Posts by: abhay_news_editor

આજરોજ મંત્રા ખાતે એક ઇલેક્ટ્રિકલ સેફટી અવેરનેસ પ્રેસ મીટગ નું આયોજન કરવામાં આવ્યું હતું

 

જેમાં મંત્રા અને ફોસ્ટાના પ્રતિસ્થિત મહાનુભાવો તથા અનુભવી પ્રોફેશનલ – તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતરમાં સુરતની પ્રસિધ્ધ ટેક્સટાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટના લીધે થયેલ ભયાનક આગ અને તેનાથી કાપડ ઉદ્યોગને ખૂબ જ વ્યાપક નુકશાન થયેલ છે. આ પ્રકારે ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટના કારણે કોમર્શિયલ ઇમારતો જેવી કે અનેકો ટેક્સટાઇલ માર્કેટો. હોસ્પિટલ, સ્કૂલ, શોપિંગ કોમ્પ્લેક્ષોમાં અવારનવાર આગજ નીના બનાવો બનતા રહે છે.

તેનાથી જાનમાલનું પારાવાર નુકશાન ભોગવવું પડે છે. આપણે જાણીએ છીયે કે સેફટી (સલામતી) એ સૌની સહિયારી જવાબદારી છે અને આ પ્રેસ મીટના માધ્યમથી ઇલેક્ટ્રિકલ સેફટી જ્ઞાન-પ્રસાર અને વ્યાવહારિક માર્ગદર્શન દ્વારા સૌના માટે બહેતર કાર્ય વાતવરણના સર્જનમાં યોગદાનનો અભિગત રાખવામાં આવેલ છે અને તેના થકી અકસ્માતોનું નિવારણ થાય અને ધંધા-ઉદ્યોગ એકમોના કર્મચારીઓના હિતની સુરક્ષા થશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

આ બધા પરિબળોને ધ્યાનમાં લઈ મંત્રા અને ફોસ્ટાએ આ પ્રકારના અનિનિય બનાવો ન બને તે માટે સાથે મળીને ઇલેક્ટ્રિકલ સેફટી અવેરનેસ અને ઓડિટ ટેક્સટાઇલ માર્કેટોમાં કરવા માટેના સઘન પ્રયાસો આદરેલા છે. આ પ્રસંગે મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા અને ફોસ્ટાના પ્રમુખ શ્રી કૈલાશ હકિમએ પોતાની પ્રસંગોપાત વાત રજૂ કરેલ હતી. આ સાથે ઉપસ્થિત રહેલા તજજ્ઞોએ પણ એમનું મંતવ્ય આચર્યું હતું.

ગોંડલ ખાતે રાજસ્થાની યુવક રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ન્યાય મેળવવા સમિતિની રચના

 

રાજકુમાર જાટ ન્યાય સમિતિ હેઠળ ગુરુવારે ગાંધીનગર ખાતે આવેદન પત્ર આપી સીબીઆઈ તપાસની માંગ કરાશે

સુરત. ગોંડલ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ નામના યુવકના અપમૃત્યુ ને અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે હવે સુરત ખાતે જાટ સમાજ સહિત રાજસ્થાનના વિવિધ સમાજ એક મંચ પર આવી રહ્યા છે અને રાજકુમાર જાટના પરિવારને ન્યાય મળે તે માટે મેદાને ઉતરી રહ્યા છે. આ માટે રાજકુમાર જાટ ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે.

આ અંગે નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટના ગોંડલ શહેરમાં રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટ નું મોત થયું છે જેમાં પરિવારજનો દ્વારા રાજકુમારનું મોત અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત હત્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ પોલીસ આ ઘટનાને અકસ્માતની ઘટના ગણાવી રહી છે.

જોકે રાજકુમારના મોતના એક દિવસ પહેલા ગોંડલના બાહુબલી એવા ગણેશ ગોંડલ જાડેજા રાજકુમાર જાટ અને તેના પિતા ને માર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. માર માર્યાની ઘટના બાદથી જ રાજકુમાર જાટ ગાયબ થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું મોત થયું છે.

ત્યારે આ સમગ્ર મામલો શંકાસ્પદ કહી શકાય ત્યારે આ ઘટનાનું સત્ય સામે આવે તે જરૂરી છે અને તે માટે જ અમે રાજકુમાર જાટ ન્યાય સમિતિની રચના કરી છે અને રાજકુમાર જાટ અને તેના પરિવારને ન્યાય મળે તે માટે વિભિન્ન સમાજને સાથે આવવા આહ્વાન કર્યું છે. ત્યારબાદ ગુરુવારે સૌ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે જઈ આવેદન પત્ર આપી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઈ ને સોંપવાની માંગ કરશે. વધુમાં નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રકરણમાં સરકાર પાસે ન્યાય અને મદદ મળે એવી અપેક્ષા છે.

ઓક્સફોર્ડમાં ગુંજી રામની ગાથા, સુરતની 16 વર્ષીય બાળા ભાવિકાએ રજૂ કર્યો સંવાદ

 

વૈશ્વિક મંચ પર પ્રભુ રામના જીવન પર આધારિત ઉદાહરણો થકી પ્રભુ રામે આપેલ સંદેશાઓ આજે પણ કેટલાક પ્રાસંગિક છે એ ભાવિકા એ સમગ્ર દુનિયાને બતાવી ભારતનું નામ રોશન કર્યું

સુરત. સુરતની ૧૬ વર્ષીય બાળા અને સ્કોલર ઇંગલિશ એકેડમીની વિધાર્થિની ભાવિકા મહેશ્વરીએ વિશ્વ મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. હિંદુ સોસાયટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને હિંદુ સોસાયટી એડિનબર્ગ યુનિવર્સિટીમાં વૈશ્વિક પ્રતિષ્ઠિત મંચ પર ભાવિકાએ માત્ર ભગવાન રામની ગાથા જ વર્ણવી નહીં પણ 21મી સદીમાં પણ પ્રભુ શ્રીરામના સંદેશાઓ કેટલા જરૂરી છે આ દુનિયા સમક્ષ મૂક્યું હતું.

ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાં ગણાતી આ શૈક્ષિણક સંસ્થાઓમાં ભાવિકાના સત્રો પ્રાસંગિક સંદર્ભો અને ઉદાહરણો દ્વારા રામાયણના શાશ્વત પાઠોને આધુનિક જીવનમાં કેવી રીતે મૂકી શકાય તેના પર કેન્દ્રિત રહ્યા હતા.
યુવાઓમાં સનાતન સંસ્કૃતિની જાગૃતિ અને ‘વસુધૈવ કુટુંબકમ’ ના સંદેશ સાથે રામજીના સંદેશથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે વધે છે તે બાબતે ભાર આપવામાં આવ્યો. રામાયણના અનેક ઉદાહરણો દ્વારા ૨૧મી સદીમાં રામજીના સંદેશ કેટલા પ્રાસંગિક છે તે ભાવિકાએ જણાવ્યું હતું.

આ સાથે જ લંડનમાં ૫૦ વર્ષથી કાર્યરત હિંદુ સોસાયટી ટૂટિંગ અને વૈદિક હિંદુ કલ્ચર સેન્ટર ડબ્લિન (આયર્લેન્ડ)માં શ્રીરામ અને મોબાઇલ એડિક્શન વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભાવિકાએ કઈ રીતે મોબાઇલ ઓવર યુઝ બાળકોનો સમય ચોરીને તેમને બિમારીઓ આપી રહ્યો છે, કઈ રીતે આપણે આ એડિક્શન ઘટાડીને બાળકોને આધ્યાત્મિકતા સાથે જોડી શકીએ તેના પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

*ઉલ્લેખનીય છે ને 16 વર્ષની ઉમરે ભાવિકાએ અનેક સિદ્ધિઓ હાસલ કરી છે. ૯ વર્ષની ઉંમરે મોબાઇલ એડિક્શન પર સત્ર લઈને ૧૦,૦૦૦ થી વધુ બાળકોને જાગૃત કરવા, ૧૧ વર્ષની ઉંમરે રામકથા દ્વારા ૫૨ લાખ રૂપિયાની સમર્પણ નિધિ અયોધ્યા સમર્પિત કરવી, છેલ્લા ૬ વર્ષમાં ૪૦૦થી વધુ કાર્યક્રમો અને ૧ લાખ કિલોમીટરની મુસાફરી કરવી , સૌથી ઓછી ઉંમરે સેન્ટ્રલ જેલમાં પ્રવચન આપનાર વક્તા,
ટેડએક્સ સ્પીકર, લેખિકા, ઉદ્યોગસાહસિક, અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ગુજરાત બ્રાન્ડ એમ્બેસેડર, વિશ્વની પહેલી ‘ડિજિટલ ડિસિપ્લિન’ પુસ્તક ‘સ્ક્રીન ટાઈમથી ડ્રીમ ટાઈમ’ ની રચના, સિંગાપોર, મલેશિયા, નેપાળ, ઈન્ડોનેશિયા, ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ (યુરોપ) સહિત અનેક દેશોની મુસાફરી કરવી વગેરે સામેલ છે.

પીળા ગંદાના ફૂલોથી હોળીનો સુવર્ણ તેજ: આનંદમય અને ઉજ્જ્વળ પુનરાગમન માટે હર્ષભર્યા વિદાય!

 

White Lotus International School માં, અમે શૈક્ષણિક સત્રના છેલ્લા કાર્યદિવસને એક હૃદયસ્પર્શી હોળી ઉજવણી સાથે સમાપ્ત કર્યો, જ્યાં અમારા કિન્ડરગાર્ટનના નાનકડા વિધાર્થીઓ માટે રંગ, સુગંધ અને આનંદથી ભરેલું વાતાવરણ રચવામાં આવ્યું હતું. આ વિશેષ ઉજવણી અમારી નાનકડા શીખનારાઓને હોળીની ભાવના અનુભવવાનો મોકો આપવા માટે રચવામાં આવી હતી, જેમાં તેમની સુરક્ષા અને સંવેદનાત્મક અનુભવનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.

બાળકોએ તાજા પીળા ગંદાના ફૂલની પાંખડીઓથી રંગોના આ તહેવારનો આનંદ માણ્યો, જે પ્રકાશ, હકારાત્મકતા અને આનંદનું પ્રતિક છે. કૃત્રિમ રંગોના બદલે, તેમણે આનંદથી ગંદાની પાંખડીઓ ઉછાળી, જેનાથી એક સુવર્ણ વર્ષા જેવી ઉત્સાહભરી છટા પ્રસરી ગઈ. તેમની હાસ્યરજ અને ઉત્સાહે આખું શાળા પરિસર ચમકતું બનાવ્યું, જેનાથી આ શૈક્ષણિક સત્રની વિદાય ખરેખર યાદગાર બની ગઈ. ઉત્સવને વધુ રંગીન બનાવવા, નાનકડાં બાળકો હોળીના સૂર પર ઉત્સાહભેર નૃત્ય કરતા રહ્યા, તેમની ઉર્જા અને ઉત્સાહે સમગ્ર ઉજવણીને જીવંત બનાવી.

પ્રિન્સિપાલ, શ્રીમતી પૂર્વિકા સોલંકીએ આ ઉપક્રમેના મહત્વ પર પ્રકાશ નાખતા કહ્યું, “અમારા શાળામાં, અમે અમારી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવાની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ ઉદ્દીપિત કરવામાં માનીએ છીએ. ગંદાના ફૂલોનો ઉપયોગ કરીને, અમે અમારા વિદ્યાર્થીઓને સતત વિકાસ અને જવાબદાર ઉજવણીનો મૂલ્ય ભણાવવાનો પ્રયાસ કર્યો. હોળી પ્રેમ, આનંદ અને એકતાનો તહેવાર છે, અને આજે, અમે તેને એકદમ કુદરતી અને સુંદર રીતે અનુભવી શક્યા.”

જેમ જેમ અમે આ સત્ર માટે અમારા નાનકડા વિધાર્થીઓને વિદાય આપી રહ્યા છીએ, અમે તેમને આનંદના રંગો અને નવા પ્રારંભની સુગંધ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમે તેમને આગામી શૈક્ષણિક વર્ષમાં સમાન ઉન્માદ, આનંદ અને શ્રેષ્ઠતાની પ્રતિબદ્ધતા સાથે પાછા આવવા માટે આતુર છીએ.

White Lotus International School માં, દરેક ઉત્સવ આનંદદાયક શીખવા તરફ એક પગથિયું છે, અને આજનો દિવસ શૈક્ષણિક સત્રને એક ઉર્જાવાન અને હકારાત્મક અંત આપવા માટે એક પરિપૂર્ણ રીત હતી.

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬ શાસ્ત્રીય રાગોના ગ્રંથ “રાગોપનિષદ્નું” લોકાર્પણ

 

વિવિધ રાગમાલાઓનો સંચય રાગોપનિષદ સંગીતપ્રેમીઓ માટે સંભારણું બનશે – વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

અમદાવાદ તા. ૧૨ માર્ચ ૨૦૨૫ – મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન છત્રછાયામાં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના શુભહસ્તે, શાસ્ત્રીય સંગીત આધારીત જૈન પ્રાચીન ભક્તિગીતોના મહાગ્રંથ ‘રાગોપનિષદ્’ અને તેના મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંદેશો આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘‘ભારતમાં સદીઓથી સંગીતની આગવી પરંપરા રહી છે. શાસ્ત્રીય રાગ, સંગીતના જ્ઞાન અને કાવ્ય સર્જન દ્વારા ભક્ત કવિઓએ અવિસ્મરણીય પદ્ય સાહિત્યની રચના કરી છે. પૂર્વ મુનિવરો વિરચિત અને આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા સંપાદિત વિવિધ રાગમાલાઓનો સંચય ‘રાગોપનિષદ્’ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો. ગ્રંથમાં શાસ્ત્રીય રાગ – રાગિણી વિષે ઊંડી જાણકારી, વાદ્યોનો સચિત્ર પરિચય, પ્રાચીન હસ્તપ્રતમાંના રાગચિત્રો અને રાગના વિસ્તૃત પરિચય માટે મધ્યકાલીન ભાષાના પદોની ઉદાહરણ તરીકે સમજૂતી વડે સમૃદ્ધ અને મૂલ્યવાન બન્યો છે. ગહન અભ્યાસ અને સંશોધનના આધારે સંપાદિત આ ગ્રંથ સૌ કોઈ સંગીતપ્રેમી માટે સંભારણું બની રહેશે.’’

આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહ ખાતાના યુવાન રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ ગ્રંથમાં વિવિધ કવિઓની ૯૫૮ રચનાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પ્રાચીન હસ્તપ્રતોના આધારે લગભગ વિલુપ્ત થઈ ગયેલા ૧૨૬ શાસ્ત્રીય રાગો પણ ખોળી કાઢવામાં આવ્યા છે, જેમાંના કેટલાક રાગો તો આજથી ૨,૫૦૦ વર્ષ પહેલાં પ્રચલિત હતા. આ રાગમાલામાં વિવિધ રાગોના ૯૦ જેટલા રંગીન ચિત્રો પણ સામેલ કરવામાં આવ્યા છે. તદુપરાંત તેમાં પ્રાચીન કાળથી વપરાતા સંગીતનાં ૧૫૦ સાધનોનો સચિત્ર પરિચય અપાયો છે.

આ પ્રસંગે ઉપસ્થિત ‘રાગોપનિષદ્’ ના સંપાદક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયતીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મંગલાચરણ કરતાં ફરમાવ્યું હતું કે ‘‘પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન જ્યારે સમવસરણમાં બિરાજમાન થઈને માલકૌંસ રાગમાં દેશના દેતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત માનવોનાં પથ્થર જેવાં હૃદય પણ પીગળી જતાં અને તેમની આંખોમાંથી આંસુંની ધાર વહેવા લાગતી હતી, તેવી તાકાત રાગની અને સંગીતની છે.’’

આચાર્ય ભગવંતે જણાવ્યું હતું કે ઈશ તત્ત્વની પ્રાપ્તિ માટે જ્ઞાન, ક્રિયા, ધ્યાન અને ભક્તિ જેવા અનેક યોગનું ધર્મશાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. આત્માના સત્, ચિત્ અને આનંદ સ્વરૂપને પ્રગટ કરવામાં શાસ્ત્રીય સંગીત અને ભક્તિયોગ અસરકારક ભૂમિકા ભજવે છે. આજના વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે કે સંગીત દ્વારા કેન્સર જેવા ઘણા અસાધ્ય રોગોની સારવાર કરી શકાય છે. સંગીતની અસર માત્ર માનવોને જ નહીં પણ પશુપંખીઓ અને વનસ્પતિ ઉપર પણ થાય છે. સંગીતસમ્રાટ તાનસેન જ્યારે ગાતો હતો ત્યારે ઉદ્યાનમાં રહેલી કળીઓ ખીલીને ફૂલ બની જતી હતી. તાનસેન જ્યારે તોડી રાગ ગાતો ત્યારે જંગલમાં રહેતાં હરણ ખેંચાઈને ત્યાં આવી જતાં હતાં. આ સંગીત આલ્બમના નિર્માણમાં શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત ડો. ભરત બલવલ્લી દ્વારા જે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે તે અનુમોદનીય છે. અખિલ ભારતીય ગંધર્વ મહાવિદ્યાલય દ્વારા ‘રાગોપનિષદ્’ ગ્રંથનો સમાવેશ પાઠ્યક્રમમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંતમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે ‘‘પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજા સાહેબના આશીર્વાદથી જ અમારું આ કાર્ય સફળ થયું છે. ’’ આ પ્રસંગે ૬ આચાર્ય ભગવંતો અને ૧૦૦ જેટલા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિ રહી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવિસે ‘રાગોપનિષદ્’નું લોકાર્પણ કરતાં કહ્યું હતું કે ‘‘મારા માટે હર્ષની વાત છે કે મને એવા ગ્રંથનું અને મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે જેમાં ભારતના સંગીત શાસ્ત્રમાં જે પ્રાચીન રાગો વિલુપ્ત થઈ ગયા હતા તેને પુનર્જીવિત કરવામાં આવ્યા છે. ભારતમાં શાસ્ત્રીય સંગીતનો જન્મ સામવેદથી થયો હતો. સામવેદની ઋચાઓ શાસ્ત્રીય રાગોમાં ઢાળી શકાય તેવી રીતે રચવામાં આવી હતી.’’

દેવેન્દ્ર ફડનવિસે કહ્યું હતું કે ‘‘નેતાઓ જે રાજનીતિ કરે છે અને સંગીતકારો જે રાગનીતિ કરે છે, તે બંનેનો હેતુ પ્રજાનું કલ્યાણ કરવાનો હોય છે. સંગીતમાં શરીરના તથા મનના રોગોની સારવાર કરવાની શક્તિ છે. તમે યમન કલ્યાણ રાગ ગાઓ છો, અમે જનકલ્યાણ કરીએ છીએ. રાગોપનિષદ્ રાગના ક્ષેત્રમાં નવું જ ઉપનિષદ સાબિત થશે.’’

આ સંગીતમય પ્રયાસ પાછળ વિખ્યાત સંગીતકાર સ્વરાધીશ ડૉ. ભરત ભલવલ્લી છે, જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. રાગોપનિષદ સંગીતમય આલ્બમમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયકોને રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ઉસ્તાદ રાશિદ ખાન, પંડિત ઉલ્હાસ કાશલકર, સુરેશ વાડકર, સોનુ નિગમ, શંકર મહાદેવન, જસપિંદર નરુલા, જાવેદ અલી, કૌશિકી ચક્રવર્તી, ડૉ. અશ્વિની ભીડે, પંડિત વેંકટેશ કુમાર, પંડિત શૌનક અભિષેકી, પંડિત રઘુનંદન પાંશીકર, પંડિત રામ દેશપડિ, ઓસ્માન મીર, ફાલ્ગુની પાઠક, રાહુલ દેશપાંડે, દેવકી પંડિત, પંડિત જયતીર્થ મેવુન્દી, આરતી અંકલીકર, પંડિત આનંદ ભાટે અને પંડિત સંજીવ અભ્યંકરનો સમાવેશ થાય છે.

રાગોપનિષદ્નું લોકાર્પણ કરવા માટે તાજેતરમાં યોજાયેલી સંગીત સંધ્યામાં ડો. ભરત બલવલ્લી ઉપરાંત પદ્મશ્રી ગાયિકા અશ્વિની ભીડે જોષી, પંડિત આનંદ ભાટે, પંડિત જયતીર્થ મેવુન્દી, શ્રીમતી મંજુશ્રી પાટિલ અને અમિત પાધ્યે દ્વારા ઉપસ્થિત સંગીતપ્રેમીઓને ભક્તિરસમાં તરબોળ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવિસ દ્વારા ડો. ભરત બલવલ્લીને ‘નાદદેવ પરમહંસ’ ની ઉપાધિની નવાજેશ કરવામાં આવી હતી.

સુરત અનેસ્થેસિયા એસોસિયેશન દ્વારા સખિયા સ્કિન કેર ક્લિનિક ખાતે મહિલા દિવસની ઉજવણી

 

સ્કિન અને હેયરની કાળજી કેવી રીતે લેવી તે વિશે સેમિનાર યોજાયો

સુરત. સુરત અનેસ્થેસિયા એસોસિયેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સખિયા સ્કિન કેર ક્લિનિક ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત સેમિનારમાં સખિયા સ્કીન કેર સેન્ટરના નિષ્ણાત ડોકટરો દ્વારા હેયર અને સ્કિન કેર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ અંગે સુરત અનેસ્થેશિયા એસોસિયેશનના ડૉ.કૃતિ અને ડૉ. નીરુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વખતે એસોસિયેશન ના સભ્યો અને અન્ય મહિલાઓને સ્કિન અને વાળની કાળજી કેવી રીતે લેવી તે વિશે માહિતગાર અને જાગૃત કરવા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ માટે સખિયા સ્કિન કેર ક્લિનિક ની પસંદગી કરવામાં આવ્યું હતી. અહીં ડોકટર દેવશ્રી પંડ્યા અને ડૉ.મેઘના દ્વારા સૌને સ્કિન અને હેર કેર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેઓ દ્વારા મહિલાઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આ બંને મહિલા ડોકટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ડૉ. દેવશ્રી પંડ્યાએ જણાવ્યું કે, “મહિલાઓએ સ્વસ્થ અને સદાબહાર ત્વચા માટે યોગ્ય કાળજી લેવી જોઈએ. જો મહિલાઓ પોતાની ત્વચાની કાળજી પર ધ્યાન આપે તો તે તેમને શ્રેષ્ઠ આવક આપવા સાથે સાથે આત્મવિશ્વાસને વધારવા મદદ કરે છે. અને જ્યારે મહિલાઓનો આત્મવિશ્વાસ વધે છે, ત્યારે તેઓ દરેક પ્રકારની સમસ્યામાંથી બહાર નીકળી શકે છે, પોતાને તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ રીતે પ્રદર્શિત કરી શકે છે.”

“આ રીતે, સ્વસ્થ ત્વચા માત્ર દેખાવમાં સુધારો લાવતું નથી, પરંતુ આમાંથી જન્મતો આત્મવિશ્વાસ અને આત્મ-સંસ્કૃતિ મહિલાઓને તે બધું સિદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે, જે તેઓ જીવનમાં ચાહે છે. જેમ કે ડૉ. મેઘનાએ જણાવ્યું હતું, ‘મહિલાઓએ’ સ્વસ્થ ત્વચા ની કાળજી લે તો , સ્ફૂર્તિ, સકારાત્મક દૃષ્ટિ અને આંતરિક શક્તિ વિકાસી તેમને દરેક પડકાર પર વિજય મેળવવામાં મદદ કરી શકે છે.”

નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું

 

દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો, આરોગ્ય સાથે મહિલાઓને ટ્રાફિક નિયમો અંગે પણ કર્યા જાગૃત

સુરતઃ નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયાએ સતત આઠમી વખત “નિમાયા ગ્રેટ રન-2025” નું આયોજન કર્યું હતું. આ દોડમાં 2500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે તો જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન” નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 9 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. રેસમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

VIP રોડ કંકુબા પાર્ટી પ્લોટથી નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંઘ, ડીસીપી ટ્રાફિક અમીતા વાનાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.

ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના કાર્યક્રમનું આયોજન કરાયું…

 

બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરવાની યુક્તિઓ શીખવી

કાર્યક્રમ દરમિયાન એક સાથે સાત હજાર લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લીધા

સુરત. ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડતી નોન પ્રોફિટ મોટીવ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના – એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરીને જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તેની ટ્રિક્સ શીખવી હતી. આ સાથે સુરત શહેર જ્યારે હવે ટ્રાફિક નિયમોના પાલનની દિશામાં સતત આગળ વધી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાત હજારથી વધુ લોકોએ એક સાથ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહરિશું, સીટ બેલ્ટ અને ટ્રાફિક સિગ્નલ નું પાલન કરીશું એવો સંકલ્પ અને શપથ લીધા હતા.

શનિવારે જ્યારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મહિલાની આંતરિક શક્તિને જાગૃત કરવા અને વધુ સારા સમાજના નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, ઇન્ડોર સ્ટેડિયમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીની હાજરીમાં નવચેતના – એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દસ હજાર પુરૂષો અને મહિલાઓ સહિત પ્રોગ્રેસ એલાયાન્સ ના સભ્યોએ ભાગ લીધો હતો. બ્રહ્મા કુમારી શિવાની દીદીએ જીવનમાં આંતરિક ઉર્જા કેવી રીતે જાગૃત કરવી અને જીવનમાં પ્રેમ અને શાંતિની ભાવના કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે દરેકને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રોગ્રેસ એલાયન્સ વિશે:-

પ્રોગ્રેસ એલાયન્સ, એક નોન પ્રોફિટ મોટીવ સંસ્થા, અત્યાર સુધીમાં વેચાણ વૃદ્ધિ, નફામાં વૃદ્ધિ, ટીમ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપન, લોનમાંથી મુક્તિ, ચુકવણી સંગ્રહ, સ્ટોક રિડક્શન, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ તેમજ ડિસિઝન મેકિંગ, હિંમત, ફ્રીડમ, ફ્રીડમ વગેરે જેવા વિવિધ ક્ષેત્રો પર 5,000 થી વધુ સાહસિકોના જીવનમાં કામ કર્યું છે. જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેનો 360 ડિગ્રી ગ્રોથ થયો છે!!!

પ્રામાણિકતા, અધિકૃતતા, પ્રતિબદ્ધતા અને સ્ટેન્ડના પાયાના માળખા પર બનેલ, પ્રોગ્રેસ એલાયન્સ “ગોઇંગ ટુગેદર”ની ભાવના સાથે કાર્ય કરે છે. સાથે ઊભા રહેવા, એકબીજાને ટેકો આપવા અને સાથે મળીને આગળ વધવાના સિદ્ધાંતો પર આધારિત, પ્રોગ્રેસ એલાયન્સ આજે ભારતના વિવિધ શહેરોમાં કામ કરી રહ્યું છે, અને આવનારા વર્ષોમાં ભારતના દરેક શહેરના લોકોને તેના લાભો પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે.

ઝૂમ પ્લેટફોર્મ દ્વારા દેશ અને દુનિયાના ઘણા લોકો અમારી સાથે જોડાયેલા છે, અને વિમેન્સ પ્રોગ્રેસ ચેપ્ટર પણ મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યું છે.

કાપી સોલ્યુશન્સ 8 માર્ચે સુરત કોફી ફેસ્ટમાં વિશ્વ-સ્તરીય કોફી ઇનોવેશન લાવે છે

 

સુરત, ભારત – ભારતમાં પ્રીમિયમ આયાતી કોફી મશીનો અને સાધનોના અગ્રણી પ્રદાતા, કાપી સોલ્યુશન્સ, 8 માર્ચે સુરત કોફી ફેસ્ટમાં કોફી ઉત્સાહીઓ, કાફે ઉદ્યોગસાહસિકો અને આતિથ્ય વ્યાવસાયિકોને એક વિશિષ્ટ અનુભવ માટે આમંત્રણ આપે છે.

ભારતની સ્પેશિયાલિટી કોફી સંસ્કૃતિને ઉન્નત બનાવવાની ઊંડી પ્રતિબદ્ધતા સાથે, કાપી સોલ્યુશન્સ એસ્ટોરિયાથી હેમિલ્ટન બીચ અને ડીડ્રિચ સુધીની શ્રેષ્ઠ વૈશ્વિક બ્રાન્ડ્સનું ક્યુરેટ કરે છે – ખાતરી કરે છે કે પીરસવામાં આવતો દરેક કપ ગુણવત્તા અને કારીગરીના ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરે છે.સુરત કોફી ફેસ્ટમાં, ઉપસ્થિતોને અત્યાધુનિક કોફી ટેકનોલોજી જોવાની, નિષ્ણાત સમજ મેળવવાની અને ભારતમાં સ્પેશિયાલિટી કોફીના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરતા જીવંત પ્રદર્શનોનો અનુભવ કરવાની તક મળશે.

ભવિષ્યની કોફીનો અનુભવ કરો

સુરત કોફી ફેસ્ટમાં, કાપી સોલ્યુશન્સ કોફી બનાવવાની કળાને વધારવા માટે રચાયેલ અત્યાધુનિક કોફી મશીનો અને બ્રુઇંગ સાધનોનું પ્રદર્શન કરશે. આ ઇવેન્ટમાં ઇન્ટરેક્ટિવ સત્રો યોજાશે જ્યાં ઉદ્યોગ વ્યાવસાયિકો નવીનતમ નવીનતાઓનું અન્વેષણ કરી શકશે, શ્રેષ્ઠ પ્રથાઓની ચર્ચા કરી શકશે અને વૈશ્વિક કોફી નિષ્ણાતો પાસેથી શીખી શકશે.

“કાપી સોલ્યુશન્સ ભારતમાં કોફીના અનુભવમાં ક્રાંતિ લાવવા માટે સમર્પિત છે. બજારમાં ટોચના સ્તરના આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ લાવીને, અમે કાફે, રોસ્ટર્સ અને હોસ્પિટાલિટી વ્યાવસાયિકોને અસાધારણ કોફી પહોંચાડવા માટે સશક્ત બનાવીએ છીએ,” કાપી સોલ્યુશન્સના સ્થાપક શ્રી વિક્રમ ખુરાનાએ જણાવ્યું. “સુરત કોફી ફેસ્ટ કોફી સંસ્કૃતિની ઉજવણી કરવા, જોડાણો બનાવવા અને ઉદ્યોગમાં નવીનતા લાવવા માટે એક અદ્ભુત પ્લેટફોર્મ છે.”

કાપી સોલ્યુશન્સ વિશે

કાપી સોલ્યુશન્સ, એક બ્રાન્ડ જે સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે, તે તમારા ગ્રાહકો માટે ઉચ્ચ કક્ષાનો કોફી અનુભવ બનાવવામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ આયાતી કોફી મશીનો પૂરા પાડે છે. તે ફક્ત ઓટોમેટિક કોફી અને એસ્પ્રેસો મશીનો માટે જ નહીં પરંતુ રોસ્ટર્સ, ગ્રાઇન્ડર્સ, આઈસ બ્લેન્ડર્સ અને બરિસ્ટા ટૂલ્સ અને એસેસરીઝ સાથે સફાઈ સોલ્યુશન્સ માટે પણ ટોચના સ્તરના વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે વ્યવહાર કરે છે. કાપી સોલ્યુશન્સનો હેતુ ભારતની તેજીમય સ્પેશિયાલિટી કોફી સંસ્કૃતિના મોજા પર સવારી કરવાનો છે. તે કાફે ઉદ્યોગસાહસિકો અને અન્ય હોસ્પિટાલિટી મેજર્સને ઉપલબ્ધ કરાવતી બ્રાન્ડ્સ એસ્ટોરિયાથી હેમિલ્ટન બીચ અને ડીડ્રિચ સુધીના ઉચ્ચ વર્ગનું સંચાલન કરે છે.

સુરત કોફી ફેસ્ટ વિશે

સુરત કોફી ફેસ્ટ એ કોફી ઉત્સાહીઓ અને ઉદ્યોગના નેતાઓનો એક અસાધારણ મેળાવડો છે, જે સ્પેશિયાલિટી કોફી માટેના સહિયારા જુસ્સા અને સમૃદ્ધ કાફે સંસ્કૃતિ દ્વારા એક થાય છે. સહયોગ, નવીનતા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાના વિઝન સાથે સ્થાપિત, સુરત કોફી સમુદાય કોફી પાછળના લોકો – ખેડૂતો, રોસ્ટર્સ, બેરિસ્ટા અને કાફે માલિકો – ને કોફી બનાવવાની કલા અને વિજ્ઞાનની ઉજવણી કરવા માટે એકસાથે લાવે છે.

લાઈવ કોફી ટેસ્ટિંગ અને વ્યવહારુ વર્કશોપથી લઈને નેટવર્કિંગ તકો સુધી, આ ઇવેન્ટ નવા સ્વાદ શોધવા, વ્યવસાયિક ભાગીદારી બનાવવા અને કોફી બનાવવાની કલાત્મકતાની પ્રશંસા કરવા માટે ગતિશીલ જગ્યા પ્રદાન કરે છે.

વુમન્સ ડે પર કેન્ડોર IVF સેન્ટરની પહેલ, મહિલાઓનું વિનામૂલ્ય કર્યું પેપ સ્મિયર ટેસ્ટ

 

સુરત. આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિભિન્ન કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરત ખાતે કેન્ડોર IVF સેન્ટર દ્વારા આ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. તેઓ દ્વારા મહિલાઓને સર્વાઇકલ કેન્સર થી બચાવવા અને આ અંગે જાગૃતિ લાવવા માટે મહિલાઓ માટે વિનામૂલ્ય પેપ સ્મિયર ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો.

આ અંગે કેન્ડોર IVF સેન્ટરના ડો. જયદેવ ધામેલીયાએ જણાવાયું હતું કે આ આયોજન મહિલાઓને સર્વાઇકલ કેન્સર થી બચાવવા અને જાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મહિલાઓને પેપ સ્મિયર ટેસ્ટના મહત્વ વિશે માહિતી મળે અને તેઓ તેમના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત થાય એ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દ્વારા વધુ લોકો સુધી પહોંચીને, આ જીવ બચાવનાર સંદેશાઓ વધુ વ્યાપક રીતે ફેલાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


પેપ સ્મિયર ટેસ્ટ શું છે?
પેપ સ્મિયર એ એક અત્યંત સરળ, દુઃખાવા વગર અને ખૂબ જ અસરકારક સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જે સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓની શરૂઆતમાં શોધ કરી શકે છે. આ ટેસ્ટ દ્વારા અમારી ખૂણાની સેલ્સ તપાસવામાં આવે છે, જે જો ખોટી હોય, તો તે કૅન્સરમાં વિકસિત થઈ શકે છે. પેપ સ્મિયર ટેસ્ટ ક્યારેક મૃત્યુ પામવા પહેલાં કૅન્સરની અટકાવટ માટે મહત્વપૂર્ણ છે.

પેપ સ્મિયર ટેસ્ટ કેમ મહત્વપૂર્ણ છે?
કૅન્સરની શરૂઆતમાં શોધ: સર્બાઇકલ કેન્સર એ એક એવો રોગ છે જે સામાન્ય રીતે શરુઆતમાં કોઈ લક્ષણો દેખાડતો નથી. પેપ સ્મિયર ટેસ્ટ દ્વારા આ બીમારીને અટકાવી શકાય છે.
જીવન બચાવવાનો એક માર્ગ: પેપ સ્મિયર ટેસ્ટ કૅન્સર સાથેના ખોટા સેલ્સને શોધી શકે છે અને યોગ્ય ઉપચાર દ્વારા તેમને રોકી શકાય છે.