ સીઝન 2 માટે તૈયાર રહી જાઓ, જે લલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરતમાં તેના આકર્ષક સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચો માટે સજ્જ છે. તમામ માટે પ્રવેશ મફત છે, તો આ એ તમારી તક છે, જેણે શ્રેષ્ઠ ક્રિકેટને નજીકથી અનુભવવાની તક આપી છે!
આ ખૂબ જ રાહ જોઈને દાખલ થનારી ઘટના 21 ડિસેમ્બરે સેમી-ફાઇનલ મેચો સાથે શરૂ થશે, જેમાં ઉન્નત મેચનો અમલ થશે: ઇરફાન પઠાનની ટીમ સામે યૂસુફ પઠાનની ટીમ, બપોરે 3 વાગે, અને પછી શિખર ધવનની ટીમ સામે સુરેશ રૈના ની ટીમ, સાંજના 7:30 વાગે. તેના પછી, ભવ્ય ફાઇનલ 22 ડિસેમ્બરે સાંજના 7:30 વાગે થશે, જેમાં ઊર્જાવાન ક્રિકેટ અને યાદગાર પળો મળશે.

લીગના નેતૃત્વના હવાલા:

પુનીત સિંહ (મુખ્ય પ્ર Patron):
“Big Cricket League માત્ર એક ટૂર્નામેન્ટ નથી—આ એ ક્રિકેટનો ઉત્સવ છે અને યુવાન પ્રતિભાને એક મંચ આપે છે, જ્યાં તેઓ ચમક શકે છે. અમે ખુશ છીએ કે સીઝન 2 માટે એ વધુ મોટું અને શ્રેષ્ઠ બનાવવા માટે તક મળી છે.”

દિલીપ વેંગસર્કર (લીગ કમિશનર):
“આ લીગ ભારતમાં ગ્રાઉન્ડ-લેવલ ક્રિકેટ માટે એક ગેમ-ચેન્જર બની રહી છે. અનુભવી ખેલાડીઓ નવા પ્રતિભાઓને માર્ગદર્શન આપતા જોવું પ્રેરણાદાયક છે, અને હું આ પહેલના ભાગીદાર બનવાનો ગર્વ અનુભવું છું.”

રુદ્ર પ્રકાશ સિંહ (પ્રેસિડેન્ટ):
“હમેશાં, અમારો ઉદ્દેશ એ છે કે, આપણે ક્રિકેટના પ્રેમીઓ માટે એક એવી સ્થાન ઊભું કરીએ, જ્યાં બધાને તક મળે. Big Cricket League એ ક્રિકેટની મજબૂતી અને પ્રેમનો પરિચય છે, અને હું વિશ્વાસ રાખું છું કે આ સીઝન આપણા અપેક્ષાઓથી વધુ કરશે અને ખેલાડીઓ અને દર્શકો માટે આનંદ લાવશે.”

ક્રિકેટની ખ્યાતિ ધરાવતા ખેલાડીઓના હવાલા:

શિખર ધવન:
“Big Cricket League નો ભાગ બનવું એ એક સન્માન છે. આ પ્રકાર的平台ો પ્રતિભા ને વધુ મજબૂત બનાવવામાં અને ક્રિકેટના પ્રેમને આગળ વધારવામાં મહત્વપૂર્ણ છે. હું કંઈક રોમાંચક મેચો માટે ઉત્સુક છું અને ખેલાડીઓનો સહારો આપવા માટે તૈયાર છું.”

ઇરફાન પઠાન:
“ક્રિકેટ હંમેશાં લોકોને જોડવાનો અને મોટા સપનાઓ ધરાવનારા લોકોને તક આપવા માટે રહ્યો છે. Big Cricket League એ એ જ કામ કરી રહી છે, અને હું તેનો ભાગ બનવા માટે ગર્વ અનુભવું છું. સુરતમાં ઊર્જા વિદ્યુત જેવું છે!”

યૂસુફ પઠાન:
“આ લીગ એ એ વાતનો પુરાવો છે કે યોગ્ય તક મળતા સપનાઓ પૂર્ણ થઈ શકે છે. હું પ્રแฟન્સ અને ખેલાડીઓમાં ઉત્સાહ જોઈને ખુશ છું. સીઝન 2 ને યાદગાર બનાવીએ!”

સુરેશ રૈના:
“આ અદ્ભુત લીગનો ભાગ બનવાથી હું ખૂબ ઉત્સુક છું અને સુરતમાં ક્રિકેટ માટે如此 ઊર્જાવાન પ્રતિસાદ જોઈને આનંદિત છું. Big Cricket League એ યુવાન પ્રતિભાને દર્શાવવાનો સુંદર મંચ પૂરો પાડે છે, અને હું આવા ખ્યાતિ ધરાવતો ખેલાડીઓ સાથે રમવા માટે ઉત્સુક છું.”

ઘટના હાઇલાઇટ્સ:
સેમી-ફાઇનલ્સ: 21 ડિસેમ્બર 2024 |
બપોરે 3 વાગે અને સાંજના 7:30 વાગે
ફાઇનલ્સ: 22 ડિસેમ્બર 2024 | સાંજના 7:30 વાગે

સ્થળ: લલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરત

તમામ માટે મફત પ્રવેશ

સીઝન 2 માટે રજીસ્ટ્રેશન હજુ પણ ખૂલી છે.
આકાંક્ષી ક્રિકેટર તેમના સપના હકીકતમાં બદલવા માટે www.bigcricketleague.com પર નોંધણી કરી શકે છે. #AbSapneBanengeHaqeeqat ના ટૅગલાઇન સાથે।

આ ક્રિકેટિંગ એકશનનો ભાગ બનવાનો આ મોકો ગુમાવશો નહીં અને તમારી પસંદીદા ટીમોનો સહારો આપો, જે ગૌરવ માટે સ્પર્ધા કરી રહી છે!