Posts by: abhay_news_editor

कालाहांडी में स्वास्थ्य सुरक्षा मजबूत: वेदान्ता एल्युमिनियम ने बढ़ाया जिला स्वास्थ्य विभाग का हाथ

 

भुवनेश्वर, सितंबर 20: भारत के सबसे बड़े एल्युमिनियम उत्पादक, वेदान्ता एल्युमिनियम ने ओडिशा सरकार के जिला स्वास्थ्य विभाग के साथ National Sickle Cell Anaemia Elimination Mission के अंतर्गत साझेदारी की है। इस पहल का उद्देश्य कालाहांडी जिले में सिकल सेल रोग (एससीडी) और थैलेसीमिया की जांच व जल्द पहचान को मजबूत बनाना है। यह मिशन, जिसे जुलाई 2023 में भारत के माननीय प्रधानमंत्री  ने शुरू किया था, का लक्ष्य वर्ष 2047 तक इन बीमारियों को सार्वजनिक स्वास्थ्य समस्या के रूप में समाप्त करना है, जो प्रारंभिक स्क्रीनिंग, जेनेटिक काउंसलिंग और उपचार के माध्यम से संभव होगा।

इस पहल के तहत, वेदान्ता एल्युमिनियम ने अपने मोबाइल हेल्थ यूनिट्स (एमएचयू) तैनात किए हैं, जो नक्रुंडी, तलमपदार और गुनपुर ग्राम पंचायतों में स्क्रीनिंग शिविर आयोजित कर रहे हैं। ये क्षेत्र कालाहांडी के सबसे अधिक सिकल सेल प्रभावित इलाकों में गिने जाते हैं। 0 से 40 वर्ष की आयु के लोगों की जांच जिला स्वास्थ्य विभाग द्वारा प्रदान किए गए डायग्नोस्टिक किट्स की मदद से की जा रही है।

वेदान्ता एल्युमिनियम अपने प्रमुख एमएचयू सेवाओं के माध्यम से गुणवत्तापूर्ण स्वास्थ्य सेवाएँ लगातार उपलब्ध करा रहा है। पिछले दो वर्षों में उसने रायगढ़ा और कालाहांडी जिलों में 1,000 से अधिक निःशुल्क स्वास्थ्य शिविरों का आयोजन किया है। प्रत्येक एमएचयू में डायग्नोस्टिक किट्स, आवश्यक दवाइयाँ, और योग्य डॉक्टर, नर्स एवं तकनीशियन उपलब्ध रहते हैं। ये यूनिट्स न केवल तुरंत स्वास्थ्य सेवाएँ उपलब्ध कराते हैं बल्कि वंचित क्षेत्रों में लोगों को निवारक स्वास्थ्य देखभाल के प्रति भी जागरूक करते हैं।

20 09 25 2526009230 Vedanta Aluminium Partners 1

ओडिशा सरकार ने पूरे राज्य में सिकल सेल रोग और थैलेसीमिया की पहचान और प्रबंधन को तेज कर दिया है, जिसमें खासकर जोखिमग्रस्त आदिवासी क्षेत्रों पर ध्यान केंद्रित किया जा रहा है। रोगियों को सरकारी अस्पतालों के माध्यम से निःशुल्क दवाइयाँ, रक्ताधान, परिवहन सहायता और बोन मैरो ट्रांसप्लांट की सुविधा उपलब्ध कराई जा रही है। यह सहयोग ओडिशा सरकार और वेदान्ता एल्युमिनियम की साझा प्रतिबद्धता को दर्शाता है, जो कमजोर वर्गों को समान, समावेशी और सुलभ स्वास्थ्य सेवा उपलब्ध कराने के साथ-साथ एनीमिया-मुक्त भारत के सपने को साकार करने की दिशा में एक महत्वपूर्ण कदम है।

वेदान्ता एल्युमिनियम के सीईओ, राजीव कुमार ने कहा, “वेदान्ता एल्युमिनियम में हम अपने संचालन क्षेत्रों के आसपास की समुदायों के कल्याण के लिए गहराई से प्रतिबद्ध हैं। इस साझेदारी के माध्यम से, हम इन क्षेत्रों के सुदूर इलाकों तक आवश्यक स्वास्थ्य स्क्रीनिंग सेवाएँ पहुँचाने का प्रयास कर रहे हैं, साथ ही इन बीमारियों के उन्मूलन के लिए राष्ट्रीय मिशन का समर्थन भी कर रहे हैं।”

कालाहांडी के मुख्य जिला चिकित्सा अधिकारी (सीडीएमओ), डॉ. निहारेंद्र पांड़ ने कहा, “सिकल सेल रोग और थैलेसीमिया आज भी एक गंभीर सार्वजनिक स्वास्थ्य चुनौती बने हुए हैं, खासतौर से ग्रामीण समुदायों में। वेदान्ता के मोबाइल हेल्थ यूनिट्स के सहयोग से हम अब दूरस्थ गाँवों तक पहुँच पा रहे हैं, जिससे प्रारंभिक पहचान और समय पर उपचार संभव हो रहा है। यह न केवल ज़िंदगियाँ बचाने के लिए बल्कि स्वास्थ्य परिणामों में सुधार के लिए भी अत्यंत महत्वपूर्ण है।”

वेदान्ता एल्युमिनियम शिक्षा, स्वास्थ्य, सतत आजीविका, ग्रामीण बुनियादी ढाँचे, और जमीनी स्तर के खेल व संस्कृति को बढ़ावा देने जैसी रणनीतिक पहलों के माध्यम से ओडिशा में परिवर्तन लाने के लिए प्रतिबद्ध है। स्थानीय प्रशासन और सामुदायिक हितधारकों के साथ मिलकर कंपनी यह सुनिश्चित करती है कि उसकी पहलें ठोस सामाजिक-आर्थिक प्रगति में परिवर्तित हों।

સુરત શહેર બનશે જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર – MIDDERMACON 2025

 

સુરતના ગૌરવમાં ઉમેરો કરતી એક ઐતિહાસિક ઘટના!
IADVL (Indian Association of Dermatologists, Venereologists and Leprologists) દ્વારા આયોજિત 13મી મિડટર્મ એન્યુઅલ કોન્ફરન્સ – MIDDERMACON 2025 – આ વર્ષે 19 થી 21 સપ્ટેમ્બર 2025 દરમિયાન સુરતના Avadh Utopia Club ખાતે યોજાઈ રહી છે.

🌍 કોન્ફરન્સની હાઇલાઇટ્સ વિશે એસોસિયેશનના ઓર્ગેનાઈઝિંગ પ્રેસિડેન્ટ ડૉ.જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે

આ ઇવેન્ટમાં સમગ્ર ભારતમાંથી આશરે 800 પ્રતિનિધિઓ હાજરી આપશે.
* પહેલી વાર 12 Live Hands-on & Video Workshopsનું આયોજન – જેમાં Botox, Fillers, Laser, Chemical Peeling, Body Contouring, Microblading, Dermatosurgery, Vitiligo Surgery, Skin Boosters, Thread Lifting, Hair Transplant, Practice Management અને AI જેવા cutting-edge વિષયો શામેલ.
* થીમ: “Debate in Dermatology: Where Science and Opinions Collide” – વૈજ્ઞાનિક પુરાવા અને વિવિધ અભિપ્રાયો વચ્ચેનો તફાવત સમજવાનો તથા નવા વિચારોને જન્મ આપવાનો પ્રયત્ન.
* 3 દિવસ દરમિયાન Keynote Lectures, Panel Discussions, Paper Presentations, Posters & Interactive Sessions નું આયોજન.

👨‍⚕️ એસોસિયેશનના નેશનલ સેક્રેટરી ડો. ભૂપેશ કુમાર કટાકમએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ સામાન્ય જનતા માટે પણ ખૂબ ઉપયોગી છે. સામાન્ય જનતા માટે ઉપયોગી મુદ્દા

આ કોન્ફરન્સ માત્ર ડૉક્ટરો માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ આશાનો કિરણ છે.
ત્વચા અને વાળની સમસ્યાઓ માટેની અદ્યતન ટેકનોલોજી પર ખાસ ચર્ચા થશે:

Platelet-Rich Plasma (PRP): વાળ ઝડપણ અને ત્વચાના પુનરુત્થાન માટે.
Dermatosurgery: ચાંદા, દાગ-ધબ્બા, સ્કાર અને ત્વચાના ટ્યુમર માટે નવી સર્જરી રીતો.
Vitiligo Surgery: સફેદ દાગ માટે અદ્યતન ઉપચાર.
Exosomes Therapy: ત્વચાના રિજનરેશન માટે વૈશ્વિક સ્તરે ચર્ચાતો નવો ઉપચાર.
Energy Based Devices (Lasers, RF, IPL, MNRF): સ્કાર, પિગમેન્ટેશન અને સૌંદર્ય ઉપચાર માટે.

🎭 એસોસિએશનના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.એ.જે.એસ. પ્રવીણે જણાવ્યું હતું કે માર્ગદર્શક કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત થશે.
તેઓએ કહ્યું હતું કે 19મી અને 20મી સપ્ટેમ્બરના સાંજના વિશેષ Cultural Programs કોન્ફરન્સને વધુ યાદગાર બનાવશે.

📌 સમાપન સંદેશ

MIDDERMACON 2025 માત્ર એક મેડિકલ કોન્ફરન્સ નથી – તે સમાજને સંદેશ આપે છે કે ત્વચા અને સૌંદર્ય ઉપચાર ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે અગ્રેસર છે.
સુરત શહેર માટે આ કોન્ફરન્સ એક ઐતિહાસિક માઈલસ્ટોન બની રહેશે.

આ પ્રસંગે એસોસિયેશનના નેશનલ પાસ્ટ પ્રેસિડેન્ટ ડૉ. મંજુનાથ સિનોઈ, ડાર્મેટોલોજિસ્ટ ડૉ. રજેથા હામા શેટ્ટી અને ડાર્મેટોલોજિસ્ટ ડૉ. કાર્તિક રાજા પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

યુથ ફોર એક્સપોર્ટ પ્રોગ્રામ હેઠળ યુવાનોને સ્વનિર્ભર નિકાસકાર બનાવવાનો પ્રયાસ

 

  • બિંગ એક્સપોર્ટર સંસ્થાની પહેલ, ચાર મહિના સુધી કોલેજના પ્રથમ વર્ષથી માસ્ટર ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવશે મફત તાલીમ

સુરત: દેશના યુવાનોને નિકાસના ક્ષેત્રમાં સ્વનિર્ભર બનાવવા અને ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે બિંગ એક્સપોર્ટરે એક અનોખો તાલીમ પ્રોગ્રામ ‘યુથ ફોર એક્સપોર્ટ’ શરૂ કર્યો છે. આ પહેલના સ્થાપક ભગીરથ ગોસ્વામીએ જણાવ્યું કે આ પ્રોગ્રામ કોલેજના પ્રથમ વર્ષથી લઈને માસ્ટર ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં તેમને મફત તાલીમ અને સ્ટાઈપેન્ડ સાથે નિકાસના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક મળશે.

  • ચાર મહિનાની મફત તાલીમ, દર મહિને સ્ટાઈપેન્ડ :-
    ‘યુથ ફોર એક્સપોર્ટ’ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને ચાર મહિના સુધી દરરોજ 30 મિનિટની નિકાસ સંબંધિત તાલીમ અને 15 મિનિટનું રિપોર્ટિંગ સેશન આપવામાં આવશે. આ દરમિયાન કોઈ ફી લેવામાં આવશે નહીં. તાલીમમાં બિઝનેસ ડીલિંગ, નેગોશિએશન, સ્કિલ ડેવલપમેન્ટ, ડોક્યુમેન્ટેશન અને લોજિસ્ટિક્સ જેવા તમામ જરૂરી પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓને દર મહિને 4,000 થી 6,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.
  • રોજગાર અને ઉદ્યમશીલતાની સુવર્ણ તક
    પ્રોગ્રામ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ પોતે નિકાસકાર બની શકે છે અથવા કોઈ નિકાસ કંપનીમાં 15,000 થી 20,000 રૂપિયા માસિક પગારની નોકરી મેળવી શકે છે. આ ઉપરાંત, ઇન્સેન્ટિવ તરીકે વધારાની આવક પણ મેળવી શકાય છે. વિદ્યાર્થીઓ કોઈ નિકાસ કંપનીમાં કામ કરી શકે છે અથવા વર્ક-ફ્રોમ-હોમ દ્વારા ખરીદદારો સાથે સીધો બિઝનેસ કરી શકે છે.
  • પેન ઇન્ડિયા પહેલ, 100+ શહેરોમાં શરૂ થશે પ્રોગ્રામ

આ પ્રોગ્રામ આખા ભારતમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. આ માટે 100 શહેરોની પસંદગી કરવામાં આવી છે, અને બિંગ એક્સપોર્ટરની 90 સભ્યોની ટીમ આ અભિયાનને ગતિ આપી રહી છે. પ્રોગ્રામની પ્રથમ ઇવેન્ટ ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં આવતા મંગળવારે યોજાશે. શુક્રવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે બીજી ઇવેન્ટ યોજાશે જ્યાં વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવશે, તેમજ VNSGU સાથે સંલગ્ન કોલેજોના 175થી વધુ આચાર્યો સાથે ઝૂમ મીટિંગનું આયોજન કરવામાં આવશે.

  • 10,000થી વધીને પેન ઇન્ડિયા લક્ષ્ય
    ભગીરથ ગોસ્વામીએ જણાવ્યું કે શરૂઆતમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો લક્ષ્યાંક હતો, પરંતુ હવે તેને આખા દેશમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ઉદ્યમીઓ અને ખેડૂતોના વ્યવસાયને પ્રોત્સાહન આપવું, વિદેશી ચલણને ભારત લાવીને અર્થવ્યવસ્થાને મજબૂત કરવું અને યુવા પેઢીને રોજગાર તેમજ ઉદ્યમશીલતાની નવી તકો પૂરી પાડવી છે.
  • યુવાનો માટે પ્રેરણા
    ભગીરથ ગોસ્વામીએ કહ્યું કે અમારું સ્વપ્ન છે કે ભારતનો યુવા માત્ર નોકરી જ ન મેળવે, પરંતુ વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવે. ‘યુથ ફોર એક્સપોર્ટ’ આ દિશામાં એક ક્રાંતિકારી પગલું છે, જે યુવાનોને સ્વનિર્ભર બનાવશે અને દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. આ પ્રોગ્રામ માત્ર યુવાનો માટે એક સુવર્ણ તક જ નથી, પરંતુ ભારતના નિકાસ ક્ષેત્રને નવી દિશા આપવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
વિદ્યાર્થી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી – આઇડિયા પિચિંગ ઈવેન્ટ, સાર્વજનિક યુનિવર્સિટી

 

સુરત: સાર્વજનિક યુનિવર્સિટી (SU), સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની પ્રથમકપાળ હેઠળ, વિદ્યાર્થી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) 2.0 અંતર્ગત આઇડિયા પિચિંગ ઈવેન્ટનું સફળ આયોજન કર્યું. આ પોલિસી ગુજરાત સરકારની શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.
SUએ ગુજરાત નોલેજ સોસાયટી (GKS) સાથે સ્મજૂતી પત્ર (MoU) હસ્તાક્ષર કર્યા છે અને 2023–2027 માટે સ્ટુડન્ટ ઇનોવેશન ફંડ (SIF) મેળવ્યો છે. આ ફંડ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને SSIP ગ્રાન્ટ દ્વારા સપોર્ટ કરવા માટે આપવામાં આવે છે.
ઈવેન્ટમાં 30 ટીમોએ પોતાના વિચાર રજૂ કર્યા:
• 15 ટીમોને PoC માટે ગ્રાન્ટ મળી,
• 13 ટીમોને IPR અને PoC માટે ગ્રાન્ટ મળી,
• 2 ટીમોને માત્ર IPR માટે ગ્રાન્ટ મળ્યો.
પ્રમુખ પ્રોજેક્ટ્સમાં ParkMaster, Detachable Glasses, CLOSFIT, ReBrick, Martini Bar Chair, Glamophone Dressing Table, NUTRIPOT INDIA, Ecofriendly Scrubbing Soap, Medi Tape, Milk Detection Test Strip, Smart Robotic Arm, Ensky Drone Delivery, VisionSentinel અને Anti Vape Detection Device વગેરે સમાવિષ્ટ છે. ગ્રાન્ટ રકમ ₹50,000 થી ₹2,40,000 સુધી હતી, કુલ ₹23,74,500+ આપવામાં આવી.
ઈવેન્ટનું સંચાલન ડૉ. દર્શન માર્જડી અને ડૉ. રૂપાલ સ્નેહકુંજ દ્વારા કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપનાર: ડૉ. દિવાલી કસાત (સૂ. SSIP સેલ), ડૉ. કિરણ પંડ્યા (પ્રોવોસ્ટ, SU) અને શ્રી અશિષ દેસાઈ (રજિસ્ટ્રાર, SU).
જ્યુરીમાં: મીસ. મીરા શર્મા, શ્રી સૌરભ પાછેરિવાલ, શ્રી અનીલ સારાઓગી, શ્રી સંજય પંજાબી, મીસ. રિચા ગોયલ, શ્રી કમલેશ ઠક્કર, મીસ. ગુણજ પટેલ, શ્રી નચીકેત પટેલ, શ્રી તેજસ બંગાળી, શ્રી વિશાલ શાહ.
આઈવેન્ટે વિદ્યાર્થીઓમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવાની SUની પ્રતિબદ્ધતા અને સરવાજનિક એજ્યુકેશન સોસાયટીની પ્રેરણાત્મક ભૂમિકા દર્શાવી.

ગોલ્ડી સોલાર ધ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે વિશ્વના સૌથી મોટા સોલાર મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું

 

સૌર ઉર્જામાં સ્મ્રુતિરૂપ નમો સૌર સમ્રાટ

અર્થપૂર્ણ પરિમાણ: 75 વર્ષ નિમિતે 75 ઇય

અધતન TOPCon ટેકનોલોજી દ્વારા સંચાલિત

ભારતની સ્વચ્છ ઉર્જાક્ષેત્રની મહત્વાકાંક્ષાઓને વેગ આપવા તરફ

સુરત, ગુજરાત: 17 સપ્ટેમ્બર 2025 માનનીય પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમના આયોજન સાથે ભારતના સૌથી મોટા સોલાર પીવી ઉત્પાદક ગોલ્ડી સોલાર ધ્વારા પ્રસંગોચિત “નમો સૌર સમ્રાટ નામે-વિશ્વના સૌથી મોટા સોલાર પીવી મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું. આ (વિશ્વમાં સૌથી મોટા) રેકોર્ડ-બેકિંગ મોડ્યુલનું ઉત્પાદન ગોલ્ડી સોલારના ગુજરાત ખાતે કોસબા સ્થિત એકમમાં કરવામાં આવ્યું હતું, જે પ્રધાનમંત્રીશ્રી ના દૂરદેશી નેતૃત્વ અને ભારતની નવીનીકરણીય ઉર્જા ક્રાંતિની ઉન્નતિ માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિકાત્મક અંજલિ તરીકે રજુ કરવામાં આવ્યું હતું.

“નમો સૌર સમ્રાટ” એક સૌર પેનલ હોવા ઉપરાંત વિશેષત: ભારતીય નાવિન્યના નવા યુગને વ્યાખ્યાયિત કરતી, સ્કેલ, ચોકસાઇ અને મહત્વાકાંક્ષાનું મૂર્તિમંત સ્વરૂપ એક ઉત્પાદકીય અજાયબી છે. ગોલ્ડી સોલાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ પહેલ વૈશ્વિક સ્તરે સૌર ઊર્જા ક્ષેત્રે ભારતને અગ્રેસર રાખવામાં વડા પ્રધાનશ્રીની મુખ્ય ભૂમિકાની ઉજવણી છે. સૌર પીવી ઉત્પાદનમાં ચીન ધ્વારા પહેલ કરવામાં આવ્યા બાદ. ભારત આજે સર્વોચ્ચ આત્મનિર્ભરતાની રજૂઆત કરે છે – જે સાબિતી છે કે જ્યારે વિશાળ સ્તરે આત્મનિર્ભરતાની વાત આવે ત્યારે ભારત સૌથી આગળ છે.

વડા પ્રધાનશ્રીના ૭૫મા વર્ષના પ્રતિકાત્મક રૂપે મોડ્યુલને ૭૫ ઇંચ પહોળાઈ

વડા પ્રધાનશ્રીના ૭૫મા વર્ષના પ્રતિકાત્મક રૂપે મોડ્યુલને ૭૫ ઇંય પહોળાઈ અને ૧૫૦ ઇંચ લંબાઈના ચોક્કસ પરિમાણમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રતિકાત્મક પહેલના વિશ્વ-સ્તરીય એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા સાથે અસાધારણ સિદ્ધિના જોડાણ કપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. 1575 wp ની ક્ષમતા/આઉટપુટ સાથે, આ મોડ્યુલ વૈશ્વિક સૌર ઉદ્યોગમાં કદ, કાર્યક્ષમતા અને મહત્વાકાંક્ષા માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.

આ વિશાળ મોડ્યુલ અદ્યતન 340 HC TOPCon (ટનલ ઓક્સાઇડ પેસિવેટેડ કોન્ટેકટ) સેલ ટેકનોલોજીને એકીકૃત કરે છે, જે ઊર્જાનો વ્યય ઘટાડી, કાર્યક્ષમતા અને પાવર આઉટપુટમાં વધારો કરે છે. આવા સ્કેલના મોડ્યુલ અને ભવિષ્યની ટેકનોલોજી જોડાણ ધ્વારા ગોલ્ડી સોલાર ચોકસાઇ-સંચાલિત, ભવિષ્ય માટે તૈયાર ઉત્પાદન માટેની પોતાની પ્રતિષ્ઠાને સુદઢ બનાવે છે.

ભવિષ્યમાં વૃદ્ધિની યોજના સાથે જુસ્સાભેર વિસ્તરણ થકી ગોલ્ડી સોલાર ધ્વારા 14.7 GW સુધી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવામાં આવી છે. આ પ્રસંગે ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઈશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું કે
“વડાપ્રયાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સાતત્યતા તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યું છે, જેમાં વર્ષ 2030 સુધિ 500 (ગીગા વોટ) GW પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાના લક્ષ્યમાં અડધાથી વધુ વક્ષ્યને નિર્ધારિત સમય પૂર્વે જ પ્રાપ્ત કરી લેવામાં આવ્યું છે. “નમો સૌર સમ્રાટ” એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે, જે ભારતની આત્મનિર્ભર ક્ષમતાનું પ્રતિક છે અને વૈશ્વિક મંચ ઉપર ઉત્પાદન શ્રેષ્ઠતાનું ઝળહળતુ ઉદાહરણ છે. વળી, આ પ્રધાનમંત્રી પ્રત્યેની અમારી સૌથી મોટી સ્મ્રુતિ ભેટ છે અને આવનારી પેઢીઓને શુધ્ધ ઉર્જા આપનારા, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતા પણ છે.”

“SRK પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન”

 

“ડાયમંડ ઈન્ડસ્ટ્રી પછી SRK ગ્રૂપનું આરોગ્યક્ષેત્રે નવું પગલું – વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ 20,000 ગામડાં અને શહેરોમાં પહોંચાડવાનો સંકલ્પ”

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ(SRK) પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન

સુરત/મુંબઈ, 11 સપ્ટેમ્બર 2025 : નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ફેમિલીએ હવે આરોગ્યસંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવી પહેલ રૂપે “ક્રિયમ ફાર્મા” નો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતમાં આજે યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, “આરોગ્યમ – આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન” થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું.

આ પહેલ દ્વારા SRK પરિવાર તેના વિશ્વાસ, જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં SRK ગ્રૂપ છેલ્લા છ દાયકાથી વૈશ્વિક સ્તરે પારદર્શિતા, પ્રામાણિકતા અને વિશ્વાસ માટે જાણીતું છે. આ જ વારસામાંથી જન્મેલું ક્રિયમ ફાર્મા હવે આરોગ્યસંભાળની દુનિયામાં એ જ મૂલ્યોને આગળ વધારશે. જેમ SRK ગ્રૂપે ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, તેમ ક્રિયમ ફાર્મા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે.

આ લોન્ચિંગ સમારોહમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ(SRK)ના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, કન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન (CAHO) ના પ્રમુખ ડૉ. વિજય અગ્રવાલ, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI) ના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાની, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સંચાલક અને કિરણ હોસ્પિટલના ચેરમેન શ્રી મથુરભાઈ સવાણી, બિલ ગેટ્સ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી આર્નવ કપૂર, શ્રી હરિકૃષ્ણ એક્સપોર્ટના સંચાલક અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તેમજ હેલ્થકેર ઇકોસિસ્ટમના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ લોન્ચિંગ પ્રસંગે, ક્રિયમ ફાર્માના સ્થાપક શ્રી તેજ ધોળકિયા એ જણાવ્યુ, “આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ માટે આવશ્યક છે, પરંતુ વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા હજુ પણ એક પડકાર બનેલી છે. ક્રિયમ ફાર્મા દ્વારા અમે આરોગ્યસંભાળ પ્રદાતાઓ અને દર્દીઓ બંને વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરીને ઉચ્ચ-ગુણવત્તાવાળી દવાઓ પહોંચાડીને આ તફાવત દૂર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમારી આ યાત્રા બિઝનેસની નહીં પણ સેવાની યાત્રા છે. અમે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવીશું. આ દવાઓ બજારમાં વ્યાજબી ભાવે મળશે. શરૂઆતમાં 20,000 જેટલા ગામ અને શહેરોમાં દવા સપ્લાયનો નિર્ધાર કર્યો છે.”

ક્રિયમ ફાર્મા, અસ્થિરતા અને અસંગત ધોરણોથી ઘેરાયેલા બજારમાં, દૃઢ કાળજી, વ્યાજબી કિંમત અને અડગ નૈતિકતાનું પ્રતીક છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એન્ટી-ડાયાબેટિક, કાર્ડિયક કેર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, પેઈન મેનેજમેન્ટ, ડર્માસ્યુટિકલ્સ, વિટામિન્સ અને મિનરલ્સ તથા એન્ટી-ઇન્ફેક્ટિવ્સ જેવી દવાઓનો સમાવેશ થાય છે, જે તાત્કાલિક તથા લાંબા ગાળાની બંને આરોગ્ય જરૂરિયાતોને પૂરી પાડે છે.

સુરતના મેયર શ્રી, દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, “હું આ નવી પહેલ શરૂ કરવા માટે SRK ગ્રુપ અને ક્રિયમ ફાર્માને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે ક્રિયમ ફાર્માના પ્રયાસોથી અને બિલ ગેટ્સ ફાઉન્ડેશનના સહકારથી કંપનીની દવાઓ સાઉથ આફ્રિકામાં પણ પહોંચે, તેવી શુભેચ્છા પાઠવું છું. પ્રારંભિક તબક્કામાં ક્રિયમ ફાર્મા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાનું ફોકસ રાખશે. દર્દીઓ સુધી દવાઓ ઝડપી અને વિશ્વસનીય રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કંપની ડાયરેક્ટ-ટુ-કેમિસ્ટ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ અપનાવશે.”

CAHO ના પ્રમુખ ડૉ. વિજય અગ્રવાલે કહ્યું હતું કે, “મેડિકલ ક્ષેત્રે 100 વર્ષમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. જોકે હજી પણ જનતા માટે સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં વિશ્વાસનો અભાવ છે. તેમણે CAHO સંસ્થાનો પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સંસ્થાના માધ્યમથી તેઓ સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક વર્ગોમાં કામ કરે છે. તેમણે આરોગ્યસંભાળ ક્ષેત્રને આર્થિક રીતે પોષણક્ષમ અને કાર્યક્ષમ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ગુણવત્તાયુક દવાઓ વ્યાજબી ભાવે મળવી જોઈએ. જે રોગોમાં દવા અને આરોગ્યસંભાળથી મૃત્યુ ટાળી શકાય, તે માટે પ્રયાસ ચોક્કસ થવા જોઈએ. ક્રિયમ ફાર્મા તેની દવાઓથી આરોગ્યસંભાળ ક્ષેત્રે ઉમદા કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.”

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, કંપની વર્ષ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર, નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ 3,500 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઉભા કરવાનું લક્ષ્ય ધરાવે છે. સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે તેવા ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે.

એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI) ના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાનીએ કહ્યું હતું કે, “દેશમાં હોસ્પિટલમાં 30 ટકા જેટલો ખર્ચ દવાઓનો હોય છે. તેમની સંસ્થા સરકાર સાથે સહકારથી કામ કરે છે. સ્વાસ્થ્ય સેવા જન-જન સુધી લઈ જવા માટે હેલ્થકેર અને મેડિસિન ક્ષેત્રે અફોરડેબિલિટી, અવેલેબિલિટી, એક્સેસિબિલિટી અને ક્વોલિટી ઉપર ફોકસ કરે છે. હાલમાં અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMOs) પાસેથી દવાઓનું સોર્સિંગ કરી રહેલી, ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં તેની પોતાની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.”

શ્રી તેજ ધોળકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમારું મિશન એક સરળ માન્યતા પર આધારિત છે – દવાઓ દરેક સુધી પહોંચે તે કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ દરેકનો મૂળભૂત અધિકાર છે. અમારી દરેક પ્રોડક્ટ, દરેક ભાગીદારી અને દરેક નિર્ણય આ જ ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

SRK એક્સપોર્ટના બ્રાન્ડ કોર્ડીનેટર શ્રી શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “ડાયમંડ-જ્વેલરી ક્ષેત્રે 60 વર્ષની સફળયાત્રા સાથે સાથે હવે અમે ક્ષમતા વિકાસ અને દેશને દવા ક્ષેત્રે સર્વિસ આપવાનો નિર્ધાર કર્યો છે. આરોગ્યસંભાળ એ આપણા દેશની જરૂરીયાત અને ફોકસનું ક્ષેત્ર છે. નવી પહેલની જવાબદારી તેજ ધોળકિયાએ લીધી છે. પ્રારંભિક તબક્કામાં ગુજરાત અને રાજસ્થાનમાં દવાની સપ્લાય કરવામાં આવશે. અમે હાલમાં 60 જેટલાં ડિસ્ટ્રીબ્યુટર સાથે કામકાજ શરૂ કર્યું છે.”

કાર્યક્રમમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશનના શ્રી આર્નવ કપૂરે સંસ્થાનો પરિચય કરાવી આરોગ્યસંભાળ ક્ષેત્રે સંસ્થાની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.

સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સંચાલક અને પદ્મશ્રી, શ્રી મથુરભાઈ સવાણીએ સ્વાસ્થ્ય સુધાર અને વ્યાજબી ભાવની દવા ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાલમાં દવાઓ વિશ્વાસ પ્રાપ્ત કરવામાં સંઘર્ષ કરી રહી છે ત્યારે ક્રિયમ ફાર્મા આ ક્ષેત્રને નવો આકાર આપશે. કંપની દવા છેવટના ગામ સુધી પહોચડવા માટે નવો રસ્તો તૈયાર કરશે.

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા કહ્યું હતું કે, “કંપની કીમતી છે, પણ મૂલ્યવાન હોવું જરૂરી છે. તેમણે નવી પહેલ ક્રિયમ ફાર્માને નૈતિક મૂલ્યો સાથે મૂલ્યવાન બનાવવાની અપીલ કરી હતી.”

CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોન સુરતમાં શરુ, પ્રીમિયમ કાર ખરીદી-વેચાણ હવે વધુ સરળ અને ફાયદાકારક

 

સુરત. ઓટોમોબાઇલ માર્કેટમાં એક નવી ઉર્જા સાથે, CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોનનો શોરૂમ સુરત શહેરમાં શરુ થયો છે. ગુજરાતમાં માત્ર બે CAR24 ફ્રેન્ચાઇઝી પૈકી પ્રથમ ફ્રેન્ચાઇઝી તરીકે સુરતમાં શરૂ થતી આ સર્વિસ, વડોદરાથી વાપી સુધીના પ્રીમિયમ કાર ચાહકો માટે કાર ખરીદી અને વેચાણની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને વિશ્વસનીય બનાવશે.

Y ઝોનના સંચાલક યતીન ભક્તા એ જણાવ્યું હતું કે, “સુરતમાં ઉદ્યોગના ઝડપી વિકાસ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને આગામી સમયમાં મોટો બૂમ આપશે. હાલ દર મહિને ભારતમાં ત્રણ લાખ કારોનું વેચાણ થાય છે અને તેમાં પણ પ્રીમિયમ કે 10 લાખથી વધુ કિંમતની કારોનું માર્કેટ શેર 25 ટકા છે. રીસેલ કારોના મામલે, દર મહિને છ લાખ કારોનું ટ્રાન્ઝેક્શન થાય છે, જેથી સ્પષ્ટ છે કે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વિકાસની સંભાવના છે.”

CAR24 Y ઝોન શોરૂમ VR મોલ પાસે ડુમસ રોડ સુરત ખાતે 30,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં ખુલ્યું છે. અહીં એડિશનલ ફેસિલિટીઓ જેવી કે કાર ડિટેલિંગ સેન્ટર, કાર વોશ સેન્ટર, ફાઇનાન્સ, RTO, ઇન્શ્યોરન્સ, CAR મેન્ટેનન્સ એડવાઇસ એક જ છત નીચે મળશે.

કાર 24ના એલિટ હેડ રવિ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ દ્વારા ભારતમાં પહેલી વખત ગ્રાહકો માટે નવી પોલિસી પણ લાગુ કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ છે સેવન ડે રિટર્ન પોલિસી, એક મહિનાની ક્રોમપ્રેહેન્સિવ વોરંટી, સ્પોટ ઓન ફાઇનાન્સ સર્વિસ, જેન્યુઇન સર્વિસ હિસ્ટ્રી ઉપલબ્ધ, સ્પોટ ઓન વેલ્યુએશન, આર સી ટ્રાન્સફર ફેસિલિટીનો સમાવેશ થાય છે. CAR24 Y ઝોનમાં પેન ઇન્ડિયામાં ઉપલબ્ધ તમામ બ્રાન્ડની કાર ખરીદી અને વેચાણ માટે રેડી પોઝિશનમાં ઉપલબ્ધ રહેશે. ત્યારે આ નવી શરૂઆતથી સુરતના પ્રીમિયમ કાર ચાહકોને વિશ્વસનીય અને સંપૂર્ણ સેવા પ્રાપ્ત થશે અને કાર ખરીદવાનું અને વેચવાનું અનુભવું વધુ સરળ બનશે.

ટ્રી ગણેશા અને વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

 

પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ‘ટ્રી ગણેશા’એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઈતિહાસ રચ્યો છે. પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ‘ટ્રી ગણેશા’ મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ ઈવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક-સાંસ્કૃતિક ઈવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે.
‘ટ્રી ગણેશા’માં ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્યલાયમેટચેન્જ’ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા આઠ વર્ષોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને ‘પર્યાવરણ સેનાની’ તરીકે તૈયાર કર્યા છે. આ મહોત્સવમાં સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે, જેના સમર્થનથી આ અભિયાને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે.

વિરલ દેસાઈએ જણાવ્યું, “ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે.”

ઉલ્લેખનીય છે કે ‘ટ્રી ગણેશા’માં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રી વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે, જે અંતર્ગત બાયોડાવર્સિટી, ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે. આ અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે. વિરલ દેસાઈએ આ સફળતા બદલ સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકી ન હોત.

સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ થઇ રહી છે

 

તાજેતરમાં સિનેમાઘરોમાં બોલિવુડ ફિલ્મ સૈયારાએ ધૂમ મચાવી છે અને ભારે કલેકશન મેળવ્યું છે. પણ આનાથી પણ વધારે ધૂમ મચાવનારી એક ગુજરાતી ફિલ્મ 25 વર્ષ પહેલાં આવી હતી જેનું નામ હતું’મૈયરમાં મનડું નથી લાગતું’. આ ફિલ્મ એટલી સુપર ડુપર રહી હતી કે 52 સપ્તાહ સુધી ચાલી હતી અને હજુ વધારે ચાલી શકે તેમ હતું, પરંતુ બીજી ફિલ્મોને ચાનસ મળે એના માટે આ ફિલ્મ ઉતારી લેવામાં આવી હતી. એ જમાનામાં આ ફિલ્મ જોવા માટે લાઇનો લાગતી અને લોકો બ્લેકની ટિકીટ ખરીદીને ફિલ્મ જોવા જતા.
ફિલ્મ એટલી સંવેદનશીલ બનાવવામાં આવી હતી કે પ્રેક્ષકો ચોધાર આંસુએ રડતા અને છેલ્લાં ક્લાઇમેક્સમાં તો મહિલાઓ બેભાન થઇ જતી હોવાના બનાવો પણ અનેક સિનેમાઘરોમાં બનેલા. હવે ફરી એક વાર આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી રહી છે અને 5 સપ્ટેમ્બર 2025ના દિવસે રિલીઝ થવાની છે.
કોઇ ગુજરાતી ફિલ્મને આટલો બધો ઉમળકો, આટલો બધો પ્રેમ અને આટલો બધો પ્રતિસાદ મળ્યો હોય તેવી કદાચ પહેલી ઘટના હતી. ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડયુસર સુરતના જાણીતા સ્ક્રિપ રાઇટર જશવંત ગાંગાણી હતા, ફિલ્મના મુખ્ય કલાકારો હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી હતા.કેટલાંક લોકપ્રિય ગીતોને અરવિંદ બારોટે અવાજ આપ્યો હતો અને બાળ કલાકાર તરીકે સુરતની કલાકાર તૃષારિકા રાજ્યગુરુએ અભિનય કર્યો હતો. ગાંગાણી ફિલ્મ પ્રોડકશનના નેજા હેઠળ આ ફિલ્મ રજૂ થઇ હતી.
ફિલ્મના ડિરેક્ટર- પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ કહ્યું કે, ઘણા સમયથી સાથી મિત્રો અને મારા નાનાભાઇ રાજ ગાંગાણી સાથે ચર્ચા થતી હતી કે’મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ કરવી જોઇએ. કારણકે ફિલ્મની જે સ્ટોરી છે એ આજના સમયમાં પણ એટલી જ અપીલ કરે તેવી છે. જશવંત ગાંગાણીએ કહ્યુ કે ફિલ્મનો પ્લોટ એવો છે કે રામ (હિતેન કુમાર) અને રતન ( આનંદી ત્રિપાઠી) બંને પ્રેમમાં પડે છે અને લગ્ન વખતે જ રામના મોંમાંથી લોહી પડે છે અને ખબર પડે છે કે, રામને કેન્સર છે. લગ્ન અધૂરા રહી જાય છે. પરંતુ રતનને રામ પ્રત્યે એટલો અનહદ પ્રેમ હોય છે એટલે રતનની રાહ જોતી હોય છે. તેને ભગવાનમાં આસ્થા હોય છે એટલે રામનું કેન્સરનું ઓપરેશન સફળ થાય છે અને સ્ટોરીનો અંત સુખદ આવે છે. આ ફિલ્મને કારણે અનેક પરિવારો તુટતા બચી ગયા છે. અમે 5 સપ્ટેમ્બરે’મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ કરી રહ્યા છે.


ફિલ્મના મુખ્ય કલાકાર હિતેન કુમારે કહ્યુ કે, 25 વર્ષ પછી ફરી અમારી ફિલ્મ રિલીઝ થઇ રહી છે ત્યારે કોરાણે પડેલી યાદો ફરી તાજી થઇ ગઇ છે. સાથો સાથ અનહદ ખુશી પણ થઇ રહી છે. શૂંટીગ વખતે લગભગ દોઢ મહિનો અમે બધા સાથે રહીને મોજ કરી હતી એ વાતો યાદ આવી ગઇ. હિતેન કુમારે કહ્યુ કે, “મૈયરમાં મનડું નથી લાગતું”ને રજૂ થયાને ૨૫ વર્ષના વહાણા વીત્યા, પણ હજી પણ એટલી જ તરોતાજા છે આપણા સૌના હૃદયમાં.
આનંદી ત્રિપાઠી મધ્ય પ્રદેશના ઇંદોરમાં જન્મેલી છે અને તેને ગુજરાતી આવડતું નહોતું, પરંતુ તેની ફિલ્મમાં પસંદગી થઇ અને એ પછી તો તેણીએ 17 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. આનંદીએ કહ્યું કે, બહુ ખુશીની વાત છે કે 25 વર્ષ પછી પડદા પર અમારી ફિલ્મ પાછી આવી રહી છે. ખરેખર આ ફિલ્મમાં કામ કરવાની એક અલગ મજા આવી હતી.
તૃષારિકા રાજ્યગુરુએ આ ફિલ્મમાં રતનની ભત્રીજી સોનલ તરીકે બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. તૃષારિકા આજે તો યુવાન કલાકાર બની ગઇ છે. તૃષારિકાએ કહ્યુ કે, હું આ ફિલ્મમાં બાળ કલાકાર હતી એટલે બધા મારી સાથે બહુ સારુ રાખતા મને સાચવતા અને મારી સાથે મસ્તી પણ કરતા. મને એવી ઇચ્છા છે કે જશવંત ગાંગાણી ફરી આ ફિલ્મ બનાવે અને અને મને રતનનો રોલ ભજવવાની તક મળે.
અરવિંદ બારોટે કહ્યુ કે,આ ફિલ્મના ગીતો ગુજરાતી સંસ્કૃતિ, પ્રેમ અને પારિવારિક ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. ગીતો એટલા બધા લોકપ્રિય થયા હતા કે આજે પણ યુટયુબ પર લોકો સાંભળી રહ્યા છે. જશવંત ગાંગાણીને અભિનંદન આપવા માગું છે કે તેઓ આ જોરદાર ફિલ્મ ફરી લાવી રહ્યા છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ એસજીએફઆઈ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

 

૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ — વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના ઊર્જાસ્વી વિદ્યાર્થી દેવ નંદવાણીએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) બેડમિંટન સ્પર્ધામાં ભાગ લઈ શાનદાર દેખાવ સાથે બીજું સ્થાન હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી કુલ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

દેવ નંદવાણીની આ સિદ્ધિએ તેમને હવે રાજ્ય સ્તરની બેડમિંટન સ્પર્ધા માટે પસંદગી અપાવવી છે, જ્યાં તેઓ શાળાનું અને શહેરનું પ્રતિનિધિત્વ કરશે. તેમની મહેનત, લગન અને રમતગમત માટેનો ઉત્સાહ સમગ્ર શાળા માટે ગૌરવની વાત છે.

શાળાના પ્રિન્સિપલે કહ્યું હતું કે, “દેવની સિદ્ધિ માટે અમને ખૂબ જ ગર્વ છે. તેઓએ ગમે તેટલી મહેનત કરી છે અને તેમની રમત જોઈને અમે નિષ્ઠા અને શિસ્તનો પરિચય મેળવ્યો છે. રાજ્ય સ્તરની સ્પર્ધા માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.”

શાળાનું સમગ્ર પરિવાર દેવને શુભકામનાઓ પાઠવે છે અને તેમના ભવિષ્ય માટે શ્રેષ્ઠ ઈચ્છાઓ વ્યક્ત કરે છે.