30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20 સેકંડમાં થયો ધ્વસ્ત

Spread the love

સુરત. ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.

સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી  તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.