ત્રણ દિવસ પહેલા તાપી નદીમાં ઝંપલાવનાર l&t ના 23 વર્ષીય કર્મચારીની લાશ મળી

Spread the love

હજીરા ખાતે રહેતા અને એલ એન્ટી કંપનીમાં કામ કરતા યુવાને ગત 17મીએ તાપી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો જે યુવાનની મોડી રાત્રે ઉમરાગામ તાપી કિનારેથી લાશ મળી આવી હતી.

સુરત.સુરતમાં આપઘાતની ઘટનાઓ વચ્ચે હજીરા ખાતે રહેતા યુવાને તાપીમાં કુદી આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર સુરતના હજીરા ખાતે રહેતા અને એલ એન્ટ ટી કંપનીમાં નોકરી કરતા મુળ બિહારના વિશાલકુમાર સિંગએ તાપી નદીમાં ગત 17મીએ ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેને લઈ તેની શોધખોળ હાથ ધરી હતી.  જો કે યુવાનની લાશ મળી ન હતી. અને રાત્રીના સમયે યુવાનની લાશ ઉમરાગામ તાપી નદીના કિનારે કાદવ પાસેથી વિશાલ નો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે યુવાનની લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૂળ બિહારના ખાગરિયાના છીલકોડી ગામે રહેતો વિશાલ કુમાર ઘણા સમય થી રોજગારી અર્થે સુરત મા રેહતો હતો અને છેલ્લાં ત્રણ વર્ષથી એલ એન્ડ ટી કંપનીમાં હિટિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યુ છે. વિશાલના ગામ વાસી મિત્ર સુનિલકુમાર એ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યા આસપાસ માતા પિતા સાથે કોલ કરીને વાત કરી હતી અને મોબાઈલ રૂમ પર મૂકી વિશાલ નીકળી ગયો હતો અને સાથી મિત્રો સાથે પણ કોઈપણ જાતની વાત કરી ન હતી સવાર સુધી તે પરત ન ફરતાં શોધખોળ શરૂ કરી હતી