20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર

By on
In ગુજરાત ખબર
Spread the love

5મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામ, નવસારી ખાતે વન કવચમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા સિંદૂરવનનું વાવેતર કરવામાં આવ્યું જેમાં 101 સિંદૂરના વૃક્ષો સહિત 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેમાં બા પ્રેરણા ગ્રુપના સ્ટાફ તેમજ એન.એસ.એસ દ્વારા વોલ્યુંટિર રીતે ભાગ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરવઈ ગામ, બોટાદ ખાતે પણ મિશન ગ્રીન બોટાદ સંસ્થા સાથે મળીને બા પ્રેરણા ગ્રુપ દ્વારા 10,000 વ્રૂક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેમાં બા પ્રેરણા ગ્રુપ દ્વારા 20 ટન ઓર્ગેનિક ફર્ટિલાઈજર સ્પોંસર કરવામાં આવ્યું હતું.